________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
પરિવારમાં હાથી, ગાય, વૃષભ, અશ્વ છે. એ પ્રાણીઓ અને અભિષેક કરે છે. એની સાથે સંબંધિત તાલવૃક્ષ જીવન પ્રાણ અને સમૃદ્ધિનું દ્યોતક ગણાય છે. એ સુવર્ણની અધિષ્ઠાત્રી છે તેથી હેમમાલિની કહેવાય છે. મકર એ સમુદ્રાધિપતિ વરૂણ અને નદીઓની દેવી ગંગાનું વાહન છે. એનો મકર સાથેનો સંબંધ એ સમુદ્રકન્યા હોવાના સંકેત કરે છે. દેવીના શ્રીચક્રની કિનારી ચા-બાજુએ પ્રાકારયુકત હોય છે. આ પ્રકાર-પરિધિ ઋદ્ધિ, દાન, આયુ, પ્રજા વડે સુસંપન્ન હોવાનું મનાય છે. શ્રીદેવી-લક્ષ્મીની ઉપાસના બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મોમાં સમાનરૂપે થતી જોવામાં આવે છે, જે એના લોકદેવી તરીકેના વ્યાપનું સૂચન કરે છે.