________________
૦૨
ભારતીય પ્રાચીન શિ૯૫કક્ષા બોધિમંચ પરના ધર્મચક્રનું પૂજન, શ કુકર્ણ યક્ષ, વૃક્ષિકાદેવી તરીકે ઓળખાતી દેવીનું નીચે બેઠેલા યક્ષની મદદ વડે વૃક્ષારોહણ, પૂર્ણ ઘટ, કમલવનમાં કમલાસનસ્થ શ્રી લક્ષ્મી, શ્રી ગજલક્ષ્મી (આકૃતિ ૧૭), વીણાધારી ગંધર્વો, ઇન્દ્રનું ઇન્દ્રશૈલ ગુફામાં બુદ્ધના દર્શન નાર્થે આગમન. આ ઉપરાંત ચતુરન્વયોજિત રથ પર બેઠેલ સૂર્ય, ચોપાટ રમતાં દંપતી, જેતવનદાન, હસ્તિવૃંદ, અને ઇદન, પદકુસલ, માણવ, વેસ્સાર, કિન્નર વગેરે જાતકકથાઓનાં આલેખન છે.
બોધગયાની વેદિકાનાં શિલ્પોની વિશેષતા તેમાં અંકિત થયેલાં મિશ્ર પ્રાણીઓનાં શિલ્પમાં છે. દા.ત. સપક્ષ-સિંહ, સપક્ષ અશ્વ, સપક્ષ હસ્તિ, નરમચ્છ, વૃષભમચ્છ, ગરમચ્છ, અજમચ્છ વગેરે. આ શિલ્પોમાં કેટલીક વખતે બે પ્રાણીઓનાં શિલ્પના બદલે ત્રણ કે ચાર જુદાં જુદાં પ્રાણીઓનાં વ્યાલ સ્વરૂપો યોજાયાં છે. દા.ત. એક સ્તંભ ઉપર સિંહમુખી મગરમચ્છ છે. અહીંનાં શિલ્પની વિશેષતા નીચે પ્રમાણેની ગણાય છે :
૧) વ્યાલ કે ઈહામૃગ શિલ્પોનું બાહુલ્ય છે. ૨) એની શિલાશૈલીમાં સરળ ને સુગ્રથિત જીવંતપણું પ્રવર્તે છે.
૩) વેદિકાની તંભિકાઓમાં પૃષ્ઠ ભાગે શિલ્પાંકને રચી એક નવીન પરંપરાને પ્રારંભ થયેલો છે.
૪. વનસ્પતિનાં ફળફૂલ પાંદડાનાં સુરેખ પ્રકૃતિજન્ય લય વચ્ચે વિવિધ ભાવભંગીઓ વ્યકત કરતાં માનવ-સ્ત્રી પુરુષનાં રૂપ માનવભાવને વ્યકત કરે છે. ડે, આનંદકુમાર સ્વામી જણાવે છે તેમ, આ શિલ્પમાં plant-style ભારોભાર નિષ્પન્ન થાય છે.
૫) બોધગયાનાં શિલ્પોમાં આલેખનેમાંથી બિનજરૂરી તત્વોને દૂર કરી અનિવાર્ય અને મુખ્ય તત્ત્વોનું સઘન દર્શન જોનારના ચિત્તને તરત જ સ્પર્શે તેવું છે, જેમ કે ભરડુત અને બેધગયાનાં શિલ્પમાં અંકિત જેતવનના પ્રસંગોના આલેખનની સરખામણી કરતાં આ સ્પષ્ટ થાય છે. બોધગયાનું આલેખન વધુ જીવંત લાગે છે. અહીં શિલ્પોમાં કુમાશની સાથે પ્રાણતત્ત્વ પણ નિષ્પન્ન થતું જોવા મળે છે.
હાલનું બોધગયાનું મંદિર અસલ બોધિ ઘરનું અનેકવાર થયેલ રૂપાંતર છે. ગુપ્તકાલમાં આ મંદિરનું મહત્ત્વપૂર્ણ પુનઃનિર્માણ થયું ત્યારે એને “બૃહદ્ ગન્ધકુટી પ્રાસાદ” તરીકે ઓળખાવેલું. વળી એનું પુન: આમૂલ પરિવર્તન ઈ.સ. ૧૦૩૫-૧૦૭૯ દરમ્યાન બ્રહ્મદેશના બદ્ધ યાત્રીઓના હાથે થયું ત્યારે એના ગર્ભગૃહમાં અત્યારની