________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
ક્લાની દૃષ્ટિએ કેટલાક આયાગપટ્ટો વિશેષ ધ્યાન ખેંચે છે. એક પટ્ટમાં ચાર મંગલાદિ ચિની બંને બાજુએ ચક્રાંકિત તથા ગજાંકિત ધ્વજસ્તંભ કોતરેલા છે. એક પટ્ટમાં ત્રિરત્નોની મધ્યમાં પદ્માસનસ્થ તીર્થંકરનું શિલ્પ મૂર્ત કર્યું છે. આ પટ્ટ “અહંતપટ્ટ” કે “તીર્થંકર-પટ્ટ' નામે ઓળખાય છે. એક ચક્રપટ્ટમાં ૧૬ આરાવાળા ધર્મચક્રને ફરતાં ત્રણ મંડલો કરેલાં છે, જેમાં અનુક્રમે ૧૬ નંદીપદ, ૮ દિકકુમારીઓ અને સેંકડો પુષ્પથી ગુંથેલી પઘમાળા કંડારી છે. પટ્ટના બહારના ખૂણામાં ચાર મહેરગ આકૃતિઓ ગુહક કે કિંકર મુદ્રામાં એ ચક્રને ઉઠાવી રહી છે. માળાની ચારે તરફ કરેલા ચોકઠામાં શ્રીવત્સ, ત્રિરત્ન વગેરે ધાર્મિક ચિહન છે ને એમની પૂજા અર્ધ-સપક્ષ-સિંહનું શરીર ધરાવતાં વ્યાલ સ્ત્રી-પુરુષો કરી રહ્યાં છે. સ્વસ્તિક-પટ્ટ(આકૃતિ ૨૭)માં મધ્યમાં મહાસ્વસ્તિકનું ચિહન બનેલું છે. મહાસ્વસ્તિકની અંદરના મંડલ વચ્ચે છત્રધારી તીર્થંકરની પદ્માસનસ્થ મૂર્તિ છે. સ્વસ્તિકની ચાર ભુજાઓમાં અનુક્રમે સ્વસ્તિક, વૈજયન્તી, મીનયુગલ અને શ્રીવત્સનાં ચિહ્ન છે. સ્વસ્તિકની બહારના મંડલમાં વેદિકાથી આવૃત્ત બોધિવૃક્ષ, સ્તૂપ, એક અસ્પષ્ટ વસ્તુ.. અને ૧૬ વિદ્યાધરયુગલોથી પૂજાતી તીર્થંકર મૂર્તિ આ ચાર ચિહ્નો કંડારેલાં છે. બહારના ચાર ખૂણામાં કિંકર મુદ્રામાં ઊભેલા ચાર મહારગ ચક્રને મસ્તક પર ધારણ કરતા દર્શાવ્યા છે.
તીર્થકરોની મૂર્તિઓ અને આયાગપટ્ટો ઉપરાંત આર્યાવતી અને સરસ્વતીની મૂર્તિઓ અને નૈગમેશ શિલાપટ્ટ પણ મળેલ છે. આર્યાવતીની મૂર્તિમાં દેવીની એક બાજુએ ચામરધારિણી અને બીજી બાજુએ છત્રધારિણી જોવા મળે છે. દ્વિભુજ સરસ્વતીને જમણો હાથ અભયમુદ્રામાં છે ને ડાબા હાથ વડે એમણે પુસ્તક ધારણ કર્યું છે. નૈગમેશ કાર્તિકેય પરિવારનો અંગભૂત દેવતા છે ને એ બાલ જન્મને અધિષ્ઠાતા દેવ મનાય છે. આ ત્રણેય દેવતાઓની પ્રતિમાઓ જૈનકલાની મૌલિક ભેટ ગણાય છે. બ્રાહ્મણ ધર્મનાં શિપ
મથુરાકલાનું બ્રાહ્મણધર્મ સંબંધી મૂર્તિ-નિર્માણ પણ ઉત્કૃષ્ટ છે. મથુરા અને તેની આજુબાજુના અઢીસે માઇલના ઘેરાવામાં ભાગવત સંપ્રદાયનો ભારે પ્રભાવ હતો. મથુરામાં ભગવાન વાસુદેવનું એક મંદિર હતું. મથુરા પાસેના મોરા ગામમાં ઈ.સ. પૂર્વે ૧ લી સદીનું એક પ્રાચીન મંદિર હતું, જેમાં ભાગવત સંપ્રદાયના વાસુદેવ, સંકર્ષણ, અનિરૂદ્ધ વગેરે પાંચ વીર પુરૂષોની મૂર્તિ સ્થાપિત કરેલી હતી. વાલિયર પાસેના વિદિશા (બેસનગર)માં વાસુદેવને ઉત્તમ પ્રાસાદ હોવાનું લેખ દ્વારા નિશ્ચિત થયું છે. ચિત્તોડ પાસેની નગરી(માધ્યમિકા)માં સંકર્ષણ અને