________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વૈવિધ્ય પણ જોવા મળે છે. ઉત્તર ભારતમાંથી મળેલાં આવાં કેટલાંક મૂર્તિ શિલ્પા નોંધપાત્ર છે.
૧૩૦
ઉત્તર ભારતમાંથી આ સમયે એકમુખ કાર્ત્તિકેયની મયૂરપૃષ્ઠ-આશ્રિત (માર પર સવાર) પ્રતિમાઓ વિશેષ મળે છે. બનારસના ભારત કલા–ભવનમાં સંગૃહીત પ્રતિમા એનું સરસ ઉદાહરણ છે. આમાં કાર્ત્તિકેયના બંને પગ મેરના ગળાની આગળ નીકળેલા બતાવ્યા છે. મુગટ, કુંડળ, એકાવલી, કંકણ વગેરે આભૂષણ ધારણ કરેલા દેવની પાછળ કાક—પક્ષ બતાવેલ છે. આ મૂર્તિને જોતાં જાણે સાક્ષાત્ વીરરસ મૂર્તિ મંત થયા હોય એમ લાગે છે. મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત આ પ્રકારની કાર્ત્તિકેયની મૂર્તિમાં વિશેષમાં તેમની જમણી બાજુએ ચતુર્મુખ બ્રહ્મા અને ડાબી બાજુએ શિવ ઊભા છે. શિવના હાથમાં જળપાત્ર છે. બ્રહ્મા કાર્ત્તિકેયને અભિષેક કરી રહ્યા છે. વળી ભારત–કલા—ભવનમાં સુરક્ષિત સૂર્ય પ્રતિમા ગુપ્તકાલમાં થયેલ સૂર્યના મૂર્તિ - વિધાનના વિકાસના સરસ નમૂનો પૂરો પાડે છે. કુષાણકાલમાં સૂર્યના એક હાથમાં કમળ અને બીજા હાથમાં તલવાર (કયારેક કટાર) જોવા મળતી હતી તેનું સ્થાન પણ હવે કમળ પુષ્પ લઈ લે છે. તેમની બંને બાજુ તેમની બે પત્નીએ રાશી અને સંજ્ઞા તેમજ બે અનુચરો દંડ અને પિંગળ બતાવ્યા છે.
અલાહાબાદ પાસે આવેલું ગઢવા પણ એક અગત્યનું શિલ્પકેન્દ્ર હતું. ત્યાંથી મળેલા અવશેષો લખનૌ મ્યુઝિયમમાં સંગૃહીત છે. આ બધાં 'શમૂ શિલ્પામાં સમીપના ભરહુતની કલા-પરંપરાના પ્રભાવ જણાય છે. એમાં ગુપ્તકલાની સુકુમારતાની સાથે ભરહુતના સ્થૂળપણાનો સમન્વય થયા છે. આ શિલ્પા સારનાથના જેવાં જ સૂક્ષ્મ રૂપક્ષમ બન્યાં છે. ભરહુત-સાંચીનાં શિલ્પામાં લતા-પુષ્પાદિ વચ્ચે ગૂંથાયેલા માનવ આકારોને આ કલામાં એક બીજાથી અલગ પાડીને, માનવ આકારોને ગુપ્તકાલીન રૂપક્ષમતા અને લતાગુલ્માને નવીન અભિવ્યંજનામાં પ્રસ્તુત કર્યાં છે.
પટણા પાસે રાજગૃહમાંથી એક ધ્વસ્ત મંદિરની દીવાલ પર ચાડેલી તીર્થ - કરોની ત્રણ ઊભી મૂર્તિઓ મળી આવી છે. રેતિયા પથ્થરમાંથી બનેલી આ ત્રણેય
મૂર્તિ એમાં ત્રણેયના ભારે ખભા અને પગ તથા લટકતા હાથનું કંડારકામ કઢંગુ હાવાથી મૂર્તિ એ ગુપ્તકાલની લાગતી નથી, પણ ત્યાંથી મળેલી કાળા પથ્થરની લેખયુકત મૂર્તિના આધારે ઉપરોકત ત્રણેય મૂર્તિએ ગુપ્તકાલની મનાઈ છે. એ શ્યામશિલામાં મૂર્તિ પદ્માસનસ્થિત છે. આસનની નીચે બરાબર મધ્યમાં ચક્ર અને ચક્રની મધ્યમાં એક પુરુષ ઊભા છે. તેના ડાબા હાથ અભયમુદ્રામાં છે. ચક્રની બંને બાજુએ એક એક શંખ છે. આ ચક્રપુરૂષની બંને બાજુએ એક એક પદ્માસનસ્થિત જિન મૂર્તિ આ છે. આસનની બંને બાજુના છેડે સિંહની એક આકૃતિ કંડા રી છે.