________________
હું ! ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પેશ
ચક્રપુરુષના કુંતલકુચિત કેશ, એકાવલી હાર વગેરે ગુપ્તકાલીન લક્ષણા છે. પણ તે સિવાય ઉપરની મુખ્ય નિમૂર્તિ કુષાણકલાની પરંપરાની જ છે. તે પરથી મગધમાં ચંદ્રગુપ્ત ૨ જાના સમય સુધી પ્રશિષ્ટ કલાના પ્રવેશ થયેલા જણાતા નથી. કુમારગુપ્તના સમયથી આ કલા અહીં પ્રસરી હેાવાનું પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત સપ્તમાતૃકા, પાવ તી, કાર્ત્તિકેય અને અગ્નિની મૂર્તિ એ પરથી જણાય છે. સપ્તમાતૃકાએની મૂર્તિ આ કુષાણકાલમાં બનવા લાગી હતી. ગુપ્તકાલમાં એમનું વિધાન નિશ્ચિત બનેલું જણાય છે. આ સમયની માતૃકાઓની મૂર્તિઓ મુખ્યત્વે બેઠેલી અવસ્થામાં મળે છે. કેટલીકવાર માતૃત્વના પ્રતીક રૂપ બાળક પણ એમની ગાદમાં બેસાડેલુ જોવા મળે છે. સરાયકેલામાંથી મળેલ અને પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત સપ્તમાતૃકા-સમૂહ આનો સારો નમૂનો પૂરો પાડે છે.
૧૩૧
આ મ્યુઝિયમમાં સુરક્ષિત પાર્વતીની મૂર્તિ સંભવત: મુડેશ્વરીમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં દેવીને વલ્કલધારિણી, તપસ્યાલીન અંકિત કરવામાં આવી છે. અહીં કાર્ત્તિકેયની ઊભી પ્રતિમામાં દેવની ડાબી બાજુએ મસ્તક પર શકિત ધારણ કરીને એક નારી ઊભી છે. કાર્ત્તિકેયે શકિતના મસ્તક પર હાથ ધર્યો છે.
આ મ્યુઝિયમમાં સંગૃહીત અગ્નિની પ્રતિમામાં દેવ લંબાદર, જટાજૂટ તથા દાઢીયુકત, યજ્ઞોપવીત ધારણ કરેલા અને જમણા હાથમાં અમૃતકુંભ લઈ ઊભેલા જોવા મળે છે. એમના પ્રભામંડળમાં અગ્નિશિખાઓનું અંકન થયેલું છે. બિહારના સુલતાનગ’જ(જિ. ભાગલપુર)માંથી બુદ્ધની ધાતુમાં ઢાળેલી પ્રચંડમૂર્તિ મળી આવી છે. બિહારની ગુપ્તકલાના એ સંભવત: સર્વોચ્ચ નમૂના છે. એનું ધાતુશિલ્પાવાળા પરિશિષ્ટમાં વિગતે વર્ણન કર્યું છે.
સારનાથની પ્રશિષ્ટ કલાના પ્રભાવ પૂર્વ બંગાળ અને છેક આસામ સુધી પહોંચ્યા. આ વિસ્તારની કલામાં સ્થાનિક લોકકલાના પ્રભાવથી લૌકિક ઉલ્લાસ પણ ભળ્યા છે. બગાળમાંથી પથ્થર અને ધાતુની બૌદ્ધ પ્રતિમાઓના સંખ્યાબંધ અવશેષો ઉપલબ્ધ થયા છે. તે પૈકી કેટલાક કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. અહીંથી બુદ્ધની અભય મુદ્રાવાળી ઊભી પાષાણપ્રતિમા સારનાથની એ પ્રકારની મૂર્તિ જેવું જ સ્વરૂપ ધરાવે છે. વિશેષમાં એના પ્રભામંડળ પર બંને તરફ વિદ્યાધરોની આકૃતિએ અને નીચે તરફ પરિચારકની આકૃતિ કંડારી છે. આ મ્યુઝિયમમાં ધર્મ -ચક્ર-પ્રવર્ત ન-મુદ્રાવાળી અનેક બુદ્ધ-પ્રતિમાઓ પણ પ્રદર્શિત છે. આ મૂર્તિઓમાં કોમળતા અને ભાવાભિવ્યકિતનું તત્ત્વ સહેજ ઊચું જણાય છે, પણ ઉત્તર બંગાળના બાગરા જિલ્લામાંથી અને પશ્ચિમબંગાળના ચાવીસ પરગણા જિલ્લામાંથી મળેલી ઉદીચ્ચ વેશધારી સૂ મૂર્તિએ વધુ ભાવવાહી છે. મહાસ્થાન(જિ. બાગરા)ની મંજુશ્રીની