________________
૬ઃ ગુપ્ત-વાકાટકાલમાં પ્રશિષ્ટ શિલ્પ
૧૨૯
પદ્માસનવાળીને ધ્યાનમુદ્રામાં બેઠેલા જોવા મળે છે. સિંહાસનની નીચેના ભાગમાં ચક્ર. અને તેની બંને બાજુ મનુષ્યાકૃતિઓ કંડારી છે.
અહીંથી મળેલી લકુલીશની ઊભી અને બેઠેલી મૂર્તિમાં શિવનું વિશિષ્ટ. માનવ સ્વરૂપ કંડાર પામ્યું છે. ઊભી પ્રતિમા ચંદ્રગુપ્ત ૨ જાના પાંચમા વર્ષને લેખ ધરાવતા સ્તંભ પર કંડારેલી છે. એમાં લલાટ પર ત્રીજું નેત્ર, ડાબા હાથમાં લકુટ અને અસ્પષ્ટ વસ્તુ ધરાવતો જમણો હાથ કટયવલંબિત છે. ઉદરબંધ એવી રીતે બાંધ્યો છે કે તેનાથી ઉદર બહાર ધસી આવ્યું છે. સાધારણ રીતે લકુલીશની મૂર્તિઓ ઊર્ધ્વશિશ્ન મળે છે, પણ આ મૂર્તિમાં એમ નથી. ત્યાંથી લકુલીશની એક બેટી મૂર્તિ મળી છે. તેમાં ઉદરબંધ બાંધેલો છે ને બંને હાથ વ્યાખ્યાનમુદ્રામાં છે. બંને મૂર્તિઓ સ્થળ છે ને કુષાણકાલીન મથુરાકલાની પરંપરાને યથાવત જાળવી રાખતી જણાય છે. ઉપરોકત જિનપ્રતિમા અને લકુલીશની આ બે પ્રતિમાઓ સ્પષ્ટતા પૂર્વકાલીન કુષાણકલાની પરંપરાની મૂર્તિઓ જણાય છે.
મથુરા વિસ્તારમાંથી અષ્ટભુજ વિષ્ણુની કેટલીક મૂર્તિઓ મળી છે, જે કલાની દૃષ્ટિએ ઉત્તમ કક્ષાની નથી. જો કે ત્યાંથી વચ્ચે માનવમુખ અને એની એક બાજુ વરાહ અને બીજી બાજુ સિંહમુખવાળી કેટલીક ત્રિમુખ મૂર્તિઓ મળી છે તે વિશિષ્ટ છે. “નૃસિંહ-વરાહ-વિષષ્ણુ” તરીકે ઓળખાવવામાં આવતી આ મૂર્તિઓને પુરાણોમાં મહાવિષ્ણુ કે વિશ્વરૂપ-વિષ્ણુનું નામ અપાયું છે. આમાંની કેટલીકના પ્રભામંડળમાં ૮ વસુઓ, ૧૧ રુદ્રો ૧૨ આદિત્ય વગેરે કંડાર્યા છે. વળી અહીંથી આયુધધારી વાસુદેવ(
વિષ્ણુ)ના ખભા અને મસ્તકની પાછળ સંકર્ષણ, અનિરુદ્ધ અને પદ્યુમ્નની આકૃતિઓ કંડારી હોવાથી એ ચતુર્વ્યૂહની સૂચક હોવાનું મનાય છે. મથુરા મ્યુઝિયમમાં અર્ધનારીશ્વરની બે મનોહર મૂર્તિઓ સંગૃહિત છે. એમાં જમણા શિવવાળા અંગમાં જટાજૂટ અને હાથ અભયમુદ્રામાં ઉપર ઉઠાવેલ છે, જ્યારે ડાબા પાર્વતી - અંગમાં સ્તન અને હાથમાં દર્પણ ધારણ કરેલ છે. બંનેનાં કુંડળ સમાન છે, પણ કટિ–મેખલા વચ્ચે અંતર છે.. (0) ઇતર કેન્દ્ર
સારનાથ અને મથુરામાં પાંગરતી ગુપ્તકલાના વિકાસમાં અન્ય કલાકેન્દ્રો પણ પોતાનો ફાળો આપ્યો. એમાં કલાકારોની પોતાની આવડત, સ્થાનિક લોકોની નૃવંશીય વિશેષતાઓ, તેમ પ્રવર્તમાન સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ અનુસાર વિવિધ કલાકૃતિઓ રચાઈ. આથી એમાં ગુપ્તકલાની મુખ્ય છાપ હોવાની સાથે સ્થાનિક ભા. પ્રા. શિ. ૯