________________
* ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ
સારનાથમાંથી બોધિસત્વોની પૂર્ણભૂત અને અંશમૂર્ત બંને પ્રકારની મૂર્તિઓ મળી છે. ઊભેલી મૂર્તિમાં અવલોકિતેશ્વર, મૈરોય અને મંજુશ્રીની મૂર્તિઓ નોંધપાત્ર છે.
અવલોકિતેશ્વર પાપાણિની પ્રતિમામાં બોધિસત્વ કમળ પર ઊભા છે. તેમના ડાબા હાથમાં કમળ છે. જમણો હાથ ખંડિત છે પણ વરદ મુદ્રામાં હોવાની કલ્પના થઈ શકે છે. શરીરનો ઉપરનો ભાગ વિવસ્ત્ર અને કમરથી નીચેનો ભાગ અધોવસ્ત્રથી ઢાંકેલો છે. અધોવસ્ત્ર કટિસૂત્ર વડે બાંધ્યું છે. અધોવસ્ત્રનો છેડો જમણી બાજુએ ગાંઠવાળીને રાખેલ છે. બોધિસત્વે રત્નજડિત રામુકુટ કુંડલ, એકાવલી, મકરાકૃતિ કેયૂર અને રત્નજડિત કંકણ ધારણ કરેલાં છે. વાળની કેટલીક લટો ખભા પર લટકે છે. મુકુટના મધ્યભાગમાં અવલોકિતેશ્વરના આધ્યાત્મિક પિતા અમિતાભની ધ્યાનમુદ્રામાં બેઠેલી આકૃતિ કંડારી છે. નીચે કમલપીઠની નીચે પ્રેતની આકૃતિ કંડારી છે, જેમને બોધિસત્વ અમૃતપાન કરાવી રહ્યા છે. પ્રભામંડળરહિત આ મૂર્તિ દેહસૌષ્ઠવ અને ભાવાભિવ્યકિતની દૃષ્ટિએ સારો નમૂનો ગણાય છે.
મૈત્રોયની મૂર્તિ ઉપરોકત અવલોકિતેશ્વરની મૂર્તિ કરતાં ભિન્ન છે. ઉપરનો ભાગ વિવસ્ત્ર છે. અધોવસ્ત્રની ગાંઠ નાભિની નીચે જોવા મળે છે. મૂર્તિમાં આભૂષણને અભાવ છે. મસ્તક પર થોડી લટોની ગ્રંથિ બાંધી છે, જ્યારે બાકીની લટો સ્કંધ પર પડેલી છે. મસ્તક–ગથિની આગળના ભાગમાં કમળ પર પર્યકાસનમાં અભયમુદ્રા ધારણ કરેલા ધ્યાન બુદ્ધ અમેઘસિદ્ધિની આકૃતિ કંડારી છે. મૈત્રેયના ડાબા હાથમાં કમળ છે ને જમણો હાથ વરદમુદ્રામાં છે.
બુદ્ધિના દેવતા ગણાતા મંજુશ્રીની મૂર્તિમાં બોધિસત્વ કમળ પર ઊભા છે. વસ્ત્ર-પરિધાન અને કેશભૂષા અન્ય બોધિસો જેવાં છે. તેમને જમણો હાથ વરદમુદ્રામાં છે ને ડાબા હાથે નીલકમલ ધારણ કર્યું છે. તેમના મસ્તક પર ભૂમિસ્પર્શ મુદ્રામાં ધ્યાની બુદ્ધ અભ્યની આકૃતિ કંડારી છે. બોધિસત્વની જમણી બાજુએ દેવી ભ્રકુટી કમંડલ અને અક્ષમાળા લઈને અને ડાબી બાજુએ દેવી મૃત્યુઘંચન વરદમુદ્રા અને અને નીલકમલ લઈ કમળ ઉપર ઊભેલી છે. -
સારનાથ મ્યુઝિયમની બોધિસત્વ ૫ઘપાણિ અવલોકિતેશ્વરની પર્યકાસનમાં બેઠેલી મૂર્તિ પણ નોંધપાત્ર છે. એમણે અધોવસ્ત્ર, કુંડળ, હાર, કેયૂર અને રત્નજડિત વલયો ધારણ કર્યા છે. મસ્તક પર નાના નાના કુટિલ કેશ છે ને કેટલીક લટો ખભા પર વિસ્તરી છે. બોધિસત્વે બે હાથ વડે એક પાત્ર ધારણ કર્યું છે. તેમની જમણી અને ડાબી બાજુએ ખભા પર સ્ત્રીઓ પાત્ર ધારણ કરી ઊભી છે. પ્રતિમાના મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભ કમલાસન પર બેઠેલા કંડાર્યા છે.