________________
: -
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
આનંદ આપવા ઉપરાંત પોતાની આંતરિક સુંદરતા અને સ્વસ્થતા દ્વારા એના - હૃદયને આનંદિત કરવાને સમર્થ પણ છે. ભારતની આ અદ્વિતીય કલાકૃતિની ગણના mતનાં શ્રેષ્ઠ ધાર્મિક શિલ્પોમાં થાય છે.
આ પ્રકારની કેટલીક વિશિષ્ટ મૂર્તિઓ ત્યાંના મ્યુઝિયમમાં સુરક્ષિત છે, જેમાં મૂર્તિના આસન પર પંચ-ભદ્રનગી યની આકૃતિઓ કંડારેલી છે. કેટલીક મૂર્તિઓમાં બુદ્ધ આસનની નીચે પાદપીઠ પર બંને પગ મૂકીને (પલંબપાદ સ્થિતિમાં) ધર્મચક્ર પ્રર્વતાવી રહેલા જોવા મળે છે. આમાં ભગવાનની જમણી બાજુ બોધિસત્વ મૈત્રેય અમૃતઘટ અને કમળનાળ ધારણ કરી ઊભેલા છે, જ્યારે ડાબી બાજુ અવલોકિતેશ્વર વરદમુદ્રા અને કમળનાળ ધારણ કરી ઊભેલા છે. આ પ્રકારની મૂર્તિઓમાં બુદ્ધનો જમણો કંધ વિવસ્ત્ર રખાયો છે.
સારનાથમાંથી પદ્માસન પર બેસીને ધર્મચક્ર પ્રવર્તાવતા બુદ્ધની મૂર્તિઓ પણ મળે છે.
સારનાથમાંથી બુદ્ધની અનેક ઊભી મૂર્તિઓ મળી છે. એમાંની એક અભયમુદ્રામાં છે. અધોવસ્ત્ર કમર પર બાંધેલું છે. પારદર્શક સંઘાટી બંને ખભાને ઢાંકે છે. મસ્તક પર દક્ષિણાવર્ત કુંચિત કેશ અને ઉણીષ છે. લાંબા કાનમાં છેદ કરેલા છે. પ્રભામંડળ પૂર્ણત: અલંકૃત છે.
સારનાથમાંથી વરદમુદ્રામાં ઊભેલી બુદ્ધ-પ્રતિમાઓ પણ મળી છે. એમનું સ્વરૂપ અભયમુદ્રાની પ્રતિમા જેવું જ છે, પણ અહીં અભયને બદલે ડાબા હાથે સંઘાટીને છેડો પકડીને વરદમુદ્રા બતાવવામાં આવેલી જોવા મળે છે. વરદમુદ્રાવાળી મૂર્તિ એ સારનાથમાં અપરિચિત એવા લાલ પથ્થરમાં કંડારાઈ છે, તે મથુરાથી આણેલી હોવાનું જણાય છે.
સારનાથમાંથી બુદ્ધના જીવનની મુખ્ય અને ગૌણ ઘટનાઓ દર્શાવતાં પ્રસ્તરફલકો પણ મળ્યાં છે. સારનાથ મ્યુઝિયમમાં સુરક્ષિત એક લંબચોરસ ઊર્ધ્વપટ્ટમાં - બુદ્ધનો જન્મ, સોધિ, ધર્મ-ચક્ર-પ્રવર્તન અને મહાપરિનિર્વાણના ચાર મુખ્ય પ્રસંગે નીચેથી ઉપરના ક્રમમાં વિગતવાર કંડાર્યા છે. બધાં ઉત્તમ લક્ષણો ધરાવતો આ ફલક ઘણી પ્રશંસા પામ્યો છે. આ મ્યુઝિયમમાં સંગૃહિત એક ફલકમાં બુદ્ધનું ત્રયત્રિંશ સ્વર્ગમાંથી પાછા આવવું, નલગિરિ હાથીનું બુદ્ધને શરણે આવવું, વાનરેન્દ્ર દ્વારા બુદ્ધને મધુદાન અને શ્રાવસ્તીનો ચમત્કાર(વિશ્વરૂ૫) એ ચાર ગૌણ ઘટનાઓ ચાર ભાગમાં વિગત દર્શાવી છે. આ ઉપરાંત એક ફલકમાં મહારાજકુમાર કે સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ વિસ્તારપૂર્વક આલેખ્યું છે.