________________
હજારતીય ગોવીન શિલ્પકલા
આ) મથુરા
ગુપ્તકાલમાં મથુરા પણ ગુપ્તકલાનું કેન્દ્ર હતું, પરંતુ હવે અહીં મૂર્તિ-નિર્માણની સંખ્યા ક્રમશ: ઘટતી જતી હતી. આ કેન્દ્રમાંથી બનેલી પ્રતિમાઓ મથુરા, સારનાથ અને કલકત્તાનાં મ્યુઝિયમમાં સંગૃહીત છે. મથુરાની ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. કુષાણકાલના સાદા પ્રભામંડળનું સ્થાન અલંકૃત પ્રભામંડળે લીધું છે. બુદ્ધની સંઘાટી કરચલીયુકત છે ને એ બંને ખભાને ઢાંકતી છેક ઘૂંટણના નીચેના ભાગ સુધી પહોંચે છે. અધોવસ્ત્ર કમર સાથે બાંધેલું છે. બુદ્ધના મસ્તકે દક્ષિણાવર્ત કેશ અને ઉષ્ણીષ દૃષ્ટિગોચર થાય છે. મથુરા સંગ્રહાલયની ઊભી બુદ્ધ-પ્રતિમા (આકૃતિ ૩૫) આનું શ્રેષ્ઠ દષ્ટાંત છે. આ પ્રતિમાના મુખ પર શાંતિ અને કરૂણાના ભાવ વિલસે છે. તેમણે બંને ખભા અને છેક ઢીંચણ સુધીને દેહ ઢાંકતી સંઘાટી પહેરી છે. સ ઘાટી પરની વલ્લી કલાત્મક છે. બુદ્ધ ડાબા હાથે વસ્ત્રને છેડો પકડ્યો છે, જયારે જમણે હાથ તૂટી ગયો છે. મસ્તક પર ઉષ્ણીષ અને કુંતલ કેશ છે. પાછળનું પ્રભામંડળ કમળ, પુષ્પ, પત્ર અને લતાઓથી ભારે અલંકૃત છે. દેહ પૂર્ણત: સમતોલ, સુકોમળ અને ભાવવ્યંજનાની અભિવ્યકિતમાં સહાયક છે.
સંભવત: મથુરા-કેન્દ્રમાંથી બનેલી બે બૌદ્ધ પ્રતિમાઓ કેટલીક વિશેષતાઓને લઈને ખાસ ધ્યાન ખેંચે છે. આમાંની પહેલી બોધગયામાંથી મળેલી બોધિસત્ત્વની મૂર્તિનું વર્ણન અગાઉ થઈ ગયું છે. બીજી મૂર્તિ પ્રયાગ પાસે માનકુંવર નામના સ્થાનેથી મળેલી બુદ્ધ-પ્રતિમા છે. કુમારગુપ્ત ૧ લાના શાસનકાળ દરમ્યાન (આઈ.સ. ૪૪૭-૪૮) આ મૂર્તિ ઘડાઈ હોવાનું તેના પરના અભિલેખ પરથી જણાય છે. આ મૂર્તિ મથુરામાંથી નિકાસ થયેલી અંતિમ મૂર્તિ હોવાનું જણાય છે. આમાં સિંહાસન પર અભયમુદ્રા ધારણ કરીને બેઠેલા બુદ્ધના આસન નીચે ચક્ર, સિંહ વગેરેની આકૃતિઓ છે. રાતા રવાદાર પથ્થરની બનેલી મૂર્તિમાં તાલમાન, વક્ષરચના, મુખભાવ તથા કપર્દિન સમાન મુંડિત મસ્તક મથુરાની કુષાણકાલીન બુદ્ધ પૂર્તિઓને મળતાં આવે છે. આ મૂર્તિના સ્વરૂપ પરથી ડો. પરમેશ્વરીલાલ ગુપ્ત એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, “મથુરાના મૂર્તિકાર ઓછામાં ઓછું આ મૂર્તિના નિર્માણકાલ (૫ મી સદીના મધ્ય) સુધી કુયાણકાલીન મૂર્તિવિધાન-પરંપરાનું પાલન કરતા હતા (એજન પૃ. ૫૫૦).
મથુરામાંથી કેટલાંક નોંધપાત્ર બૌદ્ધતર શિપ મળ્યાં છે. કુમારગુપ્ત ૧ લાના સમયની જિનમૂર્તિ સંભવત: ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીની છે, એમાં તીર્થકર