________________
૧૦૪
ભારતીય પ્રાચીન શિલ૫કલા
કોંડાને, પિત્તલખારા, અજંટા (ગુફા નં. ૯ અને ૧૦), નાસિક, જૂન્નર, બેડસા, કાર્યા અને કહેરીને શૈત્યો અને વિહારોમાં આ શૈલીનાં શિલ્પો જોવા મળે છે.
પ્રસ્તુત કાલનાં બધાં ચૈત્યગૃહ હીનયાન પ્રાવસ્થામાં છે, જ્યારે વિહારો પૈકી કેટલાક મહાયાન પ્રાવસ્થાના છે. હીનયાન પ્રાવસ્થાનાં ત્યગૃહો કાર્ઝેનિર્મિત ભવનનાં પ્રાસ્તારિક(પાષાણમાં અંકિત થયેલ) પ્રતિરૂપ છે. આમાં પથ્થરની સાથે સાથે ઘણી જગ્યાએ કાષ્ઠને ઉપયોગ થયો છે. પથ્થરની છતો અલંકૃત કરવામાં કાષ્ઠનો છૂટથી ઉપયોગ તો થયો છે, પરંતુ અહીં અગત્યની નોંધપાત્ર બિના એ છે કે પાષાણકલાના વિકાસ સાથે કાષ્ઠનો છૂટથી ઉપયોગ ધીમે ધીમે નષ્ટ થતો જણાય છે.
૧) ભાજા: ભાજપના ચૈત્યના મુખભાગ ઉપર ચૈત્યાકાર કમાનથી વિભૂષિત પ્રવેશ અને પ્રવેશની બંને બાજુના પડખાના ઉપરના ભાગમાં ચૈત્યાકાર કમાનયુકત ગવાક્ષો (ઝરૂખા) આવેલા છે. મુખ્ય કમાનની ઉપર ઘાટીલી કાનસ છે. મુખ્ય પ્રવેશનું સૂર્યદ્વાર કાષ્ઠ શિલ્પથી અલંકૃત હતું. એની આકૃતિની કલ્પના ભરડુત, બોધગયા વગેરે સ્થળોનાં શિલ્પ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રાચીન પરિભાષામાં આને “ઘટમુખપંજર” કહેતા. માત્ર કાર્લાની ગુફાના મુખભાગ પરનું આ પ્રકારનું “ઘટમુખપંજર” બચ્યું છે. ભાજામાં બાંધકામમાં પણ આ સિવાય કયાંક કયાંક લાકડાનો ઉપયોગ કરેલો છે. સ્તંભો અને બારીની સાથે સંલગ્ન વેદિકા(screen)ને ઘાટ લાકડામાંથી કોરી કાઢેલા સ્તંભો અને વેદિકાઓને મળતો છે. વેદિકા ચ–ગવાક્ષની નાની પ્રતિકૃતિઓથી અલંકૃત છે, જે લાકડામાં બનતા આ પ્રકારના સુશોભન સાથે સામ્ય ધરાવે છે. ચૈત્યગૃહની અંદરના ભાગની છત લાકડાની વળીએ (roof-ribs)થી વિભૂષિત કરી હોય તેવું પાષાણમાં કોતરકામ કરેલ છે.
ચૈત્યગૃહોની પાસે સાધુઓના નિવાસ માટેના વિહારોની યોજના જોવામાં આવે છે. એમાં સૌથી પ્રાચીન બૌદ્ધવિહાર ભાજાને છે. વિહારના સ્તંભ ઉપર ભાત -ભાતનાં મૂર્તિ શિલ્પ છે. એના સ્તંભે ચોરસ તથા ગોળ ઘાટના છે. સ્તંભોના નીચલા છેડા મૂર્તિશિલ્પોથી અલંકૃત કરેલા છે. ઉપર કમલદલાંકિત શિરાવટીઓ છે. શિરાવટીઓ ઉપર માનવમુખાકૃતિ અને પશુદેહનું સંયુકત કે સંમિશ્રિત સ્વરૂપ પ્રકટાવતાં “વ્યાલ” શિલ્પ છે.
આ વિહારને મુખભાગ(facade), ભરહુત અને બેધગયાના સ્તૂપોનાં શિલ્પમાં મૂળ કાષ્ઠમાં રચાતા મુખભાગના પ્રતિબિંબરૂપે અંકિત થયેલ શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. વિહારના મુખભાગનાં વિલક્ષણ મૂર્તિશિલ્પમાં પાંચ આયુધપુરૂષની મૂર્તિઓ નોંધપાત્ર છે. આ મહાકાય મૂર્તિ પ્રાચીન યક્ષમૂર્તિઓને મળતી આવે છે. એમનું સુગઠિત દેહસૌષ્ઠવ આકર્ષક છે. શિર પર ભારે ઉષ્ણીષ, કાનમાં કુંડલ, ગળામાં હાર,