________________
- ભારતીય પ્રાણીને શિe૫કલ રૂપમાં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવને ઊર્ધ્વશિક્ષવાળા બ્રહ્મચારી દર્શાવ્યા છે. બંનેની પાછળ વાહન નંદી જોવા મળે છે.
કુષાણ રાજાઓના સિક્કાઓ પર થયેલાં અંક પરથી અને તત્કાલીન ઉપલબ્ધ પ્રતિમાઓ પરથી કાર્તિકેયની પૂજા મથુરાપ્રદેશમાં લોકપ્રિય બનેલી હોવાનું જણાય છે. મથુરા શૈલીએ ઘડાયેલી કાર્તિકેય-પ્રતિમાઓ દ્વિભુજ છે. એમના ડાબા હાથમાં શકિત અને જમણે હાથ અભયમુદ્રામાં હોય છે. મથુરામાંથી કલાત્મક મુકુટ ધારી સમપાદ સ્થિતિમાં ઊભેલા કાર્તિકેયની પ્રતિમા મળી આવી છે. તે ત્યાંના બોધિસોની પ્રતિમાઓને ઘણે અંશે મળતી આવે છે.
મથુરા પ્રાચીન કાલથી માતૃપૂજાનું પણ કેન્દ્ર હતું. ગજલક્ષ્મી, શ્રીલક્ષ્મી, હારિતી, મહિષાસુરમર્દિની દુર્ગા, સપ્તમાતૃકા વગેરેની મૂર્તિઓ મળી આવી છે. આમાં ગજલક્ષ્મીની મૂર્તિઓ શુંગકાલથી મળવા લાગે છે. એક મૂર્તિમાં કમળવનમાં કમલાસન પર ઊભેલી દેવીના મસ્તક પર બે હાથીઓ પોતાની સૂંઢમાં પકડેલા જલકુંભ વડે અભિષેક કરી રહ્યા છે. આ સ્વરૂપ ઉત્તરકાલમાં ખૂબ લોકપ્રિય બન્યું. શ્રીલક્ષ્મી. દેવાની અને માયા અસુરોની દેવી હતી. પાછળથી શ્રીલક્ષ્મીનું સ્થાન સર્વોપરિ બની ગયું. મથુરામાં શ્રીદેવીની પાષાણની અને મૃત્તિકાની મૂર્તિઓની મળી છે એમાંની એક પાષાણમૂર્તિ મથુરા કલાનું અનુપમ ઉદાહરણ બની છે. એમાં દેવી (આકતિ ૩૦) કમલ વનમાં કમળથી ભરેલા કુંભ પર ઊભી છે. તેની દુદ્ધારિણી મુદ્રા આકર્ષક છે. તે પિતાના ડાબા હાથ વડે જમણો સ્તન દબાવીને દૂધની ધારા વહાવી રહી છે. એની પાછળ સનાળ વડે કમળપત્ર અને કમળકળીઓ ઉપર ચડી રહી છે. એના ઉપર હંસ-યુગલ બેઠેલું છે. દેવીની દેહ છટા આભૂષણ-વૈવિધ્ય મહારી છે. કુષાણકાલીન મૂર્તિમાં કેટલીક જગ્યાએ લક્ષ્મી અને હારિતીને કુબેરની પત્નીઓ બતાવી. છે. તે વિષ્ણુ સાથે પણ એને દર્શાવેલી છે. ઉત્તરકાલમાં એને મુખ્યત્વે વિષ્ણુપત્ની તરીકે ને ક્યારેક ગણેશપત્ની તરીકે બતાવેલી છે. મહિષાસુરને મારતી મહિષાસુરમર્દિની કે કાત્યાયની દેવીની ચતુર્ભુજ અને ભુજ મૂર્તિ મળી છે. આ સ્વરૂપને ઉત્તરકાલમાં નિરંતર પ્રચાર વધતો જણાય છે. સપ્તમાતૃકાઓની વિભાવના છેક વેદકાલ જેટલી પ્રાચીન જણાય છે. કુષાણકાલમાં ધર્માચાર્યોએ એને સાત દેવો સાથે જોડીને એની નવી વિભાવના પ્રસ્તુત કરી. બ્રહ્માની બ્રહ્માણી, વિષ્ણુની વૈષ્ણવી, શિવની માહેશ્વરી, ઇન્દ્રની ઇન્દ્રાણી, કુમાર (કાર્તિકેય)ની કૌમારી, વરાહની વારાહી, નસિંહની નારસિંહ અને યમની ચામુંડા. આ કાલના એક શિલાપટ્ટમાં આ. સાતેય માતૃકાઓને સીધા-સાદા વેશમાં આયુધ અને લાંછન–રહિત બતાવેલી છે. ઉત્તરકાલમાં માતૃકાપટ્ટોમાં દેવીઓનાં વાહન અને આયુધ તેમ જ તેમની ગોદમાં બાળક ધારણ કરેલ બતાવવાની પ્રથા રૂઢ થઈ.