________________
- ભારતીય પ્રાચીન શિલ્પકલા
રાજિકા સ્તૂપ તેના અત્યારના સ્વરૂપમાં કુHણ સમયનો છે. આ સ્તૂપની એવી પર ઠેર ઠેર મૂકેલા ગોખો બુદ્ધ અને બોધિસોનાં ચૂનાનાં (stucco) શિલ્પથી વિભૂષિત કરેલા છે. તત્તે બહાઇને સ્તૂપ પેશાવર નજીક આવેલ છે. સ્તૂપના પ્રાંગણની દીવાલેમાં ઠેર ઠેર ગવાક્ષ રચી તેમાં બુદ્ધાદિ દેવદેવીઓનાં શિલ્પ અને જાતકકથાઓનાં દશ્યો કોતરેલાં છે.
સ્લેટિયા રંગના પિતદાર પાષાણમાંથી બનાવેલાં આ શૈલીનાં અસંખ્ય શિલ્પા ગંધારના પ્રદેશોમાંથી મળે છે.
બૌદ્ધ ધર્મને વિષય કરતી શૈલી અને કૌશલની દષ્ટિએ ગંધારની કલાશૈલી, પરદેશ પાસેથી ઉછીનાં લીધેલાં આકારક્ષમતાનાં ધોરણે સ્વીકારતી હોવા છતાં તેનું વસ્તુ તો ભારતીય જ રહ્યું છે. ભગવાન બુદ્ધનાં આ કે પૂર્વ ભવનાં અનેક દૃશ્યો અને જાતકમાલાની કથાઓ તેનો મુખ્ય વિષય છે. આ કલા શૈલીમાં સામાન્ય માનવમૂર્તિનું નિર્માણ જૂકપણે થયું છે.
પ્રતિમાવિધાનની દૃષ્ટિએ ગંધારના બુદ્ધ ભારતીય પ્રણાલિકાને અનુસરે છે. આમ છતાં આકાર સૌષ્ઠવ પરત્વે તે ગ્રીકો-રોમન સંપ્રદાયના કેઈ દેવ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તેના મુખના ઘાટ અને ભાવ ભારતીય માનસને અપરિચિત લાગે છે. મુખ પર મૂછ અને માથે પાઘડી જેવા શિરોવેષ્ટનથી શોભતી મૂર્તિ કયારેક રોમન દેવ એપેલો જેવી જણાય છે. આથી ભારતીય માનસની દેવ-વિષયક કલ્પનાના ધોરણને અનુરૂપ આ ઘાટ સંતોષ આપી શકે તેમ નથી. તે જ રીતે તેમના જીવનપ્રસંગોના આલેખનમાં પૂરેપૂરી ઝીણવટ અને ચિવટ રખાઈ હોવા છતાં તેનો આવિર્ભાવ ભારતીય માનસને આકર્ષક નીવડી શકયો નથી. ભારહત, સાંચી, બોધગયા, અને અમરાવતીનાં આ પ્રકારનાં શિલ્પ આગળ આ શિલ્પો ઝાંખાં લાગે છે.
જલિયાના સ્તૂપ પર બુદ્ધ, બોધિસત્વે, ઉપાસકો, વિકટયક્ષ (જે ભારપુત્રક કે ભારવાહી દેવોની મુદ્રામાં અંકિત થયેલ છે.), અનુચર અને સ્ત્રી-મૂર્તિઓ કોતરેલી જોવામાં આવે છે.
બ્યુટઢેરી નામના સ્થળેથી બુદ્ધમૂર્તિ અને અનેક શિલાપટો મળ્યા છે. તે પર દીપકરજાતક, મહાભિનિષ્ક્રમણ, બુદ્ધ અને બોધિસત્વો વગેરે કોતરેલાં છે. દીપંકરજાતક આ પ્રદેશમાં ઘણી પ્રિય કથા હતી. આમાં સુમેધ નામના એક યુવકે પોતાના કેશ બિછાવી તથા પાંચ કમલ પુષ્પો અર્પિત કરી બુદ્ધનું સ્વાગત કર્યાની કથા છે. ચારસદ્દાની ઉત્તરે સ્કારાઢેરીમાં અનેક અવશેષ સાથે હારિતી સ્તૂપ પરથી ૩૯૯ વર્ષ અંકિત કરેલ બુદ્ધની એક પ્રતિમા મળી છે. હારિતી સ્તૂપની પૂર્વે સહરી બહાલમાં