________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
બની હતી. પણ હવેલ, કુમારસ્વામી, વાસુદેવશરણ અગ્રવાલ જેવા વિદ્વાને એને વિરોધ કરે છે. તેમને મતે ૧) દેવતાની મૂર્તિ બનાવી એની પૂજા કરવાની કલ્પના વિશુદ્ધ ભારતીય છે. ભારતમાં મૂર્તિપૂજા ઈ.સ. પૂર્વે અનેક શતાબ્દીઓ પહેલાં શરૂ થઈ હોવાનાં પ્રમાણ ઉપલબ્ધ છે. ૨) મૌર્યકાળમાં અને તે પછી બનેલી યક્ષયક્ષિણીની પ્રતિમાઓ ભારતમાં મૂર્તિ-નિર્માણકલાની સ્વદેશી પરંપરાના અસ્તિત્વના પુરાવા રૂપ છે. આ બંને બાબતે પરથી ગંધાર-કલાના ઉદ્ભવ પહેલાં ભારતમાં મૂર્તિપૂજાનો સિદ્ધાંત અને મૂર્તિઓ બને જ્ઞાત હોવાનું સ્પષ્ટ થાય છે. વળી ૩) ગંધારન કલાકેન્દ્ર તરીકે વિકાસ થયો એ પહેલાં મથુરા કલાકેન્દ્ર બની ચૂકયું હતું ને મથુરાની શૈલી ગંધારની શૈલી કરતાં ઘણી બાબતમાં ભિન્ન છે. અ) ગંધારમાં બુદ્ધની પ્રતિમાઓ કાળા સ્લેટિયા પથ્થરની, પીસેલા ચૂનાની અને માટીની (પકવેલી) બનેલી હતી તે મથુરાની બધી મૂર્તિઓ સફેદ છાંટવાળા લાલ રવાદાર પથ્થરમાંથી બનાવેલી હતી. આ) ગંધારમાં પીસેલા ચૂનાની અને માટીની પકવેલી મૂર્તિઓને સેનેરી રંગે રંગવામાં આવતી, જ્યારે મથુરાની મૂર્તિ એ સાદી રખાતી. ઇ) ગંધારની મૂર્તિઓમાં દેહ-સૌષ્ઠવ બતાવવા તરફ ધ્યાન અપાતું, જ્યારે મથુરાની મૂર્તિ એમાં આંતરિક ભાવોની અભિવ્યકિત પર ધ્યાન કેન્દ્રિત રહેતું. મથુરાની મૂર્તિઓ વાસ્તવમાં યક્ષની પ્રાચીન મૂર્તિઓને આધારે ઘડાયેલી હોવાનું જણાય છે. ઈ) મથુરાની મૂર્તિમાં બુદ્ધના મુખને ફરતું પ્રભામંડળ જોવા મળે છે. આ વિવેચન પરથી ગંધાર અને મથુરામાં બુદ્ધ-પ્રતિમાઓના નિર્માણની પરંપરાનો પ્રારંભ સ્વતત્રપણે થયો હોવાનું ફલિત થાય છે. મોટા ભાગના વિદ્વાને હવે આ મતને સ્વીકારતા થયા છે.
મથુરામાં બુદ્ધની મૂર્તિ કેવી રીતે ઘડાઈ તે બાબતમાં મથુરા-કલાના મર્મજ્ઞ ડો. વાસુદેવશરણ અગ્રવાલનું નિરીક્ષણ નોંધપાત્ર છે. બુદ્ધની પ્રતીકપૂજાને માનુષસ્વરૂપની પૂજામાં ફેરવી નાખવાનું કાર્ય પાર પાડીને મથુરાના કલાસિદ્ધોએ ભારતીય કલામાં એક સીમાવત પરિવર્તન આવ્યું. આ ફેરફારે કેવળ ભારતમાં જ નહીં એશિયાના ઘણા દેશોનાં વિકસિત કલા સ્વરૂપોના ભાવિ વિકાસ પર અસર કરી. ઇસવીસનના આરંભ પહેલાંની કેટલીક સદીઓથી મથુરાના શિલ્પીઓ પાસે માનુષસ્વરૂપના દેવતાઓની મૂર્તિઓ બનાવવાની સ્પષ્ટ રૂપરેખા હતી. તેને મહાવરો પ્રાચીન યક્ષપ્રતિમાઓ, બળરામ (જાનસુરી ગામેથી મળેલ આ. ઈ.સ. પૂર્વે ૨ જી સદીની પ્રતિમા) અને વૃષ્ણિવીરની કેટલીક પ્રતિમાઓ (મારાના એક મંદિરમાંથી મળી આવી છે અને મેરા-કૂપલેખે એની પ્રાચીનતા પ્રમાણિત કરી છે એ) પરથી જણાઈ આવે છે. ઊભું સ્વરૂપ, બે હાથ કેમ રાખવા તે અંગેની પદ્ધતિ, વેશભૂષા, મુખ પરના ભાવ વ્યકત