________________
ભારતીય પ્રાચીન શિલ્પકલાથતા સંપ્રદાયોના દેવતાઓના મૂર્તિવિધાનના મૂળભૂત નિયમોના ઘડવૈયા હોવાનું માન પણ એમને ફાળે જાય છે. શ્રી અગ્રવાલને મતે બુદ્ધની બેઠેલી મૂર્તિઓ અને બુદ્ધના જીવનદયા કંડારવામાં ગંધારનો મથુરાકલા પર આછો પ્રભાવ પડેલો જોવા મળે છે. મથુરા અને તક્ષશિલામાંથી મળેલા ઘણા અભિલેખો પરથી જણાય છે કે સર્વાસ્તિવાદી આચાર્યોની દોરવણી નીચે ચાલતી સમાન ધાર્મિક ચળવળનાં એ બંને સમાન કેન્દ્ર હતાં. વળી બંને પર એક (કુષાણ) રાજવંશને અમલ પ્રવર્તતો હતો. આથી આવો પ્રભાવ સહજ છે. આ બંને કેન્દ્રોમાં ધર્મ અને કલા પ્રતિસ્પધી રૂપે નહિ પણ મૈત્રીપૂર્ણ રીતે પાગર્યા હતાં. પરિણામે બંને પરિપકવાવસ્થાએ પહોંચ્યાં. મથુરા અને ગંધારક્ષાની તુલના કરતાં શ્રી અગ્રવાલ લખે છે કે, “ક્લાની દૃષ્ટિએ મથુરા કલામાં જે શ્રી અને સૌન્દર્ય છે, જે ઉત્કૃષ્ટ શોભા છે, તેનો ગંધાકૃતિઓમાં નિતાન્ત અભાવ વરતાય છે. ગંધારકલા ભારતીય કલાના આત્માને વ્યકત કરતી નથી. મથુરાની સસ્મિતવદના કુષાણકાલીન બોધિસત્ત્વની મૂર્તિ (મથુરા સંગ્રહાલય એ. ૧)ની તુલનામાં ગંધારની એક પણ મૂર્તિ આવી શકે તેમ નથી. મથુરાની વેદિકાઓ પરની શાલભંજિકાઓની વિવિધ મૂર્તિઓ ગંધારકલાની આ પ્રકારની મૂર્તિઓ કરતાં ઘણી સુંદર અને આકર્ષક છે. કલાની પૂર્ણતા તેમાં સ્પષ્ટ દેખા દે છે, જ્યારે ગંધારની મૂર્તિઓ શિખાઉના હાથે ઘડાઈ હોય તેમ સ્પષ્ટ ભાસે છે. વિવિધતા, મૌલિકતા અને રૂપવિધાનની દૃષ્ટિએ મથુરા એ કુબેરને ધનભંડાર છે, તો ગંધાર રંકની મૂડી છે. મથુરાના શિલ્પ સૌંદર્યને પોતાની વિશેષતા છે. સાંચી-ભરડુતની પ્રાચીન શાલભંજિકાઓની મૂર્તિઓમાં જે શોભાને અમિત ભંડાર છે, શૃંગારપ્રધાન લીલાઓનાં જે સુચારુ રેખાંકનો છે તે મથુરાની સ્ત્રી–મૂર્તિઓમાં પરિષ્કૃત થઈ નવોદિત સ્વરૂપે પ્રકટ થાય છે. આમ મથુરાની કુષાણ શિલ્પકલા મુખ્યત્વે ભારતીય છે.”
મથુરામાંથી કુષાણકાલની પ્રાપ્ત બુદ્ધ મૂર્તિઓમાં ૧) પૂરા મનુષ્યકદની કે એથી મોટા કદની વિશાળકાય ઊભી અને ૨) પદ્માસન વાળીને બેઠેલી એમ બે પ્રકારે જોવા મળે છે. પહેલા પ્રકારની મૂર્તિઓ પારખમના યક્ષને મળતી આવે છે. બીજા પ્રકારની મૂર્તિના સરસ નમૂના કટરા અને અન્યોરમાંથી મળી આવ્યા છે. કટરાની મૂર્તિ (આકૃતિ ૨૬)માં બોધિવૃક્ષ નીચે પદ્માસન વાળીને બુદ્ધ બેઠેલા છે. તેમને જમણો હાથ અભયમુદ્રામાં અને ડાબો ઊરુ પર ટેકવેલો છે. હથેળી અને પગના તળિયામાં મહાપુરુષના લક્ષણરૂપ ધર્મચક્ર અને ત્રિરત્નનાં ચિહન અંકિત છે. લલાટમાં બે ભ્રમરો વચ્ચે ઊણ કરી છે. મસ્તક પર કપર્દિ છે. મસ્તકને ફરતું તેજચક્ર કરેલું છે ને એની કિનારને ચાપાકાર રેખાઓથી સજાવેલી છે. નીચેના ભાગમાં પહેરેલી છેતીને સૂત્રથી બાંધી છે. ઉપરના ભાગમાં પહેરેલ સંઘાટીને વલીયુકત છેડો ડાબા ખભા.