________________
૫ : અનુમૌય કાલીન શિકલા
સ પરિત્યાગની કથા ફરી ફરીને આલેખવામાં આવી છે, તે તેની લોકપ્રિયતા બતાવે છે. ઊપસાવીને કરેલાં શિલ્પમાં બુદ્ધની માતા માયાદેવી એક વૃક્ષની નીચે ડાળ પકડીને ઊભેલી છે. તેને તેની બહેન પ્રજાપતિએ ટેકો આપેલા છે ને બીજી સ્ત્રીઓ તેની તહેનાતમાં હાજર છે. તેની જમણી બાજુના પડખામાંથી બાળક નીકળતું જણાય છે. ઈંદ્ર બીજા દેવાના સાનિધ્યમાં બાળકને આવકારે છે. સર્વસંગપરિત્યાગના દશ્યમાં મહાભિનિષ્ક્રમણ પહેલાં રાજકુમાર પલંગ ઉપર પેાતાની ઊઁ"ઘતી પત્ની યશોધરાની પાસે ચિંતામગ્ન બેઠેલા જણાય છે. પરિચારિકા અને ગાયિકા ચામર અને વાજિંત્રા ઉપર માથું ટેકવીને નિંદ્રા લેતી જણાય છે. આ દૃશ્યના અંતભાગમાં રાજકુમાર પાતાના વિશ્વાસુ સેવક સાથે રાજમહેલમાંથી ઘેાડા ઉપર બેસીને બહાર નીકળે છે. પરિનિર્વાણ દૃશ્યમાં દુ:ખમગ્ન શિષ્યો અને હાથમાં વજ્ર ધારણ કરેલા વજ્રપાણિ સાધુની પાસે નતમસ્તકે વિલાપ કરે છે.
કેટલાંક શિલ્પા નાની નાની તકતીઓમાં કોતરેલાં છે. આમાં સમાજના એકએક ભાગના લાકોની યથાવત રજૂઆત છે. લાક્ષણિક ઢબનાં મકાના, વાહના, રાચરચીલાં અને પાળેલાં પશુઓ વગેરે દશ્યોમાં રજૂ કરેલાં છે. સાથે સાથે તે રોજિંદા જીવનનું પણ દૃશ્ય બને છે.
ગંધાર શૈલીના ઈ.સ. પાંચમા સૈકામાં અંત આવ્યો અને તેમાં છેવટનાં ૩૦૦ વ દરમ્યાન તડકે તપાવેલી માટીની આકૃતિઓ કે માટીની પકવેલી મૂતિ એ થવા લાગી. તેના ઉપર ચૂનાના ઢોળ ચઢાવવામાં આવતા. ગધારકલાની ખાસિયત પથ્થરનાં શિલ્પને તૈયાર કરીને તેના ઉપર એક પાતળું પ્લાસ્ટર કરવામાં આવતું એ છે. તેને રંગરોગાન કરીને પ્રકાશિત કરીને શેાભિત કરતા. તેવી જ રીતે માટીની આકૃતિઓને પણ શણગારવામાં આવતી. ચૂના અને પકવેલી માટીમાંથી બનાવવામાં આવતાં માથાં(મસ્તકો) ખાસ કરીને બીબામાંથી બનાવાતાં. આવાં કેટલાંક બીબાંમાંથી બનાવેલાં મસ્તકો ઉચ્ચ પ્રકારના આલેખનના નમૂના જેવાં લાગે છે. આ મસ્તકામાં જીવનનું જોમ અને વ્યકિતત્વ જણાય છે. આમાં બુદ્ધનાં મસ્તક સર્વોત્તમ છે (જુઓ. આકૃતિ ૨૨). ઐતિહાસિક દૃષ્ટિએ આ શૈલીના સૌથી અગત્યના નમૂના તે બુદ્ધની અર્ધમુકુલિત ચક્ષુવાળી, સ્મિતયુકત કમળ ઉપર બિરાજેલી યોગાસનમાં ધ્યાનસ્થ મૂર્તિ, આ મૂર્તિ સમગ્ર બૌદ્ધ જગતમાં વિખ્યાત થયેલી છે.
૭) મથુરા શૈલી
યમુના કાંઠે આવેલું મથુરા ઈ.સ. પૂર્વે ૨ જીથી ઈ.સ.ની ૫ મી સદી દરમ્યાન ભાગવત બૌદ્ધ તેમજ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ ત્રણેય ધર્મ-સંપ્રદાયોના અનુ
૩