________________
1
ભારતીય પ્રાચીન શિલ્પકલા થાયીઓના અદમ્ય ધાર્મિક ઉત્સાહને પડઘો તેમની લાપ્રવૃત્તિઓમાં પડેલો જણાય છે. આ પ્રવૃત્તિમાંથી મથુરાની મહાન કલા-શૈલીને જન્મ થયો. આ શૈલીએ શુદ્ધ ભારતીય પ્રકારનાં શિલ્પોનું નિર્માણ કરવાની જે પ્રણાલીઓ પાડી તેને તત્કાલમાં અને ઉત્તરકાલમાં ભારતીય શિલ્પકલા પર વ્યાપક પ્રભાવ પડ્યો. એ દૃષ્ટિએ ભારતીય શિલ્પકલાના ઇતિહાસમાં મથુરાકલાનું વિશિષ્ટ સ્થાન રહેલું છે.
મથુરામાં શુંગ-કાવ, કુષાણ અને ગુપ્ત કાલ (આ. ઈ.સ. પૂર્વે ૨૦૦થી ઈ.સ. ૫૫૦) દરમ્યાન સંખ્યાબંધ સ્થાપત્ય અને શિલ્પ થયાં. એ કાલના ધાર્મિક કલાના ઇતિહાસની એમાંથી કિંમતી માહિતી મળી રહે છે. આમાં કુષાણકાલ ખાસ કરીને કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવને સમય (ઈ.સ.ની ૧લી–રજી સદી) મથુરાક્લાનો સુવર્ણકાળ ગણાય છે. આ સદીઓ દરમ્યાન મથુરાના કલાસિદ્ધિોએ ગરવાં પરિણામ પ્રાપ્ત કરવામાં અજોડ સફળતા હાંસલ કરી. યક્ષ અને યક્ષિણી, નાગ અને નાગણીએ, બુદ્ધ અને બોધિસત્ત્વો તેમજ તીર્થકરોની ઊભેલી અને બેઠેલી બંને પ્રકારની મૂર્તિઓ, શિવલિંગ અને માનુષશિવ, વિષ્ણુ, સૂર્ય અને કાર્તિકેય, સપ્તમાતૃકા, મહિષાસુરમર્દિની, શ્રીલક્ષ્મી, સરસ્વતી, આર્યાવતી દુર્ગા વગેરેનાં લગભગ ૫૦૦૦ અંશમૂર્ત અને પૂર્ણમૂર્ત શિલ્પ મથુરાશૈલીને ગૌરવ અપાવે એવું આદ્વિતીય દેવવૃંદ રચે છે.
મથુરા શૈલીનાં શિલ્પોનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે તારવી શકાય :
૧) આ શિલ્પ સફેદ છાંટવાળા રવાદાર રાતા પથ્થરમાંથી બનેલાં છે. આ પથ્થરો નજીકની ભરતપુર અને સીકરીની ખાણોમાંથી આવતા હતા. ૨) પ્રસ્તુત કાલમાં, ખાસ કરીને કુષાણ કાલમાં મૂર્તિ પૂજાને વ્યાપક પ્રસાર થતાં પ્રાચીન સાંકેતિક પ્રતીકાત્મકતાનું સ્થાન મૂર્તિવિધાને લીધું. આથી સાંચી-ભરડુત વગેરે પ્રાચીન સ્થાનની કલાકૃતિઓમાં જોવા મળતી સૂક્ષ્મ પ્રતીકાત્મકતા અને સાંકેતિકતાનો મથુરાકલામાં અભાવ વરતાય છે. ૩) યક્ષો, નાગો વગેરેની પૂજા સ્વરૂપે પ્રચલિત પ્રાચીન ભારતીય લોક સંપ્રદાયોનું બૌદ્ધ, જૈન અને ભાગવત ઉપાસના-સ્વરૂપ સાથે એકીકરણ એ મથુરાકલાનું વ્યાવર્તક લક્ષણ છે. આ બાબતમાં પ્રાચીન અને તત્કાલીન સ્વીકૃત ધોરણો અબાધિતપણે એકરસ થતાં જોવા મળે છે. મથુરામાં મૌર્યકાળ દરમ્યાન લોકકલા સ્વરૂપની યક્ષપ્રતિમાઓ ઘડાતી હતી. એમાંના પારખમના યક્ષની પ્રતિમાએ શુંગ-કુષાણકલાની બુદ્ધ, બોધિસત્વે, તીર્થકો, નાગો, વિષ્ણુ, કાર્તિકેય અને દેવતાઓની પ્રતિમાઓના નિર્માણ માટે આવશ્યક તત્ત્વો પૂરાં પાડ્યાં. દેવોને માનવાકૃતિમાં અભિવ્યકત કરવા માટે પારખમના યક્ષની પ્રતિમા(આકૃતિ)માંથી અતિશૂળ પણ કદાવર દેહ, ઊભું સ્વરૂપ,