________________
૧: અનુમૌર્યકાલીન શિલ્પલા ભૂમિસ્પર્શમુદ્રાવાળી ભગવાન બુદ્ધની પદ્માસનસ્થ પ્રતિમાની સ્થાપના થઈ અને મંદિરની બહાર પાષાણનું આવરણ ચડાવવામાં આવ્યું.
૫) ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓની શિલ્પસમૃદ્ધિ
ઓરિસ્સાના ભુવનેશ્વરની પાસે ઉદયગિરિ અને ખંડેગિરી નામની ટેકરીઓ છે. તેમાં ૩૫ ગુફાઓ છે એ પૈકીની ૧૭ ગુફાઓમાં શિલ્પો કંડારેલાં છે. ૧૬ ગુફાઓ ઉદયગિરિમાં અને એક ગુફા ખંડગિરિમાં છે. આ ગુફાઓ પૈકી હાથી ગુફામાંથી કલિંગના રાજા ખારવેલ (ઈ. સ. પૂર્વે ૧૫૦ આસપાસ)નો લેખ અને મંચીપુરી ગુફામાંથી એની પટરાણીને લેખ મળ્યો છે. તે પરથી આ ગુફાઓ ઈ. સ. પૂર્વે ૨ જી. ૧ લી સદીમાં બનેલી હોવાનું મનાય છે.
આ ગુફાઓની શિલ્પ-શૈલી સાંચી, ભરહુત અને બોધગયા જેવી છે. સાથો- સાથ એમાં કેટલીક સ્થાનિક ખાસિયત પણ છે.
મંજીપુરી ગુફાનાં અંશમૂર્ત શિલ્પોમાં ઊંડાઈ અને રૂપક્ષમતા ભરહુત કરતાં આગળ વધી છે ને એ સાંચીની હરોળમાં બેસે એવાં બન્યાં છે. એમાં ઘેરાં તક્ષણ, પ્રકાશ અને છાયાને સ્પષ્ટ ઉઠાવ આપતી રેખાઓ અને તે દ્વારા નિષ્પન થતી પ્રગાઢ પ્રાણવાન ક્રિયાશીલતા નજરે પડે છે. ગુફાના ચોકિયારાના થાંભલાના એક ટેકા પર દરિયાઈ ઘોડાને મળતા આકારના કાલ્પનિક પ્રાણી પર સવારી કરતા માનવોનાં શિલ્પો નોંધપાત્ર છે. દીવાલ પરની તોરણમાલા રમણીય છે. સ્તંભોના શિરોભાગ વિવિધ પ્રાણીએનાં શિલ્પો તથા ફલવેલનાં ભાસ્કર્યોથી વિભૂષિત છે. ગુફામાં ત્રણ ખંડો છે, એમનું ભેંયતળીયું ઢળતું છે જેથી સાધુઓ આરામ કરે ત્યારે ઓશિકાની જરૂર ન રહે. શિલાયની મધ્યમાં એક નોંધપાત્ર શિલ્પકૃતિ છે. આ કૃતિમાં રાજ્યના માણસે “જિન”. ની પૂજા કરે છે. ઉપરાંત આ દશ્યમાં હાથી, તારા, ગ્રહ, દેવદૂતો વગેરે નજરે પડે છે. એમાં ખારવેલે મગધથી પુન: પ્રાપ્ત કરેલી જિન મૂર્તિની પુન: પ્રતિષ્ઠાનો પ્રસંગ કંડારેલો છે. કલિંગ-જિનની મૂર્તિ મધ્યમાં છે. તેની આજુબાજુ ખારવેલ, પટરાણી, રાજપુત્રી છે અને રાજપુર ઊભેલા છે. મથાળે ઉન કરતા વિદ્યાધરની આકૃતિ છે. એમાં કંડારેલી હાથીની આકૃતિ પશુ જગતનું પ્રતીક છે. કમલ આકાશી જગત બતાવે છે. આકાશમાં બે ગંધર્વો ઢોલ વગાડે છે. - બાઘગુફાને મુખઘાટ વાઘને મળતો છે. પ્રવેશદ્વારની શાખાઓની શિરાવટીઓમાં પાંખાળાં પ્રાણીઓનાં શિલ્પ છે. એની કુંભીનાં ઘટપલ્લવને ઘાટ બીજી ગુફા કરતા જુદો પડે છે. દ્વાર ઉપરના પાટડામાં ઈ. સ. પૂર્વેની લિપિમાં લખાયેલો એક લેખ છે.