________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા દરવાજામાં જણાતે સિંહને સવાર મૌર્યે સમયના પટણાના યક્ષની આકૃતિને મળતો છે. કંચુકવાળી દ્વારપાલની આકૃતિએ આપણને પ્રાચીન સાહિત્યના કંચુકીએની યાદ આપે છે. એમાંના એકના પગમાં ઉપાહન (જાડા) છે તેના પર શક અસર જણાય છે.
નીચેના મજલાનાં શિલ્પો પણ વૈવિધ્યપૂર્ણ છે. જંગલમાં તળાવની અંદર હાથીએ ક્રિીડા કરે છે. વૃક્ષોમાં કપિયુગલો શાખાઓ પરનાં ફળોનો ઉપભોગ કરે છે. જંગલનું દશ્ય મૃગો, પક્ષીઓ વગેરેથી જીવંત લાગે છે. વિજેતા રાજા અથવા રાજકુમાર પાછો ફરે છે તેના માનમાં સમારંભ યોજેલો છે. રાજકુમારની પાછળ પરિચારક છત્ર લઈને ઊભો છે. એના અશ્વને આગળ લાવીને ઊભો રાખેલો છે. વળી બીજા દશ્યમાં ફરીથી તે રાજકુમાર અને તેની પાછળ દ્ધાઓ અને તેની આગળ સ્ત્રીઓ પૂર્ણકુંભ અને આરતીથી રાજકુમારનું સ્વાગત કરે છે. આ દશ્ય કદાચ ખારવેલનો દિગ્વિજય બતાવતું હોય અને તેના રાજ્યમાં તેનું સ્વાગત પૂર્ણકુભ અને શણગારેલા અશ્વથી કરાતું હોય. આ દશ્ય કદાચ કલિંગજનની મૂર્તિ સાથે મગધમાંથી વિજય પ્રાપ્ત કરીને પાછા ફરતા ખારવેલનું પણ હોઈ શકે. આ મજલાના ઉત્તર બાજુના છેડે તળાવમાં હાથીઓ, ગુફાઓમાં પશુઓ, આમ્રવૃક્ષો પર વિપુલ ફળો અને તેની સાથે પક્ષીઓ અને વાનરો જોઈ શકાય છે. ઉત્તરના બીજા ખંડમાં ભાલો પકડીને ઊભેલો શક યોદ્ધો છે. થાંભલાની ટોચ ઉપર બળદો, સિંહ, હાથીઓ અને ઘોડાઓનાં અંકનો છે. આ ખંડનાં શિલ્પો નોંધપાત્ર છે, તેમાંના એક દશ્યમાં સ્ત્રીઓ પૂજા કરવા જતી જણાય છે. રાજા તેની બે રાણીઓની વચમાં બેઠેલો છે, મંડપમાં નર્તિકા નૃત્ય કરે છે. સામે સંગીતવૃંદ છે, તેમાં એક સ્ત્રી મૃદંગ વગાડે છે, બીજી હાથથી તાલ આપે છે. ત્રીજી ઉપવીણા વગાડે છે અને ચેથી “વેણુગાન” કરે છે. સ્ત્રીઓના કાનમાં અમરાવતીનાં શિલ્પમાં કંડારેલ સ્ત્રીઓનાં જેવાં કુંડેલ છે. વેણુ સિંહના ધડ જેવા આકારની છે. રાજા મંદિર તરફ જતો દેખાય છે. તેને પુષ્પમાળા સાથે એક સ્ત્રી અનુસરે છે. રાજાના ઉષ્ણીષ પર છત્ર જણાય છે. છજાની ત્રણ કમાનો પર ત્રણ રત્નો કોતરેલાં છે.
ખંડગિરિની અનતગુફાનું શિલ્પકામ શૈલી અને મૂર્તિકલાની દૃષ્ટિએ બોધગયા જેવું છે. એનાં તારણો પર ત્રિપુંડ (ત્રણ શીર્ષવાળાં) શિલ્પો કોતરેલાં છે. આ ગુફા ઊંચા ખડક પર છે. તેના પર આદિનાથનું જૈનમંદિર છે. આ મંદિર સ્તપની જેમ સહેજ વર્તુલાકાર છે. તેના છજામાં નીચે પ્રમાણેનાં અગત્યનાં દશ્યો તરણોની નીચે કંડારેલાં છે.