________________
૫ : અનુમૌર્યકાલીન શિલ્પકલા સ્થળોએ મ્યુઝિયમમાં સંગૃહીત છે. ભરડુતની વેદિકાના સ્તંભ અષ્ટકોણીય છે. તેમની મધ્યમાં પૂર્ણ વિકસિત કમલ અને ઉપર તથા નીચેના ભાગમાં અર્ધપ્રકુલ્લિત (અર્ધવૃત્તાકાર ઘાટમાં) કમલ કોતરેલાં છે. કમલની આકૃતિમાં કર્ણિકા, પાંખડી, પદ્મપત્રગુચ્છ, પદ્મપત્ર અને પદ્મનાલ એમ વિવિધ અંકને લેવામાં આવે છે. આ સ્તંભો પર વિધવિધ પશુપક્ષીઓની આકૃતિઓ પણ કોતરેલી છે તેમજ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં અનેક દશ્યો કોતરેલાં છે. કેટલાક સ્તંભો પર નાગ, પક્ષ તથા લોકદેવતાઓનાં આલેખનો છે. એક સ્તંભ પર એક સૈનિકની સુંદર મૂર્તિ છે. સ્તંભ પર જે જાતકકથાઓનાં દશ્યો અંકિત કરેલાં છે તે દરેકની નીચે તે જાતકનું નામ કોતરેલું છે. એક દશ્યમાં માયાદેવીનું સ્વપ્ન અંકિત કરવામાં આવ્યું છે (આકૃતિ ૧૫). જેમાં એક હાથી સ્વર્ગથી ઊતરી દેવીના ગર્ભમાં પ્રવેશ કરતો દર્શાવ્યો છે. આ દશ્યને બૌદ્ધ સાહિત્યમાં “અવકાતિ” તરીકે વર્ણવેલ છે. ખંભે પર સાત માનુષી બુદ્ધ અને તેમની સાથે સંબંધ ધરાવતાં બોધિવૃક્ષો કોતરેલાં છે. તે દરેકની નીચે નામ આપ્યાં છે. સ્તંભે કાષ્ઠકૃતિઓના અનુસરણમાં પાષાણમાંથી બનાવેલા છે. તેનાં કેટલાંક લક્ષણો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલાક સ્તંભ પરની કમલાકૃતિઓ કે પુષ્પાકૃતિઓ પર હાથી, સપક્ષ અશ્વ(પાંખાળા ઘોડા), વાનર, મોર, જંગલી પોપટ, અને ફલપંકિતઓ કે ફલથી લચી પડતી ડાળીઓનાં આલેખન કરેલાં છે. વેદિકાના સ્તંભોની જેમ તેની સૂચિઓ પર પ્રફ લ્લિત કમલપુષ્પો અંકિત કરેલાં છે. તેમાંના કેટલાક પર જાતક કથાઓનાં દશ્યો, અને તૂપ, બોધિવૃક્ષ, ધર્મચક્ર વગેરે ચિહૂ કોતરેલાં છે.
તોરણદ્વારના સ્તંભ પરનાં શિલ્પોનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ સ્તંભ પર યક્ષ-યક્ષિણી, દેવો અને ચાર દિશાના રક્ષકો અંકિત કરવામાં આવ્યા છે, દા. ત. ઉત્તરદ્વાર પર કુબેર યક્ષ અને ચંદ્રાયક્ષિણી, દક્ષિણ દ્વાર પર નાગરાજ ચક્રવાક અને ચુલકાકા દેવી અંકિત કરેલાં છે. સ્તંભો પર બુદ્ધના જીવન સાથે સંબંધ ધરાવતાં કેટલાંક દશ્યો પણ કોતરેલાં છે. દા. ત. રાજા અજાતશત્રુ બુદ્ધના દર્શને આવે છે તે દશ્ય, નાગરાજ એલાપત્ર દ્વારા બોધિવૃક્ષની વંદના, કોસલરાજા પ્રસેનજિત દ્વારા ધર્મચક્ર આયાતનમાં પૂજા, જંગલી હાથીઓ દ્વારા અશ્વત્થ કાશ્યપની બુધ્ધ તથા બોધિવૃક્ષની પૂજા. ”
ભરતની વેદિકા અને રણ પરનાં શિલ્પોને નીચેના વિભાગમાં વહેંચી શકાય તેમ છે. :
૧) દેવયોનિ(યક્ષ, દેવતા, નાગ, અપ્સરા), ૨) મનુષ્યવર્ગ (રાજા, ધાર્મિક પુરૂષ), ૩) પશુ, ૪) વૃક્ષ અને ફૂલ, ૫) ઉત્કીર્ણ મૂર્તિઓ તથા ઉત્કીર્ણ શિલા