________________
૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
લેારિયા ગામે આ કલના પ્રાચીન સ્તૂપોના સમૂહ ત્રણ હરોળમાં ગોઠવાયેલા જોવા મળે છે. સ્તૂપાની સંખ્યા ૧૫ ની છે. આમાંના ચાર સ્તૂપાનું ઈ.સ. ૧૯૦૫-૦૬માં ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે તેમાંના એકમાંથી એક દેવીનુ અંશમૂર્ત સુવર્ણ પત્ર મળી આવ્યું હતું. ત્યારે એ શિલ્પ પૃથ્વીદેવીનુ (આકૃતિ ૮) હોવાનુ મનાયેલું અને એ સ્તૂપા વેદકાલીન સ્મશાનગૃહા (સમાધિઓ) હોવાનું મનાયું હતું. પરંતુ ૧૯૩૫-૩૬માં એ સ્તૂપનું વધુ ઉત્ખનન થતાં પાકી ઈંટો વડે બાંધેલ સ્તૂપની પીઠ વગેરે મળી આવ્યાં ત્યારથી આ સ્તૂપા બૌદ્ધ સ્તૂપે હાવાનું નક્કી થયું.
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના પીપરાવા ગામેથી પણ આ કાલના એક ઈંટેરી સ્તૂપ મળ્યા છે. સ્તૂપના અંડમાં પત્થરની મોટી પેટી આવેલી હતી. એના લેખ પરથી એ સ્તૂપ બુદ્ધના સગા શાકયોએ સ્વયં બુદ્ધના શારીરિક અવશેષો પર એ સ્તૂપ બાંધ્યા હોવાનું જાણવા મળે છે. પેટીમાં આવેલી ધાતુમયામાં બુદ્ધના શારીરિક અવશેષો ઉપરાંત, સેંકડે! પ્રકારની કલાત્મક વસ્તુએ સંગ્રહાઈ હતી. એમાં સુંદર રૂપ(મૂર્તિ),રત્નપુષ્પ અને પદ્મ, નીલમ, પેાખરાજ, પદ્મરાગ, સ્ફટિક, મણિ આદિ કિંમતી દ્રવ્યા હતાં. તેમાં સૌથી નોંધપાત્ર સુવર્ણપત્ર પર અંકિત કરેલુ માતૃદેવીનું અંશમૂર્ત શિલ્પ હતું. આ શિલ્પ આકાર પરત્વે લેારિયા-નંદનગઢની દેવીના અંકન સાથે સામ્ય ધરાવે છે. વળી એમાંથી એક બીજી અત્યંત ઘાટીલી, અલંકારપ્રચૂર સ્ત્રી-મૂર્તિ પણ મળી આવી છે. એ પણ માતૃદેવીની હોવાનુ જણાય છે. એના કેશવિન્યાસમાં અનેક માંગલિક ચિહ્ન સંયેાજિત કર્યા છે.
માતૃદેવી શ્રીલક્ષ્મી
ભારતીય ધાર્મિક પરંપરામાં માતૃદેવીનું મહત્ત્વ સવિશેષ છે. માતૃદેવીનાં રૂપાંકનેાવાળી આ બધી તકતીઓને શ્રીચક્ર કે શ્રીયંત્ર કહી શકાય. શ્રીદેવીની પૂજા માનવીયરૂપે તેમજ યંત્રરૂપે થતી હોવાની પરંપરા ઘણી પ્રાચીન છે. ગ્વેદના પાંચમા મંડલમાં આવતા શ્રીસૂકતમાં શ્રીદેવીને માતાશ્રી, ક્ષમા કે પૃથ્વી કહી છે. એ સર્વ પશુઓની જન્મદાયિની અને અન્ન ઉત્પાદક છે.
એને વિષ્ણુની પત્ની પણ કહી છે. એ સર્વ પ્રાણીઓની અધિષ્ઠાત્રી દેવી છે. એના સંબંધ સૂર્ય-ચંદ્ર સાથે હોવાના કારણે એ સૂર્યા તથા ચંદ્રા પણ કહેવાય છે. લાકચિત્રોમાં એની બંને બાજુએ આથી જ સૂર્ય-ચંદ્રનું આલેખન થાય છે. કમલ એનું પ્રતીક તથા આસન(પદ્મસ્થિતા) છે. આથી શ્રીચક્રની નાભિમાં પદ્મનું આલેખન થાય છે. એ કમલમાલા ધારણ કરે છે, કમલવનમાં નિવાસ કરે છે. આથી તકતીઓ કમલપુષ્પ અને પદ્મ વડે પરિવેષ્ટિત દર્શાવાય છે. આ પશુદેવીના