________________
૨૨
ભારતીય પ્રાચીન શિપકલા માટીમાંથી બનાવેલ વૃષભ, વાનર, સસલાં, બકરાં, ઘેટાં, દરિયાઈ ઘોડા, હાથી, ભેંસ વગેરે જુદી જુદી જાતનાં જળચર અને સ્થળચર પ્રાણીઓનાં શિલ્પો હડપ્પા અને મેહે જો–દડોમાંથી મોટી સંખ્યામાં મળી આવે છે. એમાં કશૃંગ પશુ વિશેષ ધ્યાન ખેંચે છે. એના શૃંગને આકાર કોઈ હરણના આગળ પડતા અને વાંકી અણીવાળા શીંગડા જેવો છે. ક્યારેક શીંગડા પર સાબરના શીંગડાને મળતા આવતા ગોળ ગોળ આંટા કે નાના નાના આડા ફણગા દેખાય છે. હંમેશાં નર જાતિમાં આલેખન પામતા અને જમણી બાજુ માથુ રાખીને ઊભા રહેતા આ પ્રાણીનું માં લાંબું અને સાંકડું, કાન લાંબા અને અણીદાર તેમજ પૂંછડી લાંબા ગુચ્છાવાળી હોય છે. એની પીઠ પર પક્ષીના સુશોભનવાળું આચ્છાદન જોવા મળે છે. એની ડોક પર નાની મોટી સંખ્યાબંધ હાંસડીઓ પહેરાવેલી છે. લોથલમાંથી એકશૃંગ પશુનું એક માથું મળ્યું છે. એમાં મણકા જેવી આંખો છે અને ચામડીનાં પડ બહાર ઊપસતાં જોવામાં આવે છે. એની જીભ મોઢામાં કાંકરાથી બતાવી છે. એના કાન નીચે પડી ગયા છે. એકશૃંગ પશુના મુખ પાસે બહુધા ધૂપદાની-આકારનું પાત્ર મૂકેલું હોય છે. આ પશુ ધાર્મિક મહિમા ધરાવતું હોવાનું મનાય છે.
વૃષભનાં શિલ્પમાં એમની બે જાત જોવા મળે છે : ટૂંકાં શિંગડાવાળે ખાધ વગરનો વૃષભ અને લાંબા શિંગડાવાળો ખાંધવાળો વૃષભ. ટૂંકાં શિંગડાવાળા વૃક્ષભના આલેખનમાં એને હંમેશાં ખીજાઈને ગળું મારવા આવતો હોય તેવો દર્શાવ્યો છે. એનાં શિંગડાં અંદરના ભાગમાં ગોળ વળેલાં છે, ગરદન પરની કરચલીઓનું આલેખન હૂબહૂ છે. લાંબા શિંગડાવાળો વૃષભ ખાંધવાળો ને કદાવર છે. એનાં શિંગડાં તદ્દન ઊંચાં ને જરાક અંતર્ગોળ વળેલાં હોય છે, એની ડોક નીચે ચામડીની ભારે ગોદડી લટકે છે. આ બંને જાતના વૃષભમાં સ્નાયુગત વિગતે કાળજીપૂર્વક કરવામાં આવી છે.
હડપ્પા અને મોહેં-જો-દડોમાંથી મળેલાં બીજા પ્રાણી-શિલ્પોમાં વાનર, ઘેટાં ને દરિયાઈ ઘોડાનાં કેટલાંક શિલ્પ ઉલ્લેખનીય છે. એમાંય વૃક્ષ પર ચઢતા વાનરની અંગભંગી મનહર છે. લોથલમાંથી મળેલ ગોરીલા વાનરની આકૃતિ ઘણી વાસ્તવિક છે. એ ટૂંકા પગ, ભરાવદાર શરીર, નાનું માથું, ચીમટી દીધેલું નાક અને લંબાઈ કાઢેલું મોટું ધરાવે છે. લોથલમાંથી મળેલી ગાયની આકૃતિમાં ટૂંકાં અને આગળ નીકળતાં શિંગડાં, નીચી ખાંધ આંચળ, અને પ્રજનન અંગે સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યાં છે. રમકડાંમાં હાથી, વાઘ, ગેંડા, પાડા, બકરાં, વાનર, બિલાડી, કૂતરા, ઇત્યાદિ પ્રાણીઓ તેમજ ગરૂડ, કબૂતર, પોપટ, મેર, ઢેલ, મરધી, બતક, હંસ, ચકલી, સમડી, ઘૂવડ વગેરે પક્ષીઓ વિશેષ પ્રમાણમાં મળી આવે છે. એમાંનાં કેટલાંક મિશ્રા