________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
સ્વસ્તિક
ચારે દિશાઓમાં વ્યાપ્ત, વિશ્વમંડળની ચતુર્ભુજાના પ્રતીક રૂપ આ સંજ્ઞા સૂર્ય સાથે સંબંધ ધરાવે છે. એ ચાર ભુજાની મધ્યમાં સૂર્ય છે. માનવ અને વિશ્વનું આ સર્વોત્તમ માંગલિક ચિહ્ન છે. આ ચાર ભુજાઓમાં દરેકને જમણી બાજુએ વળાંક આપવાથી એનું સુંદર રૂપ નિર્માણ પામે છે. એ જીવન-કલ્યાણનું પ્રતીક છે.
ટ્વેદ પ્રમાણે ચાર દિશાના ચાર અધિપતિ અગ્નિ, ઇન્દ્ર, વરુણ અને સોમ - હતા. પરંતુ લોકધર્મમાં આ કલ્પના બદલાઈ અને ચાર દિશાના ચાર લોકપાલોની પૂજા આકાર પામી. અને તે “ચતુર્મહારાજિક” દેવ તરીકે ઓળખવા લાગ્યા. બૌદ્ધ સ્તૂપની ચાર દિશાનાં તોરણો પર જે મૂર્તિઓ મૂકાઈ તે ચાર દિશાના આ ચાર લોકપાલ હતા : ગંધર્વોના અધિપતિ ધૃતરાષ્ટ્ર, કુબ્બાડોના અધિપતિ વિરુઢક, યક્ષોના વૈશ્રવણ અને નાગોના વિરૂપાક્ષ. ધૃતરાષ્ટ્ર પૂર્વના, વિરુઢક દક્ષિણના, વિરૂપાક્ષ પશ્ચિમના અને વૈશ્રવણ ઉત્તારના લોકપાલ બન્યા.
સ્વસ્તિકને ચતુષ્પાદ બ્રહ્મ અને ચતુર્મુખ બ્રહ્માના પ્રતીક તરીકે પણ સ્વીકારવામાં આવેલ છે. પાછલા સમયમાં આ પ્રતીકનો વિસ્તાર થતાં તે ચાર વેદ, ચાર લોક, ચાર દેવ, ચાર દિશાઓ, ચાર વર્ણ, અને ચાર આશ્રમનું પ્રતીક ગણાવા લાગ્યો. પૂર્ણ ભ
ફલપત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક છે. ઘડામાં ભરેલું જલ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફલપત્તાં જીવનના નાનાવિધ આનંદ અને ઉપભેગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે. એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે.
ટ્વેદમાં જેને પૂર્ણ અથવા ભદ્ર કલશ કહેલ છે તે સોમરસથી ભરેલ પાત્ર છે. અથર્વવેદમાં આ કલશ વૃત (ઘી) અને અમૃતથી ભરેલો હોવાનું વર્ણવ્યું છે. ઘટને મંગલ કલશ કહેલ છે. અથર્વવેદમાં પૂર્ણકુંભ-નારીને પણ ઉલ્લેખ છે. કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી માંગલિક ઘટ લઈને જતી દર્શાવવી એ શોભાયાત્રા ગણાય. આથી સ્ત્રીને વેદમાં “ઉદકકુભિની” તરીકે ઓળખાવી છે. આજે પણ આ માંગલિક ચિહન જ ગણાય છે. “લલિતવિસ્તારમાં માયાદેવીની ઉદ્યાનયાત્રાના પ્રસંગોમાં એક પૂર્ણકુંભ કન્યાને ઉલ્લેખ છે. આવી કન્યાની ગણતરી અષ્ટ મંગલ કન્યાઓમાં થતી. -રાજાઓની યાત્રાનું તે એક મહત્ત્વનું અંગ લેખાતું રામાયણમાં રાવણની સાથે ચાર મંગલ કન્યાઓ ચાલતી હોવાનું વર્ણન છે, રાજાના અભિષેક માટે આવી આઠ કન્યાઓ રખાતી. સુગ્રીવના રાજ્યાભિષેક સમયે સોળ કન્યાઓને આમંત્રણ અપાયું હતું.