________________
૩વેદકાલથી નંદકાલ સુધીના શિહાકલા
૩૧ કરનારાં હજારો કલ્પવૃક્ષનાં વર્ણન છે. મહાવાણિજ જાતક (નં. ૪૯૩)માં જણાવ્યા પ્રમાણે વેપારીઓનું એક વૃંદ દ્રવ્યભંડારની શોધમાં નીકળ્યું. તેમણે એક મોટું ન્યગ્રોધ વૃક્ષ જોયું. વૃક્ષની પૂર્વ તરફની ડાળીમાંથી સ્વચ્છ શીતળ જળ, તથા સર્વ પ્રકારનાં પયપદાર્થો ટપકતા હતા. દક્ષિણ તરફની શાખાઓમાંથી તેમને મનવાંછિત ફળ મળી ગયાં. પશ્ચિમ તરફનો ડાળીઓમાંથી સુંદર અંગનાઓ, અનેકવિધ રત્નો, સૂક્ષ્મ વસ્ત્રો ને આભૂષણો તથા ઉત્તર તરફની ડાળીઓમાંથી સોના, રૂપા અને રત્નનો પ્રવાહ વહેતો હતે. જાતક વર્ણિત આ વૃક્ષ કલ્પવૃક્ષ હતું.
ભારતીય શિલ્પમાં કલ્પવૃક્ષનાં આલેખને છેક ભરહુત અને સાંચીનો સ્તૂપથી શરૂ થઈ ગયાં હતાં. કલ્પવૃક્ષને શિલ્પમાં કલ્પતરૂ, દેવત, કલ્પવલ્લી, કલ્પલતા, કામલતા કે ઊર્મિવેલા નામે ઓળખાવેલ છે. ભારહુતની વેદિકા પરની કમલદલાન્વિત કલ્પલતા સળંગ વળાંકમાં આલેખન પામે છે. તેની દરેક કમલકલીમાં પ્રાકારવપ્ર તરીકે ઓળખાતાં કર્ણકુંડલ. મુકતામાળાઓ, શંખવલયોની વિવિધ ભંગીઓ પ્રગટ કરતા બાજુબંધ અને નૂપુરો તથા ગોમૂત્રિકાના ઘાટનાં સુશોભન વડે અલંકૃત કિનારી અને પાલવવાળી સાડી ધારણ કરતી દેવાંગનાઓનાં શિલ્પો છે. સાંચીના
સૂપના દક્ષિણ દિશાના તોરણના પશ્ચિમ બાજુના સ્તંભ પર ઉત્તર કુરુ પ્રદેશનાં દશ્યો કોતરેલાં છે. તેમાં કલ્પવૃક્ષ નીચે બેઠેલાં મિથુનયુગલ વાદ્ય અને સંગીતને આસ્વાદ લઈ રહ્યાં છે. એ વૃક્ષોમાંથી વસ્ત્રાભૂષણો પ્રકટ થાય છે. ભાજાના ચૈત્યગૃહના મુખભાગની દીવાલની એક બાજુ ચક્રવતી માંધાતા ઉત્તર કુરુના પ્રદેશમાં વિહાર કરતા દર્શાવ્યા છે. એમાં ઉત્તર કરુના ઉદ્યાનનાં અનેક દૃશ્યો છે. ગુપ્તકાલીન શિલ્પોમાં કલ્પવૃક્ષ અને ઊર્મિવેલાનાં અલંકરણો ખૂબ વિસ્તાર પામ્યાં છે. ગઢવાલના એક મંદિરના સ્તંભ પર કામલતાનું આલેખન નોંધપાત્ર છે. લતાનાં નવપલ્લવિત અંકુરો સાથે ડાળીએ ડાળીએ યૌવનસંપન્ન નગ્ન કુમારિકાઓનાં અવનવી ભાવભેગી પ્રકટાવતાં આલેખનો અત્યંત આકર્ષક છે. શિલ્પમાં કપલતા યા કે ગ્રાસના મુખમાંથી લતા સ્વરૂપે પ્રકટ થતી ઘણીવાર દર્શાવવામાં આવે છે. તો કેટલીક વાર વનસ્પતિજન્ય પ્રાકૃતિક રૂપમાં આવિર્ભાવ પામી અનેકવિધ ભાતમાં પરિણમે છે અને તે બધાં માનવ મનની અનંત ભાવભંગીઓને પ્રકટાવે છે.
સુમેરુ
વિશ્વના ધ્રુવ-કેન્દ્રનું એ પ્રતીક છે. એ સુવર્ણ પર્વત છે ને સુવર્ણપ્રાણને સંકેત કરે છે. મેરુના ચાર દિશામાં ચાર પર્વત અને ચાર મહાદ્વીપ હોવાનું મનાય છે. ચાર દિશાએ વહેતી ચાર મહાનદીઓ મેરુમાંથી નિષ્પન્ન થાય છે. એમનું મુખ્ય