________________
૨ : આદ્ય-ઐતિહાસિક શિલ્પ
૨૪
ઘાટનાં પણ છે. જેથલમાંથી મળેલ એક મિશ આકૃતિમાં માનવશરીર પર ઘોડાનું માથું છે. જો કે આ અશ્વમુખ માનવઆકૃતિમાં અવયવો બનાવવામાં ખાસ કાળજી રખાઈ નથી. અનુકલીન પીરાણિક કથાનકો પરથી આ પ્રકારના પશુનું શિર અને માનવ શરીર ધરાવતી આકૃતિઓ અર્ધ દૈવી સો હોવાનો ખ્યાલ મળે છે.
ઈ) પાષાણ અને ધાતુનાં શિલ્પ આવાં શિલ્પો સિંધુ ખીણનાં સ્થાનમાંથી સારા પ્રમાણમાં મળી આવ્યાં છે. આ શિલ્પોની રૂપક્ષમતા તત્કાલીન માટીનાં પકવેલાં શિલ્પોને મુકાબલે ઉચ્ચ પ્રકારની છે..
આ શિલ્પોને કલાની દૃષ્ટિએ બે વિભાગોમાં વહેંચી શકાય છે. આ બંને વિભાગ બે જુદી જુદી શૈલીઓના દ્યોતક છે. એક શૈલીમાં પ્રાકૃતિકતા અને શારીરિક અવયવોનું યથાતથ આલેખન થયું છે. હડપ્પામાંથી પ્રાપ્ત નગ્ન પુરુષની બે. પાષાણ આકૃતિઓ અને મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત સ્ત્રીની એક કાંસ્ય મૂર્તિ આ શૈલીનાં દૃષ્ટાંતરૂપ સરસ નમૂના છે. બીજી શૈલીમાં બાહ્ય આકારસૌષ્ઠવ કરતાં આત્મિક સૌંદર્ય અભિવ્યકત કરવા તરફ વિશેષ ધ્યાન અપાયું છે. મોહેજો-દડોમાંથી મળી આવેલ ચૂના અને સેલખડીનાં કેટલાંક શિલ્પ આ શૈલીનાં દ્યોતક છે.
પહેલી શૈલીને વ્યકત કરતું હડપ્પામાંથી મળેલું એક પાષાણ શિલ્પ પુરુષાકૃતિ. ધડ (torso) છે (આકૃતિ ૬). લાલ પથ્થરમાંથી ઘડેલી આ આકૃતિનું માથું, અને પગ ગૂમ થયેલાં છે. પણ ધડના ડોકાના ભાગ તેમજ ખભાના બાહુમૂલ પરથી જણાય છે કે એનાં માથું અને હાથ છૂટાં હશે અને તેમને ધડ સાથે સાલ દ્વારા જોડવામાં આવ્યાં હશે. ઘાટીલા ને માંસલ અવયવો પુરુષના દેહસૌષ્ઠવને સરસ રીતે નિષ્પન્ન. કરે છે. આ શૈલીનું બીજું શિલ્પ સ્લેટિયા રંગના ભૂખરા પથ્થરમાંથી ઘડેલી પુરુપાકૃતિનું છે. પ્રથમના શિલ્પની જેમ આનાં પણ મસ્તક અને હાથ છૂટા સાલમાં બેસાડ્યા છે, જે ગૂમ થયેલાં છે. પગ પણ તૂટી ગયા છે. પુરુષની દેહછટા જોતાં એનો એક પગ જમીનને અડેલ અને બીજો ઊંચે કરેલ હોવાનું લાગે છે. શરીર. કટિમાંથી ડાબી તરફ ઝૂકેલું હોવાથી એ નૃત્યની કોઈ લલિત છટા વ્યકત કરતું લાગે. છે. લોથલમાંથી આલાબાસ્તરમાં બનાવેલા બાવલાનો હાથ પાષાણ શિલ્પને સુંદર. નમૂનો છે. નાજુક રીતે વાળેલી આંગળીઓ અને સ્નાયુની વિગતો કંઈક અંશે મિસરની કલા સાથે સંબંધ સૂચવે છે. પગ છૂટાં ઘડાય એવાં અંગેની જોગવાઈ હડપ્પાની નગ્નપુરુષ આકૃતિઓ સાથે સામ્ય ધરાવે છે.
આ વાસ્તવલક્ષી શૈલીને અભિવ્યકત કરતું શિલ્પ કાંસાની એક નર્તકીનું છે (આકૃતિ ૫). ધાતુના ઢાળાના કામનો આ પ્રાચીનતમ નમૂનો છે. ઉપરોકત બંને પુરુષ--