________________
૨૧
૨આદ્ય-એતિહાસિક શિ મૂર્તિ એના મસ્તક પર આવા જ પ્રકારનું વેષ્ટન જોવામાં આવે છે, જે આ પરંપરા અનુકાલમાં પણ ચાલુ રહી હોવાના ઉદાહરણ રૂપ છે.)
બલુચિસ્તાન, સિંધ અને પંજાબનાં સ્થાનોમાંથી મળે છે એવી લાક્ષણિક સ્ત્રીઆકૃતિઓ કાલીબંગન (રાજસ્થાન), લોથલ, રંગપુર અને દેસલપુર (ગુજરા )માંથી મળતી નથી તેથી રાજસ્થાન અને ગુજરાતના હડપ્પીય લોકોમાં માતૃદેવીનો સંપ્રદાય પ્રચલિત નહીં હોવા સંભવે છે. લોથલમાંથી મળેલી સ્ત્રી-આકૃતિઓ સિંધુ ખીણમાંથી મળેલી આકૃતિઓ કરતાં સ્નાયુગત વિગતોનું વધુ સારૂં નિરૂપણ ધરાવે છે. એમાંના ઘણા કિસ્સાઓમાં બાવડાં અને પગ તૂટી ગયા છે અને છૂટા લગાડેલા સ્તન ખરી પડ્યા છે. એક પૂતળીમાં પાતળી કમર, ભારે સાથળ અને સપ્રમાણ અવયવો જોવા મળે છે. બીજીમાં ખભા, કાંડુ અને સાથળ સુંદર રીતે દર્શાવ્યાં છે. એક સ્ત્રીની બેઠંગી આકૃતિમાં મોટાં સ્તન, ચીમટીને કાઢેલું નાક અને માથાની બંને બાજુ એકેક છાલકું નજરે પડે છે. આમ આ આકૃતિ સિંધુ ખીણની માતૃ-દેવી સાથે પહેલી નજરે મળતી આવે છે, પણ અવયવો સ્પષ્ટપણે બતાવેલા નહીં હોવાથી અને ત્યાંના જેવા કોઈ અલંકારો પણ દર્શાવેલા નહીં હોવાથી આ માતૃદેવીની પૂતળી હોવાનું જણાતું નથી.
પુરુષાકૃતિ પૂતળીઓ મોટે ભાગે નિર્વસ્ત્ર હોય છે. ચડી જેવું વસ્ત્ર પણ ભાગ્યે જ નજરે પડે છે. પુરુષોના મસ્તક પરના લાંબા વાળની લટોને સાધારણ રીતે પાછલા ભાગમાં જ્યાબંધની જેમ ગૂંથી લીધેલી જોવા મળે છે. કોઈ કોઈનાં મસ્તક સફાચટ પણ છે. કોઈના મુખ પર ટૂંકી દાઢી દેખા દે છે. કેટલાકને માથે શંકુ ઘાટની ટોપી, તો કેટલાકને માથે લટકતા છે ગાવાળી પાઘડી છે. કોઈકે કંઠહાર, બાજુબંધ વગેરે અલંકાર પણ ધારણ કર્યા છે. પુરુષાકૃતિએ બહુધા ઊભેલી સ્થિતિમાં છે, પણ કેટલીકમાં બે ઢીંચણ ઊંચા રાખી એની આસપારા હાથ વીંટી જાણે ડાયરામાં બેસવાને ઉત્સુક હોય એવી સ્થિતિમાં પણ નજરે પડે છે. સ્ત્રીઓની પૂતળીઓના મુકાબલે પુરુષોની પૂતળીઓની સંખ્યા જ છે.
લેથલમાંથી મળેલ ત્રણ પુરુષાકૃતિઓ નોંધપાત્ર છે. એમાંનું એક ઉત્તરાંગ (bust) છે. એમાં ચોરસ કાપેલી દાઢી, તીક્ષ્ણ નાક, લાંબી કાપેલી આંખો અને લીસું માથું વિશિષ્ટ છે. બીજી આકૃતિમાં હાથપગ વગરના ધડને મોટી ફાંદ અને નાભી છે. આ આકૃતિ હડપ્પામાંથી મળેલા પથ્થરના ધડ સાથે મળતી આવે છે. ત્રીજો નમૂનો પકવેલી માટીમાંથી ઘડેલી મિસરની “મમી”નો છે. એમાં કોરી કાઢેલી આંખો ચીમટી કાઢેલું મોટું અને નાક આકર્ષક છે. મોહેંજો-દડોમાંથી આને મળતી આવતી આકૃતિ દિલ્હીના સફદરગંજ મ્યુઝિયમમાં સંગૃહીત છે.