________________
૨ : આધ-અતિહાસિક શિષે
૧૩
તેની આંખા પણ ચીતરેલી છે. શિંગડાનાં મૂળ તથા ગરદન પણ રેખાઓ વડે અંકિત કરેલાં છે. આ શિલ્પના અંગમરોડ સુરેખ છે. હડપ્પા સભ્યતામાંથી મળી આવેલ વૃષભ સાથે આ વૃષભનું સામ્ય વરતાય છે.
ફુલ્લી વિસ્તારમાંથી વૃષભ કરતાં વધુ સંખ્યામાં સ્રી-મૂર્તિઓ કે પૂતળીઓ મળી છે. સ્ત્રી-મૂર્તિઓનું મહત્ત્વ ભારતીય શિલ્પમાં સવિશેષ છે. આ પૂતળીઓ ચિતરામણેાથી વિભૂષિત કરેલી નથી. હડપ્પાની જેમ અહીંની પૂતળીઓમાં મુખ્ય દેહ અલગ બનાવી, તેના પર અલગ અલગ બનાવેલ આંખો, વાળ, નાભી, સ્તન વગેરે ચેાટાડયાં છે. એ જ રીતે દેહ પરનાં ઘરેણાં અને શિરાવેષ્ટન (head-dress) પણ અલગ બનાવીને લગાડયાં છે. તેમના કેડ પાસેના દેહ સપાટ છે. મુખ ભાગ કંઈક ખરબચડો, કપાળ સાંકડું, ચોટાડેલું અણીદાર નાક અને ચોટાડેલી ઊપસેલી વર્તુલાકાર આંખા, ઘરેણાંના ભારથી લચી પડતા ખુલ્લા સ્તન, સીધા લટકતા કે છાતી પાસે અદબ વાળેલા હાથ વગેરે લક્ષણા વિશિષ્ટ રચનાપદ્ધતિના કારણે નોંધપાત્ર છે. આ પૂતળીઓની કેશરચના પણ વિશિષ્ટ ઘાટની છે. ગુચ્છાદાર વાળના અંબાડા બેાચી પર લટકતા રહે છે અને કપાળ પાસેથી પસાર થતી પટિકા વડે તેને ચારે બાજુથી બાંધેલી છે. એમનું અલંકારવૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. કાનમાં શં આકારનાં એરિંગ, કંઠમાં લંબગેાળાકાર કે વૃત્તાકાર ઘાટના પેન્ડલવાળા હાર અને કરમાં વલય તથા બાજુબંધ જોવા મળે છે.
પૂતળીઓની ઊભા રહેવાની છટા, હાથની સ્થિતિ વગેરે પરથી આ પૂતળીએ કોઈક ધાર્મિ ક વિધિ સાથે સંબંધ ધરાવતી હોવાનું સૂચન થાય છે. આ પૂતળીઓ દૈવી સર્જનશકિતની પ્રતીક હોવાનું કેટલાક માને છે. કેટલીક જગ્યાએ આ પૂતળીઓ બાળકસહ પણ મળી આવી છે.
ઝોબ સંસ્કૃતિમાંથી મળેલાં પ્રાણીશિામાં વૃષભ અને અશ્વનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાચીન સંસ્કૃતિમાં અશ્વનાં શિલ્પ ભાગ્યે-જ જોવા મળે છે. તેથી અહીંનાં અશ્વ-શિલ્પ વિશિષ્ટ ગણાય. અહીંથી મળેલ વૃષભશિલ્પામાં ખાંધવાળા વૃષભ પણ છે. વૃષભનું એક ૮'' લાંબુ ધડ મળી આવ્યું છે. ઇતર રાંસ્કૃતિઓમાંથી મળતા નમૂનાઓમાં વૃષભના પગ એકદમ સીધા અને ઊભા રહેતા હોવાથી કૃત્રિમ લાગે છે, જ્યારે આ વૃષભને એની નૈસર્ગિક છટામાં ઊભેલ દર્શાવ્યા છે, તેથી એ રમ્ય લાગે છે. તેના દેહમાં માર્દવ અને ગતિશીલતા અંકિત થયાં છે. કુલ્લી સંસ્કૃતિનાં આ પ્રકારનાં શિલ્પાની સરખામણીમાં તેની અભિવ્યકિત કલાત્મક અને આકર્ષીક છે.