________________
અષ્ટાહ્નિકા પ્રવચનો
|| ૮ ||
તેની ગોઠવણ પણ કરી લીધી. છેલ્લી ભાવભરી જિનપૂજા કરી લેવા તે ભાઈ જિનાલયે ગયો. દસ મિનિટમાં જિનાલયમાં નીકળી જવાનું પૂજારીને જણાવીને તે દેરાસરે છ કલાક સુધી રહી ગયો. પરમાત્મામાં લીન બની ગયો. સમયનું કોઈ ભાન ન રહ્યું. સાંજે ઘરે પહોંચતા જ ધંધાની બાજી સુલટાતી ગઈ. ધંધામાં તેજી આવી ગયાના સારા સમાચારોના ફોન ઉપર ફોન આવતા ગયા. દસલાખરૂપિયાના નુકસાનની જગ્યાએ તેટલી જ રકમનો નફો થઈ ગયો.
જ્યસેના નામની પ્રભુભક્તા શ્રાવિકાના નવકા૨-મન્ત્રોના ભાવપૂર્ણ જપના પ્રભાવે શોક્ય તરફથી મોકલાયેલી તેને મારવા આવેલી વ્યંતરી સતત પાછી ફરતી રહી. અત્તે તે શોક્યને જ તેણે મારી નાંખી.
સમ્યગ્દષ્ટિ આત્માના ધર્મ કરતાં દેશવિરતિધર આત્માના ધર્મની તાકાત તો એથીય ખૂબ વધી જાય છે.
જે ગામમાં બારવર્ષાં દુકાળની જોષીઓએ આગાહી કરી હતી એ ગામમાં એ જ રાતે કોઈ શેઠને ત્યાં એક બાળકનો જન્મ થતાં તેના પ્રચંડ પુણ્ય-પ્રભાવે બારે ખાંગે મેઘ વરસ્યો. સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. અવસરે રાજાએ કોઈ જ્ઞાની પુરુષ પાસે આ વાતનું સમાધાન માગ્યું ત્યારે તે જ્ઞાની મહાત્માએ કહ્યું કે, ‘જોષીઓનું ગ્રહ-ગણિત તદ્દન સાચું હતું પરંતુ જડ એવા ગ્રહોના ચારને એક આત્માએ પલટી નાખ્યો. તે આત્મા તેના પૂર્વભવમાં પ્રવરદેવ નામનો ભિખારી હતો. શરીરે અત્યંત રોગી હતો. કંઈક ધર્મ કરવાની પ્રેરણા ગુરુમુખેથી
પહેલું .
કર્તવ્ય
અમારી
પ્રવર્તન
|| ૮ ||