________________
|
આ ઉપરથી સમજાશે કે સૌથી વધુ સામર્થ્યશાલી સર્વવિરતિ ધર્મનું મુનિ-જીવન છે. જો મુનિ ખરેખરો “મુનિ' બની જાય તો તેની પ્રત્યેક ક્રિયાથી પેદા થતી તાકાત દ્વારા સમગ્ર ૭ ||
વિશ્વમાં સાચા સુખ શાન્તિ, સમૃદ્ધિ અને આબાદી ઊભી થઈ જાય. સાચું વિશ્વકલ્યાણ કે સાચી વિશ્વશાન્તિ માટે કે જાતને પ્રબોધવા માટે ચારેબાજુ દોડાદોડ કરવાની કશી જરૂર નથી. તે
માટે તો જાતને એકદમ ઊંચા સ્તર ઉપર લઈ જવાની જરૂર છે. આથી જ જિનશાસનના ને વિમુનિને ધર્મના વિશ્વ-પ્રચાર માટે માઈક વગેરે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની કોઈ જરૂર છે
રહેતી નથી. યાદ રહે કે સાધુ પ્રભાવક હોય, એકલો પ્રચારક ન હોય. પ્રચંડ શક્તિશાળી સર્વવિરતિધર્મ છે સૂક્ષ્મ બનતા જતાં ધર્મોમાં વ્યાપક અને તીક્ષ્ણ બનતી જતી સૂક્ષ્મની તાકાત કેવી વધતી માં Aજાય છે તે આપણે જરાક વિગતથી જોઈએ.
રાજાએ મહામહેનતે પકડી પાડેલા ચોરે છટકી જઈને ભૂખી સગર્ભા સ્ત્રીના રુદનને સાંભળતાં મીઠાઈનો થાળ લાવી મૂક્યો. આટલા નાનકડા માનવતાના-માર્ગોનુસારિતાના ધર્મ કુદરતને કાબૂમાં લીધી. ચોર ચાલે ત્યારે તેના માથે આકાશમાં વાદળ ફરતું રહ્યું અને ચોરને સતત છાંયડો દેતું રહ્યું. સખ્ત તડકામાં તેની સાથે ચાલતો રાજા આ ઘટનાથી સ્તબ્ધ થઈ |
ગયો.
માર્ગોનુસારિતાના ધર્મથી સમ્યગ્દષ્ટિ આત્માનો જિનપૂજાદિ ધર્મ તો વળી ક્યાંય ચડી | જાય: ધંધામાં દસ લાખ રૂપિયા ગુમાવી દેનાર જૈનભાઈએ આપઘાતનો નિર્ણય કરી લીધો. શિ