________________
||
૫ ||
પરમાત્મા મહાવીરદેવની આ વાણીને સાંભળવી જોઈએ : સમજવી જોઈએ : જીવનમાં શિ ઉતારવી જોઈએ. છે આવો બોધ આપનારા તમામ તારકોના આત્માઓએ એ સર્વવિરતિ-ધર્મનો સ્વીકાર કર્યો છે. ઘર છોડીને તેઓ સાધુ બન્યા છે અને અન્ત શરીર છોડીને તેઓ સિદ્ધ ભગવંત બન્યા છે,
સર્વવિરતિના ધર્મનું આરાધન આત્મામાં જે શુદ્ધિ કરે છે તેથી જાતકલ્યાણ અચૂક થાય છે, વિ પણ તારક તીર્થંકરદેવોના આત્માઓએ તો પ્રચંડ પુણ્ય પણ પેદા કર્યું હતું એટલે તેઓ જગ-Sિ કલ્યાણ પણ કરી ગયા... શાસનની સ્થાપના કરીને-સર્વવિરતિધર્મનો રાહ બતાડીને-તેમણે શિ અગણિત આત્માઓનું પણ કલ્યાણ કર્યું.
પરમાત્મા આદિનાથે બતાવેલા ધર્મના માર્ગે ભરત-ચક્રવર્તી થયા. પણ તેમની પછી પણ થયેલા અસંખ્ય રાજવીઓ પણ એ વિરતિ-ધર્મને આરાધી ગયા અને તેઓ મોક્ષ પામ્યા. |
તણખલાંની જેમ છ ખંડના રાજ્યોનો ત્યાગ કરીને કેટલાય ચક્રવર્તીઓએ સર્વવિરતિ વધર્મ સ્વીકાર્યો. અસંખ્ય રાજવીઓએ સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યો. રામ, ભરત, પાંચેય પાંડવો, વિદુર, ભીખ, રાવણના પુત્રો, ભાઈઓ, મંદોદરી વગેરે પત્નીઓ, કૃષ્ણની અનેક
પટ્ટરાણીઓ, અભયકુમાર, ચન્દ્રગુપ્ત મૌર્ય વગેરે રાજવીકુળના લાખો નરવીરો અને સન્નારીઓ વિસર્વવિરતિના માર્ગે ગયા.
જંબુકમાર, શાલિભદ્ર, સ્થૂલભદ્ર વગેરે લાખો શ્રેષ્ઠીરત્નો, શ્રેષ્ઠીપુત્રો પણે સર્વવિરતિના | માર્ગે ગયા.
|
૫
||