________________
|| ૩ ||
સૌથી મહાન માનવગતિ
સંસારની ચારેય ગતિઓ–માનવગતિ, દેવગતિ, નારકગતિ અને તિર્યંચગતિ-અનેક દુઃખો અને પાપોથી ભરેલી છે. સર્વ દુઃખો અને સઘળાં પાપોનો નાશ થાય તો જ મોક્ષગતિ પ્રાપ્ત થાય. જીવ શિવ બની જાય અને સદા માટે સાચા સુખનો સ્વામી બની જાય.
પણ આ માટે સર્વવિરતિધર્મની જે સાધના કરવાની છે તે માત્ર માનવજીવનમાં જ શક્ય છે. આથી જ દેવગતિના સઘળા ય ડાહ્યા (સમ્યગ્દષ્ટિ) દેવો એકમતે માનવગતિને ઝંખતા હોય છે. દેવનો જન્મ દુ:ખવિહોણો હોવા છતાં દેવનું શરીર રોગમુક્ત હોવા છતાં અને દેવનું મરણ વેદના વિનાનું હોવા છતાં ડાહ્યા દેવો તે મનુષ્યજીવનને પસંદ કરે છે જેનો જન્મ દુઃખભરપૂર છે, જેનું શરીર રોગમય છે, જેનું મરણ પ્રાયઃ વેદનાપૂર્ણ છે. કેમકે માનવનો જન્મ જ જન્મનાશ કરી આપવા સમર્થ છે. માનવનું શરીર જ અશરીરી (સિદ્ધ) બનાવવા સમર્થ છે. માનવનું મરણ જ અમર બનાવવા સમર્થ છે.
જન્મથી જન્મનાશ, શરીરથી અશરીરીપણું, અને મરણ પહેલાં સર્વમરણનાશ માનવગતિમાં જ શક્ય હોવાથી સઘળા સારા આત્માઓ માનવગતિને ઇચ્છતા હોય છે. સર્વવિરતિ ધર્મ
આ એક જ એવી ગતિ છે, જ્યાં સર્વવિરતિ ધર્મનું મુનિજીવન જીવી શકાય છે. સમ્યગ્દર્શન (જિનવચન ઉપર અપ્રતીમ શ્રદ્ધા) એ તિલક છે તો સર્વવિરતિ (મુનિજીવન) એ તલવાર છે. દેવાદિ ત્રણ ગતિઓમાં તિલક મળી શકે પણ તલવાર તો ન જ મળે.
TEACHE
|| o ||