Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ભંડાર, અનંત સુખનો સ્વામી આપણો આત્મા બરોબર ફસાઈ ગયો છે. પાંચ પાંચ ખાનામાં એ પુરાયો છે. રાગ-દ્વેષની પરિણતિઓ એના મહાન ગુણોની કતલ અષ્ટાનિકા કરે છે. માટે રાગાદિ પરિણતિ એ કતલખાનું છે. કર્મો જુદી-જુદી-બંગલા, ઝૂંપડા વગેરેધવસ્તુઓને ઉત્પન્ન કરી આપે છે. માટે કર્મો એ કારખાનું છે. શરીર ગંદકીથી ભરેલું હોઈને ॥ ૨ ॥ પાયખાનું છે. સ્વજનો કામચલાઉ હોઈને મુસાફરખાનું છે. અને આખો સંસાર એ કેદખાનું પ્રવચનો છે. આ પાંચ ખાનાઓમાં ફસાયેલો જીવ ! શે એનો બધામાંથી છુટકારો થાય ? ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણને નથી ગમતાં સંસારનાં દુઃખો, એથી આપણે સતત ઝાંખીએ છીએ, દુઃખોનો ક્ષય. પરન્તુ ખરેખર તો ઇચ્છવા જેવો છે, કર્મોનો ક્ષય. કર્મો જ દુઃખો લાવે છે અને કર્મો જ આપણામાં પાપ વાસનાઓ-કામ, ક્રોધ વગેરે—પેદા કરે છે. દુઃખનો નાશ એ ડાળીનો નાશ કરવા જેવું છે. કર્મોનો નાશ એ મૂળનો નાશ કરવા જેવી બાબત છે. દુ:ખનો ઉદય થાય તો સુખી મટીને માત્ર દુ:ખી થવાય, પણ પાપકર્મોનો ઉદય થાય તો ધર્મી મટી જઈને નાસ્તિક બની જવાય. માટે જ દુ:ખક્ષય કરતાં પાપક્ષય ઇચ્છવા જેવો છે. આપણા જીવનમાંથી સુખને જવું હોય તો ભલે જાવ, પણ ધરમ તો ન જ જવો જોઈએ. મોહનીય કર્મનો ભયાનક હુમલો થતાં જ મહામુનિ નંદિષણ, સાધ્વી સુકુમાલિકા, મેઘ-મુનિ, અષાઢાભૂતિ મુનિ વગે૨ે એક વાર તો કેવા પટકાઈ ગયા ? ID 3 4 44 60083 8 B. પહેલું કર્તવ્ય અમારી પ્રવર્ત્તન || ૨ ||

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210