________________
ભંડાર, અનંત સુખનો સ્વામી આપણો આત્મા બરોબર ફસાઈ ગયો છે.
પાંચ પાંચ ખાનામાં એ પુરાયો છે. રાગ-દ્વેષની પરિણતિઓ એના મહાન ગુણોની કતલ અષ્ટાનિકા કરે છે. માટે રાગાદિ પરિણતિ એ કતલખાનું છે. કર્મો જુદી-જુદી-બંગલા, ઝૂંપડા વગેરેધવસ્તુઓને ઉત્પન્ન કરી આપે છે. માટે કર્મો એ કારખાનું છે. શરીર ગંદકીથી ભરેલું હોઈને ॥ ૨ ॥ પાયખાનું છે. સ્વજનો કામચલાઉ હોઈને મુસાફરખાનું છે. અને આખો સંસાર એ કેદખાનું
પ્રવચનો
છે.
આ પાંચ ખાનાઓમાં ફસાયેલો જીવ ! શે એનો બધામાંથી છુટકારો થાય ? ખૂબ જ મુશ્કેલ કામ છે.
આપણને નથી ગમતાં સંસારનાં દુઃખો, એથી આપણે સતત ઝાંખીએ છીએ, દુઃખોનો ક્ષય. પરન્તુ ખરેખર તો ઇચ્છવા જેવો છે, કર્મોનો ક્ષય. કર્મો જ દુઃખો લાવે છે અને કર્મો જ આપણામાં પાપ વાસનાઓ-કામ, ક્રોધ વગેરે—પેદા કરે છે.
દુઃખનો નાશ એ ડાળીનો નાશ કરવા જેવું છે. કર્મોનો નાશ એ મૂળનો નાશ કરવા જેવી બાબત છે. દુ:ખનો ઉદય થાય તો સુખી મટીને માત્ર દુ:ખી થવાય, પણ પાપકર્મોનો ઉદય થાય તો ધર્મી મટી જઈને નાસ્તિક બની જવાય. માટે જ દુ:ખક્ષય કરતાં પાપક્ષય ઇચ્છવા જેવો છે. આપણા જીવનમાંથી સુખને જવું હોય તો ભલે જાવ, પણ ધરમ તો ન જ જવો જોઈએ. મોહનીય કર્મનો ભયાનક હુમલો થતાં જ મહામુનિ નંદિષણ, સાધ્વી સુકુમાલિકા, મેઘ-મુનિ, અષાઢાભૂતિ મુનિ વગે૨ે એક વાર તો કેવા પટકાઈ ગયા ?
ID 3 4 44
60083 8
B.
પહેલું
કર્તવ્ય
અમારી પ્રવર્ત્તન
|| ૨ ||