SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ || Eસંસારનું ભયાનક સ્વરૂપ કેટલો ભયાનક છે, આ સંસાર ! તે દુઃખમય છે : રોગો, ઘડપણ અને મોતના દુ:ખોને ૧ || તો મોટા વૈજ્ઞાનિકો પણ હટાવી શકતા નથી. જુવાનીમાં રોગો થાય. ક્યારેક રોગો થયા છે Uવિના-સીધું-ઘડપણ આવી જાય. ઘડપણના દુઃખો તો એટલા બધા જાલીમ છે કે, ‘તે કરતાં તો સીધું મોત ભેટી પડે તો સારું.” એવો વિચાર પણ કોઈને આવી જાય. કેટલી બધી | રોગમયતા, પરવશતા ! કેટલા બધા અપમાનો! સગા દીકરા કે પુત્રવધૂ આદિ તરફથી ! | ક્યારેક ઘડપણને ય બાજુ ઉપર રાખીને સીધું મોત ત્રાટકતું હોય છે ! 1. આ ત્રણે ય-રોગ, ઘડપણ અને મોતની બિહામણી ભયંકરતાને કારણે જ વૈરાગ્ય શતક લિગ્રન્થમાં કહ્યું છે કે, “હે જીવ ! તારી પાછળ ત્રણ જણા પડી ગયા છે : રોગ, ઘડપણ અને મોત...માટે જ્યાં સતત જાગતા રહેવાનું છે ત્યાં ઝોકું પણ ખાઈ જઈશ નહિ અને જ્યાંથી ભાગતા રહેવાનું છે ત્યાં પળ માટે ય ઊભો રહી જઈશ નહિ.' આ સંસાર આ રીતે ત્રણ મોટા દુઃખોથી તો ભીંસાયેલો છે જ, પણ તેની સાથે ગુલાબને વિચારે બાજુ કાંટા હોય તેમ સંસારના સુખો, સ્વાર્થ, કપટ, દગો, વિશ્વાસઘાત, વગેરે અનેક દુ:ખોથી ઘેરાઈ ગયો છે. પણ સબૂર ! આ સંસાર દુઃખમય છે તેથી જેટલો ભયંકર છે તેથી | થિય વધુ ભયંકર તો તે પાપમય છે માટે છે. કેટલાં બધાં પાપો છે, આ સંસારમાં ? હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, ક્રોધ, અભિમાન વગેરે... આ બધા વિના જાણે સંસારમાં જીવી શકાય જ નહિ ! આવા દુ:ખમય અને પાપમય સંસારમાં અનંત શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy