________________
છે ER આગમ રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજે ભેદ
(વર્ષ ૨પુસ્તક ૧ થી ચાલુ)
પ્રભુ મહાવીરના ૨૭ ભવેનું રહસ્ય
ભગવાન્ મહાવીર મહારાજના જીવને નયસારના ભાવમાં પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ અને ત્યાંથી સ્થળ એવા સત્તાવીશ જેની ગણત્રી કરવામાં આવી, અને સૂક્ષમ ભવે તે નયસારના ભવથી મહાવીર મહારાજના ભવ સુધી અસંખ્યાતા થએલા છે, કેમકે જે સૂક્ષ્મ ભાવ અસંખ્યાતા ન લઈએ તે મરીચિના ત્રીજા ભવથી મહાવીર મહારાજના ભવની વચ્ચે એક કોડાકોડ સાગરોપમ થઈ શકે જ નહિ, કેમકે તે સત્તાવીશ ભવમાં ચૌદ ભવ તે ઔદારિક શરીરના જ ગણાય, ફક્ત તેર જ ભવ વૈકિય શરીરના ગણએ અને તેનું આયુષ્ય એકઠું કરીએ તે સૌથી સવાસો સાગરપમ એટલે જ વખત તેમાં જઈ શકે તેમ છે, એટલે બાકીના નવાણુ લાખ નવાણુ હજાર નવસે નવાણુ ક્રોડ અને નવાણુ લાખ, નવાણ હજાર આઠસે અગર પાણી આઠમેં સાગરેપમ એટલે કાળ ભગવાન મહાવીર મહારાજને મુખ્યતાએ સ્થાવરપણામાં ગયે, એમ માનવું પડે અને તેટલા કાળમાં હરકેઈ ઔદારિક શરીરના અસં.
ખ્યાત ભ થાય તેમાં આશ્ચર્ય નથી. સમ્યક્ત્વના આર્ષોની સંગતિ
શાસ્ત્રકારના આવા સ્પષ્ટ લખાણને આશ્રીને નયસારના ભાવનું જ સમ્યફવ પહેલું ગણીએ તે સમ્યક્ત્વના આકર્ષે સત્તાવીશ સ્થળ ભાવમાં થએલા સિવાય બીજે થએલા માની શકાય એમ નથી,