________________ આદર્શ મુનિ. ર્માસ વખતે આખાયે મૂળ ગ્રંથનો અનુવાદ ગુજરાતીમાં પ્રગટ કરાવવા માટે દરેક દિશાએથી ખૂબ દબાણ થવા લાગ્યું. આથી જનતાના નિઃસ્વાર્થ પ્રેમને વશવર્તી. આ ગ્રંથના રૂપમાં ગુજરાતી અનુવાદ પ્રગટ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યા. ડાં વર્ષ પૂર્વે સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત હતી કે ગ્રંથમાં વિશેષ સંસ્કૃત શબ્દો અને સ્થળે સ્થળે અંગ્રેજી ઉકિતઓને વપરાશ થાય એટલે ગ્રંથકાર પ્રખર વિદ્વાન અથવા સાક્ષરની પંકિતમાં મૂકાતે. પરંતુ મહાત્મા ગાંધીજીએ ‘નવજીવન’ દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા આરંભ્યા પછી એ માન્યતા વિસારે પડતી ગઈ છે. મારો આ દિશામાં આ પ્રથમ પ્રયાસ છે. મારા જેવા અલ્પમતિ સરળતા કે સાક્ષરતાનો દાવો કરી શકે એમ નથી. છતાં પણ આ ગ્રંથને સામાન્ય અક્ષરજ્ઞાન સંપાદન કરેલાં સ્ત્રી પુરુષે કેઈ પણ જાતની બાહ્ય મદદ સિવાય સરળતાથી વાંચી. વિચારી અને સમજી શકે એ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી બની શકે ત્યાં સુધી તદ્દન સરળ, શુદ્ધ અને પ્રચલિત ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. હિંદી ભાષાને પદ્ધતિસરને અભ્યાસ કર્યો ન હોવા છતાં, નજીકના ભવિષ્યમાં સમસ્ત ભારતવર્ષની રાષ્ટ્રભાષાના ઉચ્ચ સ્થાને વિરાજનાર એ ગરવી ગિરા પ્રત્યે શરૂઆતથી જ માન હોવાથી અને તેનો શેખ હોવાથી આ ગ્રંથ અનુવાદનું મહાભારત કાર્ય મારા જેવા એક અલ્પમતિએ હાથ ધરી ખરેખર એક અઘટિત સાહસ ખેડ્યું છે. છતાં પણ બની શકે તેટલા બધા પ્રયાસ આદરી આ ગ્રંથ