Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક લેખક : સુશીલ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક : લેખક : સુશીલ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ, વિ. સં. ૨૦૬૪ ઈ.સં. ૨૦૦૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક પ્રતિ : ૧ ૨ ૫૦ મૂલ્ય : ૩પ-00 પૃષ્ઠ સંખ્યા : ૧૬ + ૧૨૮ કુલ : ૧૪૪ પહેલી આવૃત્તિ : વિ.સં. ૨૦૦૨, ઈ.સ. ૧૯૪૫, પુનર્મુદ્રણ : વિ. સં. ૨૦૬૪, ઈ.સ. ૨૦૦૮ : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા Co. અજંતા પ્રિન્ટર્સ ૧૪ બી, સત્ત- તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ -૧૪. ફોનઃ (ઓ) ૨૭૫૪પપપ૭, (-હે.) ૨૦૦૯૨૭ શરદભાઈ શાહ વિજયભાઈ બી. દોશી ૧૦૨, વી. ટી. એપાર્ટમેન્ટ, (મહુવાવાળા) દાદાસાહેબ પાસે, સી-૬૦૨, દત્તાણીનગ-, કાળાનાળા, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. –ડ, ભાવનગર-૩૬૪૦૦૧. બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ ફોન : ૨૪૨૩૭૯૭. મોબાઈલ : ૯૮૨૦૪ ૭૮૮૦૪ મુદ્રકઃ કિરીટ ગ્રાફીકસ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટ-, -તનપોળ, અમદાવાદ-૧. ફોન: ૦૭૯-૨૫૩પર૦૦ર Page #4 -------------------------------------------------------------------------- ________________ “કુદરતનાં બળો ઉપર વિજય વર્તાવવામાં તો માણસે પોતાની શક્તિની કમાલ કરી બતાવી છે. પર્વતોના દુર્ગમદુર્ભેદ્ય શિખરોને વટાવીને આજે આપણે ગમે ત્યાં જઈ શકીએ છીએ. અરણ્યો અને મહાસાગરોને વીધવા એ તો રમતવાત થઈ પડી છે. દિલ્હીમાં બેઠા આપણે લંડનની ઘડિયાળના ટકોરા સાંભળી શકીએ છીએ.” પશ્ચિમના વિજ્ઞાનીની આ પ્રકારની આત્મશ્લાઘા સાંભળી એક પૌર્વાત્ય તત્ત્વવેત્તાએ કહેલું કે : “તમારી સંસ્કૃતિ ખરેખર ગજબની છે. તમે દરિયાના પાણીમાં માછલીની જેમ તરી શકો છો, હવામાં પંખીની જેમ ઊડી શકો છો, માત્ર માનવીની જેમ પૃથ્વી ઉપર કેમ જીવવું તે હજી તમને નથી સમજાયું.” માણસે પોતાના કષાયો ઉપર કેવી રીતે વિજય વર્તાવવો, ક્રોધ અને આવેશમાંથી ક્ષમા અને કરુણાનું સંગીત કેમ ઉપજાવવું, લોભ-લાલચમાંથી નિ:સ્પૃહતા અને અપરિગ્રહતાનાં સ્વર્ગીય પુષ્પો કેમ પ્રગટાવવાં એ આપણે ભૂલી ગયા છીએ. જ્યાં સુધી માનવી અંતર્મુખ નહિ બને - ઉપશમ અને મૈત્રીની શક્તિ નહિ કેળવે ત્યાં સુધી વિજ્ઞાનનું બળ, બાળકના હાથમાંની કાતિલ છરી જેવું જ ભયંકર રહેવાનું. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા સમરાદિત્ય-કથા ઉપશમ અને સંવેગની એક મહાનદી છે. જે કોઈ ધ્યાન અને શ્રદ્ધાથી એ કથા સાંભળે યા વાંચે તે ઉપશમનાં અમૃતછાંટણાંથી છંટાયા વિના ન રહે. જૈનસંઘના સાહિત્યભંડારમાં ઉપશમરસથી ભરેલી આવી બીજી કથા નથી. કથાઓ અને ચરિત્રો લખવામાં જૈન શ્રમણો એક દિવસે સિદ્ધહસ્ત હતા. સાદી-સહજ ભાષામાં એમણે કથાઓ રચીને – પ્રચાર કરીને ભવદુઃખના અનેક કોયડાઓ ઉકેલ્યા છે. બુદ્ધિ અને વ્યવહારચાતુરી જ્યાં ન ફાવે - માણસની મતિ મૂંઝાઈ જાય ત્યાં એમણે કર્મબંધ અને કર્મના વિપાકની ગહન વિચારશ્રેણીઓ લોકભોગ્ય ભાષામાં રજૂ કરી વિવિધ દૃષ્ટાંતોથી દઢીભૂત કરી, બીજે ક્યાંયથી ન મળી શકે એવું શ્રદ્ધાળુઓ-બુદ્ધિમાનો અને સત્તાધિકારીઓને આશ્વાસન આપ્યું છે; અંતરમાં દૃષ્ટિ કરવાની અને ભવોભવ રઝળાવતા આંતરરિપુઓથી સાવચેત રહેવાની પ્રેરણા આપી છે. એ કથામંદિરનો સોનેરી કળશ તે આ સમરાદિત્યકથા. જીવન એટલે સંગ્રામ અથવા સંઘર્ષણ. આપણે રોજના વ્યવહારોમાં ગમે તેટલા સાવધ રહીએ, તો પણ અણધારી દિશામાંથી જ્યારે કોઈ સંતાપની વાળા ભભૂકતી આપણી સામે ચાલી આવે છે ત્યારે આપણે હતાશ બનીને પૂછીએ છીએ : “આનું શું કારણ ? જેણે કોઈનું બૂરું નથી ચિંતવ્યું - જે અજાતશત્રુ છે, તેની ઉપર આ આફત ક્યાંથી તૂટી પડી ?” જ્યારે એ સમસ્યા ઉકેલાતી નથી – સંસાર આખો અન્યાય અને અંધકારથી ઊભરાતો લાગે છે ત્યારે Page #6 -------------------------------------------------------------------------- ________________ પાંચ ભવવૈદ્ય જેવા શ્રમણો કહે છે કે એકલા આ ભવના જીવનની સમીક્ષા કરવાથી મૂળ નિદાન નહિ સૂઝે. ભવોની આખી પરંપરા તપાસવી પડશે. અનંતકાળનો યાત્રિક, માત્ર એક ભવના કારણ કે સંબંધોની ઘટમાળ તપાસતો બેસી રહે તો તેને કદી પણ જીવનદૃષ્ટિ ન જડે. જીવનને જોવાની-સમજવાની અને અંતિમ ધ્યેય સિદ્ધ કરવાની જેને થોડી પણ ધગશ હોય, તેણે આખી ભવપરંપરા તપાસવી જોઈએ. તો જ સંસારના અનેકવિધ કંકોમાં ભવ-ભવાંતરનાં અનેક બીજો છૂપાયેલાં દેખાય. સમરાદિત્ય કથા એક ભવ કે એક જીવનની કથા નથી. નજીવા કૌતુક કે કુતૂહલમાંથી વેરનું કેવું સૂક્ષ્મ બીજ વવાય છે અને બીજી તરફ ઉગ્ર તપસ્વી પણ કસોટીની પળોમાં કેવો દીન-દુર્બળ બની જાય છે અને પછી વેર અને ઉપશમનાં સંઘર્ષણ-ચક્રો ભવ-ભવાંતર સુધી કેવા ચાલતાં રહે છે, તે આ કથાના વાંચનથી જણાશે. આ પુસ્તકમાં તો જોકે એ ચરિત્રોને થોડા ટૂંકાવવામાં આવ્યાં છે અને કેટલાક સીધા ઉપદેશો જતા કરવા પડ્યા છે, છતાં એ કથાના મૂળ આશયને જાળવી રાખવાનો દરેક પ્રયત્ન કરવામાં આવ્યો છે. વેરથી વેર કદી નહિ શમે-વેરને શમાવવા ઉપશમ જ જોઈએ, એ શ્રમણ સંસ્કૃતિનો પ્રધાન સૂર છે. શ્રમણવૃત્તિ અને ઉપશમ વસ્તુતઃ એક જ વસ્તુના પર્યાયો છે. લોહીવાળું વસ્ત્ર સાફ કરવું હોય તો લોહીથી નહિ પણ નિર્મળ જળથી જ ધોવાવું જોઈએ. વેર-ક્રોધવિદ્વેષ ઉપર વિજય વર્તાવવો હોય, સ્વાર્થ-લોભ-મોહ જેવા કષાયોના કાંટા ખેંચી કાઢવા હોય તો મૈત્રી અને કરુણા, ઉપશમ તથા સવેગનો આશ્રય લીધા વિના બીજો કોઈ રાજમાર્ગ નથી. શ્રમણ-તપસ્વીઓએ ભવપરંપરાના મૂળ નિદાન તપાસ્યા પછી એ જ નિષ્કર્ષ કાઢ્યો છે. કથાઓમાં, ઉપદેશોમાં એમણે એ જ વાત જુદે જુદે રૂપે કહી છે. સામાન્ય રીતે જોવાની સામે તેવા થવાની વાત આપણે કહીએ છીએ. શઠ કે સંતાનની સામે જો શકતા કે સેતાનિયત ન બતાવીએ તો જીવાય Page #7 -------------------------------------------------------------------------- ________________ જ નહિ, એમ માનીએ છીએ – અને આ સૂત્ર ઉપર ઘણો વાદવિવાદ પણ થયો છે. જેવાની સામે તેવા થવાની વાત વસ્તુતઃ વદતોવ્યાઘાત છે. આપણે આ વિવાદમાં અહીં નહિ ઊતરીએ. પણ એટલી વાત તો દીવા જેવી છે કે જો ઘરમાં ક્યાંય ભડકો થયેલો દેખાય તો તેને ઓલવવા આપણે ઠંડા પાણીની ડોલ જ લઈ આવવાના. એ વખતે એમ નહિ કહીએ કે આ આગની સામે થવા માટે, બીજી પ્રચંડ આગ જ સળગાવવી જોઈએ. ઠંડીના દિવસોમાં ધ્રુજારી અનુભવતા હોઈએ છીએ ત્યારે ઠંડીનું નિવારણ કરવા આપણે ભીનાં કપડાં શરીરે નથી વીંટાળતા - કાં અગ્નિ પેટાવીએ છીએ, કાં ગરમ વસ્ત્રો ઓઢી લઈએ છીએ. મૂરખની સાથે જો આપણે પણ મૂરખ બનીએ તો વહેવાર આગળ ન ચાલે. એ જ પ્રમાણે ક્રોધ, વેર, ઇર્ષા, દ્વેષની સામે જો ક્રોધ, વેર, ઇર્ષા આદિ કષાયોનો જ પ્રયોગ કરીએ તો શાંતિ, મૈત્રી, સમાધાન એ બધાં મૃગજળ જેવાં જ રહી જાય. આ કથાના મૂળ નાયક ગુણસેન, છેલ્લે જ્યારે સમરાદિત્ય મહામુનિ બને છે, ત્યારે પણ ઉપશમના એક સરખા આરાધક રહી શક્યા છે. વેરની ધગધગતી જ્વાળાઓ સામે એમણે ઉપશમની ધારાઓ જ. વરસાવી છે. એમણે કદી પણ આક્રોશ, આવેગ કે ઉગ્રતાનો આશ્રય નથી લીધો. માનવી ઘણીવાર ખરી કટોકટીની વેળાએ સહેજ નબળાઈ દાખવે છે અને ફરી પાછો અધ:પતન પામે છે. સમરાદિત્યમાં એવી કોઈ દુર્બળતા નથી દેખાતી. એનું એક જ કારણ છે : એમને જીવનદષ્ટિ લાધી હતી – ઉપશમથી જ વેર કે ક્રોધને નિષ્ફળ બનાવી શકાય, એ સૂત્ર એમણે પચાવી લીધું હતું. સમરાદિત્યની કથામાં એક રીતે શ્રમણ સંસ્કૃતિનો સંપૂર્ણ મહિમા સમાઈ જાય છે. આ વખતે “જૈન”ના આ ભેટપુસ્તકમાં વધારે વિલંબ થવા પામ્યો છે. આશા છે કે ગ્રાહકો એ દરગુજર કરશે. – પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ સાત yopolseup salo? લેખક સુશીલના નામનું જાદું હતું. એક એનો જમાનો હતો. અત્યારે એની એક પણ કોપી મળતી નથી. તેની કલમમાં જાદુ હતો. વાચક ખેંચાયાજ કરે. સમરાદિત્યચરિત્ર આપણાં શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેનાં ભવોની વાત આટલી સુંદર રીતે સજ્જ ભાષામાં વાચકોને વાંચવી ગમશે. શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ Page #9 -------------------------------------------------------------------------- ________________ આ કથાના મૂળ લેખક પરિચય કરાવવો આવશ્યક છે. આઠ શ્રી હરિભદ્રસૂરિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનો થોડો શ્રી હરિભદ્ર મૂળ તો ચિત્તોડના મહારાજાના રાજપુરોહિત હતા. પુરોહિત એટલે માત્ર ધાર્મિક ક્રિયાકાંડ કરાવનારા અથવા તો ક્વચિત્ રાજકારણમાં સલાહ-સૂચના આપનારા દરબારી હશે એમ નહિ. અગાધ પાંડિત્ય અને સતત સ્ફુરાયમાન પ્રતિભાશક્તિએ હરિભદ્રને બ્રાહ્મણત્વના સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા હતા. હરિભદ્ર, ચિત્તોડના - ખરી રીતે તો મેવાડના જ્યોતિઃસ્વરૂપ હતા. મેવાડનું રાજ્ય શ્રી હરિભદ્રના પુરોહિતપણાને લીધે વધુ ગૌરવાન્વિત બન્યું હતું. ચિત્તોડના મહારાજા હિરભદ્રનું બહુમાન કરતા. ઊછરતી વયમાં જેની વિદ્વત્તાની કીર્તિ દિગંતવ્યાપી બને, રાજામહારાજાઓ પણ જેને અભિવંદે-સન્માને અને જેની ચરણરજ પામી શિષ્યો પોતાને કૃતકૃત્ય માને તેને મદનું ઘેન ન ચડે તો તે માણસ નહિ, દેવદૂત જ ગણાય. હરિભદ્ર માનવી હતા. વિદ્વત્તા અને પ્રતિષ્ઠાએ એમના અંતરમાં થોડો ઉન્માદ ભર્યો હતો. હરિભદ્ર રાજદરબારમાં જવા સારુ સુંદર-શણગારેલી શિબિકામાં બેસતા. એ વખતે આગળ ચાલતા શિષ્યોના કંઠમાંથી નીકળતી ગુરુદેવની બિરુદાવલી આકાશને ભરી દેતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘સરસ્વતીકંઠાભરણ-હરિભદ્ર કી જય !'' વૈયાકરણપ્રવણ ન્યાયવિદ્યાવિચક્ષણ હરિભદ્ર કી જય !' “વાદિમતંગજ કેસરી-વિપ્રજન નરકેસરી હરિભદ્ર કી જય !'' શિબિકાને ફૂલના દડાની જેમ હીલોળતા વાહકો પણ જાણે મેવાડની કોઈ વિભૂતિને પોતાની કાંધ ઉપર સ્થાપીને લઈ જતા હોય એવો ઉલ્લાસ દાખવતા. નગરજનો શિબિકામાં બેઠેલા વિપ્રજન નરકેસરીને બે હાથ જોડી નમસ્કાર કરતા. { નવ એક દિવસે અચાનક જ હરિભદ્રની દૃષ્ટિએ જિનદેવની પ્રતિમા ચડી. વૈભવ અને પ્રતિષ્ઠાનો જ્વર તો હરિભદ્રને ચડ્યો જ હતો. એ જિન-પ્રતિમા એમને કોઈ ભૂખથી રિબાતા રાંક જેવી લાગી. એમનાથી બોલી જવાયું : वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्नभोजनम् न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाद्वलः ॥ તમારો દેહ જ મિષ્ટાન્ન પ્રત્યેનું મમત્વ બતાવે છે. જે ઝાડના થડમાં દેવતા ભર્યો હોય તે કંઈ થોડું જ ફૂલીફાલી શકે ? પણ એ વિપ્રજન નરકેસરીનો મદ-જ્વર થોડા દિવસમાં જ ઊતરી ગયો. વખત આવ્યે જિનદેવનું વીતરાગત્વ એમને સમજાયું. જ્યાં ભૂખનો ભાસ થતો હતો, ત્યાં વસ્તુતઃ વીતરાગતા જ હતી. માત્ર દૃષ્ટિદોષને લીધે જ એ નહોતી સમજાઈ, એમ એમણે કબૂલ કર્યું. હરિભદ્ર જેવા રાજમાન્ય પુરોહિતના જીવનમાં આ પ્રકારનો પલટો અચાનક શી રીતે આવ્યો ? જે હરિભદ્ર શાસ્ત્રાર્થ કરવા અને પ્રતિવાદીને પરાજિત કરવા સતત કટિબદ્ધ રહેતા, એમના અંતરનાં બારણાં એક જ ટકોરે કોણે ઉઘાડી નાંખ્યાં ? એ હતા માતૃસ્વરૂપી એક આર્યા-મહત્તરા. હરિભદ્રે પોતે પોતાના પ્રત્યેક ગ્રંથમાં આ યાકિની મહત્તરાનું ભક્તિભાવ સાથે સ્મરણ કર્યું છે, પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવવામાં ગૌરવ માન્યું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ દસ બન્યું એવું કે રાજપુરોહિત હરિભદ્ર એકવાર પગે ચાલીને જતા હતા. રસ્તામાં એક ઠેકાણે કોઈ શ્લોક ગોખતું હોય એવો અવાજ આવ્યો. અવાજ નારીકંઠનો હતો. બરાબર ધ્યાનપૂર્વક એ શ્લોક સાંભળવાનો, એનો અર્થ બેસાડવાનો હરિભદ્ર પ્રયત્ન કર્યો. પણ બરાબર સમજણ ન પડી. હરિભદ્ર એમ માનતા કે શાસ્ત્ર-સાહિત્યનો કોઈપણ શ્લોક પોતે ન સમજી શકે એવું ન બને, છતાં પોતાને એમ લાગે કે પોતે ન સમજ્યા તો પોતાની એટલી અપૂર્ણતા કબૂલીને સામાના શિષ્ય બની જાય. હરિભદ્ર જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં ગયા. એ પ્રૌઢ માતા – જેણે સ્વચ્છ, શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, જેની વાણી અને દૃષ્ટિમાંથી પણ અહિંસાને સ્વાભાવિક એવી વત્સલતા-વિશ્વપ્રીતિ વરસતી હતી, તેની સામે જોઈને હરિભદ્રનું હૃદય દ્રવી પડ્યું : “માતા ! આપ શું ગોખો છો ? કંઈ સમજાતું નથી !' આર્યા-માતાએ ફરી એ જ શ્લોક કહી સંભળાવ્યો : चक्की दुगं हरि पणगं, पणगं चक्कीणं केसवो चक्की केसव चक्की केसव दुचक्की केसव चक्की य - (પ્રથમ બે ચક્રવર્તીઓ થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રીઓ તે પછી એક વાસુદેવ ને એક ચક્રી. તે પછી કેશવ અને ચક્રવર્તી, પછી કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.) વધુ સ્પષ્ટીકરણ કરવાની વિનંતી કરી, એટલે સાધ્વીજીએ કહ્યું : અમને જિનાગમોનો અભ્યાસ કરવાની છૂટ છે, પણ તે વિશે વિવેચન કરવાનો અધિકાર નથી. તમારી ઇચ્છા હોય તો હું તમને મારા ગુરુદેવ સમીપે લઈ જાઉં.” Page #12 -------------------------------------------------------------------------- ________________ અગિયાર હરિભદ્રને સાધ્વીજી પોતાના ગુરુ પાસે લઈ ગયાં. પ્રથમ પરિચયે જ હરિભદ્રનો પાંડિત્યનો ઉન્માદ ઓસરી ગયો. એક વૃદ્ધ સાધ્વીના મુખનો સામાન્ય શ્લોક પણ પોતે ન સમજી શક્યા, તે બદલ એમને ઊંડો અનુતાપ થયો. વિદ્યાની નજીવી મૂડી ઉપર પોતે કેટલું ભારે અભિમાન ધરાવી રહ્યા હતા તે સમજાયું. “આજ સુધી હું મૂર્છિત હતો - મારો મદ આજે ઊતરી ગયો છે.’’ એમ કહી હરિભદ્રે જિનભટ્ટસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. પાંડિત્ય અને પ્રતિભા તો જન્મથી જ એમને વર્યાં હતાં. શ્રમણ-નાયકોની પરંપરામાં શ્રી હરિભદ્રસૂરિનું નામ ઝળહળી ઊઠ્યું. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનો સુંદર સમન્વય હરિભદ્રસૂરિએ કરી બતાવ્યો. તેજસ્વિતા અને તપસ્વિતા સાથે કરુણતાનું સંમિશ્રણ પણ હરિભદ્રસૂરિના જીવનમાં થયેલું દેખાય છે. એમના બે શિષ્યો જે સૂરિજીના સંસારીપણાના ભાણેજ થતા હતા અને સૂરિજીનો જેમની ઉપર અગાધ પ્રેમ હતો, તેઓ બૌદ્ધોની એક વિદ્યાપીઠમાં ભણવા ગયેલા. પણ પાછળથી તેઓ જૈન છે, એમ જણાતાં એમની હત્યા કરવામાં આવેલી. એ ઘટનાએ હરિભદ્રસૂરિના વિરક્ત અંતરમાં ઊંડો દાહ પ્રગટાવેલો. એક વખતના શક્તિશાળી રાજપુરોહિત પોતાનું શ્રમણપણું ભૂલી ગયા. વેર લેવાની વૃત્તિથી સુરપાળ રાજાની સભામાં બૌદ્ધ પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી, એક પછી એક બૌદ્ધ આચાર્યોને પરાજિત કરી, અગાઉથી નક્કી કરી રાખેલી શરત પ્રમાણે, ઊકળતી તેલની કડાઈમાં એમણે ઝીંકવા માંડ્યા. છ જણ તો નામશેષ થઈ ગયા. ઠેકઠેકાણે સનસનાટી વ્યાપી ગઈ ! આ વેર ! આ હિંસા ! આ પ્રતિશોધ ? સૂરિજીને તો ૧૪૪૪ જેટલા બૌદ્ધોને આ પૃથ્વીની પીઠ ઉપરથી ભૂંસી નાખવા હતા. હંસ અને પરમહંસ જેવા પોતાના વહાલા શિષ્યોના વધના બદલામાં એમણે ૧૪૪૪ બૌદ્ધ પંડિતોને ઊકળતી Page #13 -------------------------------------------------------------------------- ________________ બાર તેલની કડાઈમાં તળી નાખવાનો નિર્ધાર કરી રાખ્યો હતો. એમના ક્રોધની પરિસીમા જ નહોતી રહી. એટલામાં એમના ગુરુદેવશ્રી જિનભટ્ટનો સંદેશો આવ્યો. એ સંદેશામાં શું હતું, તે આ પુસ્તકના વાચકો ઉપસંહારમાં જોશે. પાંડિત્ય, પ્રતિભા, તેજસ્વિતા અને શક્તિના ઝરારૂપ હોવા છતાં હરિભદ્રસૂરિ શિથિલાચાર સાંખી શકતા નહિ. એમના જમાનામાં જૈન શ્રમણો આચાર-પરંપરામાં થોડા થોડા ઢીલા પડેલા દેખાય છે. હરિભદ્રસૂરિએ એમની ઝાટકણી કાઢવામાં બાકી નથી રાખી. એમના અષ્ટકો, ષોડશક, પંચાશક વગેરે ગ્રંથોમાં એ વખતે પ્રવર્તતી શિથિલતાનો અને સૂરિજીના પુણ્યપ્રકોપનો આભાસ મળે છે. એ સર્વ ઉપરાંત હરિભદ્રસૂરિજીની મધ્યસ્થતા અને વિનમ્રતા તો સૂરિજીના જીવનમાં, સુવર્ણ કળશ જેવી દેદીપ્યમાન લાગે છે. “મને વીરને વિશે પક્ષપાત નથી, તેમ કપિલાદિને વિશે દ્વેષ નથી – હું તો જેના કથનમાં યુક્તિ અથવા યથાર્થતા હોય તે જ સ્વીકારનારો છું.” એમ નિર્ભયપણે વિશ્વના સર્વ દર્શનીઓ વચ્ચે ઉચ્ચારવાની તાકાત તો હરિભદ્રસૂરિ જેવા પુરુષમાં જ હોઈ શકે. ઊંડી શ્રદ્ધા સાથે વિનયનમ્રતાનો કેવો મધુર રણકાર એ ઉતારોમાં સંભળાય છે ? ક્રમે ક્રમે સૂરિજીએ વિદ્વત્તાની સાથે સહૃદયતાનો પણ ખૂબ વિકાસ સાધ્યો હોય-સહેજે એ પ્રકારની મનોવૃત્તિ કેળવાઈ હોય એમ લાગે છે. બીજા તર્ક-ન્યાયના શાસ્ત્રીઓ જ્યારે વિરોધીને અવગણે છે – તિરસ્કારે છે - તરણાની તોલે માને છે, ત્યારે હરિભદ્રસૂરિ વિરોધી પ્રત્યે પણ સન્માન દાખવે છે : વિપક્ષી પોતાનો બંધુ હોય એમ માની એનો દૃષ્ટિકોણ સમજવા-સમજાવવા મથે છે. પ્રકૃતિવાદના પુરસ્કર્તા મહર્ષિ કપિલના દૃષ્ટિકોણનો પરિચય કરાવતાં સૂરિજી, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, પૂરેપૂરું સૌહાર્દ દાખવે છે : Page #14 -------------------------------------------------------------------------- ________________ તેર एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि कपिलोक त्वतश्चैव दिव्यो हि स महामुनिः આ પ્રકૃતિવાદ પણ સત્ય જ સમજવો; કારણ કે મહર્ષિ કપિલે જેઓ દિવ્ય મહામુનિ હતા તેમણે કહેલો છે. બૌદ્ધોને શૂન્યવાદ પણ નકામો નથી, એ પણ તત્ત્વજ્ઞ મહાપુરુષે જ પ્રબોધેલો છે. एवं च शून्यवादोऽपि तद्विनयानुगुण्यतः अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्ववेदिना એ પ્રમાણે શૂન્યવાદ પણ મુમુક્ષુઓના હિતને માટે જ તત્ત્વજ્ઞ મહાપુરુષોએ પ્રબોધેલો જણાય છે. ગૌતમ બુદ્ધને પણ સૂરિજી બહુમાન અને વિનયપૂર્વક મહામુનિ તરીકે ઓળખાવે છે. આ નમ્રતા અને સરળતા જોતાં પાંડિત્ય અને ઉપશમ સૂરિજીની રગેરગમાં પરિણમી ગયાં હોય એવી પ્રતીતિ મળે છે. બૌદ્ધો સામે વેર લેવાની વૃત્તિનું એમણે ૧૪૪૪ ગ્રંથો રચીને પ્રાયશ્ચિત્ત કરવાનું નક્કી કર્યું હતું. એમાંના બધા તો નહિ પણ લગભગ ૪૫ જેટલા ગ્રંથો મળે છે. કોઈ કોઈ માને છે કે ૧૪૪૪ પુસ્તકો નહિ, પણ પ્રકરણો જ ગણવાનાં છે. સૂરિજીએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રંથોની જે વૃત્તિઓ રચી છે, તેમાં તેમણે પોતાનો પરિચય યાકિની પુત્ર તરીકે કરાવ્યો છે. અનેકાંતજયપતાકા અને સમરાદિત્ય કથા એ ગ્રંથોને ‘‘ભવવિહાંકિત’ કર્યા છે, એ ઉ૫૨થી યાકિની મહત્તરાનો ઉપકાર અને ગુણી શિષ્યોનો વિરહ, હરિભદ્રજીના જીવન સાથે વણાઈ ગયાં હોય એમ લાગે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ તલાલ | | / / '' | - - સ્વ. ચંદ્રકાંતભાઈ મણિલાલ શાહ પરિવાર (અમદાવાદ) હ. મીલનભાઈ, ઉર્મેશભાઈ. - - - - - સ્વ. ચંદ્રાવતીબેન પનાલાલ શાહ પરિવાર (અમદાવાદ) હ. સોનલબેન રાજુભાઈ શાહ |. શાંતિલાલ કપૂરચંદ મહેતા (જેસર, તા.મહુવા) - કુસુમબહેન કે. ડી. મહેતા (જેસરવાળા) હાલ કાંદીવલી (પશ્ચિમ) Page #16 -------------------------------------------------------------------------- ________________ પંદર અનુક્રમ - ... ............ વિષય ૧. ખંડ પહેલો. ૨. ખંડ બીજો ... ૩. ખંડ ત્રીજો ... જ ખંડ ચોથો . ૫. ખંડ પાંચમો. ................. .... Page #17 -------------------------------------------------------------------------- ________________ સોળ सम्मदिठ्ठी जीवो जइवि हु पावं समायरे किंची अप्पो सि होइ बंधो जेण न निद्धंधसं कुणइ જેને સમ્યગ્દષ્ટિ લાધી છે, તે જો કે થોડું પાપ પણ કરે, પણ તેના કર્મબંધ અલ્પ હોય; કારણ કે એ નિર્ધસપણે-નિર્દયપણે હિંસાદિ નથી કરતો. तंपि हु सपडिक्कमणं सप्परिआवं सउत्तरगुणं च खिप्पं उवसामेइ वाहिव्व सुसिख्खीओ विज्जो થોડું પાપ થઈ ગયું હોય તેનેઅલ્પ કર્મબંધને પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી તે તત્કાળ ઉપશમાવે છેસુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શમાવે તેમ. Page #18 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક (શ્રમણ સંસ્કૃતિની ઉપશમ કથા) Page #19 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો (૧) ગુણસેન એના માતાપિતાનો લાડકવાયો હતો, તેટલો જ પ્રજાનો પણ લાડીલો યુવરાજ હતો. સંયમ અને વિનય એને જન્મથી જ વર્યા હતા. સ્વચ્છંદી મિત્રો, ખુશામતખોર દરબારીઓ અને રાજપ્રકરણી પ્રપંચીઓની છાયાથી તે સો ગાઉ દૂર રહેતો. એની માત્ર એક નબળાઈ હતી, એ જરા કીડાપ્રિય હતો. કૌતુક અને વિનોદમાં એને રસ પડતો. જીવનમાં આનંદ-વિનોદને સ્થાન છે અને તે રહેવું જોઈએ. કેટલાકો તો એટલે સુધી કહે છે કે આનંદમાંથી જ આ જગત જન્યું છે અને આખરે આનંદમાં જ વિલીન થવાનું છે. માત્ર એ આનંદ નિર્દોષ હોવો જોઈએ. કોઈને પીડા ઉપજાવે, કોઈની વેરવૃત્તિને ઉશ્કેરે એવો એ આનંદ ન હોવો જોઈએ. એક દિવસે ગુણસેન પોતાની ક્રીડાની મર્યાદા ભૂલ્યો. અગ્નિશર્મા નામના બ્રાહ્મણ યુવાનને જોતાં જ એનું કુતૂહલ વિરાટ રમણે ચડ્યું. અગ્નિશર્મા માણસ છે - માટીનું પૂતળું નથી, એને પણ હર્ષ-શોક અથવા સ્વમાન, પ્રતિષ્ઠા જેવું હોઈ શકે, એ વાત ગુણસેનના લક્ષ બહાર ચાલી ગઈ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો અગ્નિશર્માને જોતાં જ ગુણસેન આકર્ષાયો. એનું એક ખાસ કારણ હતું. એ ઘણો કદરૂપો હતો, પણ એમાં અગ્નિશર્માનો દોષ નહોતો. બીજી રીતે જોતાં અગ્નિશર્મા એક પ્રસિદ્ધ અગ્નિહોત્રી-કર્મકાંડી બ્રાહ્મણનો પુત્ર હતો. પૂર્વના કોઈ કર્મને લીધે તેનો દેહ એવો આકાર પામ્યો હતો કે પશુદેહ અને માનવદેહનું આવું વિચિત્ર સંમિશ્રણ જોઈ, કોઈને પણ કોતુક થયા વિના ન રહે. ત્રિકોણના આકાર જેવા એના મસ્તકની અંદર પીળી બે આંખો તગતગતી. નાક તો એવું ચપટું હતું કે ભૂલથી વિધાતાએ ત્યાં ટપલી મારીને નસકોરાં ઊંડાં ઉતારી દીધાં હોય એમ લાગે. કાનની જગ્યાએ માત્ર બે મીંડાં જ હતાં અને દાંત જોયા હોય તો દિવસે પણ વિકરાળ લાગે. હાથ પણ વાંકા અને ટૂંકા હતા. પેટ મોટું ગોળા જેવડું તો ગળું સાવ સાંકડું. સુથાર કે કુંભાર પણ આના કરતાં સારી, પ્રમાણયુક્ત લાકડાની કે માટીની આકૃતિ ઉપજાવી શકે. અગ્નિશર્માને જોઈને, પહેલે જ દિવસે ગુણસેન ખડખડાટ હસી પડ્યો. પછી જ્યારે કુંવરની આજ્ઞાથી અગ્નિશર્માએ અણઘડ નૃત્ય કરી બતાવ્યું ત્યારે તો ગુણસેન ગાંડા જેવો થઈ ગયો. અગ્નિશર્માને પોતાની સામે જોઈને કોઈ હસે કે ટીખળ કરે એ નહોતું ગમતું. પણ હવે તો એ ઘણેખરે અંશે એ આફતથી ટેવાઈ ગયો હતો. એ જ્યાં જ્યાં જતો – જે જે રસ્તેથી નીકળતો ત્યાં ત્યાં તેની છડેચોક મશ્કરી થતી. અગ્નિશર્મા તે શાંતિથી સહી લેતો - શાંતિથી એટલા માટે કે એના પ્રતિકારનો એની પાસે બીજો કોઈ ઈલાજ નહોતો. એના પિતા યજ્ઞદત્તને પણ બહુ લાગી આવતું. પરંતુ એ રાજયાશ્રિત બ્રાહ્મણ હવે શાપ આપવાની કે એવી બીજી કોઈ શક્તિથી રહિત હતો. લોકો એ જાણતા હતા. Page #21 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક પહેલા થોડા દિવસ તો અગ્નિશર્માને નચાવીને-ખીજવીનેદોડાવીને ગુણસેને અને તેના સાથીઓએ વિનોદ મેળવ્યો. પણ એ વિનોદ જ્યારે જૂનો થયો ત્યારે અગ્નિશર્માને બીજી શી રીતે પીડવો એની તદબીરો શોધાવા લાગી. ४ એક જણે સૂચવ્યું : ‘‘આ શર્માને ગધેડા ઉપર બેસાડીને ગામમાં ફેરવ્યો હોય તો મજા પડે ! ગામના લોકો બિચારા એવો ખેલ કર્યો દિવસે જોવાના હતા ?'' બીજાએ ઉમેર્યું : “તો તો પછી શર્માને શણગારવા પડશે. માથું મુંડાવેલું છે એટલે એ તકલીફ તો નહિ લેવી પડે - પણ ગળામાં એક ફૂલહાર નાખવાની જવાબદારી મારા માથે.” એ માત્ર ફૂલહાર બોલ્યો, પણ એના મનમાં જૂના જોડા જ હતા, એ વાત સૌ સાનમાં સમજી ગયા. પછી તો શૃંગારનો વિષય જેમ જેમ ચર્ચાતો ગયો, તેમ તેમ સૌએ અગ્નિશર્માના રૂપ-સૌંદર્યને શોભે તેવી દરખાસ્તો મૂકી. આખરે એ ઠરાવ પસાર થયો. ગુણસેને પણ એમાં ઉલ્લાસ દર્શાવ્યો. અગ્નિશર્માના વરઘોડામાં બાળકોનાં ટોળાં જોડાયાં - મદભરી સવારી સાથે તૂટેલા સુપડાનું એક છત્ર અને ફૂટેલો ઢોલ પણ હાજર થઈ ગયો. વરઘોડો આખા ગામમાં ફર્યો. શર્માને એ વાત મુદલ ગોઠી નહિ, પણ જેના રાજ્યમાં રહેવું હોય તે રાજ્યનો યુવરાજ પોતે જ જ્યાં સંમતિ આપતો હોય - આગળ પડતો ભાગ લેતો હોય ત્યાં એક ગરીબ બ્રાહ્મણનું શું ગજું ? ક્ષત્રિયોના વર્ચસ્વ, દીન-અલ્પારંભી બ્રાહ્મણત્વને, એ કાલે દાબી દીધું હતું. ક્ષત્રિય જ માનવીનો રક્ષણહાર હતો. બ્રાહ્મણ બહુ બહુ તો યજ્ઞ-યાગ કરાવે, મોટી દક્ષિણા દાન સ્વરૂપે સ્વીકારી વેદવિહિત ક્રિયાકાંડમાં પોતાનું જીવન વીતાવે એનામાં અન્યાયનો ખુલ્લો પ્રતિકાર કરવાની શક્તિ નહોતી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો યજ્ઞદત્ત સામાન્ય પુરોહિત હતો. એ પોતાના પુત્રની આવી પજવણી જોઈ ઊંડા નિઃશ્વાસ નાખતો. અગ્નિશર્મા પણ યુવરાજની આવી ક્રીડા-અતિશયતા જોઈ થાકી ગયો હતો. ગામ છોડવા સિવાય એના માટે બીજો કોઈ માર્ગ નહોતો રહ્યો. એક દિવસે યુવરાજે જ્યારે અગ્નિશર્માની તપાસ કરાવી ત્યારે તે પોતાના રાજ્યની સીમા છોડીને ચાલ્યો ગયેલો હોવાની હકીકત મળી. મ ગુણસેન રોજની તોફાની રમતનું એક રમકડું ખોવાઈ ગયું જાણી નિરાશ થયો. અગ્નિશર્માને હવે શોધી શકાય એવું નહોતું. જો એકવાર હવે એ હાથમાં આવે તો પશુની જેમ જ એને રાંઢવાથી બાંધી રાખવાનો-બહાર જવા જ ન દેવાનો મનસૂબો ગોઠવ્યો. પણ અગ્નિશર્મા તો ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી આ ગામમાં પાછું ન આવવું, એવો નિશ્ચય કરીને જ ગયો હતો. (૨) એક મહિને અગ્નિશર્મા એક રમણીય તપોવનમાં પગ મૂકવા ભાગ્યશાળી થયો. અહીં કોઈ રાજા, રાજકુંવર કે શ્રેષ્ઠિકુમાર તેને પજવી કે છંછેડી શકે એમ નહોતું. ચંપક, બકુલ, અશોક અને નાગ તથા પુન્નાગનાં વૃક્ષોથી આખું તપોવન છવાયેલું હતું. નાની નદીઓ અને ઝરાઓનાં નિર્મળ વહેતાં પાણી અહોનિશ કલરવ કરતાં, તપસ્વીઓને નિર્દોષ આનંદ આપતાં. તાપસોમાંના કેટલાકો હોમાદિમાં જ રચ્યાપચ્યા રહેતા - પ્રભુને પ્રસન્ન કરવાનો એ જ એક સનાતન અને સર્વોત્તમ રાજમાર્ગ છે એમ માનતા. કેટલાકો વિવિધ અને કપરી તપશ્ચર્યાથી નવો પ્રકાશ મેળવવા મથતા. આ તપોવનમાં કુલપતિ આર્જવ કૌડિન્સ, તપસ્વીઓના તીર્થરૂપ હતા. Page #23 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક ભારતવર્ષમાં એક દિવસે ઠેકઠેકાણે આવા તાપસકુલો છવાયાં હતાં. તપ વિના સિદ્ધિ નથી, એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું શાશ્વતું અને સનાતન સૂત્ર છે. આ સંસારના સંક્લેશથી બચવું હોય તો તપ કરો - આત્માની અનંત શક્તિનાં દ્વાર ખોલી નાખવાં હોય તો તપ કરો - માનવજાતની સુખ-શાંતિ માટે પણ તપ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઇતિહાસને અજવાળી ગયેલા મહાપુરુષોએ કેવી ઉગ્ર તપશ્ચર્યાઓ આદરી છે અને તપના પ્રતાપે એમણે કેટકેટલી અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે – એ તપના તેજે આજે પણ આર્યદેશ કેટલો ઉજ્જવળ અને અસ્મિતાવાન રહી શક્યો છે, તે આપણે જાણીએ છીએ. તપોવનમાં તાપસો અને ઋષિઓ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરતા - દેહનું દમન કરતા. આ બધી તપસ્યાઓ સિદ્ધિ આપનારી બનતી, એમ ન કહેવાય. કેટલીક માત્ર કષ્ટક્રિયારૂપે પરિણમતી. તપની સાથે અંત:શુદ્ધિનો મેળ બેસવો જોઈએ, એ વાત બહુ ઓછા તપસ્વીઓ સમજતા. પંચાગ્નિના તાપ સહેવા - ટાઢ અને વર્ષાના ઉપદ્રવો સામી છાતીએ ઝીલવા, એક હાથ ઊંચો રાખીને કે એક પગે સ્થિર થઈને ઈન્દ્રના આસન ડોલાવવામાં જ એ તાપસોની કૃતકૃત્યતા સમાઈ જતી. તપોવનમાં બીજા દુઃખીઓ અને ઉદાસીનોને પણ સ્થાન મળી જતું. અગ્નિશમને આ સ્થાન ગમી ગયું. એ સંસારી હોવા છતાં અસંસારી જ હતો. સંસારમાં એક ઘર સિવાય, માતા-પિતા સિવાય બીજું એક આશ્રયસ્થાન એને નહોતું. જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં એ ઉપહાસ કે કુતૂહલનો જ વિષય બનતો. એનું દૈહિક ઘડતર વિચિત્ર હતું, પણ એમાં તો એ નિરુપાય હતો. લોકોની ઠઠ્ઠા-મશ્કરીથી એ કંટાળ્યો હતો. આ તપોવનમાં મોટે ભાગે સંયમી પુરુષો વસતા. કોઈને કોઈનું કૌતુક કરવાની જાણે કે કુરસદ જ નહોતી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો આચાર્ય આર્જવ કૌડિન્ટે આ નવા અતિથિને સત્કાર્યો. એમણે અગ્નિશમના ખિન્ન મોં પર વિષાદની ગાઢ કાલિમા છવાયેલી જોઈ લીધી. વિશેષમાં એમણે એ પણ જોઈ લીધું કે આ માણસને આજ સુધી મમતાથી ભાગ્યે જ કોઈએ બોલાવ્યો હશે. નિઃસંગતા એના અંગેઅંગમાંથી ઝરતી હતી. ઘણા દિવસનો ભૂખમરો વેઠેલો માનવી જેવો વિકરાળ દેખાય તેવો જ આ સ્નેહ-મમતાથી વંચિત રહેલો અતિથિ એમને કઠિન પત્થરની મૂર્તિ જેવો લાગ્યો. બેટા, ઘણે દિવસે પણ આવ્યો ખરો.” આચાર્યે મીઠાશભરી વાણીમાં એને સંબોધ્યો. રસ્તાની વિગત જાણી અને આ આશ્રમમાં એક નાની ઝૂંપડી બાંધી સુખેથી રહેવાની અનુમતિ પણ આપી. અગ્નિશર્માએ ખરેખરી ખંતથી ગુરુજીની સેવા કરવા માંડી. આચાર્ય કૌડિન્યને સેવા-સુશ્રુષા કરનારા શિષ્યોની ખોટ નહોતી, પણ અગ્નિશર્માએ એ બધામાં જુદી જ ભાત પાડી દીધી. બનતાં સુધી એ ગુરુજીથી દૂર નથી જતો-છાયાની જેમ જ અનુસરે છે. આચાર્ય પોતે પણ તપસ્વી છે. પોતાની પાસે આવનાર દરેકને આહાર તથા આમોદથી યથાશક્તિ અળગા રહેવાનું ઉપદેશે છે. સંસારમાં વિવિધ જિહારસ માનવીને પછાડે છે, આમોદ-પ્રમોદ આંધળા-ભીત બનાવે છે. એ સિવાય જાણે કે એમને બીજું કંઈ કહેવાપણું જ નથી. શાસ્ત્રની ઘણીખરી વાતોનો એ જ નિચોડ હોય એમ સાંભળનારને લાગે. થોડા પરિચયે અગ્નિશમના જીવનમાં એક સંસ્કારબીજ ઊગી નીકળ્યું. એને ખાતરી થઈ કે પ્રાણીમાત્ર પોતાનાં કર્મફળ ભોગવે છે. કર્મ ખપાવવા માટે તપ જેવું બીજું કોઈ સાધન નથી. દુઃખગર્ભિત વૈરાગ્યની માટીમાંથી અગ્નિશર્માએ એક કલ્પવૃક્ષ ઉગાડવાની સાધના શરૂ કરી. બીજા તાપસોની જેમ નાની સાધનાનાં ફૂલ-ઝાડ રોપવાનું એને મન ન થયું. રોગનો ઈલાજ મળી આવ્યો છે Page #25 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક તો તેને પૂરેપૂરો અજમાવી લેવો, એવી એણે પોતાના મનમાં પાકી ગાંઠ વાળી લીધી. અન્ન કે પાણી વિના દિવસો વિતાવવા, ટાઢતડકાને સમાન માનવા એ અગ્નિશર્મા માટે મુશ્કેલ વાત નહોતી. આજ સુધીની આખી જિંદગી લગભગ કષ્ટપરંપરામાં જ એણે વીતાવી છે. વખત જતાં અગ્નિશર્માની ઉગ્ર તપશ્ચર્યાએ આ તાપસ-આશ્રમને અજવાળી દીધું. દેશભરમાં એ તપશ્ચર્યાની ખ્યાતિ ગુંજી ઊઠી. છેલ્લે છેલ્લે અગ્નિશર્માએ મહિના-મહિનાના ઉપવાસ ખેંચવા માંડ્યા. ઉપવાસના પારણે ભિક્ષા માટે માત્ર એક જ ગૃહસ્થને ઘેર જવું, ત્યાં આહાર ન મળે તો આહાર વિના ચલાવી લેવું, બીજા મહિનાના ઉપવાસ આરંભવા. અગ્નિશર્માના તપની વાત સાંભળી લોકો આશ્ચર્યથી દિમૂઢ બની ગયા. ઉગ્ર તપની એ પરાકાષ્ઠા જ ગણાય. માસ-માસના ઉપવાસને અંતે માત્ર એક ઘેરથી જ ભિક્ષા લેવાના આગ્રહ લોકોને ચિંતામાં નાંખી દીધા. એના વિરૂપ દેહની વાત લોકો ભૂલી ગયા. જેને જોતાં જ એક વખત એની મશ્કરી કરતા તે જ લોકો, અગ્નિશર્માને જોઈ, બે હાથે જોડી, મસ્તક ઝુકાવી પ્રણિપાત કરવા તૈયાર થયા. તપશ્ચર્યાના રસાયણે જાણે જૂના અગ્નિશર્મામાંથી એક નવો જ પુરુષ પ્રકટાવ્યો હોય એમ લોકોને લાગ્યું. કદરૂપો અગ્નિશર્મા ઉગ્ર તપના પ્રતાપે લોકોનો વંદનીય બન્યો. આંખ, મોં ને મસ્તકની બાહ્ય આકૃતિ નગણ્ય બની. ભક્તોને તો આ તાપસ, તપના તેજથી દીપતા કોઈ દેવદૂત જેવા જણાવા લાગ્યા. તાપ જેમ મળ અને દુર્ગધને શોષી લે છે, તેમ તપ પણ વિકૃતિને શોષવા સમર્થ હોય છે, એમ અગ્નિશર્માએ બતાવી આપ્યું. Page #26 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો (૩) આર્જવ કૌડિન્ય જેવા કુલપતિ પણ પોતાના આશ્રમમાં અગ્નિશર્મા જેવા તાપસ છે એમ માની ગૌરવ લેવા લાગ્યા. બબ્બે-ચાર-ચાર દિવસ તો ઠીક પણ અઠવાડિયા ને પખવાડિયાના એક સામટા ઉપવાસ ખેંચી કાઢવા, માત્ર જવ કે ચોખાના એક દાણા ઉપર આખો દિવસ કાઢી નાખવો, ગમે તેવા ટાઢ-તડકાને સમાન લેખવા, માત્ર દર્ભની પાતળી-ટૂંકી પથારી ઉપર, હાથનું ઓશિકું કરી પડી રહેવું, એ અગ્નિશર્માને મન સામાન્ય વાત બની છે. તપસ્વી અગ્નિશર્માને દૂરથી આવતા જોઈ તપોવનવાસીઓ પણ બે હાથ જોડી ઊભા રહે છે. ઉપવાસો ખેંચતા, આકરા તાપ સહેતા આ અગ્નિશર્માના મનમાં કેવાં મંથનો ચાલી રહ્યાં હશે ? કોઈપણ સાધના હેતુરહિત નથી હોતી. આવી કપરી સાધનાના બળે શર્મા કયા પ્રકારની સિદ્ધિ મેળવવા મથતા હશે ? અનંત શાંતિ અને અપાર અવકાશના અવસરે શર્મા, કેવા પ્રકારના ચિંતનમાં ઊંડા ઊતરી જતા હશે ? તપની સાથે ચોક્ખું દર્શન-નિર્મળ દૃષ્ટિ ન હોય તો એ સાધના આગળ જતાં માનવીને મૂંઝવી નાખે છે, માર્ગભ્રષ્ટ પણ કરી દે છે. અગ્નિશર્માને એ દૃષ્ટિ કોણ આપે ? આચાર્ય આર્જવ કૌડિન્ય પોતાની પાસે જે કંઈ હતું, તે પોતાના પ્રિય શિષ્યોને આપવામાં મુદલ સંકોચ નહોતા કરતા. પણ હજી એમને પૂરી નિર્મળ દષ્ટિ નહોતી લાધી. અગ્નિશર્મા પોતાના પૂર્વજીવનને સાવ ભૂલી ગયા હશે ? કોઈ કોઈવાર, ઉદ્ધત અને અવિનયી લોકોનાં ટોળાં એમની પાછળ ફરતાં અને અકારણે એમને પજવતાં એ બધું યાદ નહિ આવતું હોય ? એ વખતે એમના અંતરમાં નિષ્ક્રિય ક્રોધ કે ક્ષોભની લાગણીઓ નહિ ઊભરાતી હોય ? અને પેલા યુવરાજ ગુણસેનની નિર્દય ક્રીડાવાળું Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વેરનો વિપાક આખું પ્રકરણ શું અગ્નિશર્માએ પોતાના જીવનમાંથી સાવ ભૂંસી નાખ્યું હશે ? ભૂંસી નાખ્યું હોય તોપણ એની આછી-ઘેરી કાલિમાં ત્યાં નહિ રહી જવા પામી હોય ? અગ્નિશર્મા જેટલા તપસ્વી હતા તેટલા ક્ષમાશ્રમણ નહોતા. ક્ષમા અને શાંતિની સાધના હજી એમનાથી અજાણી હતી. કાળ ઘણી વાતોને વિસારે પાડે છે. ગુણસેન પણ ઘણું કરીને વિસ્કૃતિના તળિયે જઈને બેઠો હશે. ઘણા ક્ષત્રિય પુત્રો, શ્રેષ્ઠીપુત્રો અને બ્રાહ્મણો આ આશ્રમમાં આવે છે અને તપસ્વીઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. વસંતપુર શહેરનું આ તપોવન એક ગૌરવ છે. એક દિવસે એક રાજકુંવર જેવો દેખાતો યુવાન વસંતપુરમાંથી આ તપોવનમાં અચાનક આવી ચડ્યો. એ જરા શ્રમિત અને તૃષિત દેખાતો હતો. એના સાથીઓ પાછળ રહી ગયા હતા. આશ્રમથી એ સાવ અજાણ્યો હતો. માત્ર અશ્વને ખેલાવતો, ભૂલથી અહીં આવ્યો હતો. તપોવનની શાંતિ અને સાદાઈનું ઐશ્વર્ય જોઈ એ દિમૂઢ બન્યો. અહીં વસંતપુર આવતાં પહેલાં તે ઘણા દેશોમાં ફર્યો હતો, પણ તપોવન અને તપસ્વીઓના દર્શનનું સૌભાગ્ય તો એને આજે અહીં પહેલું જ લાધ્યું હતું. એક વૃક્ષ નીચે તે જરા આરામ લેવા બેઠો, એટલામાં કેટલાક તપસ્વીઓ ત્યાં આવ્યા અને કુંવરની પાછળ રહી ગયેલા સાથીઓ પણ આવી પહોંચ્યા. ધીમે ધીમે કુલપતિ સુધી આ વાત પહોંચી. વસંતપુર રાજયની સીમાની અંદર પોતે શાંતિથી-નિશ્ચિતપણે આશ્રમ બાંધીને રહ્યા છે, તે રાજ્યના રક્ષણહાર રાજવીના નિકટના કોઈ સગા-સ્નેહી તપોવનમાં આવ્યા છે, એમ જાણી એના સ્વાગત માટે કુલપતિ સામે ચાલીને ગયા. કુંવરે પણ શ્રદ્ધાથી એમને વંદન કર્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો કુલપતિએ કહેવા માંડ્યું : ‘‘આ સંગપરિતોષ નામના તપોવનની વાત તો આપ જાણતા હશો. અહીં માત્ર તપસ્વીઓ જ વસે છે. તપના પ્રભાવે અહીંનાં પશુ-પંખીઓ પણ પોતાનાં વેર-ઝેર ભૂલી જાય છે.'' કરુણામૂર્તિ જેવા કુલપતિના આ શબ્દો સાંભળી કુંવરને પોતે જાણે કે જુદી જ દિવ્ય દુનિયામાં આવી ચડ્યો હોય એમ થયું. કુંવરે ફુલપતિની વાતના અનુસંધાનમાં પોતે પહેલી જ વાર આ આશ્રમનું નામ સાંભળે છે એમ કબૂલ કર્યું. પોતે વસંતપુરના અતિથિ જેવા છે, એમ પણ સૂચવ્યું. વસંતપુરના રાજવીને ગાદીવારસ નથી એમ તો આ કુલપતિ જાણતા હતા. એમને એક જ પુત્રી હતી. કુંવરના વેષ અને હાથે બાંધેલા મીંઢોળ ઉપરથી એમણે અનુમાન કર્યું : તો તો રાજાના આ જમાઈ જ હોવા જોઈએ.’’ ૧૧ એમનું અનુમાન ખરું હતું, એવી મતલબની સાબિતીઓ પણ મળી ગઈ. કુંવર ગમે તે હોય-ક્ષત્રિયપુત્ર છે અને અણધાર્યો આવી ચડ્યો છે, એટલું જ આ કુલપતિ માટે બસ હતું. એમને કોઈ સ્વાર્થ સાધવાનો નહોતો. થોડીવારે કુલપતિની સાથે ફરતા અને તપસ્વીના દર્શન કરતા, એમનો પરિચય મેળવતા બન્ને જણ, અગ્નિશર્મા પાસે આવી ચડ્યા. કુલપતિએ જ કહેવા માંડ્યું : “આ અમારા મહાન્ તપસ્વી પુરુષ છે. એમનું નામ અગ્નિશર્મા. "1 અગ્નિશર્માને દૂરથી જોતાં જ ગુણસેનના અંતરમાં એક ઊંડો ધ્રાસકો પડ્યો. સૌ તપસ્વીને બે હાથ જોડી વંદન કરતો આ ગુણસેન, અહીં અગ્નિશર્માને ભક્તિથી નમ્યો તો ખરો, પણ પોતાના કુતૂહલનું સ્મરણ થતાં એના મોં ઉપર આછી ગ્લાનિ છવાઈ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૨ વેરનો વિપાક કુલપતિએ ઉમેર્યું : “આજે આ તપસ્વીની કોટિમાં મૂકી શકાય એવો કોઈ પુરુષ મારી જાણમાં નથી. એમને અહીં આવ્યાને બહુ સમય નથી વીત્યો, પણ થોડા જ સમયમાં એની સરળ-શાંત પ્રકૃતિએ અને સૌથી વધુ તો એમની દેહદમનની ઉગ્રતાએ અમને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.” અગ્નિશર્મા તો હજી હજારો આમ્રવૃક્ષોની ઘેરી ઘટા વચ્ચે ધ્યાનસ્થ બેઠા હતા. આચાર્ય કૌડિન્યનો કંઠસ્વર સાંભળી એમણે આંખ ઉઘાડી, આગંતુકો સામે જોયું. પ્રથમ દષ્ટિ રાજકુંવર ઉપર જ પડી. કુંવરે પણ એ વિનમ્ર-કરુણા ઝરતી આંખમાંથી વહેતી દિવ્યતા જીવનમાં આ પહેલી જ વાર જોઈ અગ્નિશર્માએ કુંવરને થોડીવારમાં જ ઓળખી લીધા. સ્મૃતિ બહુ જીર્ણ નહોતી થઈ, તાજી જ હતી. નિશ્ચય કરતાં જરા વાર લાગી, પણ આ ક્ષત્રિયકુમાર પોતાનો પરિચિત ગુણસેન જ છે, એ વિશે એમને મુદલ સંશય ન રહ્યો. ગુણસને પોતાની ઉપર જે અત્યાચારો કર્યા હતા, તેની સ્મૃતિ વીંછીના ડંખની જેમ એ પરમ તપસ્વીના અંતરને ક્ષણભર વ્યથિત બનાવી ગઈ, પણ એમણે તરત જ પોતાની સંક્ષુબ્ધ વૃત્તિને અંતર્મુખ કરી વાળી. ક્વચિત ઊઘડતા ઓએમાંથી મૃદુ શબ્દો સર્યા. “મહારાજ ગુણસેન, આપનો મારી ઉપર ઓછો ઉપકાર નથી, આપના પ્રતાપે જ મને તપશ્ચર્યાનો આ રાહ મળ્યો છે.” ગુણસેન સમજ્યો કે મારા અત્યાચારને પણ આ તપસ્વી ઉપકારરૂપ ઓળખાવે છે. પણ એથી કરીને અત્યાચારોની ક્રૂરતા મટી જતી નથી. તપસ્વી એ ભૂલી શક્યા નથી અને વસ્તુતઃ પોતાના અપમાન-હડહડતી અવગણના કયો માનવી ભૂલી શકે ? Page #30 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ગુણસેનના દિલમાં પશ્ચાત્તાપની ચિનગારી પ્રગટી. પણ એ આગ ભસ્માચ્છાદિત હતી. ગુણસેન સિવાય બીજાઓથી એ પશ્ચાત્તાપની વેદના અત્યારે સમજાય તેવી નહોતી. એક તરફ ગુણસેન પોતાના ભૂતકાળના જુલમો સંભારી, અંદર ને અંદર બળતો હતો. ત્યારે બીજી તરફ અગ્નિશર્મા પોતાની ભૂતકાળની અવગણના સંભારી ભારે સંક્ષોભ અનુભવતો હતો. ગુણસેનના પશ્ચાત્તાપની જેમ એ સંક્ષોભ પણ આસપાસના સ્વજનોથી અગમ્ય હતો. બંને પોતપોતાના મનોમંથનને સમાવવા યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. થોડી વારે ગુણસેને કુલપતિને સંબોધીને કહ્યું : “એક વાર તાપસોના સમુદાયની ચરણરજ, મારા મહેલમાં પડે એવી મારી ભાવના છે. આપ ભિક્ષાર્થે રાજનગરીમાં મહેલમાં ન આવો ?’’ અમારા ૧૩ - “રાજ્યનો જે આશ્રય અમને મળે છે તે જ શું બસ નથી ? ભિક્ષા માટે અમે ગમે ત્યાં જઈ શકીએ છીએ. રાજાનો મહેલ કે ગરીબની ઝૂંપડી અમારે મન તો સરખાં જ છે. એક માત્ર અગ્નિશર્મા વિશે હું કંઈ ન કહી શકું.' ‘‘અગ્નિશર્માનું તપ અપવાદરૂપ છે. એમના ભિક્ષાના નિયમો પણ અપવાદરૂપ છે ?' આ વખતે અગ્નિશર્માએ કથોપકથનનો દોર સાંધ્યો : “હું માત્ર એક જ ઘરે ભિક્ષા માટે જઉં છું. કોને ત્યાં જવું એ આગળથી નક્કી નથી કરતો. ત્યાંથી ભિક્ષા ન મળે તો ઠીક છે, નહિતર બીજા મહિનાના ઉપવાસનો આરંભ કરી દઉં છું. મારે મન રાજા-રંકના ભેદ નથી.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વેરનો વિપાક મહિનામાં હજી પાંચ દિવસ બાકી હતા. પચીસ-પચીસ દિવસના ઉપવાસ ખેંચવા છતાં અગ્નિશર્માને પોતાના પારણાને માટે જાણે કે કશો જ રસ નહોતો. ક્યારે ઉપવાસની મુદત પૂરી થાય અને આહાર પામું, એવી કોઈ તાલાવેલી એમના શબ્દોમાં દેખાતી નહોતી. ગુણસેને કહ્યું : “આ વખતે તો મારા રાજમહેલે જ આપ પધારો અને ભિક્ષા-સામગ્રી સ્વીકારો એવી મારી વિનંતી છે.” અગ્નિશર્માને એ સામે મુદલ વિરોધ નહોતો. મહારાજાના પુત્ર જેવો એનો જમાઈ જયાં આટલા આગ્રહપૂર્વક વિનંતી કરે ત્યાં એનો અનાદર પણ કેમ થાય ? છતાં અગ્નિશર્માએ કહ્યું : “બે ઘડી પછી શું થશે તે કોઈ નથી જાણતું. પાંચ પાંચ દિવસ અગાઉથી વચન આપી દેવું, એ અમારા આચારને અનુકૂળ નથી. તમારી વિનંતી હું જરૂર લક્ષમાં રાખીશ.” રાજકુમારની વિનંતી, તાપસની મર્યાદાને શોભે એવી રીતે સ્વીકારવા બદલ આચાર્ય કૌડિન્ય પણ અગ્નિશર્માની મનમાં ને મનમાં પ્રશંસા કરી. શર્મા એકલા સૂકા તપસ્વી જ નથી, પોતાની મર્યાદાઓ વિશે પણ સાવધ અને જાગૃત છે, એમ જોઈ આચાર્યને ઊંડો સંતોષ થયો. ગુણસેન પણ આશ્રમ નિહાળી, પોતાના મહેલ તરફ રવાના થયો. સવારે જે ગુણસેન હતો તે અત્યારે સાંજે બદલાઈ ગયો હતો. (૪) પચીસ પચીસ દિવસથી ભૂખની સામે ઝૂઝતા તપસ્વીના છેલ્લા પાંચ દિવસ પણ વીતી ગયા. એ પાંચ દિવસની પ્રત્યેક પળ કેટલી વિષમ અને વિકટ હશે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો. ૧૫. ભોગોપભોગ અને ઐશ્વર્યની વચ્ચે સુખથી રહેનારા સંસારીઓ, અગ્નિશર્માના માસોપવાસના આ છેલ્લા દિવસોની કપરી કસોટી કદાચ નહિ સમજી શકે. લાંબા ઉપવાસના આરંભના તેમજ અંતના દિવસો તપસ્વીના સંયમ-સાગરમાં મોટાં તોફાનો સર્જે છે. એક પળની પણ ભૂખ કે તરસ જેમનાથી સહન થઈ શકતી નથી, આહાર અને ઇન્દ્રિયોના વિષયોની પરિતૃપ્તિ સિવાય જેમનું બીજું કોઈ ધ્યેય નથી તેમને મન અગ્નિશર્માની ઉગ્ર તપશ્ચર્યા આત્મઘાતનો જ એક પ્રકાર લેખાતો હશે. ગમે તેમ, પણ પાંચ દિવસ પૂરા થતાં તપસ્વી અગ્નિશમ આહારની શોધમાં, વસંતપુરના રાજમાર્ગ ઉપર ચાલી નીકળ્યા. શરીરને જેણે માત્ર સાધનરૂપ માન્યું હોય, દમનની ભઠ્ઠીમાં આત્મકલ્યાણના સુવર્ણને શુદ્ધતર-શુદ્ધતમ બનાવવાની જ જેની દષ્ટિ હોય તે સ્વાદિષ્ટ ભોજનની શા સારુ પરવા કરે ? અગ્નિશર્મા માત્ર દેહને નિભાવવા આહારની શોધમાં નીકળ્યા હતા. ઉપરાઉપરી ઉપવાસોએ અગ્નિશર્માના દેહને શુષ્ક તેમજ જિર્ણ બનાવી દીધો હતો. સામાન્ય રાહદારીને એ મૂર્તિમંત સુધારૂપ જ લાગે. પણ અન્ન ન મળવાથી ભૂખ વેઠનારાઓ અને ભૂખના દુ:ખ સામે સિંહવૃત્તિથી પડકાર ફેંકનારાઓમાં જે એક મોટો તફાવત રહેલો હોય છે, તે અગ્નિશર્માની આંખમાંથી નીતરતી સંયમભરી તેજસ્વિતા જોનારને જ સમજાય. અગ્નિશર્મા ભૂખ વેઠતા હતા, પણ જાણે કે ભૂખની વ્યથાને એ પચાવી ગયા છે. અન્ન પ્રાણ ગણાય છે, પણ એ પ્રાણનીયે પરવા નહિ કરનાર અગ્નિશર્મા માત્ર હાડ અને ચામડાની જીર્ણ આકૃતિ જેવા નથી લાગતા. ઈદ્રિયોની ઉદામ વિકૃતિ ઉપર વિજય વર્તાવનાર કોઈ એક વિશ્વવિજેતાની જેમ, વસંતપુરની આલિશાન ઈમારતો વટાવતા આગળ ને આગળ ચાલ્યા જાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક જેઓ તપસ્વીને થોડે ઘણે અંશે ઓળખતા તેઓ આશ્ચર્ય પામી પોતે જ પોતાને પૂછવા લાગ્યાઃ “હંમેશાં આટલામાંથી જ ભિક્ષા લઈ પાછા વળનારા તપસ્વી, આજે ધૂનમાં ને ધૂનમાં આમ દૂર ક્યાં જતા હશે?” એક બે જણે હિંમત કરી, તપસ્વીને બે હાથ જોડી, પોતાને ત્યાં પધારવા આગ્રહ કરી જોયો. પ્રત્યુત્તરમાં એમને તપસ્વીના મંદ હાસ્યનો દુર્લભ પુરસ્કાર મળ્યો. થોડે દૂર ગયા પછી રાજમહેલ દેખાયો. એ જ વખતે તપસ્વીના કાનમાં કોઈ છૂપો મંત્ર ફૂંકતું હોય એવો એમને ભાસ થયો. જાણે કે બીજું કોઈ ન સાંભળે તેમ તે કહે છે : “તપસ્વી ! આમ ક્યાં રાજમહેલના ભોગ-ઐશ્વર્યના ભાગીદાર બનવા જાઓ છો ? તપસ્વીને તે વળી રાજમહેલના ભોગપભોગમાં ભાગ પડાવવો શોભે ? તમે તમારા અંતરને તપાસી જોયું છે ? રાજમહેલ તો પ્રલોભનો, લોભ-લાલચોનું માયામંદિર ગણાય. રાજવીનો સત્કાર, રાજવીનું આતિથ્ય એ તો કાચો પારો છે. પચાવી શકાય તો ખુશીથી જજો. નહિતર એ ખાંડાની ધાર ઉપર ચાલવાનું માંડી વાળજો.” કોણ બોલે છે તે તપાસવા તપસ્વીએ આસપાસ જોયું. પણ નિર્જન જેવા લાગતા એ રાજમાર્ગ ઉપર પોતાની પાસે કોઈ ઊભું હોય એમ ન લાગ્યું. ખાલી ભણકારા હશે એમ માની તપસ્વી આગળ ગયા. ગુણસેન હમણાં જ દોડી આવશે, જે ગુણસેને એક દિવસે પોતાની નિષ્ફર હાંસી કરી હતી તે ગુણસેન, પશ્ચાત્તાપથી પોતાના પાપને ધોઈ નાખતો, દોડતો આવીને બે હાથ જોડીને સામે ઊભો રહેશે. ગમે તેમ પણ ગુણસેન ભદ્રિક છે. એને પોતાના દોષો સમજાયા હશે. એટલે જ આટલા આગ્રહપૂર્વક આમંત્રણ કરી ગયો છે. નહિતર મારે અને આ રાજમહેલને લેવાદેવા જ શું હોય ? Page #34 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૧૦ મહેલમાં એ વખતે દોડધામ મચી રહી હતી. વૈદ્યો અને મંત્રતંત્રવાદીઓ એક પછી એક આવતા અને પાછા વળતા દેખાતા હતા. તપસ્વીએ દ્વારપાળ પાસે પહોંચી, ગુણસેનને પોતાના આગમનના સમાચાર આપવા કહ્યું. દ્વારપાળ આ અગ્નિશર્માને નહોતો ઓળખતો. રાજકારે હજારો યાચકો અને પ્રાર્થીઓ આવે જાય તે પૈકીનો જ આ ભિક્ષુક હશે એમ એને લાગ્યું, છતાં એણે વિવેકપૂર્વક કહ્યું : | “મહારાજ, જરા ઊભા રહો. કુંવર અંદરના ખંડમાં છે. કોઈ દાસી આવે તો તેની સાથે સમાચાર મોકલાવું.” તપસ્વી રસ્તાની એક કોર પાષાણની પ્રતિમાની જેમ જ ભૂમિ ઉપર દૃષ્ટિ, સ્થાપી ઊભા રહ્યા. થોડી વાર સુધી કોઈએ એમની સંભાળ ન લીધી. મહિનાના ઉપવાસને અંતે તપસ્વી ભિક્ષા માટે આવ્યા છે એમ કોઈને ન લાગ્યું અને કદાચ લાગ્યું હોય તો ઉપવાસ પણ એમનો એક ધંધો હશે, એટલે એમાં માથું મારવાની કે એમના ધંધામાં દરમ્યાનગીરી કરવાની કોઈ રાજકર્મચારીને જરૂર ન જણાઈ સદ્ભાગ્યે એક દાસી ત્યાંથી જતી દેખાઈ. દ્વારપાળે એને કહ્યું : “જરા કુંવર-મહારાજને કહેજો કે કોઈ એક તપસ્વી અહીં ઊભા છે. આપની આજ્ઞા માગે છે.” દાસી સાંભળ્યું-ન સાંભળ્યું કરીને અંદર દોડી ગઈ એને તપસ્વીની શી પડી હોય ? એવા તો હજારો કંગાલો આવે, જાય. આ તો રાજમહેલ કહેવાય. એમ જો સૌની સંભાળ લેવા બેસે તો એમને પોતાનાં કામ કરવાનો અવકાશ જ ન રહે ! મોડું થાય એની તપસ્વીને બહુ ચિંતા નહોતી. માત્ર વહેલા-મોડા પણ પોતાના આગમનના સંવાદ ગુણસેનને મળવા જોઈએ, એટલી જ એમની ઈચ્છા હતી. સમાચાર મળ્યા પછી તો ગુણસેન પોતે જ દોડી આવીને પોતાનું સ્વાગત કરશે, એ વિશે એમને લેશમાત્ર શંકા નહોતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વેરનો વિપાક ઘણી વાર થઈ, પણ ગુણસેનને પોતાના આગમનના સમાચાર પહોંચાડે એવું કોઈ ચિહ્ન ન જણાયું. ગુણસેનની વિનંતીનો સ્વીકાર કરવામાં પોતે સાહસ કર્યું હતું, હાથે કરીને આશાની આંગળીએ નિરાશાને નોતરી હતી. એ પ્રકારની ખિન્નતા તપસ્વીના અંતરને દઝાડી ગઈ એમને પ્રથમનો ગુણસેને યાદ આવ્યો. ભરસભામાં જે પોતાને ખીજવતો, નચાવતો અને અનેક રીતે પજવતો એ જ આ ગુણસેન. છીંદરી બળે પણ વળ ન મૂકે. તેમ ગુણસેન રાજકાજમાં ભલે કુશળ થયો હોય, બીજાઓ સાથેના વ્યવહારમાં સુદક્ષ ગણાતો હોય, પરંતુ કુતૂહલ કરવાનો જૂનો સ્વભાવ ન ગયો હોય એ સંભવિત છે. ઘડીભર ખોટી કરી રાખવા અથવા તો વિલંબ કર્યા પછી જાતે આવીને આમંત્રવાનો એણે મનમાં નિશ્ચય કર્યો હોય એમ પણ બને. અન્ન-ભોજનની સામગ્રીની તો રાજમહેલમાં કંઈ ખોટ ન હોય અને આશ્રમમાં આવીને એણે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે પણ એનામાં કૌતુક કરવાની કોઈ વૃત્તિ હોય એમ નહોતું લાગ્યું. તપસ્વીને વળી પાછી થોડી આશા બંધાઈ ગુણસેન આવવો જ જોઈએ. હજાર કામ પડતાં મૂકીને પોતાના જૂના સાથીને ભેટવા જરૂર આવશે, એમ એનો અંતરનો સાક્ષી બોલી ઊઠ્યો. એ સાક્ષી સાચો હતો કે માયાવી, એનો નિર્ણય અત્યારે કોણ કરે? જવું કે ઊભા રહેવું, એ ગડમથલમાં તપસ્વી હતા, એટલામાં તપસ્વીને ઓળખતી હોય એવી એક પરિચારિકા ત્યાંથી નીકળી. એણે બે હાથ જોડીને તપસ્વીને નમસ્કાર કર્યા. તપસ્વી આહાર માટે પધાર્યા છે, એમ જાણીને એ ઉતાવળે ઉતાવળે ગુણસેન મહારાજાના ખંડ તરફ દોડી ગઈ પણ વિશાળ ખંડમાં પહોંચતાં જ વૈદ્યના આવી મતલબના ઉદ્ગાર એના કાને પડ્યા : Page #36 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૧૯ કુંવરને હવે કોઈ બોલાવશો મા! રાત્રે બરાબર ઊંધ નથી આવી, તેથી એમને સખત માથાની વેદના ઉપડી છે. જરા આરામ લેશે એટલે સ્વસ્થ થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી.” પરિચારિકાએ એ શબ્દો સાંભળ્યા અને કુંવર પણ પડખું વાળીને સૂઈ ગયા. ખરેખર આજ સવારથી એ બેચેન હતા, માથાના દુ:ખાવાને લીધે એ કોઈની સાથે પૂરી વાત પણ કરી શકતા નહિ. વૈદ્યો અને મંત્રવાદીઓએ આવીને થોડા ઉપચાર કર્યા, પરંતુ દર્દનો વધતો જતો વેગ રોકી શકાયો નહિ. આખરે રાજવૈધે એમને આરામ આપવાની વ્યવસ્થા કરી. પરિચારિકા તપસ્વી વિશે બોલવા જતી હતી, પણ એના શબ્દો મોંમાં જ રહી ગયા. એને થયું કે થોડી હિંમત કરવાથી – તપસ્વીના આગમનની વાત કહી નાખવાથી થોડી નારાજી વહોરવી પડશે, પરંતુ મહિના-મહિનાના ઉપવાસ ખેંચતા તપસ્વીના જીવનની રક્ષા તો થઈ શકશે. પરંતુ એ પોતાના નિશ્ચયનો અમલ કરી શકી નહિ. એ જ દાસીએ, ધીમે પગલે આવીને તપસ્વીને અતિ ખિન્ન સ્વરોમાં કહ્યું : “ગુણસેન મહારાજને અત્યારે કોઈ મળી શકે એમ નથી. એમને માથામાં સખત દર્દ ઊપડ્યું છે.” વધુ વાત સાંભળવાની કે ચર્ચા કરવાની તપસ્વીને જરૂર નહોતી. એ તો જેવા ઉત્સાહથી નગરમાં આવ્યા હતા, તેટલા જ વિષાદભરપૂર હૈયે પોતાના આશ્રમમાં પાછા ફર્યા. આશ્રમમાં મોટો ધરતીકંપ થયો હોત, હજારો આમ્રવૃક્ષો ઊથલી પડ્યાં હોત અને ઘાસની ઝૂંપડીઓ ઉંધી વળી ગઈ હોત તો પણ આશ્રમવાસીઓને એટલો આઘાત કે આશ્ચર્ય ન થાત. પણ જ્યારે એમણે Page #37 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક સાંભળ્યું કે અગ્નિશર્મા જેવા તપસ્વી પુરુષ રાજમહેલના આંગણેથી ભિક્ષા વિહોણા પાછા ફર્યા છે અને એમના ભાગ્યમાં બીજા એક મહિનાના ઉપવાસ લખાઈ ચૂક્યા છે, ત્યારે સૌના મોં ઉપર કાલિમા છવાઈ ગઈ. જે શર્માના ચરણની રજ ઘર આંગણામાં પડતાં, દીનગરીબ ગૃહસ્થના દિલમાં પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાના અભિલાષ જાગી જતા, પોતે ભૂખ્યા રહીને પણ શર્માને સંતોષવા પોતાનો આહાર એમની ઝોળીમાં ધરી દેવા ઉત્સુક રહેતા એ જ અગ્નિશર્મા મોટા રાજવીના મહેલમાંથી, આમંત્રિત અતિથિ હોવા છતાં વગર ભિક્ષાએ પાછા વળે, એમાં એમને જગતું ઉપર કોઈ મહાવિકરાળ ગૃહ કે નક્ષત્રનો અશુભ પ્રભાવ પડતો દેખાયો. રાજવીનો અન્નભંડાર ભલે નહિ ખૂટી ગયો હોય, પણ જે રાજ્યમાં મહાતપસ્વીને પેટ ભરવા જેટલી ભિક્ષા ન મળે તે એકલા તપસ્વીનું જ નહિ, રાજ્ય કે રાજ્યના સ્વામીનું જ નહિ, પરંતુ સમસ્ત ભૂમિવાસીઓનું દુર્ભાગ્ય ગણાય. કોઈ તપસ્વીના આકસ્મિક અવસાનથી પણ આશ્રમવાસીઓને આટલો આઘાત ન થયો હોત. મહિનાના ઉપવાસના અંતે, પારણું કરવા જેટલી ભિક્ષા ન મળે અને તરત જ બીજા મહિનાના ઉપવાસ આદરવા પડે, એ કલ્પના જ એમને કંપાવતી હતી. અગ્નિશર્મા આશ્રમમાં પહોંચ્યા, એ વખતે જેમણે જેમણે એમની તમ-તાઝ જેવી મુખમુદ્રા જોઈ તેમને એમ લાગ્યું કે હવે તપસ્વી એમની શાંતિ અને ધીરતાની મર્યાદાઓને કદાચ તોડી ફોડીને ફેંકી દેશે. કદાચ શાપ આપે એવી પણ દહેશત લાગી. તપસ્વીના ક્રોધની ભયંકરતા તેઓ જાણતા હતા. તેમાંયે આ શર્મા તો ઘોર તપસ્વીની કોટિમાં મૂકી શકાય તેવા હતા. તેઓ જો ક્રોધાયમાન બને તો સાત સાગરનાં પાણી પણ એ દાવાનળને ઓલવી શકે નહિ. આમંત્રણ આપીને ઘરના આંગણા સુધી બોલાવનાર અને ત્યાંથી ઉપવાસીને પાછા કેલનાર ગુણસેન પ્રત્યે બીજાઓને તો ઠીક, પણ ". Page #38 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૨૧ અગ્નિશર્માને કેવી દાઝ ચડી હશે ? આ જ ગુણસેન એકવાર અગ્નિશર્માને પજવવામાં આનંદ માનતો, આજે જ્યારે અગ્નિશર્મા તપસ્વીની નામના મેળવી ચૂક્યો છે, ત્યારે પણ એને પજવવાની આ યુક્તિ એણે અંગીકાર નહિ કરી હોય ? ગુણસેન પ્રત્યે વહેતા આક્રોશના પ્રવાહને પાછો વાળવાનોઅવગણનાનો કડવો ઘૂંટડો ગળી જવાનો અગ્નિશર્માએ પ્રયત્ન તો ઘણો કર્યો. પણ ભૂખની કારમી વ્યથાનો જેને થોડો પણ અનુભવ છે, તે સમજી શકશે કે એમાં અગ્નિશર્માને જેવી જોઈએ તેવી સફળતા ન લાધે તો એમાં એનો દોષ નથી. “ખરેખર, ગુણસેનની નીચ-કૌતુકી વૃત્તિ હજી નહિ ગઈ હોય.” આવા જ વિચારમાં તપસ્વી બેઠા હતા. આસપાસ સર્વત્ર ગ્લાનિનું વાતાવરણ છવાયું હતું. એટલામાં ગુણસેનની સવારી દૂરથી આવતી દેખાઈ ગુણસને આવતાંની સાથે જ તપસ્વીના પગમાં માથું નમાવ્યું. પોતે માથાની વેદનાથી અસ્વસ્થ હોવાથી તપસ્વીનો સત્કાર કરી શક્યા નહિ, એમ કહીને પોતાનો ઊંડો ખેદ વ્યક્ત કર્યો. ગુણસેનના ખેદ કે પશ્ચાત્તાપથી તપસ્વીની મહિનાની ભૂખ શમે એમ નહોતું, તેમ બીજા મહિનાના ઉપવાસનો નિશ્ચય પણ ડગે એવો સંભવ નહોતો. છતાં એ ખેદ અને એ પશ્ચાત્તાપે અન્નના આહાર કરતાં પણ વધુ ઊંડી તૃપ્તિ પ્રેરી. શર્માને થયું કે : “ગુણસને જાણીબૂઝીને, કૌતુક કરવાની ખાતર પોતાને પાછો નથી વાળ્યો. વિષમ સંયોગો જ આ પરિસ્થિતિને માટે જવાબદાર છે અને તપસ્વી જો આવા અણધાર્યા ઉત્પાતોનો સામનો કરવાનું સામર્થ્ય ન બતાવે તો આ દેહદમનનો શું અર્થ છે ?” એકલા અગ્નિશર્માને જ નહિ, સમસ્ત આશ્રમવાસીઓને ખાતરી થઈ કે શર્માના ઉપરાઉપરી બીજા મહિનાના ઉપવાસમાં ગુણસેન Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વેરનો વિપાક નિમિત્તરૂપ ભલે હોય, પણ વસ્તુતઃ વિધાતાનો જ કોઈ અકળ સંકેત છે. ગુણસેનનો દોષ કાઢવો નિરર્થક છે. ગળગળા કંઠે ગુણસેને આત્મનિવેદનના રૂપમાં કહેવા માંડ્યું : હું જરા અસ્વસ્થ હતો. મને અચાનક માથાની વેદના ઊપડી હતી. વૈદ્યોએ મને આરામ લેવાનું કહ્યું, પણ આંખ મીંચતાની સાથે જ મને આપનો પારણાનો દિવસ યાદ આવ્યો.” તરત જ મેં કહેવરાવ્યું : કોઈ મહાતપસ્વી જેવા પુરુષ આવે તો એમને સન્માનપૂર્વક આપણા અંતઃપુરમાં લઈ આવજો. મને જવાબ મળ્યો, તપસ્વી તો થોડીવાર થઈ હમણાં જ અહીં આવીને પાછા ફરી ગયા છે.” માથાની વેદના ભૂલી ગયો. મારા અંતરમાં ઊંડો પ્રાસકો પડ્યો. આપને રસ્તામાંથી જ પાછા વાળવા આપની પાછળ દોડ્યો. પણ મને હવે લાગે છે કે ઘણું મોડું થઈ ગયું હતું. પહેલાં પણ મેં આપને ખૂબ હેરાન કર્યા છે અને આ વખતે પણ...” ગુણસેન શું કહેવા માગતા હતા, તે શર્મા સમજી ગયા. એમનો આવેગનો ઊભરો પણ હવે શમવા માંડ્યો હતો. પોતાની કસોટી થઈ રહી હતી, એ હકીકત હવે એમને સમજાવા લાગી હતી. નહિ રાજનું તમારો મુદલ અપરાધ નથી. તપસ્વીઓ કોઈનો અપરાધ નથી ગણતા. ખરું જોતાં તો તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે – તમે જ મને સંસારના કારાગારમાંથી છોડાવ્યો છે. તમે જ મારા તપની અભિવૃદ્ધિમાં સારી સહાય કરી છે.” અનિષ્ટ તેમજ અપકારને પણ આ તપસ્વીઓ તપની વૃદ્ધિમાં સહાયરૂપ ગણતા. મનના આવેગો ઉપર આવી જ વિચારશૈલીના સંયમ-અંકુશ મૂકતા. એ અંકુશથી તપસ્વી માત્રના ઉન્મત્ત બનેલા Page #40 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૨૩ આવેગ-હાથીઓ ગરીબ ગાય જેવા નહિ બની જતા હોય. કેટલાકો તો માત્ર તપસ્વીઓને સ્વાભાવિક એવી ભાષા જ મુખેથી બોલી જતા હશે. પરંતુ અપરાધીઓ ઉપર એની સારી છાપ પડતી. વેર-વિદ્વેષનાં સાપોલિયાં તત્કાળ તો સંતાઈ જતાં. ગુણસેન પોતાના અપરાધની ગંભીરતા સમજતો હતો. તપસ્વીના ક્રોધની ભયંકરતા પણ એની ગણતરી બહાર ન હતી. પરંતુ અગ્નિશર્માએ પોતે અને આચાર્ય કૌડિન્ય અસંતવ્ય અપરાધને તપોવૃદ્ધિના નિમિત્તરૂપ ગણાવ્યો, ત્યારે તેના હૈયા ઉપરનો ઘણોખરો ભાર ઊતરી ગયો. હળવું ફૂલ બનેલું એનું હૈયું, જરા આનંદ હિલોળે ચડ્યું. કહ્યું : મહારાજ, આ વખતે તો મારાથી સાવધ ન રહેવાયું, પણ આ મહિનાના ઉપવાસને અંતે જો મારે ત્યાં પધારો તો હું મને કૃતકૃત્ય માનીશ.” આહાર કે ઉપવાસ સંબંધે સર્વ આશ્રમવાસીઓ સ્વતંત્ર હતા. કોણે, ક્યારે, કોને, ક્યાંથી ભિક્ષા લઈ આવવી, એ વિશે ખાસ વિધિનિષેધ નહોતા. દેહની રક્ષા માટે ભિક્ષા છે એમ નહિ પણ સંયમની રક્ષા માટે આહાર આવશ્યક છે, એમાં જીલ્લાની લોલુપતા ન ભળવી જોઈએ. એ સૂત્ર આચાર્યે સૌને શીખવી રાખ્યું હતું. એમાં અપવાદ ન આવે એ વિશે એમને માત્ર જાગૃત રહેવું પડતું. છતાં આ પ્રસંગે ગુણસેનની ગ્લાનિ અને વ્યાકુળતા જોઈ આચાર્ય અગ્નિશર્માને બીજા મહિનાને અંતે પણ ગુણસેનને ત્યાંથી જ ભિક્ષા લઈ આવવાનો અનુરોધ કર્યો. એટલું જ નહિ, ગુણસેન વિદાય થયો ત્યારે પણ આચાર્ય એના મસ્તકે હાથ મૂકી આશ્વાસન આપ્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વેરનો વિપાક તપસ્વીને તમે દુભાવ્યા છે, એમ ન માનશો. અમારા ભાગ્યમાં જો એ અંતરાય હોય તો કોઈ શું કરી શકવાનો હતો ? અમે કોઈને શત્રુ કે કોઈને સગા નથી માનતા. સર્વત્ર મહામંગળ જ વિલસતું હોય એમ માનીએ છીએ અને તપસ્વીઓ તો જગતનાં માતાપિતા જેવા ગણાય. એમને પોતાનાં સંતાનો વિશે માઠું કેમ લાગે ?” પછી ગુણસેને કૃતજ્ઞતાપૂર્વક આચાર્યને નમસ્કાર કરી વિદાય લીધી. (૬) જીવનધારણ માટે અન્ન આવશ્યક છે. એક યા બીજા રૂપે પણ પ્રાણીમાત્રને પણ પોષણ મળવું જોઈએ. જો એમ જ હોય તો આચાર્ય કૌડિન્યના અને એવા કેટલાય કુલપતિના તાપસી અન્નના અભાવે અથવા તો નામમાત્રનો – એક જવનો દાણો ખાઈને કે લણી લીધેલા ખેતરમાં વેરાયેલા, રહી ગયેલા કણનો આહાર કરીને વર્ષો સુધી કઈ રીતે જીવી શકતા હશે ? અગ્નિશર્માને બીજા મહિનાના ઉપવાસ ખેચતા કોઈ જુએ તો એમનો દેહમાત્ર અસ્થિપિંજર જેવો લાગે. થોડાં હાડકાંનું માળખું ક્વચિત્ હરતું-ફરતું કે બેઠેલું દેખાય. એક જ ધક્કો લાગતાં ગોઠવાયેલાં એ અસ્થિ કદાચ છૂટાં પણ પડી જાય. એટલે છતાં એ તપસ્વીના વદન ઉપર જે એક પ્રકારની કાંતિ અહોનિશ છવાયેલી રહે છે, તેનું નિરીક્ષણ કરનારને તો અંતરમાં ઊંડે ઊંડે વહેતી પરિતૃપ્તિ વચ્ચે આત્માની અખૂટ આનંદધારા જીવનધારણમાં મુખ્ય વસ્તુ છે, એવી પ્રતીતિ થયા વિના ન રહે. બીજા મહિનાના ઉપવાસ આદરતાં અગ્નિશર્માને આરંભમાં થોડો ક્ષોભ થયેલો. ક્રોધ અને નિરાશાએ એમનો થોડો પરાભવ કરેલો, Page #42 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો રૂપ પરંતુ ગુણસેનના આગમન અને તેની ક્ષમાયાચના સાથે જ પેલી પરિતૃપ્તિનો અમૃત પ્રવાહ અંગેઅંગમાં ફરી વળ્યો. પછી તો અનાહાર એ જ જાણે કે પોતાનો સ્વભાવ હોય, આહાર, ભિક્ષા, એ ઉપાધિ હોય, એક ઉપાધિની સાથે નિદ્રા, તંદ્રા, આલસ્ય જેવી વિકૃતિઓની આખી સેના દેહ અને અંતરને પરવશ બનાવતી હોય એમ એમને લાગવા માંડ્યું. બબ્બે, ત્રણત્રણ મહિનાના ઉપવાસ આદરતા આ તાપસોએ ભૂખ, તરસ એ કઠોર, નિર્મમ વસ્તુ છે, એ પ્રકારની જનહૃદય ઉપર પડેલી છાપ ભૂંસી નાંખી હતી. ભૂખ્યો માણસ ગમે તેવા દુરાચાર આચરી શકે, ભૂખના દુ:ખ કરતાં ચડે એવું બીજું એક ભયંકર કષ્ટ નથી, એમ કહેવાતું. પણ આ તપસ્વીઓએ ભૂખ, તરસનું દમન કરી, સંયમમાં રહેલી પ્રભુતાની લોકોને ઝાંખી કરાવી હતી. બીજી રીતે ભોગોપભોગ અને ઐશ્વર્યમાં રચીપચી રહેતી, જીવનની એ જ સાધના હોય એમ માનવા લાગેલી જનતાને ત્યાગ, સંયમના જ્વલંત ઐશ્વર્યનો મહિમા પણ જેવો તેવો નથી એમ તેમણે ઠસાવ્યું હતું. ભૂખ, તરસ, સંતાપ વગેરે સંસારની કઠોરતાઓ છે, વાસ્તવતાઓ છે અને કાચોપોચો માણસ એના જુલમથી થરથરી ઊઠે છે. પરંતુ એને પણ અંકુશમાં આણી શકાય છે અને એવા સંયમમાર્ગનો પથિક સંસારનો મહારથી બને છે એમ પણ આ તપસ્વીઓએ લોકોના દિલમાં ઉતાર્યું હતું. એટલે જ શહેરથી દૂર આવેલા આ આશ્રમના તપસ્વીઓનાં દર્શન કરવા યથાશક્તિ એમની સેવા-સુશ્રુષા કરવા નાગરિકોના સમૂહ અવારનવાર આવી ચડતા. સુધા ઉપર વિજય વર્તાવનાર, દેહને અને દેહની વાસનાઓને પાળેલા પશુની જેમ વશમાં રાખનાર આ અગ્નિશર્મા પ્રત્યે સૌ ભક્તિભાવ દર્શાવતા. જનસમાજ આ તાપસોને ભૂખ વેઠનારા કહી એમની ઉપેક્ષા નહોતો કરતો. એનું એક બીજું કારણ પણ હતું. જેમણે ગાંડા હાથી Page #43 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક જેવા વિષયો ઉપર વિજયનો ધ્વજ રોપ્યો. તેઓ જતે દિવસે આત્માની અનંત ઋદ્ધિ-સિદ્ધિઓના ભંડાર અવશ્ય ખોલી નાખે એમ એ સમાજ માનતો. દુન્યવી વૈભવ કરતાં પણ અક્ષય આત્મ-ઋદ્ધિનું અધિકું મૂલ્ય લોકો કંઈક સમજવા લાગ્યા હતા. અગ્નિશર્મા અને ગુણસેન વસ્તુત: એમના યુગના બે પ્રતિનિધિઓ હતા. એક નીચેના થરના અને બીજા ઊંચા થરના. નીચેના થરના અગ્નિશર્મા પ્રતિનિધિ હતા. તેમની નીચે પણ બીજા કેટલાક થર હતા. કુલ અને જાતિના મદમાંથી આ ઊંચ-નીચના ભેદ જન્મ્યા હતા. એની ઉપર પ્રહારો પડતા, છતાં ઘવાયેલા ક્રૂર પ્રાણીની જેમ ઘડીભર છુપાઈ, પાછા લાગ મળે ત્યારે થાપો મારવાનું ભૂલતા નહિ. ઊંચ-નીચના એકવાર ભેદ પડ્યા, એટલે એનો વિસ્તાર વધતો જ રહે. બ્રાહ્મણો અને ક્ષત્રિયો એકબીજાને ઊંચ-નીચ માનતા, એટલું જ નહિ, પણ અંદર અંદર નાના વર્ગો ઊભા થતા અને એક વર્ગ બીજાને ઊતરતી કોટિનો ગણાવવા મથતો. પ્રાચીન સાહિત્યમાં “બ્રાત્ય' શબ્દનો ઉલ્લેખ મળે છે. ક્ષત્રિયોને બ્રાહ્મણો વાત્યો કહી અવગણતા અને બ્રાહ્મણોને બીજાઓ ભિક્ષુક કુળના કહી તિરસ્કારતા. વાત્યો અસભ્ય અને અસંસ્કારી ગણાતા હોવાથી જ્યાં વ્રાત્યો મોટી સંખ્યામાં રહેતા હોય તે ભૂમિમાં પગ મૂકવાથી પણ પાપ લાગે એમ મનાતું. આવા ભેદભાવો અને નાનાં નાનાં વર્તુળોમાં પણ જ્યારે કોઈ જ્ઞાની, તપસ્વી, પુરુષાર્થીના પરચા મળતા ત્યારે પેલી કૃત્રિમ ભેદરેખાઓ આપોઆપ ભૂંસાઈ જતી. શક્તિશાળીને સૌ શિરોધાર્ય માનતા. અગ્નિશર્મા ભિક્ષુક કુળનો હતો. છતાં પોતાની કઠોર તપશ્ચર્યા અને દેહદમનને લીધે લોકપૂજ્ય બન્યો હતો. અગ્નિશર્માએ બ્રાહ્મણ કુળને માથે ગૌરવનો ચમકતો મુગુટ મૂક્યો હતો. જે કુળમાં આવા તપસ્વીઓ પેદા થાય, તે કુળને કેવળ ભિક્ષુક ન કહી શકાય - એની * * * * Page #44 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૨૭ નિંદા ન થાય, એવી છાપ લોકમાનસ ઉપર પડી હતી. એ રીતે કૃત્રિમ મર્યાદાઓ – સંકુચિતતાઓ તૂટતી હતી. હિંદી સંસ્કૃતિના વિસ્તાર અને વિકાસમાં આવી અનેક ઘટનાઓ છૂપી પડી છે. ગુણસેન આજ સવારથી સાવચેત હતો. શર્માના બીજા મહિનાના ઉપવાસ પૂરા થતાં હોવાથી આજે ભિક્ષા માટે આવવા જ જોઈએ - બીજીવાર ભૂલ ન થાય તે માટે પ્રથમથી જ સાવધ બનીને બેઠો હતો. શર્માજીને ભિક્ષામાં ધરવા માટે શું શું તૈયાર કરાવવું એનો વિચાર કરતો હતો, પરિચારકને સૂચના આપવા જતો હતો, એટલામાં મહામાત્યે પ્રવેશ કર્યો. મહામાત્ય ગભરાયેલા જેવા દેખાતા હતા. રોજની એમની ગંભીર મુખમુદ્રા ઉપર ચિંતાગ્રસ્તતાની છાયા છવાઈ હતી. સ્વચ્છતાનો દેખાવ કરવા છતાં ગુણસને એમની વ્યાકુળતા પરખી લીધી. પધારો, મહામાત્યજી ” ગુણસેને પોતાની હંમેશની વિનય, નમ્ર શૈલીએ મહામાત્યનું સ્વાગત કર્યું. પ્રસ્તાવના કે ભૂમિકા રચવાની પણ મહામાત્યને જરૂર ન જણાઈ: આ સીમાડાના રાજાઓ હવે વકર્યા છે.” એટલું બોલીને એમણે એક નિ:શ્વાસ નાખ્યો. ગુણસેન પોતાના શ્વસુરની રાજનીતિ જાણતો હતો. મહારાજાના ઔદાર્યનો કેટલીકવાર દુરુપયોગ થતો અને છતાં મહારાજા મોટા મને સાંખી લેતા, એ હકીકત પણ એના ધ્યાન બહાર નહોતી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વેરનો વિપાક આજે હવે મહારાજાનું નહિ, પણ મહારાજાના જમાઈનું શાસન ચાલે છે. જમાઈમાં પાણી નહિ હોય એમ પણ આ સીમાડાના રાજાઓએ કદાચ માની લીધું હશે અને તેથી જ તેઓ રંજાડ કરતા, હોય એવી ગુણસેને કલ્પના કરી. મહામાત્યના મુખેથી વધુ સમાચાર જાણવા એ સહેજ વધુ ઉત્સુક બન્યો. મહામાત્યે કહેવા માંડ્યું : “ગુપ્તચરો સમાચાર લાવ્યા છે કે આપણા રાજ્યની સીમા ઉપર જે પર્વત આવેલો છે, તેની ઉપર માનતુંગ રાજાએ હુમલો કરી, રાત્રિના વખતે સૂતેલા સૈનિકોને દગાથી મારી નાખ્યા છે.” મહામાત્ય વધુ આગળ બોલવા જતા હતા, પણ ગુણસેન વચ્ચે બોલી ઊઠ્યો : “એની ચિંતા ન કરો. તમે સૈન્યને તૈયાર કરો. મારે આજે થોડું કામ છે, તે પતાવી દઉં” અગ્નિશમને ભિક્ષા આપવાની છે, એમ તો એણે ન કહ્યું, પણ ગુણસેનના દિલમાં એ જ મુખ્ય ચિંતા હતી. મહામાત્યને કહી બતાવવાની જરૂર ન લાગી. જતાં જતાં મહામાત્યે કહ્યું : “સેનાપતિને તૈયાર રહેવાની સૂચના આપતો જઉં છું.” ગુણસેને મૌનભાવે એને સંમતિ આપી. સીમાડાના રાજવીઓની રંજાડ એ માત્ર રાજપ્રકરણી ઘટના ન હતી. આવા સમાચારો અતિશયોક્તિના વિચિત્ર રંગ પકડી નાગરિકોમાં ફેલાતા અને આફત ઘર આંગણે આવીને ઊભી હોય એમ લોકો હેબતાઈ જતા. જેમણે થાણાના ચોકીદારોને દગાથી મારી નાખ્યા હોય તેઓ ગુણસેનની ગફલતનો લાભ લઈને નગરમાં પેસી જાય અને અરાજકતા વર્તાવે, એ અસંભવિત નહોતું. ભયની શંકાથી શહેરના રાજમાર્ગો લગભગ સૂના જેવા થઈ ગયા હતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૨૯ સેનાપતિના કાને જેવી આ વાત ગઈ કે તરત જ તે પોતાના સૈન્યને તૈયાર થવાનો આદેશ આપી, કુંવર ગુણસેન પાસે આવ્યો. એ શહેરીઓની ચિંતા અને શંકાઓ વર્ણવતો હતો, એટલામાં મહામાત્યે મોકલેલા જ્યોતિષીઓ પણ આવી પહોંચ્યા. વિનયમૂર્તિ ગુણસેન આ જંજાળમાંથી જેમ જેમ છૂટવા મથતો હતો, તેમ તેમ એ વધારે ગૂંચવાતો હતો. જ્યોતિષીઓએ કહેવા માંડ્યું : “મહારાજ, અત્યારનું ચોઘડિયું સર્વોત્તમ છે. અત્યારે જો પ્રસ્થાન કર્યું હોય તો પગલે પગલે વિજયના પડઘા પડે.” એ જ વખતે અંતઃપુરમાંથી આવેલી એક પરિચારિકાએ બહુ જ ધીમે અવાજે કુંવરના કાનમાં કંઈક કહ્યું. જવાબમાં ગુણસને માત્ર એટલું જ ઉચ્ચાર્યું : “આવું છું.” સંભવ છે કે નગરભરમાં જે ભય-આતંક છવાયો હતો, તેની હવા અંતઃપુરમાં પ્રવેશી હોય. આવા સંગ્રામના સમયે વધુમાં વધુ ભય જો કોઈને હોય તો અંતઃપુરવાસીઓને. પકડાયેલી રાજકુટુંબી સ્ત્રીઓની દુશ્મનો ભારે દુર્દશા કરતા. જ્યોતિષીઓ કહેવા લાગ્યા : “મહારાજ ! અત્યારે એક પળનો પણ વિલંબ કરવા જેવું નથી. ચોઘડીયું ચાલી જાય છે. આપ ખુશીથી અંતઃપુરમાં જઈ આવો, પણ રણદુંદુભિ ગર્જી ઊઠે એવી આજ્ઞા આપતા જાઓ, એટલું પ્રસ્થાન અત્યારે બસ છે.” ગુણસેનને એ પ્રકારના પ્રસ્થાન સામે વાંધો ન હતો. એ પોતે જ્યોતિષીઓ વગેરેને વિદાય આપી, અંતઃપુરમાં ગયો. અંતઃપુરમાં એને જરા વધારે સમય લાગ્યો. એક તો મહારાણી અસ્વસ્થ હતાં, આસન્નપ્રસવા હોવાથી એમના મનનું સાંત્વન કરતાં ગુણસેનને થોડી વાર લાગી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વેરનો વિપાક સૈન્ય, સેનાપતિ વગેરે તૈયાર હોવાથી અને ચોઘડિયું સાચવવાનું હોવાથી પોતે પણ યુદ્ધનો સાજ સજવા લાગ્યા. એટલામાં અચાનક એમને અગ્નિશર્માનું સ્મરણ થઈ આવ્યું. અંગરક્ષક પાસે જ ઊભો હતો. કહ્યું : “જો તો ખરો, પેલા તપસ્વી આવ્યા હોય તો એમને આદરથી અહીં બોલાવી લાવ !” અંગરક્ષક તપસ્વીને નહોતો ઓળખતો. રાજકારે ભિક્ષકો, તપસ્વીઓ, યાચકો સેકડોની સંખ્યામાં આવે. એમાંથી અગ્નિશર્માને શી રીતે જુદા પાડવા એ એનાથી ન સમજાયું. એ કંઈ પૂછે તે પહેલાં જ ગુણસેન એની મુશ્કેલી કળી ગયા. બોલ્યા “ મહિના મહિનાના ઉપવાસ કરનારા, સાવ કૃશ થઈ ગયેલા, વિલક્ષણ આકૃતિવાળા એક આશ્રમવાસી ઊભા હોય તો બોલાવી લાવ!” આ વખતે અંગરક્ષક કંઈક સમજ્યો. એ દોડતો દરવાજા તરફ ગયો. પણ ત્યાં કોઈ કૃશકાય ભિક્ષુક ન દેખાયો. તપાસ કરતાં જણાયું કે તપસ્વી તો થોડી ક્ષણો પૂર્વે જ દરવાજા પાસે આવીને-ઘડીક રાહ જોઈને પાછા ચાલ્યા ગયા હતા. અંગરક્ષક દરવાન પાસેથી સાંભળેલી વાત ગુણસેનને કહી સંભળાવી. એ વખતે ગુણસેનને એટલો આઘાત થયો કે ઘડીભર તો એને ચક્કર આવી ગયા. પાછા ગયા ?” ગુણસને માત્ર એટલું જ પૂછ્યું. પણ એના શબ્દ શબ્દ વેદના ગૂંથાયેલી હતી. આટઆટલી કાળજી રાખવા છતાં તપસ્વીને બીજા મહિનાના અંતે પણ ખાલી હાથે પાછું ફરવું પડ્યું ? ગુણસેન ઉતાવળે પગલે મહેલની બહાર આવ્યો. Page #48 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો એણે એકદમ નોકરને આજ્ઞા કરી. સંગ્રામમાં જવા માટે તૈયાર રાખેલો ઘોડો મંગાવ્યો અને કોઈને કંઈ કહ્યા વિના તપસ્વીની પાછળ ચાલી નીકળ્યા. અગ્નિશમાં શહેરની બહાર જાય તે પહેલાં તો એમને પકડી પાડ્યા. ઘોડા ઉપરથી નીચે ઊતરી એ તપસ્વી આડો ઊભો રહ્યો. ૩૧ “તપસ્વી મહારાજ, મારી જરા ભૂલ થઈ ગઈ !'' બે હાથ જોડી નગરનો રાજવી ગુણસેન વિનવે છે. “સવારથી આપની ચિંતામાં જ હતો, પણ યુદ્ધની વાર્તાએ મને ભુલાવ્યો. કૃપા કરીને પાછા ફરો !'' વસંતપુરીના રાહદારીઓ આ અપૂર્વ દશ્ય નિહાળી રહ્યા. એક તરફ વૈભવ અને ઐશ્વર્યની મૂર્તિ જેવો ગુણસેન માથું નમાવી બે હાથની અંજલિ જોડી ઊભો હતો. સામે જ એક અસ્થિપિંજર ઊભું હતું. ભોગ અને દીનતા જાણે કે સામસામા ઊભાં હતાં. દીનતાના પ્રતીક સમા તપસ્વી પાસે સત્તા અને ઐશ્વર્યની મૂર્તિ જાણે કે યાચના કરતી હતી. ‘મારી પ્રતિજ્ઞાનો ભંગ મારાથી ન થઈ શકે.” તપસ્વીના ક્ષીણ શબ્દોમાં પ્રતિજ્ઞાપાલનની ખુમારી ગૂંજતી હતી. ગુણસેન પણ એ પ્રતિજ્ઞાથી અજાણ્યો નહોતો. બની શકે તો કોઈ રસ્તો કાઢવા અને પોતાને ત્યાં આહાર માટે પધારવા એણે ફરી ફરીને તપસ્વીને આગ્રહ કર્યો. પણ તપ એ જ જેનું જીવનધન છે, તપ એ જ જેની સમૃદ્ધિ છે, તે પોતાની પ્રતિજ્ઞાનું ગૌરવ કેમ જવા દે ? અગ્નિશર્માની દઢતા અને તપશ્ચર્યા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા જોઈ ગુણસેનનું અંતર દ્રવી ઊઠ્યું. પોતાની અસાવધતા માટે પશ્ચાત્તાપ કરવા જેટલો અત્યારે સમય નહોતો. પોતે રાજમહેલમાં હોત, શહેરની શેરીમાં પ્રજાજનોની સન્મુખ ન હોત તો કદાચ પોતાના પવિત્ર અશ્રુબિન્દુથી તપસ્વીના પગ પખાળત. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વેરનો વિપાક તપસ્વી પાછા ફરે એવું કોઈ ચિહ્ન ન દેખાયું, એટલે ગદ્ગદ્ સ્વરે ગુણસને યાચના કરી : ખરેખર મારાં દુર્ભાગ્ય છે કે મારા મહેલના આંગણે આપના ચરણની રજ પડવા છતાં હું આપને આહાર આપી શક્યો નથી. હવે વધુ આગ્રહ કરવાની હિંમત નથી ચાલતી, પણ જો આ મહિનાના ઉપવાસને અંતે મારે ત્યાં પધારો તો હું મારું સઘળું દુર્ભાગ્ય ધોવાઈ ગયું માનીશ.” અગ્નિશર્માએ સરળ ભાવે એ વિનંતી સ્વીકારી લીધી. (૮) ત્રીજો મહિનો તપસ્વીને માટે અગ્નિપરીક્ષા કરતાં પણ અનેકગણો આકરો હતો. હાડકાં સુધ્ધાં અંદરથી ખળભળી ઊઠ્યાં હતાં. આશ્રમવાસીઓએ તો શર્માના જીવનની આશા તજી જ દીધી હતી. કોણ જાણે કેમ, કઈ શ્રદ્ધાની શક્તિથી પણ શર્માનો ક્ષીણ-અતિ ક્ષીણ જીવનદીપક ભારે સૂસવાતા વાયરા વચ્ચે પણ અણબુઝાયો રહ્યો. હવે ગુણસેનના આગ્રહને જતો કરે અને કોઈ સામાન્ય નાગરિકને ત્યાંથી ભિક્ષા લેવાનું રાખે તો ઠીક, એમ આશ્રમવાસીઓ માનતા અને અગ્નિશર્માને કાને પણ એ વાત ગઈ. ઉગ્ર તપશ્ચર્યા કરનારના નિશ્ચય પણ એટલા જ દઢ હોય. આ વખતે પણ ગુણસેનના મહેલેથી જ જે કંઈ આહાર મળે તે લેવાનો આગ્રહ ન છોડ્યો. ગુણસેનને આપેલું વચન તો પળાવું જ જોઈએ. બીજી રીતે જોતાં ગુણસેનની ભક્તિ અને શ્રદ્ધા માટે તપસ્વીના દિલમાં લવલેશ પણ આશંકા ન હતી. છેલ્લે જયારે ઘોડે ચડીને, યુદ્ધમાં જતાં પહેલાં મળેલો ત્યારે એની યાચનામાં જે આત્મગ્લાનિ તરવરતી હતી તે તપસ્વીએ પોતે નિહાળી હતી. પ્રથમનો ગુણસેન Page #50 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૩૩ ભલે ક્રીડાપ્રિય હોય, ભલે ભારે ત્રાસ આપ્યો હોય, પણ શ્વસુરમાં આવીને રાજકાજ સંભાળતો ગુણસેન તો જુદો જ હતો, એનો હૃદયપલટો થઈ ચૂક્યો હતો. ત્રીજા મહિનાના છેલ્લા દિવસો ખરેખર કટોકટીના હતા. ગુણસેન પણ એ જાણતો હતો અને તપસ્વીના પારણાના દિવસની રાહ જોતો હતો. ગુણસેનની ખાતર ત્રણ ત્રણ મહિનાના ઉપવાસ ખેંચનાર તપસ્વી પોતાના નિશ્ચયમાં એટલા જ અડગ હતા. પણ સંસાર હંમેશાં સીધી ગતિએ નથી ચાલતો. કેટલીક વાર વહાણ કાંઠે આવવાની તૈયારી હોય, એક-બે પળોનો જે વિલંબ હોય, એટલામાં કોણ જાણે ક્યાંથી કાળાં વાદળ ઘેરાય છે, તોફાની ઝંઝાવાત ફૂંકાય છે અને કાંઠે આવતું નાવ પાછું ધકેલાય છે. માનવીની આશાઓ અને કલ્પનાઓનો ભાંગીને ભુક્કો થઈ જાય છે. તપસ્વીના સંબંધમાં પણ એવું જ બન્યું. ત્રીજા મહિનાના અંતે ચોથા મહિનાના ઊગતા પ્રભાતે જ ગુણસેનને ત્યાં પુત્રજન્મ થયો. આખું રાજકુટુંબ અને નાગરિકો એવી ધમાલમાં પડી ગયા કે તપસ્વીના પારણાની વાત સાવ જ ભુલાઈ ગઈ. શર્માજી ક્યારે આવીને પાછા વળી ગયા તે કોઈના જાણવામાં જ ન આવ્યું. અગ્નિશર્માના રોમેરોમમાં ક્રોધ વ્યાપી ગયો. ગુણસેન ભક્તિનો દંભ કરી પોતાના પ્રાણ લેવા માગે છે, એવી એમને પ્રતીતિ થઈ. પુત્રનો જન્મોત્સવ તો એમણે નજરોનજર જોયો હતો. શહેરભરમાં આનંદોલ્લાસના તરંગો ઊછળતા નિહાળ્યા હતા, પણ એવા ઉત્સવમાં ભાન ભૂલનાર રાજવી, તપસ્વીના પારણાનો દિવસ ભૂલી જાય, એ એમને અસંભવિત લાગ્યું. ત્રણ ત્રણ મહિના સુધી ભૂખથી રિબાવનાર અને દરેક વખતે કંઈક ને કંઈક બહાનું કાઢનાર ગુણસેનને પાયમાલ કરવા તરફ એની મનોવૃત્તિ વળી. Page #51 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક આકરી તપશ્ચર્યા એ વસ્તુતઃ સિદ્ધિ નથી. શાંતિ, ક્ષમા, મૃદુતા, કરુણા કેળવવામાં સાધન માત્ર છે, એ વાત અગ્નિશર્માને પૂરેપૂરી નહોતી સમજાઈ. આચાર્ય કૌડિન્ય પણ એ વિષયમાં હજી વિદ્યાર્થી જેવા હતા. તપશ્ચર્યાના માહાત્ય કરતાં પણ મનઃસંયમ, અંતઃશુદ્ધિ વધારે મૂલ્યવાન છે અને શુભાશુભ ગતિમાં એ જ નિયામક છે, એ તરફ એમનું બહુ લક્ષ નહોતું. તેઓ ઉગ્ર તપશ્ચર્યાના અને સામાન્ય યમ-નિયમના માત્ર પૂજારી હતા. અગ્નિશર્માની તપને લીધે પરમ શક્તિશાળી બનેલી મનોવૃત્તિને આજે ઉપશમાવવાની જરૂર હતી. એના દેહ તથા મને પરસ્પરના સહકારથી જે વિપ્લવ જગાવ્યો હતો, તેને પોતાના અંકુશમાં આણવાની જરૂર હતી. સદ્ભાગ્યે જો શર્માને અત્યારે એવા કોઈ સદ્ગુરુ સાંપડ્યા હોત તો શર્મા આખી બાજી જીતી જાત. આશ્રમવાસીઓ આ વખતે અગ્નિશર્મા પાસે જવાનું કે ક્ષેમકુશળ પૂછવાનું પણ સાહસ કરી શક્યા નહિ. દૂરથી એમને જોતાં જ આશ્રમવાસીઓને ખાતરી થઈ કે રોજની શાંતિ, ક્ષમા, મૃદુતા આજે અગ્નિશર્મા ખોઈ આવ્યા છે. એમની આંખો આજે આગની વર્ષા કરતી હતી. કોઈ રીતે પણ ગુણસેનને ખુવાર કરું.” મારી ઉપર વેર રાખનાર એ રાજવીને ક્યાંય સુખ-શાંતિથી રહેવા ન દઉં ! આ એક જ વૃત્તિ તપસ્વીના અંતરમાં કાળા નાગની જેમ ફૂંફાડા મારતી હતી. ત્રણ ત્રણ મહિનાની અનાહારતા અને બીજી તરફ વૃત્તિઓમાં જાગી પડેલો આ સ્વછંદ સંક્ષોભ : એ બંનેનો સામનો કરવામાં અગ્નિશર્મા નિષ્ફળ નીવડ્યા. વેર ! વેરનો વિચાર કરતાં એ અર્ધનિદ્રામાં પડ્યા. Page #52 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૩૫ થોડીવારે રાજ્યનો પુરોહિત સોમદેવ ધીમે પગલે ત્યાં આવ્યો અને જે દર્ભાસન ઉપર તપસ્વી આડે પડખે પડ્યા હતા, તેનાથી થોડે દૂર ઊભા રહી તપસ્વીને વંદન કર્યું. તપસ્વીએ પગલાનો અવાજ સાંભળી લાલચોળ બનેલી આંખો ઉઘાડી. સોમદેવ તત્કાળ તો કંઈ પૂછવાની હિંમત ન કરી શક્યો. પણ સુખ-સમાચાર પૂછતો હોય તેમ વિનયથી બોલ્યો : - ભગવદ્ ! શરીર બહુ ક્ષીણ થઈ ગયું દેખાય છે.” તપસ્વીઓ એવા કુશ જ હોય !” અગ્નિશર્માએ ટૂંકામાં પતાવ્યું. સોમદેવ ખરેખર રાજાના પ્રતિનિધિ તરીકે આવ્યો હતો. ગુણસેન પોતે અત્યારે આવી શકે એમ નહોતું. પુત્રોત્સવ હતો, એટલા માટે નહિ, એને આ વખતે તપસ્વી કદાચ ક્રોધાયમાન થશે અને કંઈનું કંઈ કહી નાખશે એવી બીક લાગી હતી. સોમદેવે કહેવા માંડ્યું, “તપસ્વીઓને આહાર તો મળી શકે છે. છતે આહારે આટલું કષ્ટ શા સારુ ? અમારા રાજવી ગુણસેન તપસ્વીઓનો આદર કરે છે.” ગુણસેનનું નામ સાંભળતાં જ અંતરમાં શૂળ ભોંકાઈ હોય તેમ તપસ્વી બોલ્યા : “ગુણસેનનું નામ ન લેશો, એ ઋષિઘાતક છે !” સોમદેવને હવે વધુ વાત કરવાની જરૂર ન લાગી. ગુણસેન વતી ક્ષમા યાચવાનો એનો ઈરાદો હતો. પણ એને લાગ્યું કે આ તપેલી ભૂમિ ઉપર છાંટા નાખવા નકામા હતા. સોમદેવ નિરાશ વદને પાછો વળ્યો. એણે ગુણસેનને કહ્યું કે “તપોવનમાં તો દાવાનળ પ્રગટ્યો છે. અગ્નિશર્મા કોઈનું માને તેમ નથી.” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વેરનો વિપાક ગુણસેન પોતે એ સમાચાર સાંભળી નિરાશ ન થયો. એણે અલબત્ત ભૂલો કરી હતી, ખરા પારણાને વખતે એ અસાવધ રહ્યો હતો. પણ એના અંતરમાં તપસ્વીને પજવવાની કોઈ દુર્ભાવના નહોતી. થોડીવારે તે પોતે તપોવનમાં આવ્યો. પ્રથમ આચાર્યને મળ્યો અને જે કંઈ બન્યું હતું, તે સરળ ભાવે કહી સંભળાવ્યું. આચાર્યને બહુ લાગી આવ્યું, પરંતુ આ બધી અકસ્માતોની જ પરંપરા હતી, એવો નિર્ણય કરતાં એમને વાર ન લાગી. ગુણસેનને ત્યાં જ બેસવાનું કહી આચાર્ય અગ્નિશર્મા પાસે આવ્યા. એમને પણ લાગ્યું કે આજના તપસ્વી ગઈકાલ સુધીના અગ્નિશર્મા નથી. એમના ચહેરા ઉપર ભયાનક રૌદ્ર ભાવો તાંડવ ખેલી રહ્યા હતા. તપની બધી સિદ્ધિ અને તેજ તેમણે વેરવૃત્તિમાં પલટાવી નાખ્યાં હતાં. આટઆટલી તપશ્ચર્યા કરવા છતાં, છેલ્લી કસોટીમાં માનવી આટલો પામર, પરાભૂત બની જતો હોય તો આ તપશ્ચર્યાનો શું ઉપયોગ છે ? આવો એક વિચાર આચાર્યને સ્પર્શી ગયો. એમને થયું કે એકલું દેહદમન અર્થશૂન્ય છે. જેણે દેહને દુભવવામાં કંઈ બાકી નથી રાખી, સ્વાદ અને ભૂખ ઉપર જેણે વિજય વર્તાવ્યો છે, તેની મનોવૃત્તિમાં પ્રસન્નતા અને કરુણાના જ મહેરામણ ઘૂઘવવા જોઈએ. અગ્નિશમ હજી એ સાધનામાર્ગથી સાવ અજાણ્યો હતો. આચાર્યે અગ્નિશર્માને સાંત્વન આપવા કહેવા માંડ્યું : “વત્સ ! તે બહુ વેડ્યું છે. સામાન્ય મનુષ્ય ગાંજી જાય એવાં કષ્ટોનો તે સામનો કર્યો છે. આજે હવે તારી છેલ્લી પરીક્ષા છે. ભવજલ તરવા જે નૌકાનો આશ્રય લીધો છે, તેને તળિયે ક્રોધ-કષાયાદિનું મોટું કાણું Page #54 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૩૦ તો નથી રહી ગયું ને, એ તારે પોતાને જ આજે જોવાનું છે. તારી મહામૂલી મૂડી એળે ન જાય, તારી સાધના તને ઉન્માર્ગે ન ઘસડી જાય એની સંભાળ તો તારે પોતે જ લેવાની છે.” પણ આજે એ ઉપદેશને માટે અવકાશ નહોતો રહ્યો. બીજા દિવસોમાં આચાર્યે આવી તાત્ત્વિક વાતો કહી હોત તો તે એનો આદર કરત. ઉપદેશને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરત, પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું. અગ્લિશર્માએ વેરના ઉંધા માર્ગે પોતાનું પ્રયાણ શરૂ કરી દીધું હતું. ગુણસેનને કોઈ પણ રીતે અધ:પાતને તળિયે પછાડવાનો એણે નિર્ણય કરી લીધો હતો. બીજાને અધોગતિ કે પ્રગતિના માર્ગે દોરતા પહેલાં પોતાને જ એ માર્ગના અગ્રણી બનવું પડે છે. ગુણસેનને સર્વનાશની ગર્તામાં ઢસડી જવા માગનાર અગ્નિશર્મા પોતે જ એમાં પહેલો ગબડી પડવાનો એનું એને ભાન ન રહ્યું. અગ્નિશર્માએ આચાર્યને જે જવાબ આપ્યો, તેથી આચાર્ય પણ હતાશ બની ગયા, કહ્યું : હું હવે એ ગુણસેનનું મોં પણ જોવા નથી માગતો. એ મારો આજનો વેરી નથી. હું માનતો હતો કે એ વેર ભૂલી ગયો હશે. મારો સત્કાર કરવા તૈયાર થયો હશે, પણ એણે મને ત્રણ વખત આમંત્રીને જે અપમાન કર્યું છે, તેનો બદલો લીધા વિના નહિ રહું. વેરનું કમંડળ છલકાઈ ગયું છે. સહનશીલતાની પણ હદ હોય છે. મેં પણ આપે કહ્યું, તેમ શાંતિ અને ક્ષમાની ઉપાસના કરી જોઈ. મને એમાંથી વેરનું ઝેર જ હાથમાં આવ્યું છે. એ ઝેર હું ખુશીથી પી જઈશ, હું ખુવાર થઈશ તો ભલે, પણ એકવાર તો ગુણસેનને બતાવી દઈશ. આ ભવમાં નહિ તો બીજા ભવમાં પણ હું એને નહિ છોડું. મારે હવે ગુમાવવા જેવું જ શું છે ?” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વેરનો વિપાક આચાર્યને થયું કે આ તપસ્વીને પોતાના તપની પણ કંઈ કિંમત નથી. વેરવૃત્તિએ આજે એને ઉન્મત્ત બનાવ્યો છે. એકલી તપશ્ચર્યા, વિવેક કે અંતઃશુદ્ધિ વિહોણી તપશ્ચર્યા આ રીતે જ માનવીને કચડી નાખે છે. તપનું અભિમાન, તપથી મેળવેલું બળ આજે અગ્નિશર્માને કાળજવરરૂપ પરિણમ્યું છે. એને બચાવવાનું કામ એટલું સુસાધ્ય નથી. વૃદ્ધ કૌડિન્ય ઊંડો નિ:શ્વાસ નાખી ઊભા થયા. જતાં જતાં પૂછ્યું : “બસ. નિર્ણય કરી નાખ્યો છે ? રાજવીને ક્ષમા આપવા જેટલી ઉદારતા પણ નહિ દાખવી શકો, તપસ્વી ? હું તમારા હિતૈષી તરીકે સલાહ આપું છું કે તપથી મેળવેલી આ ઋદ્ધિ વેડફી ન નાખો ” આપ જાણો છો કે મારો નિર્ધાર અચળ હોય છે. મેં આ જ દર્ભના આસન ઉપર, આમ ને આમ ભૂખ્યા-તરસ્યા રહીને પ્રાણ વિસર્જન કરવાનો નિશ્ચય કર્યો છે. હું રાજવીને ક્ષમા આપી શકતો નથી. જે થવાનું હોય તે થાય. વેર મારો મુદ્રાલેખ છે.” અગ્નિશર્મા સાથે વધુ વાત કરવાની આચાર્ય કૌડિન્યને હવે જરૂર ન જણાઈ. તપના આવા અધપાતે એમની મુખમુદ્રાને મલિન બનાવી દીધી. ગુણસેનને એમણે સઘળી પરિસ્થિતિ જણાવી. અગ્નિશર્મા પાસે જવાથી તો એના વેરમાં ધૃતાહુતિ થશે, એમ કહી એમને પાછા વાળ્યા. ગુણસેન પણ પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ કરતો અને મનમાં ને મનમાં તપસ્વીની ક્ષમા યાચતો પોતાને મહેલે આવ્યો. 0 0 0 Page #56 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૩૯ (૯) પ્રાચીન ઇતિહાસ ઉપર જોકે ગાઢ ધુમ્મસના થર આજે છવાયેલા પડ્યા છે, છતાં એ ધુમ્મસની વચ્ચે તપોવનો, તપસ્વીઓ અને વિશ્વકલ્યાણકામી નરપુંગવોની જ્યોતિ ઝળહળતી દેખાય છે. જે વખતની આ વાત કહેવાય છે, તે વખતની સભ્યતા અને સમૃદ્ધિની કાવ્યમય પ્રશસ્તિઓની વાત જવા દઈએ; તથાપિ પ્રકાશ, જ્યોતિ કે દીતિની પાછળ તલ્લીન બની, એની જ એકમાત્ર ઉપાસના કરનારો વર્ગ નાનોસૂનો નહોતો. તપ વિના તરવાનો બીજો ઈલાજ નથી, એટલી એક વાત એમને બરાબર સમજાઈ હતી અને જ્ઞાનની ચર્ચા પણ ઠેકઠેકાણે ચાલતી. એના પરિણામે સંસ્કારી પ્રદેશોમાં તપોવનો વટવૃક્ષોની જેમ ઊગી નીકળ્યા હતા. ભગવાન મહાવીરના જીવન સંબંધી જે વિગતો મળે છે, તેમાં દીક્ષા લીધા પછી એમણે મોરાગ સન્નિવેશ પાસેના દૂઈજ્જત આશ્રમમાં થોડી સ્થિરતા કરેલી હોવાનું જણાય છે. મોરાગ સન્નિવેશ નામ ઉપરથી જ લાગે છે કે એ બહુ મોટું શહેર નહિ હોય, નાનું ગામડું પણ નહિ હોય; માત્ર નેસ કહી શકાય એવું સ્થાન હશે. કદાચ શાંતિ, એકાંત અને કુદરતી રમ્યતાને લીધે ત્યાં દૂઈજ્જત આશ્રમ ઊગી નીકળ્યો હોય. ભગવાન મહાવીરે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જ્વલંત શર્મા નામે આશ્રમપતિ રહેતો હતો. મહાવીર પ્રભુના પિતાની સાથે એને કંઈક પણ સંબંધ હોવો જોઈએ. એટલે કે આ આશ્રમ સંચાલકો, એમના સમયના કર્તાહર્તા જેવા ગણાતા અધિકારીઓ સાથે સંપર્ક રાખતા અને ક્ષત્રિયો, રાજવીઓ એમને સહાય કરતા. જનસમુદાયનો સદ્ભાવ એ આશ્રમોની સંપત્તિ હતી. ભગવાન મહાવીરને દૂરથી આવતા જોઈને દૂઈજ્જત આશ્રમના Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વેરનો વિપાક કુલપતિ ઊઠીને ઊભા થયા, સામે ગયા અને પૂરેપૂરા સન્માનપૂર્વક આશ્રમમાં લઈ આવ્યા. કેવી કેવી આશાઓ એ કુલપતિએ બાંધી હશે તે તો કોણ જાણે, પણ જે ક્ષત્રિયકુમારે રાજઋદ્ધિનો ત્યાગ કરી સંન્યાસ સ્વીકાર્યો છે, તે આ આશ્રમને અજવાળશે, પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આશ્રમને તીર્થભૂમિ બનાવશે, આશ્રમની સઘળી આકાંક્ષાઓને મૂર્તિમંત બનાવશે, એવા સ્વાભાવિક મનોરથ એને સ્કુર્યા હશે. ભગવાનને ઉદેશીને એ કહેવા લાગ્યો : “પધાર્યા છો તો અહીં જ રહી જાઓ... અહીં બીજા ઘણા તપસ્વીઓ છે. આ આશ્રમને સર્વથા વિઘરહિત સમજજો. ધ્યાન માટે આવી એકાંત અને અનુકુળતા બીજે નહિ મળે.” મહાવીર તો એ વખતે એક રાત્રિ જ રોકાયા, પણ ચાતુર્માસ માટે સ્થિરતા અંગે આ સ્થાન અનુકૂળ થશે, એમ એમની ધારણા બંધાઈ એમણે કોઈને વાત ન કરી, પણ ચાતુર્માસ શરૂ થયે પોતે અહીં આવશે, એવી ધારણાપૂર્વક ત્યાંથી તરત જ વિહાર કરી ગયા. એ પછી જ્યારે ચાતુર્માસ માટે આ તપોવનમાં મહાવીર પ્રભુ આવ્યા ત્યારે પણ કુલપતિએ પૂરેપૂરા સભાવ સાથે એક ઝૂંપડી કાઢી આપી. ચાતુર્માસનો આરંભ થયો, પણ હજી વર્ષા નહોતી વરસી, તેથી આશ્રમના તેમજ અડખેપડખેના ઢોરોને ખાવા માટે પૂરું ઘાસ મળતું નહોતું. ભૂખની મારી કેટલીક ગાયો, આ આશ્રમવાસીના ઝૂંપડાનું ખડ ખાવા દોડી આવતી, તાપસો ગાયોને લાકડીથી મારીને હાંકી કાઢતા. એક માત્ર ભગવાન મહાવીર પોતાની ઝૂંપડીને બચાવવાનો કોઈ પ્રયત્ન નહોતા કરતા. તાપસોને આ નવો આગંતુક કદાચ વિચિત્ર અથવા આળસુ જેવો જ લાગ્યો હશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો કુલપતિએ મહાવીરને સમજાવવા માંડ્યું : “ક્ષત્રિયો તો પરાપૂર્વથી પૃથ્વીનું રક્ષણ કરતા આવ્યા છે. તમારે બીજું કંઈ વધારે નહિ તો આ ઝૂંપડી સાચવવી જ જોઈએ. પંખીઓ પણ પોતાના માળા જીવના જોખમે નથી જાળવતા ?” ભગવાન મહાવીર એ કુલપતિનો આશય સમજી ગયા અને પોતાને વિશે અપ્રીતિ ઊપજે એવા સંયોગો જોઈને એમણે એ આશ્રમનો ત્યાગ કર્યો. સંસારની સર્વ ગડમથલનો ત્યાગ કરવા છતાં આ તાપસી, આશ્રમનો, ઝૂંપડીઓનો મોહ મૂકી શક્યા નહોતા. ગાયોને પાછી વાળવા લાકડીઓનો છૂટથી ઉપયોગ કરતા. એમને એમાં કોઈ પ્રકારનો સંકોચ નહોતો. કનકલ આશ્રમ અને એ આશ્રમના મુખ્ય પુરુષ ચંડકૌશિકની વાત એ કાળના તપોવનો અને તપસ્વીઓના પ્રતીક સમી છે એમ કહી શકાય. કનકખલ આશ્રમનું જે વર્ણન આપવામાં આવ્યું છે, તે ઉપરથી સુવર્ણકુલાના કિનારે આવેલું આ ધામ ભારે ખ્યાતિ ધરાવતું હોય એમ લાગે છે. સર્વશ્રેષ્ઠ તપોવન પૈકી એની ગણના થતી હશે. કપૂર, તમાલ અને બીજા વિરલ વૃક્ષોની છાયા આ આશ્રમ ઉપર અહોનિશ ઢળેલી જ રહેતી. હોમ-યજ્ઞ તો એટલા બધા થતા કે આશ્રમનાં વૃક્ષોનાં પાન પણ ધુમાડાને લીધે કાળાં જેવાં બની ગયાં હતાં. કૌશિક એ આશ્રમના કુલપતિ હતા. સ્વભાવે જરા ક્રોધી હોવાથી એમના પરિચિતો એમને ચંડકૌશિક તરીકે ઓળખતા. કૌશિકને પોતાના આશ્રમ પ્રત્યે એટલો બધો મોહ હતો કે આશ્રમના ફળફૂલને કોઈથી હાથ અડાડી શકાતો નહિ. કોઈએ ફૂલ ચૂંટ્યું હોય તો પણ કૌશિક ધુંવાપુવા થઈ જાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ S વેરનો વિપાક એક દિવસે કેટલાક ક્ષત્રિય કુમારોએ, કુલપતિને ખીજવવા માટે જ કેટલાંક નાનાં-મોટાં ઝાડ ઉખેડી નાખ્યાં. કૌશિક એ વખતે આશ્રમના બાગની વાડ સુધારવા કાંટાળા જાળા-જાખરા લેવા જંગલમાં દૂર ગયા હતાં. એમણે આવીને જોયું તો આશ્રમનાં કેટલાંક વૃક્ષો ઉખડી પડેલાં, કપાયેલાં, બેડોળ બનેલાં નિહાળ્યાં. તેઓ ક્રોધાવેશમાં પેલા ક્ષત્રિયકુમારોની પાછળ દોડ્યા. રસ્તામાં કોઈ પૂંઠા સાથે અથડાવાથી મૃત્યુ પામ્યા. એ જ કૌશિક એ જ આશ્રમમાં સર્પરૂપે અવતર્યા. ભગવાન મહાવીરે એમને ઉપદેશ આપી સન્માર્ગે વાળ્યા. આ આશ્રમવાસીઓ, તાપસી આકરી તપશ્ચર્યા કરતા, પણ એ તપશ્ચર્યાના તેજને ક્રોધ, મોહ, મમતાનો રાહુ જોતજોતામાં ગળી જતો. ટીપે ટીપે એકઠી કરેલી શક્તિ અને સિદ્ધિનો ક્રોધ એક પળમાં કોળિયો કરી જતો. તાપસોના આ સમુદાયોને ભગવાન મહાવીરે સમ્યગ્દષ્ટિ આપી. પ્રશમરસનો મહિમા પ્રબોધ્યો. કક્રિયા કરી, દેહને નીચોવી નાખનારા સાધકોને આજ સુધી અગોચર રહેલી દિવ્ય જ્યોતિનાં દર્શન થયાં. અગ્નિશર્મા એ દૃષ્ટિથી વંચિત જ હતો. આ ભવમાં તો એ ગુણસેનને કોઈ રીતે હેરાન કરી શકે એવું નહોતું. જિંદગીના છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ એણે, અંતરમાં ઊગી નીકળેલા રોષનું ક્ષાલન ન કર્યું, અનુલોચના, આલોચના કે ક્ષમાપનાનું શરણ ન સ્વીકાર્યું. કિલ્લાની ભાવના સાથે એણે ખોળિયાનો ત્યાગ કર્યો. ગુણસેને આ વાત સાંભળી. એને પોતાની ભૂલ માટે પારાવાર પસ્તાવો થયો. પરંતુ આજે એ નિરુપાય હતો. એણે તપસ્વીને એક દિવસે કુતૂહલવૃત્તિથી પજવ્યા હતા. બીજી વાર એવો કોઈ ઈરાદો ન હોવા છતાં પોતાની અસાવધતાથી એ જ તપસ્વીને ભૂખથી રિબાવ્યા હતા. હવે પોતાના શ્વસુરનું આ રાય, આ સ્થાન એને અરુચિકર થઈ પડ્યું. પિતાની ભૂમિમાં જઈ આત્મચિકિત્સા કરવાનો એણે નિર્ણય કર્યો. Page #60 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો ૪૩ (૧૦) જ્ઞાનનું અજીર્ણ અભિમાન અને તપનું અજીર્ણ ક્રોધ. અગ્નિશર્મા તપના અજીર્ણનો ભોગ બન્યો. તપનો પ્રભાવ છેક નિષ્ફળ તો કેમ જાય ? એ વિદ્યુકુમાર દેવ થયો. પણ દેવત્વમાં એને શાંતિ ન લાધી. એને તો પોતાની વેરવૃત્તિ કોઈ રીતે સંતોષવી હતી. ગુણસેનને પોતાની પ્રમાદવશ થયેલી સ્કૂલનાનું સ્થાન હતું. રાજ્યની ફરજો તો બજાવે છે, પણ અગ્નિશર્માને જે અન્યાય થયો હતો તેનું વિસ્મરણ થઈ શકતું નથી. એકલો બેઠો હોય ત્યારે એ ઉદાસ બની જાય છે. અન્યાય જાણે કે વીંછીના ડંખની જેમ બેચેન બનાવી દે છે. આ બધું કેમ બની ગયું, કયા નિયમને આધારે, કયા મહાસૂત્રને અવલંબીને ઘટમાળ બનતી હશે, તેનો તે વિચાર કરે છે. પણ કંઈ ઘડ બેસતી નથી. એટલામાં એને એક જ્ઞાની પુરુષનો સમાગમ થયો. એ જ્ઞાનીએ કર્મની વિચિત્રતાની જે વાતો કહી, તે સાંભળીને તેને થયું કે એનું બુદ્ધિનું અભિમાન મિથ્યા હતું. સત્તા અને વૈભવ પણ એને તુચ્છવતું લાગવા માંડ્યાં. અજ્ઞાનવશ પોતે રોજ કોણ જાણે આવી તો કેટલીયે ભૂલો કરી નાખતો હશે. મારો જ એક મિત્ર, જે મને બહુ પ્રિય હતો, આંગળીથી નખ વેગળો રહી શકે નહિ, તેમ હું એ મિત્ર વિના રહી શકતો નહિ. તે મિત્ર મૃત્યુ પામ્યો. હું ગાંડા જેવો બની ગયો. મારા બળાપાને કોઈ શમાવી શક્યું નહિ, એટલામાં મને એક સંત મળી ગયા. તેમણે જ મને કહેલું કે તારો મિત્ર તો ધોબીને ત્યાં કૂતરો થઈને જનમ્યો છે અને ત્યાં એ ધોબીના ગધેડાની લાતો ખાઈને માંડમાંડ દિવસો ગાળે છે.” ગુણસેનને એ પ્રમાણે જ્ઞાની પુરુષ પોતાના વૈરાગ્યના બીજની વાત કહેતા હતા. ગુણસેન વચ્ચે જ બોલી ઊઠ્યો : Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વેરનો વિપાક એમણે તમારા મિત્રની એ દુર્ગતિની વાત શી રીતે જાણી ?” જ્ઞાનીજને કહેવા માંડ્યું: “તપ અને અંતઃશુદ્ધિના પ્રતાપે વિશ્વની એકે એક ઘટનાને હાથમાંના ફળની જેમ તેઓ જોઈ શકતા. તમને જેમ મારા મિત્રની દુર્દશા સાંભળીને ગ્લાનિ થાય છે, તેમ મને પણ થયેલી.” કારણમાં એ સર્વદર્શી પુરુષે કહ્યું કે “તારા એ મિત્રને કૌડિન્યનો ભારે ઘમંડ હતો. દુનિયા બધી ગંદા-ગોબરાં અને હલકા મનુષ્યોથી જ ખદબદે છે એમ તે માનતો અને જરા પણ પોતાને અણગમતું બને તો તે નિરપરાધ માણસોને આકરી સજા કરતો. ધોબીઓને એણે એ જ પ્રમાણે હલકા પ્રાણી ગણી હેરાન કરેલા. એના પરિણામે આજે તમારો એ મિત્ર ધોબીને ત્યાં કૂતરા રૂપે અવતર્યો છે.” બીજી પણ એ સંબંધી ઘણી વિગતો ગુણસેનને જણાવી, પોતાનો સંસાર પ્રત્યેનો રસ કેમ ઊડી ગયો, તેનું એમણે તાત્ત્વિક નિરૂપણ કર્યું. સંતજનના આ થોડા સહવાસે ગુણસેનના જીવનને પલટી નાખ્યું. સંસારને તે એક જુદી જ દૃષ્ટિથી જોવા લાગ્યો. જાણે કે એની આંખ આગળ ઝૂલતો એક પાતળો પડદો ચીરાઈ ગયો. એક દિવસે ગુણસેન થાનાવસ્થામાં બેસી, પોતાના જીવનની અલનાઓ, દોષો ચિંતવી, ક્ષમાના જળથી ધોઈ રહ્યો હતો. એટલામાં વિઘુકુમાર - અગ્નિશર્માએ એની ઉપર ઉપસર્ગની ઝડી વરસાવવા માંડી. પ્રથમ તો એણે તપેલી રેતી ગુણસેનના દેહને છાંટવા માંડી. ચામડી દાઝવા છતાં ગુણસેન પોતાની સાત્ત્વિક સ્થિતિમાં અચળ જ રહ્યો. ખીજાયેલો વિકુમાર વધુ કુદ્ધ બન્યો. હવે તો એણે રીતસર ગુણસેનને જીવતો બાળી નાખવાનો જ નિર્ણય કર્યો. મારે કોઈ વૈરી નથી, હું સર્વનો મિત્ર છે. જેના જેના પ્રત્યે મારાથી કંઈ અપરાધ થયો હોય તે સર્વને હું ખમાવું છું. અગ્નિશર્મા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ખંડ પહેલો પણ મારો દુશ્મન નહોતો. અજાણતાં મેં એને કષ્ટ આપ્યું છે. એની પણ હું અંતઃકરણપૂર્વક ક્ષમા યાચું છું.” ગુણસેન, આ પ્રમાણે, જે વખતે સર્વ સંસાર પ્રત્યે ક્ષમાના અમૃત છાંટણાં છાંટી રહ્યો હતો, તે વખતે અગ્નિશર્માનો જીવ એના દેહને બાળીને ભસ્મીભૂત કરી રહ્યો હતો. પણ ગુણસેને એ ઉપદ્રવની દરકાર ન કરી. શાંતિના અગાધ જળમાં સ્નાન કરતો ગુણસેન ધ્યાન અને શુદ્ધિના બળે સૌધર્મ દેવલોકમાં ચંદ્રાનન નામે દેવ થયો. Page #63 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો (૧) યુવરાજનો જન્મોત્સવ, જયપુર નગરની ઘણી પેઢીઓની એક પરંપરા છે. મહારાજા સિંહકુમારની પટરાણીને પેટે કુંવરનો જન્મ થવો જોઈએ, એમ માની પુરવાસીઓ પુત્રોત્સવ ઉજવવાની ધમાલમાં પડ્યા છે. છતાં પટરાણીના પુત્રજન્મની વાત બહાર આવવા જ ન પામી. રાણીએ પુત્રને જન્મ આપ્યો તો ખરો, પણ તે હરકોઈ રીતે છુપાવવા માગે છે. પટરાણી અને દાસી વચ્ચે મહેલના એકાંતમાં એ જ વાત ડોળાય છે. રાણી કહે છે : “મારા દેવ જેવા પ્રેમાળ પતિનું અનિષ્ટ કરે એવો પુત્ર મને ન જોઈએ. તું ગમે તેમ કરીને આ શિશુના દેહને બહાર મૂકી આવ.’ દાસી કહી રહી છે : “રાણીજી ! એ આપનો ભ્રમ છે. પુત્ર પિતાની સામે વિદ્રોહ કરે, પિતાને પરેશાન કરે એ બધી આપે જાતે જ ઊભી કરેલી ભ્રમણાઓ છે. એવી એક ભ્રમણાની ખાતર રાજકુંવરનો જન્મતાં જ ત્યાગ કરવો એ ક્રૂરતા છે, પાછળથી પસ્તાવું પડે એવી નિર્બુદ્ધિતા પણ છે.'' Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે ૪૦ પણ રાણી નથી સમજતી, સમજવાની જ ના પાડે છે. એ માને છે કે જે પુત્રે ગર્ભમાં આવતાંની સાથે જ પેટમાં સાપ સમાઈ જતો હોય એવું સ્વમ આવ્યું હોય અને તે દિવસે મારા જેવી નરમ સ્ત્રીને પણ પતિનાં આંતરડાં ખાવાના દોહદ થયા હોય તે પુત્ર વિશે કોઈ પ્રકારની સારી આશા હું ન રાખી શકું. મને પૂરી ખાતરી છે કે આ પુત્ર, પુત્રના રૂપે કોઈ વેરી જ જભ્યો છે અને એનાથી પતિદેવને બચાવી લેવા એ મારી પવિત્ર ફરજ છે. દાસી મૂંઝાય છે. મહારાણી સાથે તે યુક્તિમાં ફાવતી નથી. પણ મહારાણી ખોટા માર્ગે છે અને પોતે એક નોકરડી હોવાથી એમની આજ્ઞાનું પાલન કરવું જ પડશે, એવી ચિંતાથી ગભરાય છે. દાસીની ગભરામણ જોઈને રાણી કહે છે : “તારું ડહાપણ રહેવા દે. અમાત્યને કહી દે કે ઉત્સવ કરવાની જરૂર નથી. રાણીને મરેલો પુત્ર જન્મ્યો છે, કોઈ હર્ષ-શોક ન કરે.” પુરવાસીઓનો ઉત્સવ, દરિદ્રીના અભિલાષની જેમ મનમાં જ સમાઈ ગયો. દાસીને ન છૂટકે શિશુના દેહનું વિસર્જન કરવા મહેલની બહાર નીકળવું પડ્યું. ભાગ્યયોગે દાસી અને જયપુરનગર નરેશસિંહ મહારાજા સામસામા થઈ ગયા. ગભરાયેલી દાસીએ વાતને છુપાવવાનો પ્રયત તો ઘણો કર્યો, પણ એની બુદ્ધિ અત્યારે બહેર મારી ગઈ. એક તો અનિચ્છાપૂર્વક એને નીકળવું પડ્યું હતું અને આ ભયંકર કૃત્ય કરતાં એનો અંતરાત્મા કકળતો હતો. સિંહ મહારાજા, પળવારમાં વસ્તુસ્થિતિ સમજી ગયા. દાસીની સાથે એ અંતઃપુરમાં પાછા આવ્યા. રાણી મહારાજાને સમજાવવા ઘણી મથી કે આ પુત્ર સારા પગલાનો નથી, એનો ત્યાગ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વેરનો વિપાક કરવામાં કુટુંબની કુશળતા. છે, પણ કર્મફળને વિશે અચળ શ્રદ્ધા ધરાવનાર સિંહ મહારાજાએ ફરી ફરીને એક જ જવાબ આપ્યો : જો મારું કે તમારું અનિષ્ટ થવાનું હશે તો તે એક યા બીજી રીતે થવાનું જ છે. એનાથી બચવા નિર્દોષ શિશુનું બલિદાન દેવું એ કાયરતા છે.” સિંહ મહારાજાએ વિશેષમાં કહ્યું : “ધારો કે પુત્ર મોટો થાય અને આપણી સામે વિદ્રોહ કરે, તો પણ જ્યાં સુધી આપણામાં તાકાત છે, ત્યાં સુધી એનું શું વળવાનું હતું ? ઘણા રાજકુમારો રાજ્યની કે સત્તાની લાલચે બાપ સામે મોરચા માંડે છે, મેલા કાવાદાવા ખેલે છે એ આપણે જાણીએ છીએ. પરંતુ કુંવર જરા સમજણો થાય, શક્તિશાળી બને એટલે આપણે પોતે જ એના હાથમાં રાજદંડ સોંપી નિવૃત્ત થઈ જઈએ તો બંનેનું અહિત થતું અટકે. એને બદલે અનિષ્ટની આશંકાથી ભયભીત રહીએ તો આખી દુનિયાને દુશ્મન માનવી પડે. એવી આશંકાવાળો માનવી ક્યાંય સુખેથી રહી શકતો નથી. માટે મારી તો સલાહ છે કે એ ભયને જ સાવ નિર્મલ કરી નાખવો.” આત્માનું અહિત કરવાની તો કોઈમાં તાકાત નથી. એ હકીકત પણ સિંહ-મહારાજાએ રાણીને સમજાવી. ઘડીભર મહારાજાનો ઉપદેશ સફળ થતો લાગ્યો. પુત્ર પ્રત્યેનું માતાનું વાત્સલ્ય જાગૃત થયું. બંને ઘણીવાર સુધી મૌન બેસી રહ્યાં. રાણીને પોતાની ભૂલ, માટે પસ્તાવો થતો હોય તેમ એમની મુખમુદ્રા સૂચવતી હતી. સિંહ મહારાજા, થોડીવારે ભુલાયેલું સ્વપ્ર ફરી જોતા હોય તેમ કહેવા લાગ્યા : મહારાણી, યાદ આવે છે તે દિવસો, જે વખતે તમે માત્ર કુમારી કુસુમાવલિ હતાં અને બગીચામાં તમારી સખીઓ સાથે ફરવા નીકળ્યાં હતાં ? મને જોઈને તમે મૂંઝાયેલા જેવાં નાસવા જતાં હતાં, Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો પણ પગ ઊપડતા નહિ, વારેવારે પાછું વાળીને જોતાં અને તમારી સખીઓ પણ તમારી વિહ્વળતા જોઈ તમારું કૌતુક કરતી ?” તે પછી તમે એક હંસલીનું કેવું રૂપાળું ચિત્ર દોરીને મને મોકલ્યું હતું, હંસલીની નમણી ડોકમાં વિરહની કેવી સુકુમાર વ્યથા ભરી હતી ? તમારી વહાલી સખીએ એની નીચે સુંદર શ્લોક પણ લખેલો તે યાદ છે ?” અને તમે હંસલી પાસે હંસ આલેખેલો તે હું ભૂલી નથી.” કુસુમાવલિએ પાદપૂર્તિ કરી. “હું એ જ કહેવા જતો હતો. આપણા જીવનની એ વસંત હતી અને વસંતમાં જ આપણો પ્રથમ પારેચય થયેલો. દિવસો વીતતા ગયા, તેમ આપણી એ સ્નેહગ્રંથી વધુ સુંવાળી અને સંગીન બનતી ગઈ. એ સ્નેહના પરિપાક જેવો જ આપણે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. આટલા ગાઢ સ્નેહનું પરિણામ તમે કલ્પો છો, તેવું ભયાનક હોય એ મારી બુદ્ધિમાં નથી ઉતરતું. જેમણે કોઈને દુભવ્યા નથી, તેને દુભવનાર આ વિશ્વમાં કોઈ હોઈ શકે નહિ અને છતાં એવું કંઈ બનતું દેખાય તો એમાં પ્રારબ્ધનો જ કોઈ સંકેત છે એમ માની, સામી છાતીએ, પ્રફુલ્લ હૈયે તેનો સત્કાર કરવો એ આપણું કર્તવ્ય નથી ?” કુસુમાવલિ સિંહકુમારને પ્રેમીક અને કલાકાર તો માનતી જ હતી, પણ આજની આ વાત ઉપરથી તત્ત્વજ્ઞ અને ચિંતક હોય એવી એને ખાતરી થઈ પિતા કઠોર હૃદયના હોઈ શકે. પણ માતા તો પુત્ર ઉપર પ્રત્યેક પળે વાત્સલ્યનું જ સિંચન કરવાની. પોતે એ માતાઓના વિરાટ સંઘમાં અપવાદરૂપ બની, તે માટે રાણીને ઘણો પશ્ચાત્તાપ થયો. પતિની જીવન પ્રત્યે નિશ્ચિતતા અને કર્મફળ વિશેની દૃઢતા જોઈ પોતાની ભયભીત અને શ્રદ્ધાહીન સ્થિતિ માટે એને લાગી આવ્યું. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૦ વેરનો વિપાક દાસી પાસેથી પોતાનો પુત્ર પાછો લીધો. શિશુના સ્પર્શ માત્ર એના હૈયામાં દબાઈ રહેલો વાત્સલ્યનો ઝરો વહાવી દીધો. સ્વપ્રમાં કે દોહદમાં આ બાળકનો શું વાંક હતો ? ખરેખર પોતે ક્ષણિક આવેશમાં આવી જઈ પુત્રનો સદાને માટે ત્યાગ કરવા અને માં સરખું પણ ન જોવાનો નિશ્ચય કરી બેઠી હતી, તે એક પ્રકારના દુર્બળ મનોભાવનું જ ધુમ્મસ હતું એવી એને ખાત્રી થઈ. સિંહ મહારાજાના ઉપદેશે એ ધુમ્મસ જોતજોતામાં વીંખાઈ ગયું. માતૃવાત્સલ્યનો સૂર્ય ઝળહળી ઊઠ્યો. “મેં બનતાં લગી મરતાને મર પણ કહ્યું નથી, પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને મમતા જ કેળવી છે. મારી કૂખે કુપુત્ર કેમ હોઈ શકે ?” એમ વિચારી તે નિશ્ચિત બની. (૨) વિરાગ કે નિર્મળ ઉપશમ માત્ર ધર્મમંદિરોમાં જ જાગે એવો નિયમ નથી. રણક્ષેત્ર ઉપર, જયાં રક્તપિપાસા પોતાનું ખપ્પર ભરવા યોદ્ધાઓને વિજય કે સ્વર્ગપ્રાપ્તિનો કેફ ચડાવતી તાંડવ ખેલતી હોય છે, ત્યાં ક્વચિત્ વિરાગનું શ્વેતપદ્મ એકાએક ખીલી ઊઠે છે. મહારાજા સિંહે સૈનિકોને આદેશ કર્યો છે કે કોઈએ જરા જેટલી પણ ઉતાવળ કરવાની નથી. સૈન્યની છાવણીમાં કોઈએ આવેશમય વાતાવરણ સર્જવાની જરૂર નથી અને જ્યાં સુધી પોતાનો બીજો આદેશ ન મળે ત્યાં સુધી કોઈએ શસ્ત્રાસ્ત્રનો સ્પર્શ સરખો પણ ન કરવો. સેનાપતિ અને સૈનિકોને પણ થયું કે સિંહ મહારાજની બુદ્ધિ બહેર મારી ગઈ છે. વાતવાતમાં હવે વિચિત્ર આદેશ કાઢે છે. સમરાંગણમાં ઉન્મત્ત થઈને ન ફરીએ તો શું ઘર કે બજાર વચ્ચે ફરીએ ? અને શસ્ત્રને હાથ અડાડવાની જ મનાઈ કરવી હતી તો Page #68 -------------------------------------------------------------------------- ________________ ખાંડ બીજો ૫૧ અહીં સુધી શું કામ ઘસડી લાવ્યા ? કાલે સવારે કહેશે કે કોઈ સૈનિકે લૂંટફાટ ન કરવી, કોઈને હાથ સરખો પણ ન લગાડવો. આ તે કંઈ યુદ્ધ લડવા નીકળ્યા છે કે તીર્થયાત્રાએ ? સૈનિકો અહીં ઉન્મત્ત ન બને, દુશ્મનોને જખમી કરી હાથ ન હારે અને સોનું, રૂપું જે કંઈ મળ્યું તે ઘર ભેગું ન કરે તો શું જોગીબાવાની જેમ સમાધિ લગાવીને બેસી જાય ? આ કરતાં તો કુમાર મોવડી થયા હોત તો ઠીક થાત. ગમે તેમ પણ સિંહ મહારાજાનું લોહી ઊતરતું તો ખરું જ ને ? મહારાજા સિંહ યુદ્ધકુશળ ગણાય છે, પણ એમનો યુદ્ધનો શોખ હવે ઓગળી ગયો છે. રાજ્યની સીમાનો વિસ્તાર કરવાની પણ કોઈ લાલસા એમના અંતરને નથી બાળતી, તેમ પોતાના બળનો ડંકો વગડાવવાનો મિજાજ પણ નથી રાખતા. છતાં મહારાજાને આજે યુદ્ધમાં ઊતરવાની જરૂર પડી છે. બબ્બેવાર જયારે પોતાનું સૈન્ય પરાજિત બનીને પાછું આવ્યું ત્યારે એમનું ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું. સીમાડા ઉપરનો એક નાનો મંડલેશ જો આવો ઉદ્ધત અને શક્તિશાળી બને તો સિંહ મહારાજાનું ક્ષત્રિયત્ન શું કામનું ? એ પ્રજાના પાલનહાર શાના ? એમણે પોતે તો વેર-ઝેરનું કોઈ કારણ નહોતું આપ્યું. યુદ્ધની ભૂમિ ઉપર મહારાજા પહોંચ્યા અને આવતી કાલે તો દુશ્મનનો સામનો કરવાની બધી તૈયારી થઈ ચૂકી હતી, એટલામાં એકાએક મહારાજા સાવ ઉદાસીન બનીને બેસી ગયા. બન્યું એવું કે મહારાજા છાવણીમાં ફરીને પાછા વળતા હતા એવામાં એમણે એક વિચિત્ર દશ્ય જોયું. એક કાળો નાગ, દેડકાને ગળવા ફેણ પછાડતો હતો અને બીજી તરફ નાગને ભરખી જવા ટીંટોડો વળગ્યો હતો અને ત્રીજી તરફ ટીંડોડાને એક અજગર આસાનીથી ઓહીયા કરવા મથતો હતો. સાપ Page #69 -------------------------------------------------------------------------- ________________ પર વેરનો વિપાક દેડકાને મૂકી શકતો નહોતો અને ટીડોડા સામે બચાવ કરવાને પણ અસમર્થ હતો અને આખરે તો એ બધાં અજગરના જ ઉદરમાં સમાઈ જવાના હતા ! એક જણ પાસે ઊભો હતો તે વચ્ચે વચ્ચે “વાહ વિધાતા ! વાહ લીલા !”ના ઉદ્ગારો કાઢતો હતો. મહારાજાએ વિચાર્યું : હું આમાં કોઈને બચાવવા માગું તો પણ કોને કેવી રીતે બચાવી શકું ? એ વખતે તો તેઓ નિરાશ થઈ પોતાની છાવણીમાં પાછા વળ્યા. પણ આ ઓચિંતી ઘટનાએ એમના અંતર ઉપર ઘણના ઘા માર્યા. અકસ્માત નજરે ચડેલી આ ઘટના શું સૃષ્ટિનો એક સામાન્ય વ્યવહાર હતો ? કે એમાં પણ કંઈક ઊંડો અર્થ હશે ? વિચાર કરતાં મહારાજાને લાગ્યું કે સમસ્ત સંસારમાં અજગર, સાપ, દેડકા અને ટીંડોડાની જ લીલા ખેલાઈ રહી છે. આ જંગલી પ્રાણીઓ કરતાં અમે કઈ રીતે ચડિયાતા ગણાવાનો દાવો કરી શકીએ ? નિર્દોષ પ્રજાજનોને અધિકારીઓ ઘણીવાર ત્રાસ આપે છે, એમને ચૂસે છે અને એ અધિકારીઓને રાજા પોતે ગળે છે અને અમને બધાને પોતાના અગાધ ઉદરમાં સમાવનારો કાળ તો સામે જ ઊભો છે. આખું જગત મૃત્યુની દાઢમાં સપડાયેલું છે, છતાં એક જણ બીજાનો કોળિયો કરવા કેટલો આતુર દેખાય છે ? જાણે કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. નિશ્ચિતમાં નિશ્ચિત વસ્તુ જો કોઈ હોય તો તે કાળ, છતાં પામર માનવી એને અનિશ્ચિત માની આરામની ઊંધ લઈ શકે છે. આખી રાત મહારાજાને ઊંઘ ન આવી. એક રાતમાં જ એમનું અંતર સંવેગના રંગથી રંગાઈ ગયું. એમનું રાત્રિજાગરણ સમ્યગ્દષ્ટિ આપી ગયું. બીજે દિવસે મહારાજા પોતાના મંત્રીને આ વાત કહેતા પોતાના તંબૂમાં જ બેઠા હતા અને મંત્રી પણ મહારાજાને સમભાવથી સાંભળતા હતા. એટલામાં એક સંદેશવાહકે પ્રવેશ કર્યો. કહ્યું : Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ખંડ બીજો “મહારાજ ! દુર્મતિ રાજા આપને મળવા માગે છે.” કોણ ? દુર્મતિ પોતે ?” મહારાજાને અને મંત્રીને પણ નવાઈ લાગી. “ગઈકાલ સુધી દુશ્મનાવટને વળગી રહેલો શત્રુ શું સંધિ કરવા આવ્યો હશે ?” મહારાજાના મનમાં તર્ક-વિતર્કની તરંગમાળા ચાલી. થોડી વારે કહ્યું : ‘‘આવવા દો.” કર્મચારી દુર્મતિને લઈને અંદર આવ્યો. દુર્મતિ પાસે એ વખતે ક્ષત્રિયને ઉચિત એવું કોઈ શસ્ત્ર નહોતું, હાથમાં માત્ર એક કુહાડી હતી. આવતાંની સાથે જ તે મહારાજાના પગમાં આળોટી પડ્યો. આવા પ્રબળ પરાક્રમી અને છતાં સાધુપ્રકૃતિના મોટા મહારાજા સામે નિષ્કારણ તોફાન કરવા બદલ ભારે પશ્ચાત્તાપ દાખવતો હોય તેવો અભિનય કર્યો. બોલ્યો : “મને જીવતો રાખવો કે ગરદન મારવો તે હવે આપના હાથમાં છે. ગરદન મારવો હોય તો આ કુહાડી પણ લેતો આવ્યો છું. આપને ઠીક લાગે તેમ કરો.” સિંહ મહારાજા, ઘડી પહેલાં, કાળની કરુણ લીલાની વાત જ ચર્ચા રહ્યા હતા. અત્યારે એમના અંતરમાં નવું ઔદાસીન્ય, સંસારની ક્ષણભંગુરતા ઉભરાતી હતી. પોતે કોઈના કાળ બને, કોઈના પ્રાણ હરે, એ અત્યારે અસંભવિત હતું. મહારાજાએ દુર્મતિને અભયદાન આપી છૂટો મૂકી દીધો. વગર યુદ્ધ મહારાજાનો વિજય વર્યો. સૈનિકો, જેમના હાથ સળવળતા હતા, ગામ લૂંટવા આતુર બનીને બેઠા હતા, તે નિરાશ થઈ ગયા. એમને આ સાવ સસ્તો વિજય ન ગમ્યો. રાજધાનીમાં આવી મહારાજાએ ચાર-પાંચ દિવસની અંદર જ નિવૃત્ત થવાનો સંકલ્પ કરી વાળ્યો. અજગર અને દેડકાવાળી Page #71 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક ઘટનાએ સંસારચક્રની ક્રૂરતા અને કરુણતાનું એમને જે ભાન કરાવ્યું હતું, તેમાં કોઈ પરમસૌભાગ્યનો સંકેત હોય એમ લાગ્યું. મંત્રીને બોલાવીને કહ્યું : “હવે હું છૂટો થવા માગું છું, ધર્મકાર્ય સિવાયની કોઈ પ્રવૃત્તિમાં મને રસ નથી. યુવરાજ આનંદકુમારના રાજ્યાભિષેકની તૈયારી કરો.” જ એક લાશ જજ કરાવ્યું હ ત મ જ્યાભિ, (૩) મહારાજાએ નિવૃત્ત થવાની અને બાકીનું જીવન આત્મહિત સાધનામાં વીતાવવાની વાત અંતઃપુરમાં રાણીને પણ કરી. રાણી છેલ્લા કેટલાક દિવસથી મહારાજાના મોં ઉપર રેલાયેલો વિષાદ નિરીક્ષણ કરતી હતી. એમને બીજો તો શું તર્ક આવે ? અંતઃપુરની ચાર દીવાલો વચ્ચે વસનાર અને પરિચારિકાઓ જે સારી-નરસી વાતો લાવે, તેને જ સમસ્ત સંસારનો ઇતિહાસ સમજનાર, આ નારી ગતિશીલ જીવનમાં આવતા આકસ્મિક પલટાઓને શી રીતે સમજે ? કદાચ સમજે તો પણ એનું મૂલ્યાંકન તો પોતાની રીતે જ કરે. એ દૃષ્ટિએ રાણીએ માનેલું કે મહારાજાને હવે પોતાની લગ્નગ્રંથીથી જોડાયેલી સહધર્મિણી વિશે ઉપેક્ષા અને ઔદાસીન્ય આવ્યાં છે, તેથી જ એમને હવે આ મહેલ અને આ સગા-સંબંધીઓ આંખના પાટા જેવાં આકરાં થઈ પડ્યાં છે. એકવાર તો રાણીએ, ન રહેવાયું એટલે ટકોર પણ કરેલી કે હમણાં આટલા વ્યગ્ર અને ચિંતાગ્રસ્ત દેખાઓ છો અને એકાંત મળતાં જ વિચારમાં ઊંડા ઊતરી જાઓ છો, તે એવું તે શું બન્યું છે? મને જોતાં જ સૌહાર્દ બતાવનાર તમે, પાસે આવીને ઊભી રહું છું તો પણ જાણે કે જોતા કે સાંભળતા જ નથી. કોઈ મનોરમાએ તમારી ઉપર કામણ તો નથી કર્યું ને ? Page #72 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે ૫૫ મહારાજાએ આછું સ્મિત કરતાં વિચાર્યું કે, આ વિષયી જીવો બિચારા પારમાર્થિક લગનીમાં શું સમજે ? ખરી વાત તો એ છે કે જ્યારે રાણી કુસુમાવલિ ધીમે પગલે આવીને એમની પાસે ઊભાં રહ્યાં, ત્યારે સિંહ મહારાજ પોતાના પિતાના મહાનિષ્ક્રમણનું જ ચિંતન કરતા હતા. પિતા પુરુષદત્તે અમિતતેજ ગુરુ પાસે, પોતાના સામંતો અને મંત્રીઓ સાથે કેવા અહોભાવથી દીક્ષા લીધેલી, કેવા સંયોગોમાં પોતાની ઉપર આ રાજધુરાનો ભાર આવી પડેલો અને પોતાને એ વખતે કેવું લાગી આવેલું, એ બધી સ્મૃતિઓ જ વાગોળતા હતા. આજે જ્યારે મહારાજાએ પોતાના જીવન-પલટાની વાત સવિસ્તર કહી ત્યારે રાણીને કંઈ બહુ આશ્ચર્ય ન થયું. માત્ર એટલું જ પૂછયું કે મને કોના આધારે મૂકી જાવ છો ?” આપણો આનંદકુમાર તો છે ને ? અને આ કંઈ એવું પ્રસ્થાન નથી કે તમને સાથે લેવાય. એ ખાંડાની ધાર ઉપર ચાલવાના ખેલ છે.” એમ કહી રાણીના મનનું થોડું સાંત્વન કર્યું. માતાને પોતાના પુત્ર ઉપર જ પૂરો વિશ્વાસ નહોતો. આનંદ અલબત્ત માતાનું માન-સન્માન રાખે છે, બનતા લગી એને દુભવતો નથી, પણ માતા જાણે છે કે આનંદને હમણાં હમણાં કુસંગનો કાળો રંગ લાગવા માંડ્યો છે. પણ રાણી અત્યારે એ વાત ઉચ્ચારીને પતિદેવને નારાજ કરવા તૈયાર નહોતી. જેમણે સંસાર છોડવાનો નિશ્ચય જ કર્યો છે, તેમને આવી નકામી વાતો સંભળાવી શા સારુ સંતાપવા ? બંને જણાં ક્યાંય સુધી મૌન બેસી રહ્યાં. આખરે સિંહ મહારાજાએ જ કહ્યું : Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૬ વેરનો વિપાક વિરાગની વાત જવા દઈએ. પણ એક વયોવૃદ્ધ પિતા પોતાના અધિકાર અને વૈભવને વળગીને પડ્યો રહે ત્યાં સુધી યુવાન પુત્રને તો એમ જ લાગે કે આ ડોસો એક અંતરાયરૂપ છે, એ વચ્ચેથી ખસી જાય તો સારું. સામાન્ય સંસારીના જીવનમાં એ નિયમ નહિ હોય, પણ આ ખટપટથી ભરેલા રાજતંત્રમાં તો મોટે ભાગે પુત્રને પિતા યોગ્ય અધિકારોથી વંચિત રાખનારો જ લાગે છે. પછી એ કુસંગતે ચડે છે.” આ જ વાત કુંવરના જન્મ પ્રસંગે મહારાજાએ કહેલી, તે હજી રાણી ભૂલી નહોતી. કુંવરના હાથે પિતાનું કંઈ અનિષ્ટ થાય તે પહેલાં એ છૂટા થઈ જાય એમાં કંઈ ખોટું નથી, એમ રાણીને સમજાયું. “જુઓ, આજથી પાંચમા દિવસે એનો રાજ્યાભિષેક કરવાની તૈયારીઓ કરી રહ્યો છું. મૃત્તિકાના પિંડ, દહી, સરસવ, ચામર, ગોરોચન, સિંહનું ચર્મ, શ્વેત છત્ર, પુષ્પો અને ભદ્રાસન જેવી માંગલિક વસ્તુઓ તૈયાર રાખવા મંત્રીને કહી રાખ્યું છે. આ કંઈ મોઢાની માત્ર વાતો જ નથી, ખરેખર રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. એમ કુંવરને પણ લાગવું જોઈએ.” મહારાજાએ એટલું કહીને કુસુમાવલીના મોં તરફ દૃષ્ટિ કરી. અભિષેક ભલે થાય, પણ એ પછી આપે જંગલનો જ માર્ગ લેવો જોઈએ એમ શા સારુ માની બેઠા છો ? થોડા દિવસ રોકાઈ જાઓ તો ન ચાલે ?” રાણી, નજીક આવેલી આફતને આવતી કાલ ઉપર ધકેલવા માગતી હતી. “એકવાર પાકો નિર્ણય કરી લીધા પછી પળવારનો ય પ્રમાદ કેમ થાય ? એવા પ્રમાદમાં તો કોણ જાણે જન્મ-મરણના કેટલાયે ચકરાવા થઈ ગયા. પૂરા બળથી એ ભવભવાંતરના બંધનને તોડવા Page #74 -------------------------------------------------------------------------- ________________ પછે ખંડ બીજે કટિબદ્ધ ન બનીએ તો પાછા ક્યારે બંધાઈ જઈએ, તે કંઈ કહી શકાય નહિ.” એટલું કહીને મહારાજા મૌન રહ્યા. કુસુમાવલીને જો કે કહેવાનું તો ઘણું હતું, પણ શબ્દોનો વ્યય કરવો નકામો છે, જાણી ચૂપ બેસી રહી. શરણે આવેલો દુર્મતિ જો શાંત બેસી રહે તો લોકોએ આપેલું દુર્મતિ' નામ નિરર્થક ઠરે ને ? એની શરણાગતિ તો ઉપલું પડ માત્ર હતું. એણે જ્યારે જોયું કે સિંહરાજની પ્રચંડ તાકાત પાસે પોતે પહોંચી વળી શકે એમ નથી, બબ્બે વાર જેના સૈન્યને હરાવીને તગડી દીધું હતું કે આ વખતે પૂરો બદલો લીધા વિના શાંત નહિ થાય, ત્યારે જ શરણાગતિનો દાંભિક આશ્રય એને શોધવો પડ્યો. શરણાગતિને કોઈ ગૌરવ કે સૌભાગ્ય થોડું જ સમજે ? દુર્મતિને પણ પોતાનો પરાભવ ડંખતો હતો. શરણે થઈને, અંદર પેસીને પગ ફેલાવવાનો એણે પ્રપંચ રચ્યો. એના પાસા સવળા પડ્યા. યુવરાજને આનંદની ઓથ અનાયાસે મળી ગઈ. આનંદકુમાર હવે મુગટ માથે મૂકવા ઉતાવળો થયો હતો. પળનો પણ વિલંબ એને યુગ જેટલો અસહ્ય લાગતો હતો. દુર્મતિએ દારૂગોળામાં ચિનગારી મૂકવાની તક ઝડપી લીધી. એણે આનંદના એક પરમ સ્નેહી અને હિતેષી તરીકે આનંદને કહ્યું : “આપના રાજ્યાભિષેકની તૈયારીઓ મને પ્રપંચરૂપ લાગે છે. આપને ભુલાવવા માટે જ આ તરકીબ યોજાઈ છે. બાકી, જેણે સત્તાનો એકવાર આસ્વાદ લીધો હોય, સત્તાનો મદ જેના રૂંવે રૂંવે પ્રસરી ગયો હોય, તે શું પ્રાણ જતાં સુધી પણ રાજીખુશીથી એનો પરિત્યાગ કરી શકે ? ભલેને એ સગો ભાઈ કે સગો બાપ થતો Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૮ વેરનો વિપાક હોય, ભલેને પોતે ભદ્રિક અને વિરાગી તરીકે પોતાને ઓળખાવતો હોય, પણ મારો પોતાનો મત તો એવો છે કે કોઈની આપેલી સત્તા દાનરૂપે સ્વીકારવી, સત્તાની ખાતરી રાહ જોતાં, હાથ જોડીને બેસી રહેવું, એ આપના જેવા વીર પુરુષને ન શોભે. મેં પોતે એ સિંહાસનનો સ્વાદ લીધો છે. આજે આપનો શરણાગત છું, પણ એ મધુબિંદુનો મોહ છૂટતો નથી.” પોતાના અંતરના ભાવો જ આ દુર્મતિ ઉકેલતો હોય અને પોતે કલ્પેલી સિદ્ધિના પડઘા દૂર દૂરથી આવતા સાંભળતો હોય તેમ તે આનંદ-આશ્ચર્યપૂર્વક દુર્મતિની સામે થોડીવાર સુધી જોઈ રહ્યો. “ચાર-પાંચ દિવસની રાહ જોવામાં આપણું શું જાય છે ? પિતાની પાસેથી રાજ્યની લગામ આંચકી લેવી એ બહુ મોટી વાત નથી.” આનંદે શ્રદ્ધા તેમ અશ્રદ્ધામિશ્રિત લાગણીથી કહ્યું : યુવરાજ, હજી આપ બિનઅનુભવી છો. ધારો કે પાંચ દિવસ પછી આપનો, આપ ધારો છો તેમ રાજયાભિષેક થાય પણ ખરો, પિતાના વારસદાર બનો પણ ખરા; છતાં એક વાત ધ્યાનમાં રાખજો કે વર્ષે-પાંચ વર્ષે પણ ડોસાની દખલગીરી થયા વિના નહિ રહે. એ હૈયાત હોય તો, ભલેને ત્યાગી સંયમી બન્યા, પણ ઘોસપરોણો તો જરૂર થવાનો.” અભિષેક પછી પણ પિતાની હૈયાતીમાં પોતે પૂરી સ્વતંત્રતા ભોગવી શકશે નહિ, એમ આનંદકુમારને લાગ્યું. ઘણા રાજકુંવરોએ એ કારણે જ છડેચોક પિતાની હત્યા કરી રાજવૈભવ હસ્તગત કર્યા છે. આ દુર્મતિની વાત સાવ નાખી દેવા જેવી નથી. દુર્મતિએ જોયું કે કુમારને ઝેરની અસર થવા માંડી છે. હવે વધુ સમય વીતાવવામાં લાભ નથી. રખેને પોતાનું કાવતરું પકડાઈ જાય, એવી બીક પણ લાગી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે થોડી વાર રહીને દુર્મતિએ સૂચવ્યું : “આપણે પૂજ્ય રાજપિતાના ખૂનમાં હાથ તો બોળવા જ નથી. માત્ર વચ્ચે ન આવે એટલા સારું એક સ્થાનમાં એમને બંદીવાન બનાવી દઈએ તો આપણું ધારેલું કામ સહેજે પાર પડી જાય. અમાત્યો કે સામંતો બળવો કરશે, એ બીક પણ આપે નથી રાખવાની. હું આપની પડખે જ ઊભો છું.” “પણ પિતાને અણધાર્યા બંદીવાન કેમ બનાવવા, એ જ મને નથી સમજાતું.” પિતા પ્રત્યેની અશ્રદ્ધાથી પીડાતા પુત્રે જાણવા માગ્યું. એ તો રમત વાત છે. એમની સામે ન જતાં, અહીં જ આમંત્રવા.” ધારો કે આપણા કપટી આમંત્રણની એમને ગંધ આવી જાય તો ?” દુર્મતિ લુચ્ચાઈભર્યું હસ્યો. બોલ્યો : - “મરદનાં કારસ્તાન કળવાં એ શું બચ્ચાના ખેલ છે ? મારાતમારા સિવાય આ બીજું કોણ જાણી શકવાનું હતું ? આમંત્રણ આપવામાં આપને ભય લાગતો હોય તો હું આપને એક બીજો ઇલાજ બતાવું. આપને અભિષેક પહેલાં મળવા તો બોલાવશે જ. મારી સલાહ એમ છે કે, આપે ન જવું, પછી તેઓ ઉતાવળા થઈને આપને પોતે-જાતે બોલાવવા આવશે. એ વખતે જ સોગઠી ટીપી નાખવી.” આનંદને ગળે એ વાત ઊતરી. એક તો એને એકદમ સત્તાધારી બનવું હતું, તે ઉપરાંત ભવિષ્યમાં કોઈ કાંટો ન વાગે તે માટે પ્રથમથી જ માર્ગ સાફ કરવો હતો. સિંહ મહારાજાને જાળમાં ફસાવ્યા વિના એ હેતુ પૂરેપૂરો ન સધાય. જે સિંહ મહારાજા પોતાના હાડવેરીને પણ ક્ષમા આપી શકે છે, અભયદાન સાથે આશ્રય પણ આપી શકે છે, જે અજાતશત્રુ જેવા છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક સંસારની મિથ્યા આળ-પંપાળમાંથી જેમની વૃત્તિ ઉપશમ પામી છે, અંતર્મુખ બની છે, એમને છેતરવા, છેતરીને બંદીવાન બનાવવા અને તેમાંય બહારના કોઈ દુશ્મનના હાથે નહિ, પણ પોતાના જ સંતાન જેવા આત્મીયથી; એ બહુ કઠિન વાત નથી. દગાથી ફસાવવા એ તો છેલ્લામાં છેલ્લી હદની કાપુરુષતા છે. " આનંદકુમારે એ જ અધમ શસ્ત્રનો ઉપયોગ કર્યો. સિંહ મહારાજા જેવા પોતાના પુત્રને બોલાવવા એના આવાસમાં પધાર્યા કે તરત જ તેના માણસોએ એકાએક ધસી આવી, તેને બંદીવાન બનાવી દીધો. પોતાના જ પુત્રના હાથે આવું નીચ કૃત્ય થતું જોવા છતાં મહારાજાએ તો ઉપશમનું જ અવલંબન લીધું. એમને હવે જીવન પ્રત્યે કે ભોગ-ઉપભોગ પ્રત્યે મોહ-મમતા ન હતી. આનંદે જેમની જેમની ઉપર પિતાના પક્ષના હોવાની શંકાસરખી ગઈ તેમને સહુને તેણે કારાગારમાં પૂર્યા. આનંદની માતા કુસુમાવેલીએ જ્યારે પુત્રનું આ અધમ આચરણ સાંભળ્યું, ત્યારે તે મૂચ્છિત બની ગઈ એને પોતાનાં સ્વપ્ર અને દોહદ યાદ આવ્યાં. જે પુત્રનો જન્મતાં જ પરિત્યાગ કરવા તૈયાર થઈ હતી, માત્ર મહારાજાના આગ્રહથી જેનું પાલન-પોષણ કર્યું હતું, તેના જ હાથથી આ અપકૃત્ય થયું છે, જાણી એને અપાર વ્યથા ઉપજી. મહારાજાના સ્થિતપ્રજ્ઞની વાણી જેવા શબ્દો એ હજી નહોતી ભૂલી. સગો પુત્ર જો ઊઠીને પિતાનો ઘાત કરવા ઈચ્છે તો એમાં એ પુત્રનો જેટલો નહિ તેટલો પૂર્વકર્મનો દોષ છે. વેરનો જ વિપાક છે, એમ સમજી ધૈર્યથી સહન કરવામાં જ ખરું કલ્યાણ છે. કુસુમાવલીએ પુત્ર-આનંદની પાસે જઈ ઘણી વિનવણી કરી જોઈ, પણ તે નિરર્થક ગઈ Page #78 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે ૬૧ સિંહ મહારાજાએ બંદીવાન બન્યા પછી પણ કોઈ જાતના ધમપછાડા ન માર્યા. સંસાર પણ એક બંદીખાનું જ નહોતું ? આવા વિરાગવાસિત વિચારે એમને દુર્ગાનથી વિમુખ રાખ્યા. આખરે પરમ શાંતિથી જીવનનો અંત આણવા એમણે અનશન વ્રત આદર્યું. આનંદકુમારથી એ પણ સહન ન થયું. પોતાને જગત પાસે વધુ લાંછિત-તિરસ્કૃત બનાવવા માટે જાણી જોઈને સિંહ ભૂખમરો વેઠે છે તે જાણીને, એ ડોસાની અવળાઈ ઉપર એને ભારે ક્રોધ આવ્યો. આવાને જીવતા રાખવા એ જોખમ છે, એવો નિર્ણય કરી તેણે જાતે જઈને સિંહ મહારાજાનો વધ કર્યો. પ્રાણાંત કષ્ટ થવા છતાં મહારાજા પોતાના ધર્મ અને ક્ષમાભાવને વળગી રહ્યા. આનંદ બિચારો શું કરે ? કર્મવિપાકના હાથમાં તે હથિયાર માત્ર બન્યો છે અને મહારાજાની એ વિચારશ્રેણી બરાબર હતી. જે અગ્નિશર્માને પોતે અજાણતાં દુભવ્યા હતા, ત્રણ ત્રણ વાર માસ માસને અંતે પારણા માટે બોલાવી પાછા વાળ્યા હતા અને જેણે મરતાં મરતાં પોતાની વેરવૃત્તિને જ તીણી, ધારદાર બનાવી હતી તે અગ્નિશર્મા જ માત્ર દેહ-વસ્ત્ર બદલી પુત્ર આનંદરૂપે અહીં અવતર્યો હતો. કર્મના ફળ આપનારી શક્તિ પાસે એ પણ લાચાર હતો. ૦૦૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો (૧) જુઓ, છેલ્લી વાર તમને કહી દઉં છું કે, એક મ્યાનમાં બે તલવાર નહીં સમાય. કાં મારો ત્યાગ કરો, મને રાજીખુશીથી જવા દો, નહિતર તમારા આ કુલાંગારને પાછો કોઈ દિ' આ ઘરમાં પગ ન મૂકે એમ તગડી દો. રોજ રોજ મારાથી આ હૈયાશૂળ નથી ખમાતું.” “એ બધું સમજું છું, પણ પેટના દીકરાને ક્યાં કાઢવો ? બીજો કોઈ નિકટનો સ્નેહી-સંબંધી કે આશ્રિત હોત તો એને વિદાય કરત, પણ આપણો શિખી તો હજી બાળક કહેવાય. આપણે જ એના દુશ્મનની જેમ વર્તીએ તો એ બિચારાનું કોણ છે ? ગમે તેમ કરીને થોડા વરસ કાઢી નાંખ, મોટો થશે, સમજણો થશે અને પાંખો આવશે, એટલે એની મેળે ચાલ્યો જશે. આપણે કહીશું કે હજુ બે દિવસ રોકાઈ જા, તો પણ કહેશે કે ના, હવે ઘર મને ખાવા ધાય છે.” કોશ નગરના એક બ્રાહ્મણ-બ્રહ્મદત્ત પોતાની સ્ત્રી જાલિનીને એ રીતે સમજાવી રહ્યા છે. સ્ત્રી દુરાગ્રહ પકડીને બેઠી છે કે એક ઘડી પણ પુત્રને રાખવા પોતે તૈયાર નથી. એણે જવું જ જોઈએ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજી ૬૩ પુત્ર પોતે પણ જાણે છે કે જાલિની પોતાની સગી માતા હોવા છતાં એના સ્નેહથી પોતે વંચિત છે. એટલું જ નહિ, પણ જે પુત્રને જોઈને એની આંખ ઠરવી જોઈએ, વાત્સલ્ય ઉભરાવું જોઈએ તેને બદલે પુત્ર શિખીને જોતાં જ એની આંખોમાં ક્રોધનો અગ્નિ ભભૂકે છે, હૃદયમાં ધગમગતું તેલ રેડાય છે. શિખીએ કદી કોઈ દોષ નથી કર્યો. ઘરમાં એ બની શકે એટલા વિનય અને નમ્રતાથી રહે છે, પણ પૂર્વના કોઈ કર્મવિપાકને લીધે તે માતાને રાજી રાખી શકતો નથી. પોતે માતાની આંખમાં કણાની જેમ ખૂંચે છે, એમ એણે એક વાર નહિ, હજાર વાર અનુભવ્યું છે. બીજો કોઈ હોય તો આ અહોનિશ બળતા ઘરમાંથી બહાર નીકળી જાય. શિખીથી એમ બની શકતું નથી. હૈયાદૂબળો છે માટે નીકળી શકતો નહિ હોય એમ પણ નથી. માતા જેટલી કઠોર અને નિર્મમ લાગે છે, તેટલા જ પિતા એને મૃદુ અને હેતાળ લાગે છે. પિતાના કૂમળા દિલને આઘાત થશે, એ બીકે શિખી ઘર છોડવાનું સાહસ કરી શકતો નથી. શિખી એવો નમણો અને નિર્દોષ છે કે વિશ્વની કોઈપણ માતા શિખીની જનેતાના અહોભાગ્યની ઈર્ષ્યા કરે. શિખીને જોતાં જ કોઈપણ માતૃહૃદય ઉમળકો અનુભવે. એક માત્ર શિખીની જનેતા જ એમાં અપવાદરૂપ છે. દેવના દુવિપાકની આ છેલ્લી સીમા જ ગણાય. 'બ્રહ્મદત્ત અને જાલિની બંને કુલીન વંશનાં છે. એટલે કોઈ કુળ સંસ્કારે આવું વૈષમ્ય ઊભું કર્યું હશે, એમ ન કહેવાય. બંનેના પિતા કોશ નગરના લોકપ્રિય મંત્રીઓ છે. બ્રહ્મદત્ત અને જાલિની વચ્ચે પણ પ્રેમ કે મમતાનો અભાવ નથી. સંસારના ઘણા ઘણા પ્રસંગોમાં બંને એકમત છે. માત્ર શિખીની વાત નીકળે છે ત્યારે જાલિની, વ્યાદ્મિનીનો મિજાજ દાખવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક અને શિખી મોટો થયો કે તરત જ અકસ્માત જાલિનીનું અંતર વિષથી છલકાઈ ગયું એમ પણ નથી. એ જો ત્યારથી માતા તેના પ્રત્યે અપ્રસન્ન છે. એણે એનો ત્યાગ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તે થોડે અંશે સફળ પણ થયો, પરંતુ ત્યજાયેલો પુત્ર ફરી પાછો દત્તક પુત્રરૂપે પોતાના ઘરમાં આવ્યો છે, એ તરકીબ ઉઘાડી પડી ગઈ ત્યારે તો એને પારાવાર રોષ ઊપજ્યો. ત્યારથી માંડીને આજ દિન સુધીમાં એક દિવસ એવો નહિ ગયો હોય કે જે દિવસે એણે પુત્રનો સદંતર બહિષ્કાર કરવાનો પોતાના પતિને આગ્રહ નહિ કર્યો હોય. બ્રહ્મદત્ત પણ હવે જાલિનીના આ દુરાગ્રહથી ગળે આવી ગયો હતો. એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એક દિવસે જાલિનીએ આખરી ધમકી આપી : જો તમે આ શિખીને આ ઘરમાંથી નહિ કાઢો તો ચોક્કસ માનજો કે આવતી કાલે કોઈ તળાવમાં, કૂવામાં કે નદીના ઊંડા ધરામાં આ જાલિનીનું શબ તમે જોશો.” બ્રહ્મદત્ત તો એ ધમકી રોજની જેમ સાંભળી રહ્યો, પણ શિખીએ જેવી આ વાત સાંભળી તે જ ક્ષણે તેને એમ થયું કે રોજ રોજ અપ્રીતિ ઊપજતી હોય, વિદ્વેષ રોજ રોજ ઘૂંટાતો હોય અને આપઘાત કરવા સુધીની ધમકીઓ અપાતી હોય તે ઘરમાં રહેવાથી કંઈ લાભ નથી. અલબત્ત, પિતાનું કૂણું હૃદય કંપી ઊઠશે પણ એ તો અનિવાર્ય છે. કોઈવાર તક મળશે તો પિતાના પગમાં મારા અવિનય તેમ ઉદ્ધતાઈની ક્ષમા માગી લઈશ. આવો વિચાર કરી, શિખી કોઈને કંઈ કહ્યા વિના ઘરની બહાર નીકળી ગયો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો ૬૫ સગી જનેતાનો જાકારો સાંભળી શિખી એકલો ચાલ્યો જાય છે. કોઈ મહાન હેતુથી એનો ગૃહત્યાગ ઘેરાયેલો નથી. ક્યાં જવું છે, ક્યાં પહોંચીને શું કરવાનું છે, તે પણ નક્કી નથી. ઉપર આભ અને નીચે ધરતી સિવાય એને અત્યારે એકે આધાર નથી. સંગીહીન, સોબતીહીન, આત્મીય જનથી હડધૂત થયેલો શિખી, એકાંત માર્ગે જતાં શું વિચાર કરતો હશે ? એને એમ નહિ થતું હોય કે વિશ્વમાં બધે, નાના જંતુને પણ માતાનો ખોળો મળી રહે છે. સર્વ દુઃખો અને ભયો એકમાત્ર માતાના ખોળામાં માથું ઢાળી, ભૂલી જઈ શકે છે. માત્ર પોતે શિખી જ આવો દુર્ભાગી કેમ ? શિખી ફરી ફરીને પોતાના મનને તપાસે છે. માતાને માટે પોતે કદી કોઈ પ્રકારનો દુર્ભાવ નથી સેવ્યો. માતાને જગતમાતા તરીકે જ પૂજી છે, પ્રશંસી છે. એ જ માતા બીજાનાં સંતાનો પ્રત્યે સ્નેહ-મમતા દર્શાવે છે. માત્ર પોતે જ એ બાબતમાં અપવાદરૂપ કેમ ? કોઈ રીતે મનનું સમાધાન નથી થતું. સામે વિશાળ અરણ્ય પથરાયેલું છે. ક્યાં, કોણ આશ્રય આપશે ? “બેટા, તું આવ્યો ! એમ કહી અપાર્થિવ સ્નેહ કોણ સિંચશે ?” સંસારમાં એકલા પર્યટન કરવા જેટલી યોગ્યતા હજી એનામાં નથી આવી. ભૂખ, તરસ વેઠવા એ તૈયાર છે, પરિશ્રમનો સામનો કરતાં ગાંજી જાય એવો નથી. ભય તો એનાથી સાવ અજાણ્યો છે. માત્ર એક પાતળો, અદશ્ય સ્નેહiતું કે જે સૌને પાછા ઘરભેગા થવા સતત ખેંચે છે, નિરાશામાં આશા અને ઉત્સાહ ભરે છે તે તંતુ જ તૂટી ગયો છે. શિખી જેવા સંસ્કારી કિશોરની આંખ આગળ અંધકાર તરવરે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક કેટલાક દિવસનો ભૂખ્યો, થાકેલો શિખી એક દિવસ અકસ્માત્, વૃક્ષની છાયા નીચે, સૂકું તરણું પણ ન દુભાય એવી શાંતિથી બેઠેલા એક મુનિરાજનાં દર્શન પામ્યો. તપસ્વીના તપ-તેજથી વૃક્ષ ફરતું વાતાવરણ જાણે કોઈ દેવમંદિર હોય એવો ભાસ ઉપજાવતું હતું. શિખી પોતે નિર્મળ અંતરનો હતો. તપસ્વીની તેજસ્વિતા તેમજ પવિત્રતાથી આકર્ષાઈ, એમના ચરણ પાસે વિનમ્રભાવે બેસી ગયો. ૬૬ માનવસ્વભાવના પારગામી, અંતર-રોગના વૈદ્ય એ તપસ્વીને, આ કિશોર જોતાં જ, કોઈ જન્મ દુઃખી હોય એમ લાગ્યું. એના તપેલા તામ્રવર્ણ જેવા રંગાયેલા કપાળ ઉપર સૂર્યનાં પ્રખર કિરણ સિવાય કોઈનો મૃદુ, સ્નેહસુકુમાર હાથ ફર્યો હોય એમ ન લાગ્યું. અજાણતાં એની આંખમાંથી ઝરેલાં આંસુના ચિહ્ન પણ હજી તાજાં હતાં. “વત્સ ! નાની ઉંમરમાં કંઈ બહુ દુ:ખ આવી પડ્યું ?'' વૈદ્ય જેવી જ તટસ્થતાથી તપસ્વીએ ચિકિત્સા શરૂ કરી. પોતાનાં દુઃખ રડવાનો શિખીને અભ્યાસ નહોતો. એમાં તે પોતાની પામરતા સમજતો. પણ આજે સગા-સ્નેહીઓના તિરસ્કારનો પગલે પગલે પરોક્ષ પ્રહાર અનુભવતો, જરા રડવા જેવો થઈ ગયો. “ભગવન્ દુ:ખી તો છું જ. પણ આમ કેમ બનતું હશે ? જે ચંદ્રમાંથી શીતળ જ્યોત્સ્ના ઝરવી જોઈએ તેને બદલે અંગાર કેમ વરસી જતા હશે ? માતાની ગોદ દુઃખિયાનો એક માત્ર વિસામો ગણાય, માત્ર મારા માટે જ એ તેલની ઊકળતી કડાઈ જેવો કેમ બની ગયો ? મેં કદી કોઈ અપરાધ નથી કર્યો, છતાં હું આટલો દુર્ભાગી ?' શિખીને પોતાનું સમસ્ત જીવનવૃત્તાંત કહી નાખવાનું મન થયું. એ રીતે હૈયા ઉપરના ભારને હડસેલવાની વૃત્તિ થઈ આવી. પરંતુ જે કહેવાનું હતું તે પૂરું કહેવાઈ ગયું, એમ લાગવાથી તે મૌન રહ્યો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો “જો, બેટા, સંસારચક્ર તો એની નિયત ગતિએ ફર્યા જ કરે છે. માત્ર આપણે બાવળ વાવીને આંબાના ફળની આશા રાખી બેસીએ છીએ, એટલે જ આપણને સૂર્યમાંથી અંધકાર અને ચંદ્રમાંથી અગ્નિ ઝરતો દેખાય છે. આપણે બહારનાં કારણોનું પૃથક્કરણ કરીએ છીએ, સુખ કે દુ:ખનાં મૂળ કારણ શોધવા મથીએ છીએ, પણ આપણી ટૂંકી દષ્ટિ કેટલે દૂર પહોંચે ? આજના આપણા હર્ષ, શોક, સંયોગ, વિયોગ અને રાગ, દ્વેષ વગેરેમાં જન્મ-જન્માંતરની આપણી કેટલી સારી-નરસી ભાવનાઓ પોતાનો ભાગ ભજવતી હોય છે. જ્ઞાની સિવાય બીજું કોણ એ ગૂઢ ભેદો ઉકેલી શકે ?” શિખીના મનનું એટલાથી સમાધાન ન થયું. તારાથી અધિક દુ:ખી કોઈ હોય એમ તને નથી લાગતું, ખરું ને?” તપસ્વીએ સ્નેહમિશ્રિત સ્વરે પૂછ્યું. આપ જ કહો. સંસારના સનાતન નિયમોને પણ ખોટો પાડે એવો મારા સિવાય બીજો કોણ છે ?” માતાના વાત્સલ્યને સંસારનો સનાતન નિયમ સમજનાર શિખી, પોતાના પૂર્વના પ્રશ્નની જ પુનરાવૃત્તિ કરી રહ્યો. સંસારના નિયમોમાં આપણી બુદ્ધિ કેટલે પહોંચે ? બહુ બહુ તો બહારના પૂલ નિમિત્તોને પકડીને નિર્ણય કરીએ. પણ એમાં જ્યારે છેતરાઈએ ત્યારે મૂંઝાઈ મરીએ. જીવનના સ્વતંત્ર સુખ-દુ:ખની પાછળ અનેકાનેક જીવન-મૃત્યુની, રાગ-દ્વેષની, ઈર્ષ્યા અને વેરની પરંપરા પડી હોય છે. એને આપણે પકડી શકતા નથી. એટલે જ સંસારના નિયમો આપણે વિશે ખોટા પડતા દેખાય છે. કર્મ અને તેનો વિપાક આ જીવનનો કેટલો મોટો સૂત્રધાર છે ?” ક્રમે ક્રમે તપસ્વીએ શિખીને સંસારનું સ્વરૂપ સમજાવવા માંડ્યું. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વેરનો વિપાક. આ સંસારમાં સૌ એકલા છે અને એકલા જ આત્મકલ્યાણ સાધવાનું છે, એ વાત પણ સમજાવી. શિખીના નિર્મળ, વિકસિત અંતરમાં એ ઉપદેશ આરપાર ઊતરી ગયો. થોડી વારે શિખી જરા વધુ સ્વસ્થ થયો ત્યારે એને વધુ સ્થિર કરવા તપસ્વીએ સર્વજ્ઞ પાસેથી જાણેલા પોતાના ગત ભવોની રૂપરેખા દોરવા માંડી. સ્નેહાળ માતાઓના દિલમાં પણ લોભને લીધે કેવી દુર્બુદ્ધિ જાગે છે, તે પોતાના વર્તમાન જીવનની એક ઘટના ઉપરથી એમણે સૂચવ્યું. માતાના હાથથી પણ છૂપું ઝેર અપાય છે, છતાં માતા તો નિમિત્ત માત્ર જ હોય છે. માતાના સ્વરૂપમાં જન્મ-જન્માંતર જૂનો દ્વેષ જ મૂર્તિમંત હોય છે અને એ વખતે પણ ભવ્યાત્માઓ તો પોતાના શુદ્ધ સ્વભાવમાં જ સ્થિત રહે છે.” એ હકીકત સાંભળી શિખીએ છૂટકારાનો નાનો નિશ્વાસ નાંખ્યો. શિખીને ખાતરી થઈ કે સંસારમાં પોતે જ એકમાત્ર દુઃખી અને દુર્ભાગી છે, એ ધારણા નિરાધાર હતી. માત્ર ઘટનાનો ગર્ભિત અર્થ સમજાવો જોઈએ. એનાં કારણો નિર્મૂળ કરવા કટિબદ્ધ બનવું જોઈએ. શિખીને જીવન પ્રત્યે નીરખવાની દૃષ્ટિ આ તપસ્વી પાસેથી મળી ગઈ ૩) શિખીએ સ્વમમાં ય નહિ કહ્યો હોય એવો આશ્રય મળી ગયો. સૂરિવર વિજયસિંહની સાનિધ્યમાં જેમ જેમ વધુ આવતો ગયો, તેમ તેમ તે આધ્યાત્મિકતાના પાકા રંગથી રંગાઈ રહ્યો. પહેલાં જેને એમ લાગતું કે આ વિરાટ વિશ્વમાં કોનો સ્નેહ, કોનો આશ્રય પામીશ, તેને હવે અંધારી રાત પછી જાણે નવો સૂર્યોદય થયો હોય એમ લાગે Page #86 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો છે. અહીં એને જે જ્ઞાનનો પ્રકાશ મળ્યો છે. જે સંસાર-રચનાના મૌલિક નિયમોનું એને ભાન થયું છે, તેને એ પોતાના જીવનની મહામૂડી સમજવા લાગ્યો છે. ગુરુને પણ થયું કે આવો ચતુર, શાંત, કુલીન અને કલ્યાણની વ્યથા વેદનારો શિષ્ય ભાગ્યે જ મળે. એક દિવસે તપસ્વી ગુરુદેવ અને કલ્યાણવાંચ્છુ શિષ્ય, મહાવ્રતોની ચર્ચા કરતા હતા. એટલામાં એક બ્રાહ્મણ વંદન કરીને પાસે જ બેસી ગયો. શિખીએ એ નવા આવનારને ઓળખ્યો. શિખીના એ પિતા હતા. પુત્રની શોધ કરતાં અહીં સુધી આવી પહોંચ્યા હતા. શિખીની માતાના વ્યવહારથી ઉદ્વિગ્ન બનેલા આ પિતાને માથે, માતાની કેટલીક ફરજો બજાવવાનો ભાર આવી પડ્યો હતો. એટલે જ માતાએ જેને હડધૂત કર્યો છે, તેને શોધવા અને બની શકે તો ઘરે લઈ જવા આવ્યો છે. ૬૯ શિખી આ વખતે મુનિધર્મ, પંચ મહાવ્રત સ્વીકારવાની તૈયારીમાં હતો. ગુરુથી એ છૂટો પડ્યો, એટલે પિતાએ તેને એકાંત સ્થાનમાં લઈ જઈ પોતાના અંતરની અસહ્ય વેદના જણાવી. ખરેખર એનું દર્દ વર્તાતીત હતું. એના એકે એક શબ્દમાં વાત્સલ્યની ઊર્મિ ગુંજતી હતી. શિખીને એ કહેવા લાગ્યો, ‘બેટા, તારા જેવો નમ્ર, નિરભિમાન અને ગંભીર પ્રકૃતિનો પુત્ર કોઈ પરમ ભાગ્યવંતને ત્યાં જ જન્મે. મારા જેવા દરિદ્ર અને દુર્બળ પિતાને ત્યાં તારો જન્મ એક અકસ્માત છે. હું તારી પૂરી કદર કરી શક્યો નથી. તારી માતાના કુટિલ સ્વભાવે તને મારાથી વિમુખ કર્યો પણ તારો અભાવ મને પીડે છે. હું તારા માટે સ્વતંત્ર વ્યવસ્થા કરીશ. તું પાછો મારી સાથે ચાલ. ,, શિખી પિતાના સ્વભાવમાં રહેલી મૃદુતા જાણતો હતો. એમની લાગણી ન દુભાય તે માટે ઉત્સુક હતો, પણ જેને અનાયાસે Page #87 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક ચિંતામણી લાધ્યો હોય, એની કિંમત પણ સમજતો હોય તે તેનો ત્યાગ શી રીતે કરી શકે ? શિખીએ કહ્યું : “પિતાજી, આપનો મારા ઉપર મોટો ઉપકાર છે. મારા ખાતર આપ દુઃખી છો. તે હું જોતો આવ્યો છું. પણ મેં સંસારમાં પાછા ન ફરવાનો નિર્ણય કરી લીધો છે. કૃપા કરીને મને આ માર્ગથી ટ્યુત નહિ કરશો.” પછી તો પિતાએ એને ઘણી ઘણી રીતે સમજાવ્યો : “મહાવ્રતની પૂરા વહેવી એ કિશોરનું કામ નથી. એમાં જે કોઈ લપસે છે, તે એક મેળનો નથી રહેતો. મહાવ્રતનું પાલન તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે” વગેરે યુક્તિ-પ્રયુક્તિથી શિખીનું મન વાળવાનો પ્રયત્ન કર્યો. પણ શિખી પોતાના નિર્ણયમાં અચળ જ રહ્યો. પિતા બ્રહ્મદત્ત ખિન્ન હૃદયે ત્યાંથી પાછો ફર્યો. જતાં જતાં કહ્યું : “બેટા, હું તને હા નથી પાડતો તેમ ના પણ નથી પાડતો. તને આશીર્વાદ આપવા જેટલી પણ મારામાં યોગ્યતા નથી. માત્ર એટલું કહું છું કે માતા પ્રત્યે જો કોઈ અભાવો આવ્યા હોય તો તે ભૂલી જજે. એ એનો સ્વભાવદોષ છે, બાકી મારી છેલ્લી વિનંતી તો એટલી જ છે કે કોઈવાર દર્શન દઈ જજે !” શિખી ભક્તિભાવથી પિતાના ચરણમાં પડ્યો. પિતા પણ ઊંડો નિ:શ્વાસ નાખી ત્યાંથી વિદાય થયા. શિખીનો કીર્તિપડહ દિશાઓને ભેદતો ગૂંજી ઊઠડ્યો છે. થોડા દિવસ પહેલાં જેનું નામ કોઈ નહોતું જાણતું, જે પોતાના ગામના ચાર ખૂણામાં ભૂલો ભટકતો હતો, તેનું નામ ત્યાગીઓ, તપસ્વીઓ અને મુમુક્ષુઓની જીભ ઉપર રમી રહ્યું છે. શિખીને સંસારની કોઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજી છે ૧ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ નહોતી, એણે પોતાનું સમસ્ત સામર્થ્ય ગુરુની સેવામાં, અધ્યયન-અધ્યાપનમાં અને ક્રિયાકલાપમાં સમર્પો દીધું. ગુરુની પણ એની ઉપર મુક્ત કયા વરસી રહી. થોડા વખતની અંદર એ આગમોનો પારંગત બન્યો. એટલું જ નહિ, પણ એની ક્રિયારુચિ પણ જ્ઞાનાર્જન સાથે તાલબદ્ધ બની ગઈ શિખી માત્ર પાંડિત્યમાં નહિ પણ સંયમ-વિરાગમાં પણ મોખરે આવીને ઊભો રહ્યો. હજી તો એણે યૌવનના ઉંબરામાં પગ જ મૂક્યો હતો, પણ એનાં હંમેશાં નમેલાં રહેતાં નેત્રો ગાંભીર્ય અને ચારિત્રની નિર્મળતાની સાક્ષી આપતાં હતાં. જાણે કે એને કોઈ તરફ તાકીને જોવાની જરૂર નથી લાગતી. વિશ્વભરની સંપત્તિ અને સ્નેહ-સૌહાર્દ પોતાની અંદર જ ભર્યા હોય તેમ તે આત્મનિમગ્ન રહે છે. ગુરુને વંદન કરવા જાય છે, ત્યારે પણ ગુરુને લાગે છે કે એક દિવસે આ શિખી વિશ્વનો વંદનીય બનવો જોઈએ. એમની ઘણીખરી ચિંતાઓ શિખીએ જ અપનાવી લીધી છે. સાધુઓના મોટા સમુદાયને એ જ અધ્યયન કરાવે છે, એ જ શંકાઓના ખુલાસા કરે છે. શિખી જાણે ગત જન્મનો મોટો શાસ્ત્રાવ્યાસી હોય અને અધૂરો રહી ગયેલો પ્રચાર પૂરો કરતો હોય તેમ જ્ઞાનની પરબ માંડીને બેઠો છે. તામ્રલિત નગરની બહાર એક મનોરમ ઉપવનમાં એકવાર શિખી મુનિ, વર્તુળાકારે ગોઠવાઈને બેઠેલા આગમના અભ્યાસીઓની વચ્ચે બેઠા હતા. શાસ્ત્રચર્ચા ચાલતી હતી. શિખી મુનિની શાંત વાણી, વીણાના સ્વરનું ભાન કરાવતી હતી. વચ્ચે વચ્ચે જ્યારે એ આછું સ્મિત વેરતા સાધુ-સમુદાય સામે નિહાળતા હતા, ત્યારે એમની સ્વચ્છ દંતપંક્તિ મરકત મણિની રશ્મિ છાંટી જતી. એટલામાં એક અણઘડ જેવો બ્રાહ્મણ ત્યાં આવીને ઊભો રહ્યો. મુનિઓને વંદન કરવા જેટલો વિવેક પણ એનામાં નહોતો. એક હાથમાં રાખેલી રત્નકંબલ શિખી મુનિ પાસે ધરી માત્ર એટલું જ બોલ્યો : “આ આપની માતાજાલિનીએ આપને ભેટ મોકલી છે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક સાધુ-મુનિઓ કોઈની ભેટ નથી સ્વીકારતા. પૂરી આવશ્યકતા ન હોય તેવી કોઈ વસ્તુનો પરિગ્રહ નથી રાખતા. શિખી મુનિ પોતે તો ગુરુદેવનાં ઊતરેલાં વસ્ત્રો જ વાપરે છે. એમને કોઈ ચીજની તંગી નથી લાગતી. છતાં, શિખી મુનિ ઘડીવાર તો નવા આવનાર સામે ક્યાંય સુધી જોઈ રહ્યા. માતાએ માણસ સાથે ભેટ મોકલી હોય, એમ માનવાનું મન ન થયું. માતાની ભેટ” શબ્દો સાંભળવા છતાં મનની ભ્રમણા જ હોય એમ લાગ્યું. માતાનો આવો અપ્રતિમ સ્નેહ જોઈને, આટલે દૂર માણસ મારફત રત્નકંબલ જેવી મૂલ્યવાન વસ્તુ મોકલાવેલી જોઈને, પાસે બેઠેલા મુનિઓનાં અંતર અનુમોદનાથી દ્રવી ઊઠડ્યાં. એક જણથી બોલી જવાયું : ધન્ય માતા !” ખરેખર, તમે કોશ નગરીથી આટલે દૂર આવ્યા છો અને આ ભેટ મારી સંસારની માતા જાલિનીએ જ મોકલી છે ?” શિખી મુનિએ વધુ ખાતરી કરવા પૂછવું. બ્રાહ્મણ એક સ્થાને સ્વસ્થ થઈને બેઠો. જવાબમાં એણે માથું ધુણાવ્યું. એ બ્રાહ્મણનું નામ સોમદેવ. એણે કહેવા માંડ્યું : “આપ ચાલી નીકળ્યા ત્યારથી માતા જાલિની ભારે ઉદ્વેગ અનુભવે છે. એમને પરિતાપ તો ઘણો થયો. પણ શું કરે ? છેવટે એમનાથી ન રહેવાયું, ત્યારે મને આ ભેટ આપવા મોકલ્યો.” માતાનું વાત્સલ્ય ! જગતમાં જેની જોડ ન મળે એવો માતુનેહ ! શિખીનું હૈયું સ્નેહોર્મિઓથી ઉભરાઈ નીકળ્યું. ગમે તેવી કઠોર, નિર્મમ બને તો પણ આખર તો માતા ને ? વાત્સલ્યનો ઝરો ભલે સુકાયેલો લાગે પણ એમાં પૂર આવ્યા વિના ન રહે ! Page #90 -------------------------------------------------------------------------- ________________ ૦૩ ખંડ ત્રીજો માતાનો બધો વિદ્વેષ, દુઃસ્વમની જેમ શિખી મુનિના હૈયામાંથી ઊડી ગયો. એણે રત્નકંબલનો સ્પર્શ કર્યો, એમાં પણ જાણે જનનીના સુકુમાર ચરણનો સ્પર્શ કરતો હોય એવી ગ તા અનુભવી. ઘડીભર એને થયું કે “જો થોડી એકાંત મળે તો આ વાત્સલ્યના તાણાવાણાથી વણાયેલી રત્નકંબલને માથે મૂકી બે ઘડી આનંદ-નૃત્ય કરું !” સાધુ સમુદાયની વચ્ચે શિખી વધુ કંઈ બોલી શક્યા નહિ. સંસારી સ્વજન પ્રત્યેની આસક્તિથી હિમગિરિ સમાન અચલ વ્રતધારી પણ ક્ષણવાર ચલાયમાન થયા. માતાએ કંબલ તો મોકલી, પણ ગુરુની આજ્ઞા વિના એનો અંગીકાર નહિ થાય.” શિખી મુનિ અર્ધસ્પષ્ટ સ્વરોમાં બોલ્યા અને બ્રાહ્મણને ત્યાં જ બેસવાનું કહી ગુરુદેવ પાસે ગયા. શિખીને અચાનક પોતાની પાસે આવતો જોઈ ગુરુના મોં ઉપર પ્રફુલ્લતા છવાઈ જરૂર વિના શિખી ન આવે, એમ ધારી શિખી શું કહેવા આવ્યો છે તે જાણવા ઉત્સુક બન્યા. “માતાએ ભેટ મોકલી છે. રત્નકંબલ સ્વીકારું ?” આશંકા અને ક્ષોભથી ગૂંગળાતા સ્વરોમાં ગુરુએ શિખીની માનવ- સહજ દુર્બળતા માપી લીધી. શિખી પોતે સર્વસ્વનો ત્યાગી છે, સુંદર અને મોહક લાગે, માટે ગમે તે વસ્તુ સ્વીકારી લેવાની નબળાઈ સાધુને ન શોભે એ વાત ભૂલી ગયો છે. પણ ગુરુએ એની નબળાઈની વાત ગાંભીર્યના પડદા નીચે દાબી દીધી. ગમે તેવો પણ શિખી યૌવનવયનો છે. માતાના વિરલ વાત્સલ્યથી આકર્ષાયો છે. વસ્તુ પ્રત્યેની મમતા નહિ, પણ ઊર્મિવશતા એને અત્યારે પરાભવ પમાડી રહી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ છ૪ વેરનો વિપાક આંતર રોગના વૈદ્યને છાજે એવા શબ્દોમાં ગુરુએ કહ્યું : “જરૂર જ હોય તો કંબલ લેવામાં વાંધો નથી. અમસ્તો પણ તું નવાં વસ્ત્રો નથી વાપરતો, છતાં નિર્મમતપણે કંબલ લેવી જ હોય તો ખુશીથી.” શિખીએ માતાની ભેટ લઈ લીધી. કામળમાં માતૃહૈયાની હુંફ ભરી હોય એમ એને થયું. કામળને અનિમેષપણે નિહાળતી દૃષ્ટિ સન્મુખ માતાનો હૃદયપલટો ખડો થયો. ગુરુની પાસેથી શિખી પોતાના સ્થાને આવ્યો ત્યારે તેણે પેલા બ્રાહ્મણ-સોમદેવને બેઠેલો જોયો. શિખી કંઈ કહે તે પહેલાં જ સોમદેવે કહેવા માંડ્યું. જાલિની દેવીએ કહેવરાવ્યું છે કે કોશનગર અહીંથી બહુ દૂર નથી, એકવાર દર્શન આપી જાઓ તો સારું.” કંબળની સાથે માતાએ આમંત્રણ પણ મોકલ્યું છે, એ જાણી શિખીને સમસ્ત દુર્ભાગ્ય સૌભાગ્યમાં પલટાઈ જતું લાગ્યું. આનંદના આવેશમાં શિખી મુનિ બોલી ઊઠ્યા : “મુનિથી ચોકકસ વચન તો ન અપાય, અમે રહ્યા નિબંધ વિહારી. છતાં જો કોશ-નગર તરફ આવવાનું થશે તો જરૂર માતાને મળીશ.” સોમદેવને પણ એટલું જ જોઈતું હતું. શિખી મુનિને કોણ જાણે હમણાં શું થયું છે ? વાત કરતાં કરતાં અન્યમનસ્ક થઈ જાય છે. તર્ક અને પ્રમાણમાં, સજાવેલી ધાર જેવી એમની બુદ્ધિ પણ જરા કુંઠિત બની જાય છે, સંભારવા મથે છે પણ સ્મૃતિ હાથતાલી આપીને જાણે કે નાસી જાય છે. બીજું તો ઠીક, શિખી મુનિનું નિર્દોષ-ઉજ્જવળ હાસ્ય જે તેજછટા દાખવતું, આખા Page #92 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો ૭૫ ઉપવનમાં રેલાતું એ પણ હમણાં અદશ્ય બન્યું છે. કોઈ ઊંડી મર્મવ્યથા, કોઈ ઊંડો આઘાત શિખી મુનિને બેચેન બનાવી રહ્યો છે. એ દર્દ એવું છે કે મુનિજીવનમાં કોઈને ખુલ્લું કહી શકાય નહિ, તેમ સહી પણ ન શકાય. શિખી મુનિએ દીક્ષા લીધી ત્યારની અને અત્યારની સ્થિતિમાં એક મોટો પલટો આવી ગયો છે. બહારના વ્યવહારો ઉપર જ જેની નજર છે, બાહ્યદૃષ્ટિએ જ માનવીને માપવા ટેવાયેલા છે. તેઓ શિખીમાં બહુ ભારે પરિવર્તન નથી જોઈ શકતા, પણ જેઓ સૂક્ષ્મ મનોવ્યાપારનું પૃથક્કરણ કરી શકે છે. તેઓ શિખી મુનિના અંતરમાં ક્યાંક પણ શલ્ય ખૂંચે છે, એવું નિદાન કર્યા વિના ન રહે. શિખી જન્મદુઃખી છે. માતા, ભગિની કે બંધુના સ્નેહથી અપરિચિત છે. પણ જયારથી જાલિની માતાનું આમંત્રણ મળ્યું છે, ત્યારથી પોતે માતાનો દેવદુર્લભ પ્રેમ મેળવવા આ જન્મમાં ભાગ્યશાળી બને એવી આશા બંધાઈ છે. એ આશાદોર ઉપર શિખીનું જીવન ઝૂલી રહ્યું છે. આસક્તિને બંધનરૂપ માનનાર, નાનામાં નાની આસક્તિના તંતુને છેદી નાખવા તત્પર શિખી, માતાના નેહભર્યા આમંત્રણને ભૂલી શકતો નથી. કંગાળને, બારણે બારણે ભિક્ષા માટે ભટકનારને, જાણે કે કુબેરનો ભંડાર હાથ પડી ગયો છે. માત્ર એ ઊઘડે એટલી જ રાહ જોવાની છે. શિખી મુનિ પોતાની માતાને મળવા ઉત્સુક બન્યા છે. ઘડીએ ને પહોરે એ માતાના દર્શનનાં દિવાસ્વમ નિહાળે છે. માતા પાસેથી કોઈ મોટો વારસો મળી જશે એવી તો એમને મુદલ આશા નથી. વારસામાં એમને મોહ પણ નથી, માત્ર માતા વાત્સલ્યભરી અમીદષ્ટિએ એકવાર પોતાની સામે જુએ, એકવાર પણ “આ મારો પુત્ર” એમ કહે તો શિખીની જન્મભૂખ સંતોષાય. Page #93 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક આ શિખી મુનિ ઝાંઝવાના જળની પાછળ ગાંડા બનીને દોડી રહ્યા છે એ વાત એમને કોણ સમજાવે ? જેને પોતે સ્નેહ-વાત્સલ્ય-પ્રેમના મધુર નામથી ઓળખી રહ્યા છે, તે મૂળ તો મોહ-મમતા-વાસનાનાં જ રૂપાંતરો છે. ગુરુપ્રસાદ અને ગુરુગમ પામેલા શિખી મુનિ જેવા ત્યાગીની આંખ આગળ આજે મોહનો પડદો આવી પડ્યો છે. વિજયસિંહ સૂરિનો શ્રમણ સમુદાય વિહાર કરતો એક દિવસે કોશનગરથી થોડે દૂર આવી ઊતર્યો. માતાને મળવાની સરસ અનુકૂળતા મળી ગઈ છે, એમ માની યુવાન મુનિએ સૂરિજી આગળ માતા પાસે જવા દેવાની અનુમતિ માગી. સૂરિજી થોડીવાર તો શિખી મુનિના મોં સામે આદ્ર હૈયે જોઈ રહ્યા. અલક્ષ્યમાં અનિષ્ટ એધાણ જોતા હોય તેમ તેઓ ઘડીભર ખિન્ન જેવા પણ દેખાયા. ચોખ્ખી અનુમતિ આપતાં જાણે કે એમની જીભને કોઈ પકડી રાખે છે. જવું જ હોય તો ખુશીથી જા. પણ મુનિજીવનમાં આવી નબળાઈઓ, ભલેને નાની લાગતી હોય તો પણ ક્યારે તે વિરાટ સ્વરૂપ લે તે કંઈ કહી ન શકાય.” ચોખ્ખી સંમતિ આપવાની અનિચ્છાવાળા સૂરિજીએ ગર્ભિત વાણીમાં કહ્યું. - “જીવનમાં આ પહેલી જ વાર માતાનો ઉમળકો અનુભવું છું, એટલે જ આકર્ષાયો છું. બે-ત્રણ દિવસથી વધુ નહિ થાય. પાછો આવી મળીશ.” શિખીએ સૂરિજીની ગ્લાનિ બરાબર જોઈ લીધી. ““ઉમળકાનું કોઈ ચિહ્ન દેખાતું નથી. માતાને જો ખરેખર ઉમળકો આવ્યો હોય, સંતાનપ્રેમ ઉભરાયો હોય તો માતા પોતે જ થોડું કષ્ટ વેઠીને અહીં ન આવે ? પણ કદાચ જનેતાને એમાં અન્યાય પણ થતો હોય. મારા દિલમાં, તને ત્રણ દિવસ દૂર કરતાં તેને ખોઈ બેસતો હોઉં એવો આંચકો અનુભવું છું, એટલે જ તને ઉલ્લાસથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો આજ્ઞા આપી શકતો નથી.” સૂરિજીએ અંતરમાંથી ઊઠતા ધ્વનિને વધુ સ્પષ્ટ શબ્દદેહ આપ્યો. ગુરુજી, એ તો માત્ર આશંકા જ છે. માતા પાસે જવામાં મારે શા સારુ કોઈ પ્રકારની ભીતિ કે શંકા રાખવી જોઈએ ? માતાને પણ ધર્મ પમાડું એવી મને હોંશ છે.” ધર્મ પમાડવાની વાતે સૂરિજીના અંતરને અભિભૂત કર્યું. આવો પુત્ર માતાને ધર્મ પમાડે એ જ માતૃજાતિના ઉપકારનો મોટામાં મોટો બદલો છે, એમ જાણીને એમણે શિખીને બીજા બે-ત્રણ મુનિઓ સાથે કોશનગર ભણી વિહાર કરવાની અનુમતિ આપી. સૂરિજી એકલા પડ્યા ત્યારે એમને થયું કે શિખીને સંમતિ આપવામાં પોતે પણ થોડી ઉતાવળ કરી છે. શિખી તો યુવાન છે, લાગણીઓથી દોરવાઈ જાય, પણ એના સંયમનિર્વાહની જે જવાબદારી મેં માથે લીધી છે, તેમાં કિંચિત્ પ્રમાદ થતો દેખાય છે. જે જાલિનીના આકર્ષણને શિખી માતૃપ્રેમ માનવા પ્રેરાયો છે, તે માતૃપ્રેમ ખરેખર જ જો જાલિનીના હૃદયમંદિરમાં જાગૃત હોય તો એ શિખીની આજસુધી અવગણના કેમ કરી શકે ? માતૃહૃદયનો ઝરો ક્ષણવાર સુકાઈ જાય, પણ બીજી જ પળે એનું સ્નેહઝરણ કિલ્લોલતું વહી નીકળ્યા વિના ન રહે. ગમે તેમ પણ શિખી કોઈ અનિષ્ટભયાવહ માર્ગે વિચરતો હોય એવી સૂરિજીએ ઝીણી કંપારી અનુભવી. આખરે જે નિર્ણાયું હશે તે જ બનશે, એમ ચિંતવી એમણે મનને પાછું સ્વસ્થ કરી વાળ્યું. કોશનગરની શેરીઓમાં આજે ઘણે દિવસે રસોલ્લાસનો જુવાળ ચડડ્યો છે. શિખી મુનિ આ શહેરના મેઘવન ઉદ્યાનમાં, કેટલાક વૃદ્ધ મુનિઓની સાથે આવી ચડ્યા છે, એ વર્તમાન ગામ આખામાં ફરી વળ્યા છે. એક તો શિખી મુનિ આ ભૂમિના જ સંતાન અને તેમાંયે ત્યાગી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વેરનો વિપાક તપસ્વીઓની દુનિયામાં એક જ્યોતિર્ધર સમા લેખાતા હોવાથી ગામ લોકોને શિખી મુનિ પ્રત્યે મમત્વ તથા બહુમાન જાગે એ સ્વાભાવિક છે. રાજા અને પુરવાસી-સ્ત્રી પુરુષોએ શિખી મુનિને પ્રેમથી વધાવ્યા. અહીં આવ્યા પછી શિખી મુનિને પિતા બ્રહ્મદત્તના અવસાનના સમાચાર મળ્યા. બીજે દિવસે મુનિ પોતે માતા જાલિનીને મળવા સામે ચાલીને ગયા. જાલિનીએ શિખી મુનિના આગમનના સમાચાર તો સાંભળ્યા હતા, એમના પાંડિત્ય અને વિરાગની સ્તુતિ પણ સાંભળી હતી. પણ વિધિની વિચિત્રતા તો એ હતી કે માતાને એ સ્તુતિ અને સન્માનમાં પણ પોતાની નિંદા-કૃણા-તિરસ્કાર મૂર્તિમંત બનતાં દેખાતાં હતાં. વેરને લીધે એને દરેક વાતમાં અવળી મતિ જ સૂઝતી હતી. એ એમ માનતી કે જે પુત્રનો મેં ત્યાગ કર્યો છે, તેનું બહુમાન વસ્તુત: મારી વગોવણી જ છે. મતલબ કે જાલિનીને જે આંખના કણાની જેમ ખૂંચવો જોઈએ તે વિશ્વને પણ ખટકવો જોઈએ અને જો એમ ન બને તો એ કાંટો ઉખેડીને ફેંકી દેવો જોઈએ. જાલિની પોતાની રચેલી જાળમાં પોતે જ અટવાઈ ગઈ હતી. જાલિની હવે એ કાંટો કાયમને માટે ગમે તે ભોગે ખેંચી કાઢવા કટિબદ્ધ બની છે. વાત્સલ્યના દંભમાં, ધાર્મિકતાના ઓઠા નીચે ખરી રીતે તો એ પોતાની પ્રપંચજાળ જ પાથરી રહી છે. શિખી મુનિ પોતે ભદ્રિક અને સરળ સ્વભાવી હોવાથી, જાલિનીના મોં ઉપર જોકે એમને ગ્લાનિની ગાઢ છાયા પથરાયેલી દેખાઈ, પણ એમણે માન્યું કે પિતાના દેહાવસાનને લીધે માતા આજે શોક-સંતમ છે. એક દિવસે પોતાને લીધે જ માતા અને પિતા વચ્ચે કલહ અને વિસંવાદ જામતો એ પ્રસંગો એમને યાદ આવ્યા. પિતા હંમેશાં પોતાનો જ પક્ષ લેતા એનું સ્મરણ થઈ આવ્યું. શિખી મુનિનું હૃદય અત્યારે વલોવાતું હતું, છતાં કાળનો એ જ ધર્મ છે, કાળ કોઈને મૂકતો નથી, એમ કહીને એમણે માતાને થોડું આશ્વાસન આપ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો જાલિની જાણે એ ઉપદેશથી પીગળી ગઈ હોય અને આત્માના ઉદ્ધાર માટે વ્રત લેવા માગતી હોય એવો દંભ કર્યો. શિખી મુનિ પણ માતાને પ્રતિબોધવાના, ધર્મના માર્ગે ચડાવવાના જ અભિલાષ રાખી રહ્યા હતા. માતાને એમણે વિધિપૂર્વક ધર્મસંસ્કાર આપ્યો. શિખી મુનિ મનમાં ગમે તે માને, જાલિનીના ફાંસલાની રસીઓ ખેંચાતી હતી. પક્ષી હવે સપડાવું જ જોઈએ, એવી તેજથી પ્રેરાયેલી જાલિનીને પૂરી ખાતરી થઈ. શ્રમણ-જીવનના વિધિ તથા આચાર નહિ જાણનારી જાલિનીએ છેવટે કહેવા માંડ્યું : “આજે તો હવે મારા હાથનો આહાર કરતા જાઓ તો હું કૃતકૃત્ય થાઉં.” શિખી મુનિ કહે : “શ્રમણને માટે એ માર્ગ બંધ છે.” જાલિની નિરાશ થઈ પણ ફરી એકવાર પોતે પ્રયત્ન કરશે, એવો નિશ્ચય કરી, તે દિવસે તો તેણીએ મુનિજીને બે હાથ જોડી વિદાય આપી. એમ કરતાં કેટલાક દિવસો નીકળી ગયા. શિખી મુનિના વિહારનો દિવસ પણ છેક નજીક આવી ગયો : જાલિનીનો ગભરાટ વધવા લાગ્યો. ફાંસલામાં સપડાયેલું પંખી ઊડી જાય અને શિખીની સંસારી માતાની અપકીર્તિ અહોનિશ ગુંજતી જ રહે તે જોવા જાલિની અનિચ્છુક હતી. ચતુર્દશીનો દિવસ ઊગ્યો. જાલિનીને લાગ્યું કે કાલે તો માસકલ્પ પૂરો થઈ જશે અને શિખી વિહાર કરીને છટકી જશે. જાલિનીને અત્યારે અંતરમાં ઊંડો શોષ પડતો હોય, લોહી વેગથી ધસતું હોય એમ થયું. એની એ જ સ્થિતિમાં તેણીએ નિશ્ચય કર્યો કે ગમે તેમ કરીને આજે કામ પતાવી નાખવું જ જોઈએ. આ પાપકર્મમાં કોઈની મદદ મળે એવી તો મુદલ આશા નહોતી, જે કરવાનું હતું તે તેણીને એકલા જ કરવાનું હતું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વેરનો વિપાક ચતુર્દશીની બીજી એક અનુકૂળતા હતી. શ્રમણો મોટે ભાગે તે દિવસે આહાર વગેરેનો ત્યાગ કરી જ્ઞાન-ધ્યાન અથવા ક્રિયાકાંડમાં જ તલ્લીન હોય છે. શિખી સિવાયના બીજા સાધુઓ આ કારસ્તાનની આ અસરમાંથી બચી જશે, જેના અંતરમાં તીર મારવું છે તે જ તેનો ભોગ બની શકશે. આવો વિચાર કરી જાલિનીએ ઝટપટ લાડવા તૈયાર કરી, તેમાં કળાય નહિ એવું કાતિલ વિષ મેળવી દીધું. બીજા મુનિઓ માટે કંસારનું પાત્ર જુદું રાખી લીધું. આહાર સામગ્રી લઈને જાલિની પોતે મેઘવન ઉદ્યાનમાં ગઈ શિખીએ માતાને આહાર આદિ લઈને આવેલી જોઈને કહ્યું: “માતા, શ્રમણ મુનિથી આ આહાર ન લઈ શકાય. મુનિ પોતાને માટે તૈયાર કરેલું ભોજન નથી સ્વીકારતા. એવું ભોજન લેવું એ અમારા આચારવિરુદ્ધ છે.” શિખી આ ભોજન નહિ સ્વીકારે ? ત્યારે શું બધી મહેનત, બધું કારસ્તાન નકામું જશે ? જાલિનીનો આખો દેહ ભય અને ચિંતાથી પ્રસ્વેદમય બની ગયો. લાચાર જેવી દેખાતી જાલિનીએ બની શકે એટલા દંભનો આશ્રય લઈ કહેવા માંડ્યું, “હું અબૂઝ, શ્રમણના આચારમાં શું સમજું ? મારી ભક્તિ સામે એકવાર કૃપા કરીને નિહાળો, બીજીવાર આવી ભૂલ નહિ કરું.” શિખી મુનિને ઘડીભર પોતાની નબળાઈ સાલી. એક પગથિયું ભૂલે તો માનવી છેવટે પૃથ્વીતલ ઉપર જ પટકાય છે, એ સૂત્ર યાદ આવ્યું. પણ સ્નેહદુર્બળ બનેલો શિખી, થોડો અપવાદ વહોરીને પણ માતાને સંતોષવા તૈયાર થયો. પ્રમાદ તો જરૂર થાય છે, પરંતુ તેનું પ્રાયશ્ચિત્ત ક્યાં નથી થઈ શકતું ? માતાની ધર્મશ્રદ્ધાની અવગણના કરવાની એની હિંમત ન ચાલી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજા ૮૧ શિખી મુનિને જાલિનીએ વિષમિશ્રિત મોદક અને બીજા સાધુઓને તેણીએ કંસાર વહોરાવ્યો. જાલિની પાછી ફરી અને વિશ્વની અસર શિખી મુનિના દેહમાં જણાવા લાગી. મુનિજીને એકદમ આંખે અંધારાં આવ્યાં હોય, એમ ધરતી ઉપર ઢળી પડ્યા. સાધુઓ ગભરાયેલા જેવા દોડી આવીને શિખી ફરતા બેસી ગયા. એમને ખાતરી થઈ કે કોઈ કુટિલ પ્રપંચનો ભોગ શિખી મુનિ બન્યા છે. નહિતર નખમાંય રોગ વગરનો દેહ આમ ઢગલો થઈને ઢળી ન પડે. થોડીવારે જયારે શિખીએ છેલ્લી આંખ ઉઘાડી ત્યારે એમના હોઠમાંથી માત્ર આટલા શબ્દો જ સર્યા : “હું શાંતભાવે, પ્રશમભાવે આ દેહનો ત્યાગ કરું છું. મારી ચિંતા કોઈ ન કરે. હું સર્વને ખમાવું છું.” આટલી અસહ્ય વેદનામાં પણ આટલી શાંતિ, આવી ક્ષમા અને આવું ઔદાર્ય જોઈ, પાસે બેઠેલા સૌ સ્વજનો આશ્ચર્ય પામ્યા. ' સૂરિજીને જ્યારે શિખી મુનિના આ દેહત્યાગની ખબર પડી ત્યારે એમને બહુ લાગી આવ્યું. માતા ખરું જોતાં તો પૂર્વભવની વૈરી જ હોવી જોઈએ, એ વિશે એમને મુદલ શક ન રહ્યો. પહેલેથી જ શિખી મુનિને વાર્યા હોત તો ? પણ એ રીતે ભાવિને થોડું જ મિથ્યા કરી શકાય ? અહીં જ સંસાર-ઘટમાળનું ચક્ર નિયમિત ગતિએ ચલાવતી કોઈ એક અગમ્ય સત્તાનું આછું દર્શન થાય છે. હરણી જેવું અસહાય, રાંક, નરમ પ્રાણી બીજું કયું છે ? પણ પ્રબળ શિકારી કે સિંહ જેવા ઘાતકી પ્રાણીનો પંજો પોતાના બચ્ચા ઉપર પડતાં જ એ હરિણ શિશુની માતા સિંહ કે શિકારી સામે ઝૂઝશે-મૃત્યુને તુચ્છ લેખી બાળકને બચાવવા માતાની સઘળી શક્તિઓને હોડમાં મૂકશે. ભક્તામર કાવ્યમાં કહ્યું છે – Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ प्रीत्यात्मवीर्यमविचार्य मृगो मृगेन्द्रं । नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? વેરનો વિપાક છતાં જ્યારે માનવદેહધારિણી માતા પોતાના અહોનિશ આનંદના અને ધર્મનો ઝંડો ફરકાવતા પુત્રના ભોજનમાં નિષ્કારણ ઝેર ભેળવવા તૈયાર થાય ત્યારે તો પૂર્વભવનું કોઈ ઉગ્ર, સજાવેલી ધાર જેવું વેર કારણભૂત હોવું જોઈએ એવી પ્રતીતિ થાય છે. આવું બધું જોતાં માણસ સૂકા તરણા જેવો હોય અને સંસારમાં અવારનવાર જે રાગ-દ્વેષ, વેર-વિખવાદનાં તોફાનો ચડી આવે છે તેના બળથી જ ધકેલાતો હોય. ઘડીભર લડી-ઝઘડી, ભેટી પાછો અદૃશ્ય થઈ જતો હોય એમ લાગે છે. જાણે કે એક અનંત નાટક ભજવાઈ રહ્યું છે. એનાં એ જ પાત્રો જુદા જુદા વેષ પહેરી ક્વચિત્ માતાપિતા રૂપે કે ક્વચિત્ સંતાનરૂપે પોતાના ભાગ ભજવી જતા દેખાય છે. આ મહાન્ અભિનયમાં અગ્નિશર્માનો જીવ જાલિની માતાનો સ્વાંગ ધરીને આવ્યો હતો. શિખી ગુણસેનનો જીવ હતો. સંતાનના આહારમાં વિષ મેળવનારી જાલિની પોતે જ વેરના વિષથી સળગી રહી હતી. જેના રક્તના અણુ-અણુમાં વેરનું હળાહળ ઝેર ભર્યું હોય તે માતા પુત્રની હત્યારી બને એમાં શું આશ્ચર્ય છે ? વેર-વિદ્વેષ છે, એટલે જ ઉપશમની આવશ્યકતા અને મહત્તા છે. થોડો ઉપશમ, થોડો ક્ષમાભાવ, વેરના કાષ્ઠને બાળીને ભસ્મ કરવાની તાકાત ધરાવે છે. એટલે જ કર્મના આઘાત-પ્રત્યાઘાતના પારગામીઓએ ઉપશમની આટલી મહત્તા ગાઈ છે. શિખી મુનિના દેહની આહુતિમાંથી પણ જાણે કે પ્રશમનો ધૂપ વહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંડ-ચોથો (૧) વૈશ્રમણ સાર્થવાહને ત્યાં ધનદેવકુમારનો જન્મ થયો ત્યારે વૈશમણે તો એમ જ માનેલું કે આખરે યક્ષની સાધના ફળી ખરી, વૈશ્રમણ અને શ્રીદેવી, એ દંપતીની અનેક દિવસોની યક્ષપૂજાનું જ આ ફળ હોવું જોઈએ. ધનદેવ યક્ષે કૃપા કરીને આ પુત્ર આપ્યો, એટલે પુત્રનું નામ પણ યક્ષના નામે ધનદેવ પાડ્યું. યક્ષદેવની કૃપા સાથે પતિ-પત્ની બંને પોતાના પૂર્વસંચિત કિંચિત્ પુણ્યબળનો પણ પ્રભાવ માનતાં. ધનદેવ જરા મોટો થયો અને બીજા શિશુઓની સાથે હળવા-મળવા લાગ્યો, ત્યારે મા-બાપને એ જરા વિચિત્ર પ્રકૃતિનો લાગેલો. એમને એમ થયું કે ધનદેવ ઘણીવાર પોતાનું એકાદું નવું, કિંમતી વસ્ત્ર, આભૂષણ કે રમકડું ખોઈ નાખીને ઘેર આવે છે અથવા તો કોઈ તેની પાસેથી પડાવી લે છે, છતાં તેનો પ્રતિકાર નથી કરતો, તેથી તે બીકણ અથવા કાયર હોવો જોઈએ. પણ તપાસ કરતાં જ્યારે એમને જણાયું કે ધનદેવને સુંદર વસ્ત્ર કે આભૂષણોનો મોહ નથી, બીજાને જોઈએ તે આપી દેવામાં એને રજ માત્ર સંકોચ નથી થતો ત્યારે માતાપિતાને ખાતરી થઈ કે યક્ષદેવની કૃપાથી પૂર્વનો કોઈ મહાપુણ્યશાલી જીવ પોતાને ઘેર અવતર્યો છે. તે દિવસથી ધનકુમાર એના માતાપિતાનો માત્ર પ્રીતિપાત્ર નહિ, પણ આદર અને સન્માનનો અધિકારી બન્યો. Page #101 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક ધનદેવ જરા મોટો અને સમજણો થયો, એટલે ફરી એના સ્વભાવમાં પલટો આવ્યો. પ્રથમની જેમ હવે તે ગમે તે વસ્તુને વેડફી કે ઉડાવી દેતો નથી. ન છૂટકે કોઈને કાંઈ આપવું પડે તો આપે. ગરીબો કે દીનદુ:ખીઓને અન્ન-વસ્ત્ર આપવામાં એને આનંદ પડે છે, પણ હવે જાણે કે કોઈ એનો હાથ પકડી રાખતું હોય, અંતરમાંથી કોઈ નિષેધ કરતું હોય એમ એને લાગવા માંડ્યું છે. માતાપિતાએ કે કોઈ આપ્તજને ધનદેવને કદી મના નથી કરી. તેઓ તો ધનદેવની સમર્પણતા જોઈને મનમાં રાજી થતાં હતાં. એકનો એક અને વળી પૂર્વજન્મના પુણ્યનો આકાર ધરી, આંગણે અવતરનારો પુત્ર પોતે જ જો અન્નદાન કે વસ્ત્રદાનમાં આનંદ માણતો હોય તો સુખેથી એને એ આહ્વાદ લૂંટવા દેવો, એવી વિચારશૈલી હતી. એટલું છતાં ધનદેવ હમણાં હમણાં લોભી કે કંજૂસ જેવો કેમ બની ગયો ? એના મોં ઉપર જે તાજગી અને પ્રફુલ્લતા સતત લહેરાતી તે કેમ લોપ પામી, તે ધનદેવના નિકટના સાથીઓ કે વડીલો પણ સમજી શકતા નહોતા. એક દિવસે ધનદેવ રાજમાર્ગ ઉપર એકલો ઊભો હતો. સામેની ઊંચી હવેલીના દરવાજા પાસે, એક ઓટલા ઉપર બેસીને એક શ્રીમંત સજજન, ગરીબો, કંગાળો, અશક્તો અને વૃદ્ધોને એમની જરૂરિયાત પ્રમાણે વસ્ત્ર તથા ધાન્ય વહેંચતા હતા. ભૂખની પીડા ભોગવતા આ કંગાળો જ્યારે થોડું અન્ન મેળવી પાછા ફરતા હતા, ત્યારે એમના મોં ઉપર ઉભરાતો આનંદ જાણે પ્રકૃતિનું કોઈ ગૂઢ અને મનોરમ દૃશ્ય નિહાળતો હોય તેમ ધનદેવ તલ્લીનતાથી ઊભો ઊભો જોયા કરતો. કાજળઘેરા મેઘ વચ્ચે વીજળીની રેખા અંકાય તેમ આ કંગાળોના ઉદાસીન મોં ઉપર કૃતાર્થતા અને કૃતજ્ઞતાની તેજછટા નૃત્ય કરતી ધનદેવને દેખાતી. ભૂખ્યા અને નાગા, ઠંડીથી થરથરતા અસ્થિપિંજર જેવા બાળકોને ખાતા તથા દેહ ઢાંકતા જોઈને, Page #102 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો કરમાયેલા ફૂલછોડ ફરી નવું જીવન પામતા હોય એમ ધનદેવ ધારી ધારીને એમના પ્રત્યેક હાવભાવનું નિરીક્ષણ કરતો. આવે વખતે એ કંઈક ગહન ચિંતામાં સરી પડતો. આ દીન-દુ:ખીઓ એ જ જાણે કે એના આરાધ્ય દેવ હોય, તેમ આ ગરીબોના વિચારમાંથી ગરીબાઈ અને વિશ્વની એવી બીજી વિષમતાઓના ધ્યાનમાં ડૂબી જતો. રસ્તા ઉપર ઉભેલા અને વિચારમગ્ન બનેલા ધનદેવને એના મિત્ર સોમદેવે જગાડ્યો. સોમદેવે પૂછ્યું : મેં તો જાણ્યું કે આજે કાર્તિકી પૂર્ણિમા છે, એટલે કોઈ ઉદ્યાનમાં કે રંગમંડપમાં ગયા હશો. આ કંગાળોની કતારમાં તમને શું જોવા જેવું લાગ્યું ?” ધનદેવે સોમદેવ તરફ અર્થપૂર્ણ દૃષ્ટિ કરી. એની જીભ જરા સળવળી. પણ એને થયું કે દિલનું દર્દ આ પુરોહિતનો પુત્ર બરાબર નહિ સમજી શકે, છતાં ધનદેવે તંદ્રામાંથી જાગતો હોય તેમ સંક્ષેપમાં કહ્યું : “મને આ દરિદ્ર કંગાળોની તૃપ્તિ અને કૃતજ્ઞતા પાસે દુનિયાના બધા આનંદ-ઉલ્લાસ ફિક્કા અને કૃત્રિમ લાગે છે. એટલે જ જ્યારે જ્યારે પ્રસંગ મળે છે, ત્યારે ત્યારે એ જોયા કરું છું. આંખ અને મનની એ વાસના જાણે કે ધરાતી જ નથી.” ધનદેવ એટલું કહીને, સહેજ હસ્યો. પણ તમે પોતે ધારો તો, તમારે ત્યાં બેસીને ગરીબોને દાન આપી શકો છો. જીવનપર્યત ખર્ચો તો પણ ન ખૂટે એટલું ધન તમારા પિતાએ સંઘર્યું છે. તમને કોઈ ના પાડે છે ?” સોમદેવે પૂછ્યું. ધનદેવે એક ઊંડો નિસાસો નાખ્યો. એ નિસાસો જ જાણે કે એનો એક માત્ર ઉત્તર હોય એમ ધનદેવ કંઈ ન બોલ્યો. અંતરના આનંદ કે વેદનાની એકે એક વાત બીજાને સમજાવવામાં ધનદેવને ઘણીવાર સંકોચ થતો. નિકટના સ્નેહી કે મિત્ર પણ ધનદેવની મૂંઝવણ બરાબર Page #103 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક કળી શકતા નહિ. આવા કેટલાક અનુભવોના અંતે ધનદેવે દરેકે દરેક વાતના ખુલાસા કરવાનું માંડી વાળ્યું હતું. ન છૂટકે જેટલું કહેવું પડે તેટલું જ કહેવું, એ નિયમને તે બનતા સુધી અનુસરતો. સોમદેવના પ્રશ્નનો જવાબ ધનદેવ સહેજે આપી શકત. પણ વાત વધુ પ્રચાર પામે અને માતાપિતાને કદાચ કષ્ટ પહોંચે એવા વિચારથી માત્ર એટલું જ કહ્યું કે : “પિતાની કમાણી ઉપર મારો શું અધિકાર છે ? પિતાની સંપત્તિ હું દાનમાં દઉં, એમાં મારો કંઈ પુરુષાર્થ ખરો ?” સોમદેવ ધનદેવને સમજ્યો કે નહિ તે તો કોણ જાણે, પણ ધનદેવ પોતે પોતાનો પુરુષાર્થ સ્કુરાવવા માગે છે અને પોતાના પરસેવાથી પેદા કરેલી સંપત્તિનું જ દાન કરવા માગે છે, એટલું સ્પષ્ટ થયું. સોમદેવ, આ જવાબમાં, ધનદેવનું ભોળપણ માત્ર જોઈ શક્યો. વૈશ્રમણ સાર્થવાહે પરદેશ ખેડી ધન તો પુષ્કળ ભેગું કર્યું હતું અને એનો વારસો ધનદેવને જ મળવાનો હતો. ધનદેવ પોતે એ સમજતો. પણ એણે યોગ્ય વયે પહોંચતાં નિર્ણય કરેલો કે પિતાની જેમ પોતે સાહસો ન ખેડે, વિધ્રો અને સંકટોનો સામનો કરી દ્રવ્યસંચય ન કરે ત્યાં સુધી પોતે સ્વચ્છેદે તેનો વ્યય ન કરી શકે. પિતાના ધનથી દાની બનવું એ ધનદેવને સસ્તી કીર્તિ ગાંઠે બાંધી લેવા જેવું લાગતું. પોતાની આસપાસ ધનવાન કુટુંબના સંતાનોને વિલાસ તથા વિનોદના રંગથી તરબોળ બનેલા જોતો, પણ તે સાથે તેમાં એને એ વિલાસીઓની કંગાળિયત પણ દેખાતી. દાન કે ત્યાગ તે જ વસ્તુનો થઈ શકે, જેની ઉપર પોતાનો નૈતિક અધિકાર હોય. પિતાની સંપત્તિને પોતાની માનવામાં એનો અંતરાત્મા સાફ ના પાડતો અને અંતરાત્માના અવાજનો સૌની પાસે સ્પષ્ટ ખુલાસો કરતાં પણ એને સંકોચ થતો. Page #104 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો સોમદેવ અને ધનદેવ તે દિવસે તો સાથે ઘેર આવ્યા. પણ ધીમે ધીમે ધનદેવે કહેલી વાત વૈશ્રમણ સાર્થવાહના કાને પહોંચી. એને પુત્રની ઉદાસીનતાનું કારણ સમજાયું. સાર્થવાહનો પુત્ર સાર્થવાહ જ થાય. વેપાર-વાણિજ્ય અર્થે વિશાળ પ્રદેશો ખુંદી વળે એમાં કંઈ અયોગ્ય નથી એમ પણ એને થયું. ધનદેવની બુદ્ધિ અને સંસ્કાર માટે એમને કંઈ કહેવાપણું નહોતું. વારસામાં મળેલી સંપત્તિ ઉપર આવા સંતાનો આળસુ બનીને મોજમજા ઉડાવે તેના કરતાં સ્વાશ્રયી અને પુરુષાર્થી બને તો તે કંઈ લાંછનરૂપ નથી. વૈશ્રમણ પોતે ધનદેવને એના સાહસમાં અનુમતિ અને આશીર્વાદ આપવા તૈયાર હતો. એ જમાનામાં પ્રવાસ આજના જેટલો સુગમ કે સુસાધ્ય નહોતો. સાર્થવાહોના સંઘો એ વખતે મોટા આશીર્વાદરૂપ બનતા. તેઓ જોકે વેપાર-વિસ્તારના નિમિત્તે દેશના દૂર દૂરના વિભાગોમાં ફરી વળતા અને વસ્તુઓના વિનિમય કરતા, તો પણ પ્રવાસીઓને અને વટેમાર્ગુઓને, સંન્યાસીઓ અને પરિવ્રાજકોને સારા આશ્રયભૂત બનતા. સાર્થવાહ પોતાના સંઘના સભ્યોને યથાશક્તિ સહાય કરતો. એક વિશાળ કુટુંબ પ્રવાસે નીકળ્યું હોય એવી આ સંઘો જોનારને કલ્પના આવે. સાર્થવાહોના સઘળા સંઘો નિર્વિદ્યે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતા હશે, એમ પણ ન કહેવાય. ઘણી વાર આ સંઘોને લૂંટારાઓ, ઠગારાઓ વગેરેના અકસ્માતો નડતા. ८७ ધનદેવનું સંઘ કાઢવાનું, સાર્થવાહ બનવાનું સ્વપ્ર ફળ્યું. માતાપિતાના પૂરા સહકારથી તામ્રલિપ્ત નગરીનો, લગભગ બે મહિના માર્ગમાં થાય એવો સંઘ કાઢ્યો. સુશર્મ શહેરના ઘણા વેપારીઓ આ સંઘમાં જોડાયા. ધનદેવની સાથે એની પત્ની ધનશ્રી અને એનો નંદક નામનો આત્મીય જેવો મિત્ર પણ સામેલ થયાં. Page #105 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક (૨) ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસે જેમ કેટલાક મહાપુરુષોના નામમાં સંજીવની ભરી દીધી છે, તેમ કેટલીક નગરીઓમાં રોમાંચ ભરી દીધો છે. તામ્રલિપ્ત એક કાળે વૈભવ અને સમૃદ્ધિથી છલકાતું બંદર હતું. તાપ્રલિમ, ભારતીય સમુદ્રમાં ફૂલોના ગુચ્છા જેવા જે અસંખ્ય દ્વીપો આવેલા છે, તેમાં પ્રવેશવાનું સિંહદ્વાર હતું. તામ્રલિમના સાહસિક વ્યાપારવીરો અને વહાણવટીઓ દૂર દૂરના દ્વીપો સાથે સંબંધ બાંધતા અને વિવિધ વસ્તુઓની સાથે ધર્મ અને સંસ્કૃતિનો પણ વિનિમય કરતા. જાવા, સુમાત્રા અને મલાયાના દ્વીપો તો તામ્રલિપ્તના રહેવાસીઓને માટે ઘરના આંગણા જેવા બની ગયા હતા. ધનદેવે અહીં તાપ્રલિમમાં આવી વેપાર ખેડવા માંડ્યો અને ધનવાનોમાં તેની પ્રતિષ્ઠા પણ જામવા લાગી. ધનદેવ દ્રવ્ય કમાતો પણ લોભ કે લોલુપતાથી તો જળકમળવત્ અલિપ્ત જ રહ્યો હતો. ધનદેવની દાનશાળાના અભંગ દ્વારા સૌને માટે ખુલ્લાં હતાં. કોઈ પણ યાચક કે દ્રવ્યાર્થી ત્યાંથી નિરાશ બનીને ભાગ્યે જ પાછો વળતો. જુગારમાં હારેલા અને આખરે આપઘાત કરવા તૈયાર થયેલા જુગારીઓ સુદ્ધાં ધનદેવને પોતાના તારણહાર સમજતા. પણ ધનદેવને એટલેથી સંતોષ નહોતો. તામ્રલિપ્તના સાગરતીરે ધનદેવ ઘણીવાર ફરવા આવતો. વેગથી ધસી આવતા અને કિનારા સાથે ઘડીભરનો સંપર્ક સાધી પાછા અનંતતામાં મળી જતાં મોજાંઓની અભિનયલીલા એકલો બેસીને નીરખતો. અસ્ત પામતા સૂર્યનાં પાણીમાં નૃત્ય કરતાં કિરણો અને આકાશમાં પથરાતા રંગોને જોતાં એ ઊંડા ધ્યાનમાં ડૂબી જતો. સાગરનું એક એક મોજું જાણે કે એનું પૂર્વભવનું સંગાથી હોય, સાદ કરીને બોલાવતું હોય, પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપીને Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો ૮૯ હસતું, કિલ્લોલતું પાછું વળી જતું હોય, એમ ધનદેવને લાગતું. સાગરના સાહસ ખેડવાના એને પણ અભિલાષ હતા. ટૂંકી દષ્ટિમર્યાદાથી તે સાગરને માપવા મથતો. સાહસિકના પુરુષાર્થ અને પૈર્ય પાસે આ અનંત જેવો લાગતો જલધિ પણ એને એ વખતે નાના જળાશય જેવો ભાસતો. સાગર સાથેની ધનદેવની આ મૈત્રી આકસ્મિક હતી. પછી તો એ સાગર જ એનો પરમ સુહૃદ હોય એમ દિવસે અને રાત્રિએ પણ થોડો અવકાશ મેળવી એની સાથે મૌન ગોષ્ઠી કરતો. ધનદેવની સાથે એની સ્ત્રી તથા મિત્ર પણ તાલિત આવ્યા હતા, એ વાત કહેવાઈ ગઈ છે. પણ આજે ધનદેવને અને એ પત્ની તથા મિત્ર વચ્ચે ઘણું છેટું પડી ગયું છે. એ માટે ધનદેવ પોતે જ પોતાને જવાબદાર માને છે. કોઈ વાર એનું સંસારાસક્ત મન વિદ્રોહ જગાડે છે, તો ધનદેવ એને સમજાવે છે : “મૂરખ મન ! ધનશ્રી ભલે તારી પત્ની બની, પણ તારી સઘળી આશાઓ કે આકાંક્ષાઓને એણે અનુસરવું જ જોઈએ, એમ કેમ માની લે છે ? વ્યક્તિત્વમાં તો એ પણ તારા જેટલી જ સ્વતંત્ર છે. નંદકની સાથે એને મૈત્રી થઈ હોય, બંને પરસ્પર સહાનુભૂતિ ધરાવતા હોય, તેથી તેઓ અનાચારના માર્ગે જ છે, એમ શા સારુ માની લે છે ? અને કદાચ દુશ્ચરિત્ર હોય તો પણ તને સજા કરવાનો શું અધિકાર છે ? હે મન ! તું પોતે જે દિવસે નિર્વિકાર-નિષ્પાપ બનશે, તે દિવસે તારા બધા ઉધામા આપોઆપ શમી જશે.” ધનદેવ વેપારી અને સાહસિક હોવા છતાં જન્મવિરાગી હતો. એ પુષ્કળ દાન કરતો પણ એની ભાવના તો સર્વસ્વના સમર્પણથી આગળ વધી ત્યાગથી પણ પર જવાની હતી. વિશ્વનું કોઈ પ્રાણી તંગી ભોગવતું હોય અને તેને દાની કે ત્યાગી પાસે યાચના કરવી પડે છે તેને નહોતું ગમતું. પોતે ધનનું દાન કરે છે, એટલે સંસાર ઉપર કોઈ મોટો ઉપકાર કરે છે, એમ માનવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વેરનો વિપાક મનાવવાની એ સાફ ના પાડતો. દાન કરવા સિવાય ધનનો બીજો સારો ઉપયોગ ન હોય, એવી ઊંડી શ્રદ્ધા જ એના ત્યાગમાં મુખ્ય કારણભૂત હતી. છૂટે હાથે દાન કરવા સિવાય અને સાગરતીરે બેસીને જળ-કલ્લોલનું સંગીત સાંભળવા સિવાય જાણે કે એને બીજું કોઈ મહત્ત્વનું કામકાજ નહોતું. થોડા દિવસ તામ્રલિમમાં રહીને, વધુ સાહસ ખેડવા એણે સમુદ્રની યાત્રાએ નીકળવાનો નિશ્ચય કર્યો. તામ્રલિપ્તથી ઘણાં વહાણો આવી યાત્રા માટે મળી રહેતાં. ધનદેવ એની સ્ત્રી અને નંદકને લઈને શુભ મુહૂર્ત જોઈ પાસેના દ્વીપમાં જવા વહાણમાં બેઠો. રસ્તામાં ગમે તે કારણે પણ ધનદેવનું સ્વાથ્ય ભાંગી પડ્યું. રોજ રોજ એનું રક્ત શોષાતું હોય તેમ તે દુર્બળ અને નિસ્તેજ બનવા લાગ્યો. એની સ્ત્રી અને નંદકને એમ થયું કે જો આ રીતે ધનદેવ ગળતો જાય તો કાંઠે નાવ પહોચતાં પહેલાં તો એ નિઃશેષ થઈ જાય. ધનદેવને પણ આ અચાનક આવી પડેલી બિમારીનું કારણ ન સમજાયું. દેહ વિશેની મમતા કે આસક્તિ જેવું તો એને પ્રથમથી જ નહોતું. જે કાળે જે બનવાનું હોય તે ભલે બને, એવો નિર્ધાર કરી શારીરિક અસ્વસ્થતાને શાંત ભાવે સહન કરી રહ્યો. પણ ધનશ્રીની અસ્વસ્થતા રોજ રોજ વધતી જતી હતી. ધનદેવનું સ્વાથ્ય જ્યારથી કથળ્યું છે, ત્યારથી તેના મોં ઉપરનું તેજ ઊડી ગયું છે. ધનદેવની એવી સ્થિતિ કરવામાં પોતે જવાબદાર છે, એ હકીકત રખેને ઉઘાડી પડી જાય, એવી દહેશતથી એ સતત ઉદ્વિગ્ન અને વ્યગ્ર રહે છે. વહાણની નાની દુનિયામાં એને બીજા કોઈથી ડરવા જેવું નહોતું, પણ એનો પોતાનો આત્મા જ જયાં વીંછીના ડંખ મારતો હોય ત્યાં તે ઉલ્લાસમય કેમ રહી શકે ? ધનદેવની હયાતિ એને કંટકની જેમ ખૂંચે છે. નંદક ઘણીવાર ધનદેવ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દાખવે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો ૯૧ પણ ધનશ્રીને એ વાત નથી રુચતી. એકાંત મળતાં નંદકને એ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવે છે કે, “હું કોઈપણ રીતે આ ધનદેવના પંજામાંથી છૂટવા માગું છું, સીધી રીતે એ વિદાય થાય તો ઠીક છે, નહિતર મારે પોતાને એ કાંટો કાઢીને ફગાવી દેવો પડશે.” નંદક આ કોમળાંગી નારીપ્રકૃતિમાં છુપાયેલી પૈશાચિકતા જોઈ ગભરાય છે. એક મધ્યરાત્રિએ સાગર ઉપર અંધકારનું ગાઢ ઢાંકણ ફરી વળ્યું હતું. થોડા ખલાસીઓ સિવાય સૌ નિદ્રામગ્ન હતા. દૂર દૂર આવતાંજતાં વહાણોના દીપ-પ્રકાશ આગિયાની જેમ ચમકીને પાછા અંધકારમાં ભળી જતા. ધનદેવ અઈનિદ્રામાં અને અર્ધજાગૃતિમાં પડ્યો હતો. પોતાના ઘનિષ્ટ મિત્ર સાગરનું ગર્જન સાંભળતો હતો. એટલામાં કોઈ દુઃસ્વપ્ર દેખતો હોય અને જૂની લોકકથાઓમાં સાંભળેલા ઉપદ્રવોનાં તાદૃશ્ય સ્વરૂપ અનુભવતો હોય તેમ તેણે બે હાથોનો પીઠ ઉપર સ્પર્શ થતો અનુભવ્યો. એક તો તે બહુ જ દુર્બળ હતો અને તે ઉપરાંત અતિશય નિર્ભય પણ હતો. પોતાનું બૂરું કોઈ ચિંતવે કે આદરે એવી તો એને શંકા સરખી પણ નહોતી. તે વધુ ખાતરી કરવા જતો હતો, એટલામાં તો એનો દેહ અગાધ સાગરમાં ઝંપલાતો હોય એવું ભીષણ ભાન થયું. ધનદેવ પોતાના સુહૃદ સાગરનો અતિથિ બન્યો. ધનશ્રી અને નંદક બંનેનો રાહ તે દિવસે નિષ્કટક બન્યો. (૩) કૌશાંબી નગરીમાં રાત્રિએ રાત્રિએ જાણે કે દીપોત્સવી ઉજવાતી. દીનતા કે દારિત્ર્યથી સાવ અજાણ્યા, કૌશાંબીવાસીઓને ત્યાં રોજ રાત્રે દીપશ્રેણીઓ રચાતી. લગભગ મધ્યરાત્રિ પછી એ દીપમાળા ઝાંખી પડતી. એ વખતે વિલાસીઓ અને અભિસારિકાઓ સિવાય Page #109 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક રાજમાર્ગ ઉપર ભાગ્યે જ કોઈના પગલાં પડતાં. કૌશાંબી નગરી ચોર, લૂંટારાઓથી સુરક્ષિત હતી. સમુદ્રદત્ત થોડાં વર્ષથી આ નગરીમાં નવો આવીને વસ્યો હતો. લોકો એના કુળ કે વંશથી બહુ પરિચિત નહોતા. પણ એની પાસે જે સંપત્તિ હતી, તે ઉપરથી તે કોઈ પ્રવાસી-પ્રામાણિક વેપારી હોવો જોઈએ, એવી લોકોની માન્યતા બંધાઈ હતી. આ સમુદ્રદત્તની સ્ત્રી આજે બપોરથી વિહ્વળ જેવી દેખાય છે. ઘણીવાર ચિંતામગ્ન રહ્યા પછી એણે પોતાની દાસીને આજ્ઞા કરી, જો, આજે આઠમ છે. મારે ઉપવાસ છે. રાત્રિએ મારે પાદરદેવીને નૈવેદ્ય ધરવા જવું છે. નૈવેદ્ય તૈયાર રાખજે અને તારે મારી સાથે આવવું પડશે.” દાસીને આ આજ્ઞાથી આશ્ચર્ય થયું. પણ તે કંઈ બોલી શકી નહિ. કોઈ દિવસે નહિ, આજે જ પાદરદેવીની પૂજાનું આ બાઈને કેમ સૂઝયું? ગૃહિણી પાદરદેવીને કદી નહોતી માનતી. આજે જ અને તે પણ રાત્રિના અંધારપડદા નીચે એને ગામના છેક છેવાડે આવેલા મંદિરમાં જવાની વૃત્તિ કેમ થઈ આવી ? એ જાણતી હતી કે રાત્રિના સમયે એ સ્થાન સ્મશાનવત્ શાંત અને ભયંકર બને છે. હિંમતવાન પુરુષ પણ સાંજ પછી ત્યાં પગ મૂકતાં ક્રૂજી ઊઠે છે. મંદિર હંમેશાં ખુલ્લું રહે છે, પણ એની આસપાસના ખુલ્લા ચોગાનમાં અનેક પ્રકારની આસુરી લીલાઓ ભજવાય છે. સમુદ્રદત્તને એણે આ વિશે વાત કરવાનું ઉચિત નથી માન્યું. કદાચ એ નિષેધ કરે એવી બીક પણ ખરી. ગમે તેમ પણ સમુદ્રદત્તની પત્નીએ મધ્યરાત્રિએ પાદરદેવીના મંદિરે જવાનો નિશ્ચય કર્યો. કૌશાંબીની દીપમાળા જેવી ઝાંખી બની કે તરત જ આ સુકુમાર નારી હૈયાને વજ જેવું કઠિન બનાવી, દાસી તેમજ નોકરોની સાથે Page #110 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો ૯૩ પાદરદેવીના મંદિર તરફ ચાલી નીકળી. નૈવેદ્યની સામગ્રી પોતાના હાથમાં જ લઈ, દાસીને દૂર ઊભી રાખી, નોકરોને ચોકી રાખવાનું કહ્યું. પોતે મંદિરના આંગણામાં દાખલ થઈ દેવીનાં દર્શન, પૂજન તો માત્ર બહાનું જ હતું. વસ્તુતઃ તે એક શ્રમણની શોધમાં જ અહીં આવી હતી. આજે સવારે એક મુનિને આહાર સામગ્રી વહોરાવ્યા પછી તેણીએ રાત્રિએ આ મુનિની સમીપે આવવાનો નિશ્ચય કરી રાખ્યો હતો. એ નિશ્ચયને લીધે જ તે બપોર પછી એટલી વિહ્વળ અને અસ્વસ્થ હતી. દેવીના મંદિરમાં પગ મૂકતાં જ એનું કાળજું પ્રથમ તો ફફડી ઊઠયું. યક્ષ ને યક્ષિણીઓના ભયંકર ચહેરા અને તેમની પ્રલયકારી લીલા તેની નજર આગળ ખડી થઈ ગઈ. છતાં ગમે તે જોખમ ખેડવાની તૈયારી સાથે આવેલી આ કુળકામિનીને અત્યારે કોઈ અટકાવી શકે એમ નહોતું. આટલામાં જ ક્યાંક હશે” એમ અસ્પષ્ટ સ્વરે બોલતી એ સ્ત્રી એકાકી મંદિરના આંગણામાં ઘૂમી રહી. એક સ્થળે એક શ્રમણ ધ્યાનમગ્ન મુદ્રાએ ઊભા હતા, નક્ષત્રોનો ક્ષીણ પ્રકાશ એમના ઉજ્જવળ વદન ઉપર રેલાતો હતો. કોઈ પણ ભાવિક કે શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષનું દિલ આવી ધ્યાનાવસ્થિત મુદ્રા જોતાં જ દ્રવીભૂત અને ગદ્ગદ્ બની જાય. પણ આ અંધારી રાત્રિના આવરણ નીચે અહીં સુધી આવેલી આ નારીના દિલમાં ભક્તિના સ્થાને ખુન્નસના ભાવો ઊભરાઈ નીકળ્યા. થોડીવાર સુધી તો એ એક બાજુ ઊભી રહી. આ મુનિના મુખની રેખાઓ વાંચતી હોય તેમ સામે જોઈ રહી. પોતાના મનને મજબૂત કરતી અસ્કુટપણે બોલી : “આ જ ધનદેવ ! સવાર પડે તે પહેલાં તેનું અસ્તિત્વ ફરીવાર મીટાવી દેવું જોઈએ.” Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વેરનો વિપાક પણ અસહાય એકલી નારી અહીં શું કરી શકે ? ઘડીવાર નિરાશ થઈને ત્યાંની ત્યાં જ બેસી ગઈ. એને થયું કે એક ઘાતકીના કાંડાનું બળ જો થોડું ઉછીનું મળી શકતું હોય તો કેવું સારું ? એક કસાઈની છૂરી ચલાવવાની ક્રૂરતા પોતાનામાં હોય તો પોતે કેટલી ભાગ્યશાલિની બની હોત ? પણ જેને હિંસા જ કરવી છે, જેને વેર જ લેવું છે, તેને આ દુનિયામાં સાધનોની ક્યાં ખોટ છે ? પેલી સ્ત્રીએ, થોડે આવે, લાકડાનો વેરણછેરણ પડેલો એક ખાસો ગંજ જોયો. એનું હૈયું હર્ષથી નાચી ઊઠ્યું. બની શકતી ત્વરાથી તેણીએ કાયોત્સર્ગ મુદ્રામાં રહેલા મુનિના દેહ ફરતાં સૂકાં લાકડાં ગોઠવવા માંડ્યાં. ભયથી એના હાથ-પગ પૂજતા હતા. પકડાઈ જવાની અને વિશ્વમાં ઠેકઠેકાણે તિરસ્કૃત બનવાની ચિંતા પણ એના અંતરને બાળી રહી હતી. લાકડાં જેવાં ગોઠવાઈ ગયાં કે તરત જ મંદિરના એક ખૂણામાં બળતા દીપકની સહાયથી અગ્નિ ચાંપી, પાછું વાળીને જોયા વિના એ સ્ત્રી, પોતાની દાસી સાથે ત્યાંથી ભાગી નીકળી. (૪) સવાર પડતાં જ કૌશાંબીમાં હાહાકાર વ્યાપી ગયો. એક તપસ્વી, વેરાગી સંતને ઊભા ને ઊભા કોઈએ બાળી નાખ્યા છે, એ વાત ગામ આખામાં ફેલાઈ ગઈ કૌશાંબીમાં આવા દુષ્કૃત્ય કરનારા માણસો પણ વસે છે, એ જાણીને સૌને એક સરખો આઘાત થયો. પ્રતિસ્પર્ધીઓ પોતાના વિરોધીઓને પજવે, સંસારી પોતાના સ્વાર્થવશ બીજા સંસારીને પાયમાલ કરે, પણ આ ત્યાગી મુનિએ કોઈનું શું Page #112 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો ૯૫ બગાડ્યું હતું ? લોકોની કલ્પના જ્યારે ન ચાલી ત્યારે તેમણે કોઈ અદેશ્ય શક્તિનો આ ઘોર ઉપસર્ગ હોય એવી વાતો વહેતી કરી. કૌશાંબીના મહારાજાને એટલેથી સંતોષ ન થયો. એમણે નગરપાળને બોલાવીને આદેશ કર્યો : “એક નિર્દોષ-નિષ્પાપ મુનિને વગર કારણે ભસ્મીભૂત કરનાર અપરાધીનો પત્તો મેળવવો જ જોઈએ.” નગરપાળે ખૂબ કુશળતાપૂર્વક એની તપાસ કરવા માંડી. એક દાસી અને એક ગૃહિણી એમ બે જણાં આ દેવીના મંદિરમાં મધ્યરાત્રિએ આવ્યાં હતાં, એટલી બાતમી મળ્યા પછી તપાસમાં બહુ મુશ્કેલી ન રહી. બરાબર રહસ્ય ઉકેલાયું, એટલે નગરપાળે એક નારી મહારાજા પાસે રજૂ કરી. એ નારી પણ હવે તો સમજી ચૂકી હતી કે મિથ્યા બચાવ કરવાથી કંઈ વળે તેમ નહોતું. આ નારી બીજી કોઈ નહિ, સમુદ્રદત્તની ગૃહિણી હતી. એક અંતઃપુરવાસિની નારી પ્રત્યે જેટલું સન્માન બતાવવું જોઈએ, તેટલા સન્માન સાથે મહારાજાએ તેણીનો આદર કર્યો. પૂછયું : “આ જ સમુદ્રદત્ત શેઠની સ્ત્રી ?” કોટવાળને બદલે આરોપી નારીએ કુટિલ હાસ્ય કરતાં કહ્યું : કૌશાંબીવાસીઓની દષ્ટિએ એ બરાબર છે.” મહારાજા આ નારીના કથનમાં કંઈ ઊંડો ભેદ હોય તેમ જોઈ શક્યા. એમણે સ્પષ્ટ હકીકત સંભળાવવા આરોપીને આગ્રહ કર્યો એટલે લજજા કે સંકોચને ફગાવી દઈ એ સ્ત્રી પોતે જ કહેવા લાગી: “ખરી રીતે હું જેમને ભસ્મીભૂત કરી આવી છું, એ જ મારા પતિ હતા. એમનો મિત્ર નંદક આજે જોકે નાસી છૂટ્યો છે, પણ એ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વેરનો વિપાક નંદકની સાથે જ અમે તામ્રલિપ્તથી સમુદ્રયાત્રાએ નીકળેલાં. રસ્તામાં શું બન્યું તે આપને કહેવાની જરૂર નથી.'' “ભલે, એ હકીકત ન કહેવી હોય તો મારે જાણવાની જરૂર નથી. હું માત્ર એટલું જ પૂછું છું કે તમે તમારા પતિ પ્રત્યે આટલા ક્રૂર કેમ બન્યાં ?' ન્યાય તોળવાની વૃત્તિથી મહારાજાએ પૂછ્યું. “હું આટલી ક્રૂર કેમ બની તે હું પોતે જ નથી સમજતી. આપને શી રીતે સમજાવું ! એકવાર એવી જ ક્રૂર બની હતી અને માન્યું હતું કે હવે એની ફરી આવૃત્તિ નહિ કરવી પડે. પણ કોણ જાણે, મારા લલાટલેખ એવા હશે!'' “પહેલાં પણ તમે એમને જીવતા બાળવા પ્રયત્ન કરેલો, એમ જ ને ’ “નહિ, પહેલાં તો મેં એમની માંદગીનો લાભ લઈ, સમુદ્ર વચ્ચે ફગાવી દીધેલા. ત્યાં તે બચી ગયા હોય એમ જણાય છે. ફરી મેં એમને કૌશાંબીમાં શ્રમણના વેશમાં ફરતા જોયા. મને થયું કે જો એમનું અસ્તિત્વ નહિ મિટાવી દઉં તો સમુદ્રદત્ત નંદક છે અને હું પોતે ધનદેવની પત્ની ધનશ્રી છું, એ રહસ્ય ખુલ્લું થયા વિના નહિ રહે. અમારી પ્રતિષ્ઠા ધૂળભેગી મળી જશે, દુનિયા અમારા ઉપર ધિક્કાર વરસાવશે. એ ભયમાંથી છૂટવા માટે પાદરદેવીના મંદિરમાં જઈ આ સાહસ કરવું પડ્યું. હું મારા અપરાધનો સ્વીકાર કરું છું. મને હવે પશ્ચાત્તાપ તો ઘણો થાય છે. પણ કોણ જાણે કયા ભવના વેરે મારી રક્તવાહિની નસોમાં આવું કાતિલ ઝેર ભરી દીધું છે, તે મને નથી સમજાતું. મહારાજ, ઘણા સમયથી હું એ વેર-વાસનાને છુપાવવા મથી રહી હતી, મેં કેટકેટલી રીતે મારા મનને સમજાવ્યું છે, તે મારા અંતર્યામી સિવાય બીજું કોઈ નથી જાણતું. બીજાને Page #114 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો જણાવવાની જરૂર પણ નથી. હું કોઈ રહસ્યભરી છૂપી યોજનામાં માત્ર સાધનરૂપ બની હોઉં એમ લાગે છે. પણ એ ઉપરથી દયા કે અનુકંપા હું માગી રહી છું એમ ન માનતા.” પ્રારંભમાં ચંડિકા જેવી ઉગ્ર અને રૌદ્ર દેખાતી ધનશ્રી હવે નરમ અને લજ્જાનમ્ર બની હતી. કૌશાંબીનરેશે એનો સંપૂર્ણ વૃત્તાંત સાંભળ્યો. રાજરીત પ્રમાણે નારી અવધ્ય-દયાને પાત્ર હોવાથી બીજી કંઈ સજા કરવાને બદલે કૌશાંબીની ચતુઃસીમા બહાર જવાનો ધનશ્રીને આદેશ કર્યો. કુળકામિની અને કોમલાંગી હોવા છતાં ધનશ્રીના દેહમાં રહેલા અગ્નિશર્માના આત્માએ જ આ ભીષણ અને કરુણ લીલા ભજવી હતી. ooo Page #115 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો (૧) જરા અને મૃત્યુ પ્રાણીમાત્રને પરિચિત છે. નિકટના, નિત્યના અને પળેપળના પરિચયવાળા હોવા છતાં એ મૃત્યુ, એ વૃદ્ધત્વ અને એ બંનેની સહચરી વ્યાધિ અકસ્માતું આકાર ધરીને સામે આવીને ઊભાં રહે છે, ત્યારે એ કેટલાં અજાણ્યાં, અકારાં અને અસ્પૃશ્ય દેખાય છે? મૃત્યુના સાક્ષાત્ દર્શને ઘણા ચિંતકો અને ધર્મ પ્રવર્તકોની આંખ ઉઘાડી નાખી છે. નચિકેતાએ જ્યારે પહેલવહેલું મૃત્યુ નિહાળ્યું ત્યારે એને એટલું બધું કુતૂહલ અને જિજ્ઞાસા જાગી કે એ મૃત્યનું રહસ્ય જાણવા, મૃત્યુની પાછળ છેક યમલોક સુધી ગયો, એવી મતલબની એક પૌરાણિક ગાથા છે. “હું અમૃત કેમ બનું ? હું જન્મ-જરા ને મૃત્યુનો પણ શી રીતે પરાજય કરું ?” એની શોધ પાછળ એણે ખૂબ તપ અને અભ્યાસ કર્યો. મૃત્યુંજયનો મંત્ર પણ મેળવ્યો, પરંતુ મૃત્યુની અહોનિશ ભજવાતી લીલામાં કંઈ ફરક નથી પડ્યો. ભલભલા સંસ્કારસ્વામીઓ અને મૃત્યવિજયી મહાપુરુષોને પણ પહેલી પ્રેરણા મૃત્યુના પ્રથમ સાક્ષાતે જ આપેલી. મૃત્યુ વસ્તુ શું છે? મૃત્યુનું સ્વરૂપ સમજવા જતાં એ ગવેષકોએ જે વિરાગનો, આત્મશુદ્ધિનો અને નિર્ભયતાનો સંદેશ આપેલો, વિશ્વોદ્ધાર માટે જે રાજમાર્ગ દર્શાવેલો તેના સ્પષ્ટ અવશેષો આજે પણ શાસ્ત્રોમાં મળી આવે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો વસંતોત્સવ ઉજવવા રથમાં બેસીને નીકળેલો, ઉજ્જૈનીનો રાજકુમાર સમરાદિત્ય પણ જરા અને મૃત્યુની સહચરી જેવી વ્યાધિને મૂર્તિમંત નિહાળી, ઊંઘમાંથી ઝબકીને જાગતો હોય તેમ સહસા ચમક્યો. એની દૃષ્ટિ તોરણો-પતાકાઓને વીધી રસ્તાના દૂર દૂરના એક છેડા ઉપર પડી. નાગરિકોએ શહેરને સજાવેલા શૃંગાર જોવાના મૂકી દઈ સમરાદિત્યની આંખ ત્યાં દૂર દૂર શું નિહાળી રહી હશે ? સાથીઓ કુમારના મોં ઉપરનું, ઘેરાયેલા વાદળ જેવું ગમગીનીભર્યું ઔદાસીન્ય જોઈ આટલા બધા કાં મૂંઝાય છે ? “સારથિ, રથ જરા પેલી બાજુ લો.” મહારાજ, હું ઉઘાન તરફ જ રથને હાંકુ છું.” સારથિ કુમારનો આશય સમજ્યા વગર બોલ્યો. ઉદ્યાનમાં નથી જવું. ત્યાં પેલી બાજુ શું પડ્યું છે તે મારે જોવું છે.” એમ કહી કુમારે રથને જુદી જ દિશામાં વાળ્યો. રથમાંથી ઊતરી પાસે જઈને જોયું તો ત્યાં જીવતો છતાં મૃત જેવો, વ્યાધિઓથી ઘેરાઈ ગયેલો એક પુરુષ છેલ્લા શ્વાસ લેતો પડ્યો હતો. એનો આખો દેહ જાણે કે નીચોવાઈ ગયો હતો. મોં ઉપર મોટા ગૂમડા જેવાં લાલ ચાઠાં પડ્યાં હતાં. નસકોરાં ખવાઈ ગયાં હતાં. માખીઓ બણબણતી હતી. કુમારને વધુ નજીક જતો જોઈને એક સાથી બોલી ઊઠ્યો : કુમાર, નજીક ન જતા, એ કોઢના રોગથી મરવા પડ્યો છે.” કોઢના ચેપી રોગના જંતુથી બચાવવાનો એનો ઉદેશ હતો. પણ સમરાદિત્ય એ ભાવ ન સમજ્યા. “આની આવી દશા કોણે કરી ?” કુમાર એક નાના નિર્દોષ બાળકની જેમ બોલ્યા : આવી દશા કરનાર અપરાધીને સજા કરવા અણધાર્યો એમનો હાથ તલવારની મુંઠ ઉપર પડ્યો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વેરનો વિપાક બાપુજી આવા જુલ્મીઓને કેમ નથી વારતા?” વ્યાધિ નામનો કોઈ જુલમગાર માણસ હોય અને બાપુજીએ એક રાજા તરીકે એને સજા કરવી જોઈએ, એમ માનનારા આ ભોળા કુમાર આસ્તેથી બોલ્યા. સાથીઓએ કહેવા માંડયું : મહારાજ, વ્યાધિ એ કોઈ આ દુનિયાનો માનવી નથી. વ્યાધિને વશ તો સૌ કોઈને થવું જ પડે. એમાં આપણે નિરૂપાય છીએ. ચાલો ઉદ્યાનમાં, નકામું મોડું કરવાથી શું લાભ છે ?” વ્યાધિ વિશે વિચાર કરતાં કુમાર પોતાની આસપાસ ઊભેલા ટોળાનું ભાન ભૂલી ગયા. ક્યાંય સુધી પત્થરની મૂર્તિ જેવા પોતે એ પ્રાણહારક વ્યાધિના પંજામાં સપડાયેલા પુરુષને જોઈ રહ્યા. ઘડી પહેલાં ઉલ્લાસથી દીપતા સમરાદિત્યના સુકુમાર મોં ઉપર જાણે કોઈએ શાહી પાથરી દીધી હોય તેમ બેચેન જેવા દેખાયા. વસંતોત્સવ માંડી વાળવાનું એમને મન થયું, પણ પિતાજીની આજ્ઞાની અવગણના થશે, હજારો નાગરિકો નિશ્વાસ નાખશે, એવી ચિંતાથી સમરાદિત્ય, રોગીની પાસેથી નીકળી રથમાં બેઠા. થોડીવારે એક વૃદ્ધ દંપતી, રસ્તાની ધારે બેઠેલું દેખાયું. બંનેના હાથપગ ધ્રૂજતાં હતા, દાંત પડી ગયા હતા. આંખના દેવતા ઊડી ગયા હતા. દીકરાઓએ પણ એ ડોસા-ડોસીને ઘરમાંથી તગડી દીધાં હતાં. આ લોકો ટાઢને લીધે ક્રૂજતાં હોય એમ કેમ લાગે છે ? ઘરમાં રહેવાને બદલે રસ્તા ઉપર કેમ બેઠાં છે ?” સમરાદિત્યે સારથિને પૂછવું. સારથિ અને કુમારના સંગાથીઓ આવા પ્રશ્નો માટે તૈયાર નહોતા. એમને થયું કે આજે જ આવાં અને આટલાં બધાં અપશુકનો ક્યાંથી ટપકી પડ્યાં ? એમનું ચાલે તો ગામના એકે એક રોગી, એકે એક વૃદ્ધને ગરદન મારે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ખંડ પાંચમો પણ જવાબ તો આપવો જ જોઈએ. સારથિએ કહ્યું : “મહારાજ, એનું નામ જ ઘડપણ. આખી જિંદગી વૈતરાં કર્યા, પણ પછી ઘડપણ આવ્યું અને હાથ-પગ હાલતા બંધ થયા, એટલે સંતાનોએ એમને નકામા ગણી ઘરની બહાર હડસેલી દીધાં.” કુછના રોગથી રીબાતા માનવીને તે લોકોએ રસ્તામાં ફગાવી દીધો હતો. વૃદ્ધોની પણ આવી દશા થાય છે. વ્યાધિની જેમ વૃદ્ધત્વ પણ પ્રાણીમાત્રના રક્ત-માંસ શોષે છે, એ જોઈને કુમારનું દિલ વધુ કવીભૂત થયું. વૃદ્ધત્વને વશ આ લોકો શું કામ થતા હશે” કુમારની આ બાળોચિત જિજ્ઞાસાનો સારથિ શું જવાબ દે? એણે માત્ર એટલું જ કહ્યું: એ કંઈ આપણા હાથની વાત નથી. વહેલું કે મોડું, પણ ઘડપણ તો આવવાનું જ !” વ્યાધિની જેમ વૃદ્ધત્વ પણ અનિવાર્ય છે, એવી કુમારને ખાતરી થઈ. વિશ્વના આ સનાતન વેરીઓનો સામનો કરવાનો શું માનવસમાજ પાસે કોઈ ઉપાય નહિ હોય ? માનવી આવો શક્તિશાળી અને બુદ્ધિશાળી છતાં આટલો પામર ? આટલો નિરુપાય? વસંતોત્સવની પાછળ ઘેલાં બનેલાં આ હજારો સ્ત્રીપુરુષોમાંથી કોઈને પણ કેમ આ વ્યાધિ-વૃદ્ધત્વ વિશે લવલેશ ચિંતા જેવું નહિ લાગતું હોય ? કે પછી મારું એકલાનું જ ચિત્ત વિભ્રમના ચકડોળે ચડી ગયું હશે ? સારથિને, કુમાર કરતાં પણ વધુ ઉતાવળ હતી. મહારાજાએ વચ્ચે રથને ક્યાંય પણ ન રોકવાની, કુત્સિત દૃશ્યો કુમારની આંખે ન પડી જાય તે માટે સાવચેતી આપી રાખી હતી. કોઈ દિવસે નહિ ને આજે જ એક પછી એક અમંગળ દૃશ્યો ઊડીને આંખને વળગતાં હતાં. તેથી સારથિની ચિંતા પણ વધી પડી હતી. Page #119 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ વેરનો વિપાક વસંતોત્સવના વિરલ વૈભવથી ગર્જી રહેલા ઉદ્યાનની લગોલગ રથ આવી પહોંચ્યો અને સારથિ જેવો છેલ્લો છૂટકારાનો દમ લેવા જાય છે, એટલામાં સમરાદિત્ય બોલી ઊઠ્યો : “સારથિ, રથ ઊભો રાખ. ત્યાં સમસ્વરે કરુણાજનક આક્રંદ કરતાં કોણ જાય છે ?' ઉદ્યાનની એક બાજુ જતા નાના જૂથ તરફ કુમારે વિઠ્ઠલભાવે અંગુલી નિર્દેશ કર્યો. સારથિએ એ દૃશ્ય જોયું હતું, પણ કુંવરની દૃષ્ટિ એ તરફ ખેંચાય તે પહેલાં જ ઉદ્યાનના નૃત્ય-ગીતના ઊછળતા રસસાગરમાં કુંવરને ઝબોળવાની ધારણા રાખી રહ્યો હતો. કુંવરની ચકોર દૃષ્ટિ તે તરફ ગયેલી જોઈ સારથિ હતાશ બની ગયો. કુંવરની આજ્ઞાથી રથ ફરી થંભાવવો પડ્યો. “અહીંનહિ, ત્યાં લઈ ચાલ.” સારથિને, જ્યાં આગળ સગા-સ્નેહીઓ શબને ઉપાડીને લઈ જતા હતા, તે દિશામાં રથ હાંકવાનો હુકમ કર્યો. સમરાદિત્યે બરાબર પાસે ઊભા રહીને જોયું તો કોઈ એક ગરીબ માણસનું શબ, જીર્ણ વળીઓ, જીર્ણ વાંસડાઓ સાથે બાંધીને, ઉપર એક જૂનું પાનું વસ્ત્ર ઢાંકીને એના દીન સગા-વહાલાઓ રોતાકકળતા ચાલતા હતા. પુરુષોથી થોડે દૂર સ્ત્રીઓ હૈયાફાટ કલ્પાંત કરતી હતી. કુમારે આ જન્મમાં મૃત્યુનું સ્વરૂપ પહેલવહેલું નિહાળ્યું અને એ જ વખતે એની આંખ આગળ જે સોનેરી-રંગબેરંગી પડદાઓ ઝૂલતા હતા, તે ખસી પડ્યા. મૃત્યુ માણસ માત્રની આવી દુર્દશા કરે છે ? એની સર્વ શક્તિ-સઘળું ઓજસ હરી લે છે ? પાછળનાં સગાંનેહીઓ આટલા હતાશ-નિરુપાય-અસહાય બની માત્ર કલ્પાંત કરીને બેસી રહે છે ? મૃત્યુ જેવો મહાપ્રબળ શત્રુ, માણસને માથે અહોનિશ ભમે છે, છતાં એ જ માનવીઓ આનંદ, પ્રમોદ અને શૃંગારલીલામાં આટલા બેફામ બને છે ? Page #120 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૦૩ સારથિએ સમરાદિત્યને ચેતવ્યા ન હોત તો એ કોણ જાણે ક્યાં સુધી દિમૂઢની જેમ ત્યાંના ત્યાં જ રથમાં બેસી રહેત. સમરાદિત્યને આ છેલ્લું દૃશ્ય જોયા પછી એકાંતમાં જઈને બેસવાનું મન થયું. ઉત્સવનો ઉલ્લાસ તો મૂળથી જ નહોતો, પણ પિતાને કદાચ માઠું લાગશે, એમનું દિલ દુભાશે, એમ ધારી કેવળ વ્યાધિ, વૃદ્ધત્વ અને મૃત્યુના જ વિચારો કરતા, એ ઉદ્યાનમાં પ્રવેશ્યા. લોકોએ હર્ષ-ધ્વનિથી એમને વધાવ્યા તો ખરા; પણ લોકોના આનંદ-વિનોદમાં ભાગ લેવા જેવી એમનામાં શક્તિ જ નહોતી રહી. પાસે ઊભેલા એક-બે નાગરિકોને એમણે પૂછી જોયું “સંસારમાં ખરું સામ્રાજ્ય તો વ્યાધિ અને મૃત્યુનું જ ચાલી રહ્યું છે, તે તમે જાણો છો ?” વસંતોત્સવ જેવા પ્રસંગે કુંવર આમ કેમ બોલતા હશે તે નાગરિકો ન સમજી શક્યા. એમને થયું કે કુંવરનું ખસી ગયું લાગે છે. નહિતર અવસર વિનાની આવી વાત ન કાઢે ! મૃત્યુ સમયનું સગા-વહાલાઓનું આકંદ હજી કુમારના અંતરને વલોવતું હતું. બીજી તરફ વસંતોત્સવમાં ઉન્મત્ત બનેલા યુવકો અને યુવતીઓના મધુર સંગીત અને આલાપના અવાજો પણ કુમારના કાનની સાથે અથડાતા હતા. ત્યારે સાચું શું ? પેલું આકંદ કે આ આમોદ ? કુમારના મોં ઉપર વ્યથા અને વિહ્વળતા છવાયેલી જોઈ, વસંતોત્સવ માણવા આવેલા રસિકોનો રંગ ઊડી ગયો. એમને થયું કે જે ઉત્સવમાં મુખ્ય નાયક પોતે જ કસાણું મોં કરીને આવે એ ઉત્સવ પણ શું કામનો ? ખરું જોતાં તો કુમારે પોતે જ ઉમંગ રંગમાં ચકચૂર બની પ્રેક્ષકોને પાણી ચડાવવું જોઈએ. જિંદગીમાં આવો અવસર દુર્લભ છે, એમ માની એનો ઉપભોગ કરવા કટિબદ્ધ બનવું જોઈએ. એને બદલે રોડશોકગ્રસ્ત મોં લઈને કોઈ આવે તો એના ઊના નિ:શ્વાસે ઉદ્યાનની શીતળ કુંજોમાં પણ દાવાનળ સળગી ઊઠે ! Page #121 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક અને ખરેખર એમ જ બન્યું. સમરાદિત્ય કુમારના અંતરમાં વિરાગની જે આછી ચિનગારી પ્રગટી હતી, તેણે વસંતોત્સવના પ્રેમીઓ અને ઉપાસકોને દઝાડી દીધા. વ્યાધિ અને મૃત્યુને અત્યંત પરિચિત છતાં નમાલી વસ્તુ માનનારાઓને કુમારે ચિંતાગ્રસ્ત બનાવ્યાં. માનવી મૃત્યુ અને વ્યાધિ પાસે પામર છે, છતાં મૃત્યુ ઉપર પણ વિજય વર્તાવવાની માણસમાં શક્તિ છે, પ્રમાદવશ અને મોહવશ એ શક્તિ ગુમાવી બેઠો છે. એ વાતનું કુમા૨ે એમને સ્મરણ કરાવ્યું. પણ લોકોને લાગ્યું કે એ સ્મરણ અસ્થાને અને અસમયે હતું. ૧૦૪ સમરાદિત્ય જેવો સંસ્કારી યુવાન સંસારીઓને કદાચ ન સમજાય. જરા-વ્યાધિ અને મૃત્યુ જેવી રોજની અતિ સામાન્ય ઘટમાળ પાછળ લોહી ઉકાળનાર, સંક્ષુબ્ધ બનનાર માણસ એમને કદાચ મૂર્ખ જેવો પણ લાગે. પરંતુ આવી ચિંતા અને વ્યથાની ચિનગારી કોઈ પુણ્યશાળી કે ભાગ્યશાળીના અંતરમાં જ પ્રગટે છે. ચિંતન અને સંવેદનની આ અદૃશ્ય આગ સંસ્કારીને જેમ તપાવે છે, તેમ શુદ્ધ પણ કરે છે. સમરાદિત્યને આમાં કંઈ નવું શીખવાનું નહોતું, માત્ર પૂર્વના સંસ્કારોને જાગ્રત કરવાના હતા. વ્યાધિ અને મૃત્યુના દૃશ્યોએ એની આંખમાં અલૌકિક આંજણ આંજ્યું અને એને સંસાર પ્રત્યે નિહાળવાની, વસ્તુ માત્રને અવલોકવાની શુદ્ધ નિર્મળ દૃષ્ટિ એ નિમિત્તે મળી ગઈ. (૨) સમરાદિત્યના પિતા પુરુષસિંહે જ્યારે કુમારના વસંતોત્સવ પ્રયાણની અને માર્ગમાં અકસ્માત્ બનેલી ઘટનાઓની વાત જાણી, ત્યારે એની ભૂખ અને ઊંઘ ઊડી ગઈ ! ઉજ્જૈનીનો યુવરાજ આવો ભીરુ અને વૈરાગી હોય એ વાત પ્રથમ તો એના માનવામાં જ ન આવી. પણ વસ્તુસ્થિતિ ક્યાં સુધી છૂપી રહે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૦૫ પુરુષસિંહે કલ્પના કરી કે યુવરાજ સમરાદિત્ય હજી અજ્ઞાન અને અનુભવહીન છે. એનું અંતર હજી સંસારના રંગથી રંગાયું નથી. જરા વિનોદ, વિલાસ અને રતિક્રીડામાં ઝબોળાશે એટલે એ પણ આપણા જેવો જ રંગીલો બની જશે. સમરાદિત્યને સંસારની દીક્ષા આપવા, કેટલાક સામંતપુત્રોને સહચર તરીકે કુમારની આસપાસ ગોઠવી દીધા. જેમના જીવનનો કોઈ ઉચ્ચ હેતુ નથી, માત્ર રસાસ્વાદ અને વિલાસ સિવાય. અંતરજગતના આઘાત પ્રત્યાઘાત સાથે જેને કશી નિસ્બત નથી, એવા યુવાનોએ કુમારને વટલાવવા-પોતાની જાળમાં ફસાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ જોગીઓની જમાતમાંથી કારણવશાત્ છૂટા પડી ગયેલા આ સમરાદિત્ય ઉપર એમનું એક જાદુ ન ચાલ્યું. જેને તેઓ પોતાની રંગભરી છટાથી મોટાવવા ગયા હતા, તેઓ જ એની પવિત્ર-કલ્યાણલક્ષી વિરાગની વાતોથી અભિભૂત બની ગયા. એમને પણ એટલી ખાતરી થઈ ચૂકી કે આ કુમાર સામાન્ય માણસ નથી, પૂર્વનો કોઈ ઋષિકુમાર છે. પુરુષસિંહનો એ દાવ નકામો ગયો. છેવટે એણે વિચાર્યું કે ગાંડા હાથી જેવા પુરુષને નાથવો હોય તો લગ્નગ્રંથિ જેવો બીજો એકે અમોઘ ઉપાય નથી. કુમારને માટે કન્યાઓ શોધવા જવું પડે એમ નહોતું. પુરુષસિંહના સાળાની બે કુંવરીઓ વરાવવા યોગ્ય હતી અને બંને કુંવરીઓ રૂપ-ગુણમાં પરસ્પરની પૂરક જેવી હોવાથી એ સંબંધ ગોઠવી દેવાનું અને વહેલામાં વહેલો એ પ્રસંગ ઉકેલી નાખવાનું પુરુષસિંહે નક્કી કર્યું. મામાની પુત્રી સાથે લગ્ન-સંબંધ એ ક્ષત્રિયોમાં અવિધિયુક્ત નથી, એટલે પણ એ વિષયમાં કોઈની સલાહ પૂછવા જેવું નહોતું. કુંવરીઓના પિતા-ખડગસેનને તો એટલું જ જોઈતું હતું. માત્ર સમરાદિત્યની સંમતિ કેમ મેળવવી એ એક વિષમ સમસ્યા હતી. પણ પુરુષસિંહે પોતે જ એ જવાબદારી પોતાને માથે ઓઢી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વેરનો વિપાક લીધી. એણે એક દિવસ સમરાદિત્યને બોલાવીને પૂછ્યું : ‘ખડગસેનની બે પુત્રીઓ સાથે તારો લગ્નસંબંધ બાંધવાની મેં ગોઠવણ કરી રાખી છે. બંને કુંવરીઓના વિષયમાં મેં પૂરી ખાતરી કરી લીધી છે. મને વિશ્વાસ છે કે તું મને નિરાશ નહિ કરે.” આવી બાબતોમાં સમરાદિત્ય ઉતાવળો કે ઉŃખલ નહોતો. અલબત્ત, એણે પોતાની એક આધ્યાત્મિક સૃષ્ટિ રચી હતી અને ત્યાં જ એનું મન શાંતિથી વિરમતું, એટલું છતાં એ પોતાના આપ્તજનોની સુકુમાર લાગણીઓને દુભવવા નહોતો ઇચ્છતો. વિરાગ, ઉપશમ અને શાંતિથી એ જેમ છલોછલ હતો, તેમ વિનય અને નમ્રતાના પણ મીઠા મહેરામણ જેવો હતો. વિનય, વિવેક તેમ સહાનુભૂતિ ન હોય તો ધર્મવૃક્ષ પાંગરી શકે નહિ, એમ તે માનતો. એટલે જ પિતાના પ્રસ્તાવમાં પોતાને કંઈ રસ ન હોવા છતાં એણે પોતાની સંમતિ દર્શાવી. પુરુષસિંહની આંખ સામે સોનાનો સૂરજ ઝળહળી ઊઠ્યો. એણે યુવરાજના લગ્નોત્સવની બની શકે એટલી ઝડપી અને દમામદાર તૈયારીઓ કરવાની મંત્રીઓ, અમાત્યો, સામંતો વગેરેને આજ્ઞા કરી દીધી. ઉજ્જૈનીએ થોડા દિવસ તો અમરાવતીની શોભાને લજવી દીધી. નગરમાં ઠેકઠેકાણે આનંદોત્સવ ઊછળી રહ્યો. લગ્નના આમોદઉત્સવના પ્રવાહમાં એક માત્ર સમરાદિત્ય-વરરાજા પોતે જ ઉદાસીન રહેતા હશે એમ લાગે. એક તો પોતે સર્વ પ્રકારના સ્નેહનાં બંધનોથી છૂટવા માગતા હતા. મોહ, મમતા અને રાગ-દ્વેષની જંજીરોને તોડવા મથતા હતા, તેમાં લગ્નબંધનની વધારાની બેડી એમને ન રુચે એ સ્વાભાવિક છે. પણ તે સાથે પિતાના આનંદમાં પોતે ભાગીદાર છે એ વિચારે તેઓ તૃપ્તિ અનુભવતા. તે ઉપરાંત એમને પોતાના સામર્થ્ય વિશે પણ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. બંધન માત્ર જો આંતરિક આકર્ષણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ખંડ પાંચમો ન હોય તો તે બીજી જ પળે કાચા સુતરના તાંતણાની જેમ તૂટી જાય. એટલે જ એક નવું બંધન ઉમેરાવા છતાં સમરાદિત્યના મોં ઉપર આ લગ્ન નિમિત્તે ખિન્નતા જેવું કંઈ નથી દેખાતું. પુરુષસિંહે આ લગ્નોત્સવ પ્રસંગે યાચકોને યથાશક્તિ દાન આપવાની, કુમારના જ હાથે દાન અપાવવાની યોજના કરી હતી. આમાં કુમારને સૌથી વધુ આનંદ અને પરિતૃપ્તિ મળતી. જે પરિગ્રહ એક દિવસે ત્યજવાનો જ છે, તે જો આ રીતે દીન-દરિદ્રીઓનાં દુઃખ નિવારવામાં ઉપયોગી થતો હોય તો સમરાદિત્ય આવા એક-બે નહિ પણ જાણે કે પાંચ-પચીસ લગ્ન કરવા તૈયાર હતો. આખરે લગ્નનો દિવસ આવ્યો. શણગારેલા અને જનરવથી ગુંજતા મંડપમાં સ્વયંવરા જેવી બે કન્યાઓને જોતાં જ સમરાદિત્યને થયું કે આ બંને કન્યાઓના મોં ઉપર જે પ્રસન્નતા અને નિર્દોષતા દેખાય છે, તે જોતાં જ એ બન્ને ભવ્યાત્માઓ છે અને એ બંને પોતાના જ માર્ગને અનુસરશે, એ વિશે એને મુદલ સંશય ન રહ્યો. કુમારે યથાવિધિ વિશ્વમવતી અને કામલતાનું પાણિગ્રહણ કર્યું. ઉભય નવવધૂ સાથે માતાપિતાને નમન કરી, એમના આશીર્વાદ લઈ પોતાના વાસગૃહમાં ગયો. (૩) પ્રારંભમાં તો લજજા અને સંકોચે સમરાદિત્યની જીભ જકડી લીધી. બે નવવધૂઓ પાસે એણે ઘણી ઘણી વાતો કહી નાખવાના અને પોતાના પ્રસ્તાવ મંજૂર કરાવવાના મનોરથો સેવેલા. પરંતુ પ્રથમ મિલનની પથમ રાત્રિએ જ આ બધું કેમ કહી શકાય, તેની સમરાદિત્યને સૂઝ ન પડી. કુમારની બરાબર સામે બેઠેલી કુંદલતાએ પહેલું મૌન ભાંગ્યું. તેણે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વેરનો વિપાક એક હાથમાં અતિમુક્તનાં પુષ્પોની માળા ધરી રાખી, કુમારની નજીક જઈ કહ્યું : આ માળા આપની પ્રિયાઓએ જ ગૂંથી છે અને પૂરા અનુરાગથી આપના કંઠમાં અર્પવાની મને અનુમતિ આપી છે.” સમરાદિત્યે સહેજ નમીને એ પુષ્પમાળાનો સ્વીકાર કર્યો. કુંદલતા સાથે માનિની નામની બીજી પણ એક સહચરી હતી અને એ બંને સહચારીઓની પાછળ સમરાદિત્યની બે નવવધૂઓ સંકોચાઈને બેઠી હતી. પણ કુંદલતા, તારી એ બંને બહેનોનો મારી ઉપર અચાનક આટલો અનુરાગ કેમ થયો, તે મને નથી સમજાતું.” સમરાદિત્ય ચર્ચાની શરૂઆત કરવાના હેતુથી જિજ્ઞાસાભાવે કહ્યું. સખીઓ કે નવપરિણીતાઓ આવા પ્રશ્ન માટે જરાય તૈયાર નહોતી. કુંદલતા જરા ચકોર હતી, તે સમરાદિત્યને ઉદેશીને એની પ્રચાર પામેલી ખ્યાતિની વાત કહેવા જતી હતી. જુદા જુદા દેશમાંથી આવતા યાત્રિકો, રાજ્યાશ્રિતો અને ભાટ-ચારણોના મુખેથી સાંભળેલી વાતો ઉપરથી અનુરાગ બંધાયો, એવા મતલબનું કહેવા હજી શરૂઆત જ કરતી હતી, એટલામાં પાછળથી કોઈએ એને અટકાવી. એ અટકાયતનો અર્થ એટલો જ કે “મૂંગી મર, અહીં બહુ બોલવા જેવું નથી.” પોતાની જિજ્ઞાસાનો કંઈ જવાબ ન મળ્યો. સખીઓ અને વધૂઓને વિચારમગ્ન જોઈ કુંવરે પોતે જે કહેવા માંડ્યું, “અનુરાગ ગમે તે રીતે થયો હોય, એના ઊંડાણમાં ઊતરવાની અત્યારે જરૂર નથી. પણ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એ અનુરાગથી કોઈકનું અહિત થતું હોય તો તે અનુરાગ શું કામનો ?” વિવાહ વખતે કોઈ વરસીની વાત કરતું હોય એમ આ બંને Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૦૯ બહેનોને લાગ્યું. લગ્નના અને પ્રથમ મિલનના પ્રસંગને આ વાર્તાલાપ કોઈ રીતે સંગત નહોતો. એ વખતે સહચરીઓએ અને નવવધૂઓએ રસ-વિનોદ કે હાસ્યાલાપની આશા રાખેલી ત્યાં સાધુ-સંન્યાસીઓની મંડળીમાં શોભે એવી વાતો નીકળતી સાંભળી, નંદનવનની ટોચેથી જાણે નીચે પછડાતી હોય એવો આઘાત અનુભવી રહી. સૂકા-નીરસ વાતાવરણ વચ્ચે વિશ્વમવતી અકળાતી હોય એમ બોલી ઊઠી : “અનુરાગની સાથે અહિતને શું સંબંધ છે ?” અનુરાગ એટલે ઝાંઝવાનાં નીર ! તરસ્યાં મૃગ એ ઝાંઝવાનાં નીર પાછળ દોડી દોડીને પોતાના પ્રાણ કેમ ગુમાવે છે, તેની કલ્પના કરશો તો અનુરાગ અને અહિત એક જ સૂત્રમાં સંકળાયેલા છે, એ વાત તમને સમજાશે.” કામલતા વચ્ચે જ બોલી ઊઠી : “મૃગ અને માનવી વચ્ચે કાંઈ તફાવત નથી ?” સહચરીઓના મુખ ઉપર આછું સ્મિત રમી રહ્યું. કુમારને કામલતાએ ઠીક ઉધડો લીધો, એમ આ ગભરું બાળાઓને લાગ્યું. વાર્તાલાપમાં પણ જરા ગરમી આવી. મૃગ મૂરખ છે, કારણ કે પશુ છે. પણ બુદ્ધિમાન માનવી જ્યારે મૂર્ખાઈ કરે છે, ત્યારે તો એની હદ જ નથી રહેતી.” કુમાર અહીં પેલા વ્યાધિ, વૃદ્ધત્વ અને મૃત્યુ સંબંધી માનવસંઘની બહયાઈ વર્ણવવા માગતો હતો. પણ પાછું એને એમ લાગ્યું કે હજી બહુ ઊંડા પાણીમાં ઊતરવા માટે જે અવતરણિકા જોઈએ તે તૈયાર નથી થઈ “પણ અનુરાગ હોય ત્યાં અહિત હોય એ વાતનો કંઈ મેળ ખરો, કુમાર ?” વિભ્રમવતીએ હવે પૂરા બળથી ચર્ચાના મેદાનમાં ઝુકાવ્યું. કુમારે ઉત્સાહમાં આવી કહેવા માંડ્યું: “ધારો કે એક યુવતી રાજકુમારી સોળે શૃંગાર સજીને ઝરૂખામાં બેઠી છે. યૌવનનો ઉદામ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વેરનો વિપાક તલસાટ એને બેચેન બનાવી રહ્યો છે. એટલામાં એક યુવાન ઝરૂખા નીચેથી પસાર થાય છે. યુવતી દાસીને મોકલીને પેલા યુવાનને પોતાની પાસે બોલાવે છે-કહે છે મારો તમારા ઉપર અત્યંત અનુરાગ થયો છે, મને તમે કામદેવ જેવા લાગો છો. મારું સર્વસ્વ હું આપના ચરણે ધરી દઉં છું. યુવાનની આંખો મોહ-મદિરાના ઘેનથી ઘેરાય છે. એટલામાં યુવતીના નજીકના કોઈ સ્વજનનાં પગલાં સંભળાય છે. યુવાન સપડાય છે. કારાગારમાં ધકેલાય છે. ત્યાં એની શી દશા થતી હશે? અનુરાગે યુવાનનું કેટલું અહિત કર્યું? કહો જોઈએ.” સમરાદિત્યે આખી વાત એવી ઢબથી કહી કે પકડાઈ જનારા, બંદીખાને પડનારા યુવાનની દયાજનક સ્થિતિ કલ્પી વિશ્વમવતી અને કામલતા ભીતરથી કંપી ઊઠી. અનુરાગે અહિત કર્યું, એમ નહિ પણ એટલું કહી શકાય કે યુવતી દેશ-કાળ ભૂલી ગઈ. ક્ષણિક આવેગે એને આંધળી બનાવી દીધી.” વિશ્વમવતીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો. કામલતા જરા જુદી પડી. બોલી : “એક તો એ અનુરાગ જ નહોતો, માયાવી મોહજાળ હતી અને બીજું એ કે તે પોતાની પરવશતા ભૂલી ગઈ.” * કુમારે કહ્યું : “તમારી બંનેની વાત સાચી છે. આપણે પણ ઓછા પરવશ નથી, આપણે પણ કષાયોને વશીભૂત છીએ અને આપણે પણ ઘણીવાર માનવજન્મની દુર્લભતા ભૂલી જઈએ છીએ.” એટલું કહીને કુમારે બંને નવવધૂઓના મોં સામે ધારીને જોયું. દીપમાળાના છલકાતા તેજે આ બંને યુવતીઓના મોં ઉપર તેજના અંબાર મઢી દીધા હતા. છતાં એ તેજોરાશી વચ્ચે કુમારે ગાંભીર્ય અને ગૌરવ નિહાળ્યાં. એને ખાતરી થઈ કે વાણીનો વ્યય અસ્થાને અથવા અર્થશૂન્ય નહોતો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૧૧ એ પછી એણે જરા, વ્યાધિ અને મૃત્યુ, માનવજાતના કેવા કાળજૂના વેરી છે, સામર્થ્યના અતલ સાગર જેવો માનવી જન્મજન્માંતરમાં ભમતો કેવી વિટંબણાઓ ભોગવે છે અને કષાયોને ઉપશમાવવા ખરા વીર પુરુષોએ તથા વીરાંગનાઓએ કેવી સાધના કરવી જોઈએ, કેટલા વૈરાગ્ય તથા વિશ્વપ્રેમનું અવલંબન લેવું જોઈએ, એ બધું વિગતવાર વર્ણવ્યું. સમરાદિત્ય પ્રત્યેના અનુરાગવશ બંને નવવધૂઓએ એ વાત ધ્યાનપૂર્વક સાંભળી. રાત્રિ ધીમે ધીમે જામતી જતી હતી. દૂરથી આવતા વીણાના શબ્દો જેવી સમરાદિત્યની વાગ્ધારા બંને બહેનો શાંતિપૂર્વક સાંભળી રહી. સ્પર્શમણિ જેમ સ્પર્શ માત્રથી લોહને સુવર્ણ બનાવે છે, તેમ સમરાદિત્યના અંતરના વિરાગે આ બંને નવવધૂઓને વિરાગરંગે રંગી દીધી. સમરાદિત્યની જેમ જ વિશ્વમવતી તથા કામલતાને એક જુદી જ દષ્ટિ ઊઘડતી જણાઈ. સંસ્કારી તો એ હતી જ, સમરાદિત્યે એ સંસ્કારેલા પટ ઉપર ત્યાગ-સંયમ અને સહિષ્ણુતાની રંગરેલ વહાવી દીધી. નવવધૂઓને એણે એક રાતમાં પોતાની શિષ્યાઓ, શ્રદ્ધાળુ ઉપાસિકા જેવી બનાવી દીધી. (૪) બંને નવપરિણીતા નારીઓને સંયમમાં સ્થિર કર્યા પછી સમરાદિત્યને થયું કે ગૃહત્યાગનો માર્ગ લગભગ નિષ્ફટક બન્યો છે. માત્ર માતા-પિતાની અનુમતિ મળી જાય તો તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિંહવૃત્તિથી સર્વસ્વનો ત્યાગ કરી વિરાગના ધોરી માર્ગે ચાલી નીકળે. અંતરંગ રંગાઈ ચૂક્યું હતું, પણ જયાં સુધી માતા-પિતા અનુકૂળ ન બને, પોતે જાતે ત્યાગ જીવનમાં સંમત ન થાય ત્યાં સુધી શાંતિથી રાહ જોયા વિના બીજો કોઈ ઉપાય નહોતો. Page #129 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક જેમના ત્યાગ-વિરાગ સ્વયંભૂ અને સ્વાભાવિક છે, તેમનાં ધૈર્ય અને ગાંભીર્ય પણ અપિરસીમ હોય છે. ઝટપટ નાસી છૂટવાની એમને વૃત્તિ જ નહિ થતી હોય એમ તો કેમ કહેવાય ? પણ બાહ્ય પરિસ્થિતિ એમને મુદ્દલ મૂંઝવી શકતી નથી. ઉપસર્ગો, દુઃખો, પ્રતિકૂળતાઓનો સામી છાતીએ સામનો કરવાનો બોધપાઠ તેઓ આ રીતે જ પાકો કરે છે. ૧૧૨ સમરાદિત્ય હવે ઘણીવાર પિતાની પાસે જાય છે, વિનયથી પાસે બેસે છે અને એમનું દિલ પ્રસન્ન રહે એવી રીતે વર્તે છે. સમરાદિત્ય જાણે છે કે પોતાની વિચારશ્રેણી સાથે માતા-પિતા સંમત નથી, વિરોધભાવ પોષી રહ્યા છે અને બે નવવધૂઓને સંયમમાં સ્થિર કર્યા પછી તો માતા-પિતાનો અસંતોષ મનમાં ને મનમાં જ ધૂંધવાયા કરે છે. એટલે જ સમરાદિત્ય વધુમાં વધુ સંપર્ક સાધવાનો અને પોતાનો દૃષ્ટિકોણ એમને સમજાવવાનો ઉદ્યમ કરે છે. એને ખાતરી છે કે જો મારું હૃદય સ્વચ્છ હશે, મારી વિચારશૈલી પ્રામાણિક અને આત્મહિતસાધક હશે તો આજે નહિ તો આવતી કાલે, બે દિવસ પછી પણ માતા-પિતા મને રાજીખુશીથી, પૂર ઉલ્લાસથી વિદાય આપ્યા વિના નહિ રહે. લોકમાતા જેવી ગંગા નદી એકવાર પત્થરના કઠણ અંતરાયો વચ્ચે બંદીવાન બનીને પડી હતી. રાજા ભગીરથે એને છૂટી કરી અને છૂટતાંની સાથે ભારતભૂમિને શસ્યશ્યામલ, ફળ-ફૂલ-કુસુમિત કરી દીધી. સમરાદિત્યને ગૃહવાસમાં રહેલો જોઈને, કોઈને પણ એમ લાગે કે જ્ઞાન-ચારિત્રની ગંગા માત્ર કેટલાક અંતરાયોને લીધે એક ઠેકાણે સ્થિર થઈને પડી છે. સમરાદિત્ય ભલે પુરુષસિંહના ખોળામાં ઉછર્યો હોય, સુંદરી રાણીએ ભલે એને પારણામાં ઝુલાવ્યો હોય, પણ ખરી રીતે તો એ સંસારનો એક તારણહાર છે, સર્વનો મિત્ર અને સર્વનો માર્ગદર્શક છે. એ સદાને માટે ઉજ્જૈનીના અંતઃપુરમાં, સંસારનો કેદી બનીને ન રહી શકે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૧૩ એક દિવસે પુરુષસિંહે પ્રસંગોપાત વાત નીકળતાં કહ્યું : “બેટા, મને એક જ વાતનો ખેદ રહ્યા કરે છે, ઉજજૈનીની ગાદી ઉપર હજી કોઈ તારા જેવો વિરાગી નથી આવ્યો. રાજ-પરંપરાનો વારસો તું શી રીતે સંભાળી શકશે ?” “જે થતું આવ્યું છે તે જ થયા કરે તો બાપુજી, દુનિયા કેટલી કંગાળ બને ? અભણ પિતાનો પુત્ર જો નિશ્ચય કરે કે મારા કુળમાં કોઈ ભણ્યું નથી, બધા અભણ રહ્યા છે માટે મારે પણ અભણ જ રહેવું અને ગરીબ માતા-પિતાનો પુત્ર જો નિશ્ચય કરે કે મારા માબાપ ગરીબ છે, માટે મારે પણ ગરીબ જ રહેવું, કુળપરંપરાને શ્રીમંત-ધનવાન બનીને ડાઘ ન લગાડવો, તો દુનિયા એક ગંધાતા ખાબોચિયા જેવી જ બની જાય. જે નથી બન્યું તે કદી બને જ નહિ, એ નિર્ણય તર્કથી પણ દૂષિત છે. ઉજ્જૈનીના વારસાને હું મારા પુરુષાર્થથી વધુ ઉજ્જવળ બનાવીશ, એમ આપને ન લાગે તો તેમાં તમારો નહિ, મિથ્યામોહનો જ દોષ છે.” જરાય ઉશ્કેરાયા વિના જાણે પોતે જ પોતાને સંબોધીને બોલતો હોય તેમ સમરાદિત્યે કહ્યું. પણ ભોગોપભોગના વિષયમાં તું આટલો ઉદાસીન કેમ દેખાય છે ?” પિતાએ પૂછયું. ભોગપભોગ અને ઐશ્વર્યમાં મને મુદલ રસ નથી રહ્યો એમ તો હું શી રીતે કહી શકું ? પણ ભોગ કે ઐશ્વર્ય તરફ જેવો હાથ લંબાવું છું, એને અપનાવવા જઉં છું, એ જ વખતે જાણે કે કોઈ મોટો ડુંગર માથા ઉપર ડોલતો હોય, એની શિલાઓ ધસી પડતી હોય અને હું એની નીચે ગુંગળાઈ મરતો હોઉં એવું દૃશ્ય મારી નજર આગળ ખડું થાય છે. ભોગ અને ઐશ્વર્યના સાણસામાં સપડાયેલાં અસંખ્ય સ્ત્રી-પુરુષોને એ ડુંગરની શિલાઓના ભાર નીચે છુંદાતાં-રોતાં-કકળતાં અને સર્વનાશ વહોરતાં મારી આંખે હું જોઉં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વેરનો વિપાક છું. ભોગ-ઐશ્વર્યનું આકર્ષણ નથી ગમતું એમ નહિ, પણ પરિણામે જે બૂરી દશા થાય છે, તેનાથી જ હું કંપી ઊઠું છું. મારા ઔદાસીન્યનું કારણ પણ એ જ છે.” એ રીતે સમરાદિત્ય વિદ્વત્તા કે પાંડિત્યનો દંભ કર્યા વિના સરળભાવે પિતાને પોતાની સ્થિતિ સમજાવવા પ્રયત્ન કરતો. એક વાર એવું બન્યું કે પિતા-પુત્ર બેઠા હતા, ત્યાં મધ્યાહ્નની શાંતિને વલોવતું અણધાર્યું આક્રંદ સંભળાયું. સમરાદિત્ય અને પુરુષસિંહની વાતચીતમાં ભંગ પડ્યો. તપાસ કરતાં પુરંદર નામનો ભટ્ટ અચાનક મરવા પડ્યો હોય અને તે સાથે એના ઘરનો એક કૂતરો પણ છેલ્લાં ડચકાં ખાતો હોય એવી હકીકત મળી. સાજો-સારો-નીરોગ અને ખડતલ નવયુવાન-પુરંદર એકાએક શી રીતે મૃત્યુની દાઢમાં સપડાયો હશે અને સાથે કૂતરો શા સારુ સહગમન કરતો હશે, એ પુરુષસિંહથી ન સમજાયું. સમરાદિત્યને થયું કે આમાં ક્યાંય પણ મેલી રમત છે, છૂપું કાવતરું હોવું જ જોઈએ. પણ એમ ઉતાવળે અભિપ્રાય આપવો ઠીક નહિ. એણે માત્ર એટલું જ કહ્યું : “પિતાજી, હું માનું છું કે પુરંદરને અને કૂતરાને કોઈએ ઝેર આપ્યું છે. એમને બચાવવા હોય તો આપણા રાજવૈદ્યને મોકલો.” પુરુષસિંહે એ સૂચના માન્ય રાખી. રાજવૈધે ચાંપતા ઇલાજ લઈને બંનેને વિષમુક્ત કર્યા. બંને બચી ગયા. સમરાદિત્યની દીર્ધદષ્ટિ માટે પુરુષસિંહને માન ઊપસ્યું. કોઈને નહિ, સમરાદિત્યને જ આ વિષપ્રયોગની છૂપી વાત કેમ સૂઝી આવી ? પુરુષસિંહના જવાબમાં, સંસારની સામાન્ય ઘટમાળ ઉપરથી બંધાયેલો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં સમરાદિત્યે કહ્યું : Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ખંડ પાંચમો “સામાન્ય રીતે પરસ્પરના રાગ-દ્વેષને લીધે આવાં કાવતરાંઓ રચાય છે. પુરંદરની સ્ત્રી સિવાય એના ભોજનમાં વિષ કોણ ભેળવે અને વિષપ્રયોગ સિવાય પુરંદર જેવો યુવાન મૃત્યુશધ્યા ઉપર કેમ પડે ? કૂતરાની વાત જોકે બરાબર સમજાય એવી નથી. પણ ઘણીવાર ઘરના નાના જંતુઓ, પશુ-પ્રાણીઓ વગેરે આપણા પૂર્વના સ્નેહી-સંબંધી કે રાગી હોય છે. અજ્ઞાનના પડદા વચ્ચે આવે છે, તેથી આપણે તેમને ઓળખી શકતા નથી. ઘણીવાર આપણી શાંતિ કે વ્યવસ્થામાં તે વિઘરૂપ લાગે છે. શ્વાનને ઝેર આપવામાં પુરંદરની સ્ત્રી આવી જ કોઈ લાગણીથી પ્રેરાઈ હશે. એ સ્ત્રી પોતાના જે મૃત્યુ પામેલા પ્રેમીની અહોનિશ ઉપાસના કરે છે, જેની મૂર્તિ બનાવી પુષ્પોથી પૂજે છે, તે જ પ્રેમી, શ્વાનનો દેહ ધરી, મૂર્તિની આસપાસ ઘૂમે છે. પણ એ બધી રહસ્યભરી હકીકત એનાથી કેમ સમજાય ? ખરું જોતાં તો મૂર્તિને મલિન કરનાર શ્વાન, એનો મૃત પ્રેમી છે અને છતાં એની ઉપર જ એ બાઈ વિષપ્રયોગ કરે છે. પિતાજી, સંસારના કામ, ક્રોધ, મોહનો આ કેટલો કરુણ ઇતિહાસ છે ?” સમરાદિત્યના આ પ્રકારના નિવેદન ઉપરથી પુરુષસિંહ, પુરંદર ભટ્ટના વિષપ્રયોગ અંગે તપાસ કરી તો તેમાંથી ઘણી વિચિત્ર વાતો નીકળી પડી. સમરાદિત્ય શું નિદાન બરાબર હતું, એવી એમને પોતાને ખાતરી થઈ એ પછી જેમ જેમ પિતા-પુત્રનો સંપર્ક ગાઢ-ગાઢતર બનતો ગયો અને સમરાદિત્યની નિર્મળ દૃષ્ટિની પારદર્શિતા સમજાવા લાગી તેમ તેમ પુરુષસિંહને પણ થયું કે સમરાદિત્ય પૂર્વજન્મનો કોઈ મહાયોગી છે. આવા સંવેગ-રંગથી રંગાયેલા મહારથીઓને મોહવશ જકડી રાખવા એ એક પ્રકારની સ્વાર્થવશતા છે. પાણીમાં જ સદૈવ ભીંજાયેલા રહેતા ચકમકના પત્થરને જોતાં એમ લાગે છે કે ભીનાશ એના અણુઅણુમાં વ્યાપી ગઈ હશે, પણ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વેરનો વિપાક બહાર કાઢીને લોઢા સાથે અફાળીએ તો ભીતરમાં સંતાઈ રહેલા આગના તણખા ઝર્યા વિના ન રહે. પુરુષસિંહ ચકમકનો પત્થર હતો, સમરાદિત્ય સાથેના સંપર્કે એમાંથી તણખા ઝરાવ્યા. પુરુષસિંહે જ એક દિવસ સમરાદિત્યને કહ્યું : “બેટા, તું કહે છે તેમ સંસાર સાચે જ ઇંદ્રજાળ છે. પુત્ર હોવા છતાં તું મારા ગુરુપદે છો. તારા આત્મકલ્યાણમાં હું હવે અંતરાયરૂપ નહિ બનું. તારી માતાની પણ પૂરી સંમતિ સમજી લેજે.” સમરાદિત્યની ઘરના એકાંત ખૂણાની તપશ્ચર્યા સાર્થક થઈ. ઉજ્જૈનીના ગગનમંડળમાં દેવદુંદુભિ ગર્જી ઊઠી. એકલા સમરાદિત્યે જ નહિ, પિતા પુરુષસિંહ અને સુંદ્રી માતાએ પણ સંસારનાંમાયાવી બંધનો છેદી આત્મહિત-સાધનાનો રાજમાર્ગ સ્વીકાર્યો. ઉજ્જૈનીની પ્રજાએ તે દિવસ ખૂબ ધામધૂમથી ઊજવ્યો. પુરુષસિંહને બીજું સંતાન ન હોવાથી ઉજ્જૈનીનો મુગટ, પુરુષસિંહના એક ભાણેજ-મુનિચંદ્રને શિરે મૂકાયો. (૫) સંસારત્યાગીઓ, તપસ્વીઓ અને સાધકોના સંઘો એ કાળે ભારતભૂમિની ચારે દિશાઓમાં, ઉચ્ચ ગિરિશિખર ઉપરથી વહેતા જળધોધની જેમ ફરી વળતા. ગામ-નગર કે નેસના એમને મન ભેદ નહોતા. એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જવાની પણ એમને ઉતાવળ નહોતી. પોતાની ચરણરજથી ભૂમિને તીર્થરૂપ બનાવતા એ નરપુંગવો, પોતાનાથી ઉચ્ચ કોટીના સાધકો પાસેથી જો કંઈ મેળવવાનું હોય તો મેળવી, જિજ્ઞાસુઓને આપવા જેવું હોય તે આપી સતત પરિભ્રમણ કર્યા કરતા. વિકટ અરણ્યો, જળભરપૂર નદીઓ, આકાશને ભેદવા મથતા પર્વતો એમને અંતરાય કરી શકતા Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૧૦ નહિ. હિંસક પશુઓ કે ઘાતકી હત્યારાઓ પણ એમના વાયુ જેવા અપ્રતિબદ્ધ વિહારને અવરોધી શકતા નહિ. તપસ્વીઓ અને ચિંતકો ઠેકઠેકાણે ભમી લોકોને માત્ર વૈરાગ્યની વાણી સંભળાવતા હશે, સંસારના મળમાં ગળા સુધી ડૂબેલા નર-નારીઓની ઉપર કેવળ દયા વરસાવી વાદળની જેમ અદૃશ્ય થઈ જતા હશે, એમ પણ નહિ. આ હતા વિહરતાં વિશ્વવિદ્યાલયો. જ્યાં જતા ત્યાં જ્ઞાનવિરાગ-સંવેગની પરબો માંડીને બેસતા. થાક્યા કે કંટાળ્યા વિના વિરલ સત્યો લોકોના ગળે ઉતારતા. ઉદ્ધાર કરી વાળવાની વૃત્તિથી જો એ વિચરતા હોત તો એમનું બહુમાન અને સ્વાગત કરનારો સમુદાય કદાચ કંટાળી જાત. આ ત્યાગીઓ અને તપસ્વીઓ પોતાના ત્યાગ-વિરાગ કે જ્ઞાનનું પ્રદર્શન કરવા નહોતા માગતા, તેમ મોટા ચમત્કારો કરી દેખાડવાની પણ દુરાશા નહોતા રાખતા. તેઓ તો પરિસહ, ઉપસર્ગ, આફતને પડકાર ફેંકતા, ભૂખ, તરસ, થાકની ઉપર પોતાનો વિજય વર્તાવતા બની શકે તેટલો લોકસંપર્ક સાધતા. એમાં અભિમાન કે ઉદ્ધતાઈ જેવું કંઈ જ નહોતું. એટલે જ કોઈ સાધુ મુનિરાજ અથવા આચાર્યની, ગામની નજીક થયેલી પધરામણીની વાત સાંભળી, મેઘઘેલા મયૂરની જેમ લોકો નાચવા લાગી જતા. ઉજ્જૈનીથી વિહાર કરી અયોધ્યા તરફ જતા મહામુનિ સમરાદિત્યને કોઈ જુએ તો સાગરની અગાધતા અને હિમગિરિની અડગતા મૂર્તિમંત બની હોય એમ જ લાગે. સંયમના ભારને પુષ્પગુચ્છની જેમ વહેતા, ઉપશમ-રસનો ડગલે ને પગલે છંટકાવ કરતા, જ્ઞાનનાં કોટી કોટી કિરણો વડે અજ્ઞાન-અંધકારને ઉલેચતા એવા આ પ્રભાસાચાર્યના અગ્રગણ્ય શિષ્ય સમરાદિત્યની ખ્યાતિ ભાગ્યે જ કોઈથી અજાણી રહી હશે. વાદીઓ અને જિજ્ઞાસુઓ એમની વાત કરવાની મોહક અને માર્મિક શૈલી ઉપર મુગ્ધ બની જતા. એ બોલતા ત્યારે જાણે કે પુષ્પવર્ષા થતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વેરનો વિપાક માનવી જે પોતાને પામર માની બેઠો છે, તેની પામરતા ટાળવી, આત્માના અનંત સામર્થ્યનું લોકસમૂહ પાસે વિવરણ કરવું, કુલાભિમાનીઓ અને સત્તાધિકારીઓના મધનું નિવારણ કરવું, રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, મમતાનાં સૂક્ષ્મ છતાં દુર્ભેદ્ય બંધનોથી સતત સૌને જાગૃત રાખવા, એ આ મહામુનિઓના વિહાર અને વ્યાખ્યાનનું મુખ્ય ધ્યેય રહેતું. પણ એમનું એ કાર્ય એટલેથી જ પુરું નહોતું થઈ જતું. ચિકિત્સકની પાસે જેમ જાતજાતના રોગીઓ આવે અને રોગનાં કારણ તથા ઉપાય જાણવા માગે તેમ આ ભવરોગના ચિકિત્સકો પાસે જાતજાતના વાદીઓ અને વિદ્યાનુરાગીઓ આવતા. કોઈ લોકાલોકનું સ્વરૂપ સમજવા આવે, કોઈ કર્મના બંધ તથા મુક્તિનું રહસ્ય ઉકેલવા આવે તો કોઈ ગૃહસ્થ જીવનની તેમ મુનિજીવનની મર્યાદાઓ વિશે પ્રકાશ મેળવવા આવે. સૌના પ્રશ્નોનું હાર્દ સમજીને, શ્રોતાની યોગ્યતા પ્રમાણે એ વિહરતાં વિશ્વવિદ્યાલયોને ખુલાસા કરવા પડે. લોકોની અજ્ઞાનમિશ્રિત શંકાઓના સમાધાન કરતાં એમની શાંતિ અને સંયમની ઘણી વાર કસોટી થતી. વાચક સમરાદિત્ય (પ્રભાસાચાર્ય ગુરુએ જ સમરાદિત્ય મુનિને વાચક પદથી વિભૂષિત કરેલા) અયોધ્યામાં આવ્યા તે વખતની એમની થોડી કાર્યવાહી જોઈ લઈએ. અયોધ્યાના રાજા પ્રસન્નચંદ્રને જેવા સમાચાર મળ્યા કે આ યુગના એક આત્મનિષ્ઠ-દીપ્તિમાન વાચક સમરાદિત્ય બહાર ઉદ્યાનમાં પધાર્યા છે, એટલે તરત જ દર્શનાર્થે આવ્યા. પ્રસન્નચંદ્ર માનતા કે શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થકર અને પહેલ-વહેલા ધર્મ પ્રવર્તનાર પણ એ જ. સમરાદિત્યે એમની ભૂલ ભાંગી. પ્રથમ તો એમણે ટૂંકામાં કાળગણના વિશે સ્પષ્ટીકરણ કર્યું અને કાળની આદિથી ધર્મચક્રીઓ થતા આવ્યા છે અને થશે, ઋષભદેવ વર્તમાન ચોવીસીમાં પ્રથમ તીર્થકર ગણાય, પણ તે અમુક કાળની અપેક્ષાએ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૧૯ કાળચક્રના આરા સાથે માનવીની શરીરરચના અને ક્રમિક ક્ષીણતા સંબંધી પણ કેટલીક વાતો કહીને, પ્રસન્નચંદ્રની અધૂરી સમજણનો અંધાર પડદો તેમણે હળવે હાથે ખસેડી નાખ્યો. થોડી વારે ઈન્દ્રશર્મા નામે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. વાચક સમરાદિત્ય, જીવ આઠ પ્રકારનાં કર્મો કેમ બાંધે છે, તે તેને સમજાવ્યું. ઈન્દ્રશર્મા સાથેનો વાર્તાલાપ પૂરો થયો ન થયો, એટલામાં ચિત્રાંગદ નામના એક જિજ્ઞાસુએ, વિશેષમાં, કર્મબંધના અનુસંધાનમાં, એની સ્થિતિ વિશે પ્રશ્ન કર્યો. વાચક સમરાદિત્યે એના મનનું પણ સમાધાન કર્યું. પોતાના રોજના પર્વ દિવસના વિધિ-વિધાનમાં-ક્રિયાકાંડમાં પણ વાચક સમરાદિત્ય એટલા જ જાગૃત રહેતા. ચર્ચામાં રસ પડે એટલે રોજની ક્રિયા વિસારે પડતી હશે એમ રખે કોઈ માને. ક્રિયા-કલાપમાંથી જે થોડોઘણો સમય બચે તેનો તેઓ આ રીતે શંકા-સમાધાનમાં સદુપયોગ કરી વાળતા. પોતાના આત્મહિતને અવગણનાર, જનતાનું હિત ન સાધી શકે એમ તેઓ વાણીથી નહિ, વ્યવહારથી પ્રબોધતા. એક દિવસે બે યુવાનો જરા વિચિત્ર પ્રશ્ન કરી બેઠા. એકે પૂછયું : વ્રત-સંયમ પોતે જ દુ:ખદાયક છે. એમાંથી સુખની આશા કેમ રખાય?” સમરાદિત્ય વાચકની ગંભીર મુખમુદ્રા ઉપર આછી સ્મિતની રશ્મિ રેલાઈ ગઈ. પળવારમાં એમણે એ યુવાન સામે પ્રમોદભાવે નિહાળ્યું: પૂછ્યું “તમે માંદા પડો છો ત્યારે પણ મિષ્ટાન્ન જ ઉડાવતા હશો, ખરું ને ? માંદા માણસને પથ્ય પાળવું પડે, એ ઓછું દુ:ખદાયક છે ? એ દુ:ખમાંથી સુખનું સર્જન થાય છે કે નહિ ?' યુવાન નીચે જોઈ રહ્યો. તપ-સંયમ દુ:ખદ લાગે, પણ જેમ જેમ તપસ્વીને, સંયયીને પોતાની અંદરની અનંત શક્તિનું અને સ્વરૂપનું Page #137 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક ભાન થાય છે, તેમ તેમ એને લાગે છે કે એક સામાન્ય સંયમી જેટલો સુખી તો મોટો ચમરબંધી પણ નથી. ૧૨૦ બીજા ભાઈએ પૂછ્યું : “અમારાથી આપની જેમ પૂરેપૂરો સંયમ ન પાળી શકાય. મહાવ્રતોની અપેક્ષાએ અમે અણુવ્રતો પાળીએ. એનો અર્થ તો એ થયો કે આપ જે હિંસા-અસત્ય ન આચરી શકો તે આચરવાની અમને છૂટ.’ પ્રશ્નકાર પોતે પોતાની વક્ર શૈલી જાણતો હતો. એ માત્ર વાચકનું ગાંભીર્ય માપવા માગતો હતો. સમરાદિત્યે એકદમ આગ્રહપૂર્વક એની સામે આડો હાથ ધર્યો અર્થાત્ બસ થયું, હવે બોલશો મા. “તમે કેટલા ભાઈઓ છો ?' યુવાનને પકડમાં લેવા, ફરી ભૂલે નહીં એવો પાઠ પઢાવવા વાચકે પૂછ્યું. “અમે ચાર ભાઈઓ.’’ “હવે, ધારો કે અહીંના અયોધ્યાના પ્રસન્નચંદ્ર રાજા તમને ચારે ભાઈઓને બંદીવાન બનાવે, તમારા પિતા જઈને રાજાને વિનવે. પછી રાજા એમ કહે કે બહુ બહુ તો તમારા એક પુત્રને છોડું, પણ બાકીના ત્રણને તો હું બંદીખાને જ રાખવાનો. બાપને એમ લાગે કે ચાલો, એક તો ઘેર આવે છે, બાકીનાનું જોઈ લેવાશે. હવે તમે કહો છો તેમ બાપે એક પુત્રને છોડાવ્યો એનો અર્થ એવો થાય ખરો કે પિતાએ પોતે ત્રણે પુત્રોને બંદીખાને રાખવાની મહારાજાને રાજીખુશીથી રજા આપી !” શ્રેષ્ઠીનો યુવાન પુત્ર વાતનો મર્મ સમજી ગયો. એટલું જ નહિ પણ સમરાદિત્ય સામા પક્ષને એની જ યુક્તિથી હંફાવવાની ટાઢી તાકાત ધરાવે છે, એમ જોઈ શક્યો. વ્રતો વધુ પાપ કરવાની પરવાનગી નથી આપતાં, માત્ર એક મર્યાદા બાંધી આપે છે અને તે પણ અનિવાર્ય હોવાથી એ મર્યાદાનો આશ્રય Page #138 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો લેવો પડે છે. એક વાર એ વ્રત-તપ-સંયમનો જે રસાસ્વાદ લે છે તે એ મર્યાદામાંથી નીકળી, પાપ-દુષ્કર્મ-હિંસા-અસત્ય-પરિગ્રહ માત્રને પરિહરવા ઉદ્યત થાય છે. મુનિએ શાંતભાવે મૂળ વાત સમજાવી. ત્યારપછી થોડે વખતે પોતાના સમયની મર્યાદા પૂરી થતાં, વાચક સમરાદિત્ય અયોધ્યાની ભૂમિમાંથી નીકળી, ઉજ્જૈની તરફ ચાલી નીકળ્યા. અયોધ્યાવાસીઓને મન સમરાદિત્ય મુનિની થોડા સમયની સ્થિરતા એક દીર્ઘ, સુસ્વમ જેવી બની ગઈ. સમરાદિત્ય મુનિ અયોધ્યાના ઇતિહાસમાં જાણે એક સુવર્ણ પ્રકરણ રચી ગયા. ૧૨૧ (૬) અયોધ્યાથી ઉજ્જૈની સુધીના પ્રદેશને વિરાગની વાદળીઓથી રસબોળ બનાવતા મહામુનિ સમરાદિત્ય ઉજ્જૈનીના એક રમણીય ઉદ્યાનમાં, ધ્યાનસ્થ મુદ્રાએ રહ્યા છે. એ વખતે ઉજ્જૈનીનો જ એક જણ ત્યાં આવી ચડે છે. ઘડીભર તો આ પાષાણપ્રતિમા જેવા ધ્યાનસ્થિત પુરુષને અંધકારમાં પણ અનિમેષ દૃષ્ટિએ જોઈ રહે છે. પળવાર એની માનવતાના ઝીણા તાર ઝણઝણી ઊઠે છે, બે હાથ જોડવાનું મન થાય છે. દેહને તુચ્છ માનનાર આ કોઈ તપસ્વી જ હોવા જોઈએ એમ એને લાગે છે, પણ એકાદ ઘડી પછી વૃત્તિમાં મોટો ઉલ્કાપાત જાગતો હોય એમ અસ્વસ્થ બને છે. આ કોઈ સંતસાધુ નહિ પણ ખરેખર ઢોંગી જ હોવો જોઈએ, એવો નિર્ણય કરે છે. ધ્યાની હોય તો શું ઘરમાં બેસીને એક સ્થળે ધ્યાન ન થઈ શકે? દુનિયાને આવા ઢોંગ બતાવવાની શી જરૂર ? જરૂર આ કોઈ મોટો ધૂર્ત લાગે છે. પ્રતિષ્ઠા પામવાનો જ પ્રપંચ આદર્યો જણાય છે. આવા રમણીય ઉદ્યાનમાં આવીને ઊભો છે એ જ સૂચવે છે કે મુનિનો વેષ પહેરનાર આ ધ્યાની બગભક્ત છે. ધ્યાનમાં રહેલા મુનિને કઈ રીતે પજવવા-ઢોંગીના ઢોંગ ઉઘાડા પાડવા શું કરવું જોઈએ તે વિચારે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વેરનો વિપાક આઘે ઊભા રહીને પત્થર ફેંકવાથી કે શરીરે કાંટા ભોકવાથી તો સામાન્ય વ્યથા થાય. ઢોંગી માટે એ પૂરી સજા ન ગણાય. ત્યારે કરવું શું ? વિચારમાં ને વિચારમાં એ મુનિની બરાબર સામે બેસી જાય છે. છે તો એ પણ થાકેલો. બેસવાનું મન હોવા છતાં શાંતિથી બેસી શકતો નથી. જાણે કે કોઈ ઉદ્દામ વેરવૃત્તિ એને હચમચાવી રહી છે. થોડીવારે ફરી તે મુનિના મુખ સામે નિહાળે છે. ચંદ્રના પ્રકાશમાં તે એ મુનિને ઓળખે છે : “વાહ વાહ ! આ પેલો ઢોંગી, સમરાદિત્ય, રાજકુમાર ! જેણે ખૂબ ધામધૂમપૂર્વક મોટા ઠઠારા સાથે દીક્ષા લીધી હતી તે.” આવેશમાં ને આવેશમાં એ ઊભો થાય છે. હિંસક પશુનો લોહીતરસ્યો ઉન્માદ એની આંખમાં વીજળીની જેમ ચમકે છે. એનો કાળો અને કદરૂપો દેહ રાત્રિના અંધકારમાં વધુ ભયંકર આકાર ધરે છે. ઉદ્યાનનું પુષ્પરાજીથી મહેકતું વાતાવરણ અને જાણે ચગાવતું હોય એમ તે ત્યાંથી નાસી છુટવા માગે છે. ઉતાવળે પગલે તે ભાગે છે. પણ ભાગવાનો પ્રયત્ન કરવા છતાં જાણે કે પગ જ નથી ઊપડતા. જરૂર, આ ઢોંગી મુનિએ જ પોતાની મેલી વિદ્યાથી એને જકડી લીધો હોય એવી મૂંઝવણ અનુભવે છે. શા ભાર છે, એ ધૂર્તના !” એમ મોટેથી બડબડતો પીઠ ફેરવીને દોટ મૂકે છે. થોડીવારે એ પાછો આવે છે. આ વખતે એના હાથમાં મેલા વસ્ત્રનાં થોડાં ચીંથરાં દેખાય છે. બસ થશે.” પોતાના મનને સમજાવતો હોય તેમ ધીમેથી બોલીને એ મુનિ પાસે જાય છે. ફરી પાછું એને યાદ આવે છે : ચીંથરાં નહિ સળગે તો ?” દોડતો જઈને તેલથી ભરેલું એક કોડિયું અને થોડા વધુ લાલચોળ અંગારા લઈ આવે છે. એક તો ઈર્ષ્યાની બળતરાથી અને બીજી તરફ Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૨૩ ધગધગતા અંગારાથી પોતે દાઝતો હોય તેમ અકળાય છે. કોઈ આવી જશે તો પોતાને અધમૂઓ કર્યા વિના નહિ રહે, એવી બીકથી તે આસપાસ ભયત્રસ્ત નજરે નિહાળે છે. નિષ્કપ ઊભેલા મુનિના દેહ ફરતાં એ ચીંથરાં વીંટાળવા માંડે છે. એટલામાં એક બાજુ સૂકાં પાન ખખડતાં સંભળાય છે. ચીંથરાં વીંટાળતાં વીંટાળતાં એ ઝબકે છે. ધ્યાનસ્થ મુનિની પીઠ પાછળ સંતાય છે. પણ કોઈ માનવીની આવૃત્તિ નથી દેખાતી, એટલે સવિશેષ હિંમત ધરીને પોતાનું અધૂરું રહેલું કામ આરંભે છે. એને ઉજૈનીના લોકો ગિરિસેનના નામથી ઓળખે છે. આખી ઉજ્જૈની શોધી વળો, પણ સૌ કોઈ એક અવાજે કહેશે કે ગિરિસેન જેવો ઈર્ષાળુ-ઘાતકી માણસ આ પૃથ્વીપટ ઉપર બીજો નહિ હોય. અંતરની એની કુત્સિત વૃત્તિએ, ઈર્ષ્યા અને હિંસાના અધ્યવસાય એના મુખ ઉપર કઢંગા ચિત્રામણ ઘૂંટ્યા છે. પ્રથમ દૃષ્ટિએ જ ગિરિસેન અકારો લાગે. મહામુનિ સમરાદિત્યે કોઈ દિવસ પણ એનું અશુભ નથી ચિંતવ્યું. સમરાદિત્યની પંક્તિથી એ ઘણી ઊતરતી કક્ષાનો ગણાય, છતાં ગિરિસેન સમરાદિત્ય પ્રત્યે અસાધારણ વેર રાખી રહ્યો છે. નિષ્કારણ ઈર્ષ્યાથી બળી રહ્યો છે. આજે એને લાગ મળ્યો છે. સમરાદિત્યનો દીક્ષામહોત્સવ જોઈને એને જે બળતરા થયેલી, તેનો બદલો લેવાનો આજે આવો અવસર મળ્યો, તે બદલ તે પોતાને ધન્ય માનવા લલચાયો છે. મુનિના દેહને મેલાં-ફાટેલાં ચીંથરાંથી મઢી લીધા પછી એને વિચાર થયો : “ભૂલ થઈ ગઈ. ચીંથરાં તેલમાં બોળવાં રહી ગયાં.” તેલ ઓછું હતું અને ચીથરાં વધારે હતાં, એણે ફરી ચીથરાં તેલમાં બોળી મુનિના અંગે લપેટ્યાં અને ચોરની જેમ આગ લગાડી, અદૃશ્ય થઈ ગયો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. વૈરનો વિપાક ધંધવાતાં ચીંથરાં, અનુકૂળ વાયરાનું ઉત્તેજન પામી ભડભડ બળવા લાગ્યાં. મુનિના દેહને એ જવાળાઓ દઝાડવા લાગી. એકી સાથે સેકડો સાપ, મુનિના અંગ ઉપર સ્વચ્છેદે લીલા કરતા હોય એવું ભયાનક ટશ્ય ખડું થયું. આગથી બળવા છતાં આ મુનિનાં મોમાંથી એકે અરેકાર કેમ નહિ નીકળતો હોય ? સામાન્ય માનવી જે આગનો સહેજ સ્પર્શ થતાં બૂમ પાડી ઊઠે, એ આગના ભડકા ચોતરફ વ્યાપી જવા છતાં આ મુનિ આટલી શાંતિ-સ્વસ્થતા કેમ જાળવી શકતા હશે ? એમની અડગતા હિમાચલની સાથે કઈ રીતે હરીફાઈ કરતી હશે ? મુનિવરે ધ્યાનમાં પ્રવેશતાં, પ્રથમ તો પોતાના દેહનો અને દેહના વ્યાપારોનો સર્વથા ત્યાગ કર્યો હતો. વાસ્તવિક રીતે એ દેહ જ એમનો નહોતો રહ્યો. દેહના સુખ-દુઃખ સાથેનો સંબંધ એમણે છેદી નાખ્યો હતો, દેહ જ્યારે આગથી ભડભડ બળતો હતો તે વખતે પોતાનાં પૂર્વનાં કર્મો બળતા હોય, આત્માનું કંચન શુદ્ધતમ બનતું હોય એવી જ વિચારશ્રેણી ઉપર તેઓ આરૂઢ હતા. અગ્નિના આ ઉપદ્રવને તેઓ આત્મરમણતાના અવલંબનરૂપ માનતા. 'ગ્રીષ્મમાં જ્યારે અસહ્ય તાપ પડે છે, ઊની લૂ ફેંકાય છે, ત્યારે દેહની અંદરથી પ્રસ્વેદની ઝરણીઓ ફૂટે છે. એનાથી શરીર શીતળ રહે છે. પ્રકૃતિ એ રીતે દેહની રક્ષા કરે છે. પણ ઘોર ઉપસર્ગોની સામે ઘોર તપસ્વીઓ-ધ્યાનસ્થ મુનિવરો જે પ્રશમની ધારાઓ વહેવડાવે છે, તે તો સમરાદિત્ય જેવા મુનિપુંગવોને ભભૂકતી આગ વચ્ચે, અકંપ અને અડોલપણે ઊભા રહેલા નીરખે તે જ કંઈક સમજી શકે. આગથી રક્ષણ કરવું હોય તો પાણી જેવો બીજો પ્રતિકાર નથી, પરંતુ ઉગ્ર વેર, ઈર્ષા, કિન્નાખોરી સામે રક્ષણ કરવું હોય, સામાને અને પોતાને પ્રત્યાઘાતોમાંથી બચાવી લેવો હોય, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ખંડ પાંચમો વિશ્વમાં મૈત્રી અને આત્મીયતાની પ્રતિષ્ઠા કરવી હોય તો પ્રથમ અથવા ઉપશમ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમર્થ મુનિઓને આવો ઉપશમ સહજ હોય છે. સમરાદિત્યના અંગે અંગને આગની શિખાઓ ચૂમી રહી છે. પણ . એમના અંતરમાંથી વહેતી ઉપશમની ધારાઓ પાસે એ શિખાઓ જાણે કે કંગાળ-પ્લાન દેખાય છે. તાપ જેમ ઉગ્ર બને છે, તેમ ઉપશમની ધારાઓ પણ વધુ વેગ ધરે છે. મુનિના મુખ ઉપર લહેરાતી આત્મનિષ્ઠા જો કોઈ અત્યારે ધારીને નિહાળે તો સમરાદિત્ય ઉપશમ રસના મહાસાગરમાં ધરાઈ ધરાઈને અવગાહન કરતા હોય એમ જ લાગે. ઉપશમની ધારાને વહેવાનો માંડમાંડ આ અવસર મળી ગયો છે. એટલામાં ઉજૈનીના આકાશમાં મધ્યરાત્રિએ જાણે સહસ્ત્ર સૂર્યો સાથે પ્રગટ્યા હોય એવો ઉદ્યોત ઝળહળી નીકળ્યો અને દૂર દૂર દિગંતમાં દેવદુંદુભિ ગર્જી ઊઠ્યાં. ઉજ્જૈનીની ઊંધ, જાણે કોઈ જાદુગરની ફૂકથી પળવારમાં ઊડી ગઈ. લોકોનાં ટોળેટોળાં આ ઉદ્યાન તરફ ધસ્યાં. મુનિચંદ્ર મહારાજાની સાથે એમના સામંતો, અમાત્યો અને સરદારો પણ આવી પહોંચ્યા. ઉજ્જૈનીના ધનપતિઓ અને વેપારીઓ, કારીગરો અને શ્રમજીવીઓ, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો તથા બાળકો પણ આવ્યાં. ઉદ્યાનમાં નિર્ભયપણે વિહરતાં પશુઓ પણ પોતાનાં વેર ભૂલી ત્યાં સમરાદિત્ય મુનિની સમીપે ગોઠવાઈ ગયાં. મુનિ સમરાદિત્યને એમની ઉગ્ર તપશ્ચર્યા અને અનિર્વચનીય પ્રશમ રસના પ્રતાપે કેવળજ્ઞાન પ્રગટ્યું હતું. આકાશને ઉદ્યોતથી ભરી દેતો એ ઝળહળાટ કેવળજ્ઞાનનો જ હતો. દેવ-દેવીઓના સમૂહ એ ઉત્સવ ઉજવવા ઉજ્જૈની તરફ ઊડતા આવતા હતા. મુનિ સમરાદિત્યના અંગને આલિંગનો ઉપરનો અગ્નિ એણે નાખ્યો. દ્ર, સમરાદિત્ય કેવળીને વંદના કરીને કહેવા માંડ્યું : “ભગવન, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વેરનો વિપાક આપ ધન્ય છો. આપનો મોહ સર્વથા નાશ પામ્યો છે. સર્વ ક્લેશો સદાને માટે દૂર થયા છે. કર્મરૂપી શત્રુઓ ઉપર આપે દિગ્વિજય વર્તાવ્યો છે.” આ પ્રમાણે ઈદ્રથી માંડી, સામાન્ય શ્રદ્ધાળુ નર-નારીઓ જયારે સમરાદિત્ય કેવળીને વંદતા હતા ત્યારે પેલો ગિરિસેન ક્યાં હતો ? એક ખૂણામાં, કોઈ ન જુએ એ રીતે, ટોળાની વચ્ચે એ ઊભો હતો. આજે તો એને પણ થયું કે આવા વિશ્વવંદનીય મુનિને સંતાપવામાં પોતે મોટું પાપ કર્યું હતું. એનું અંતર કકળતું હતું. માત્ર ખુલ્લી રીતે ક્ષમા માગવાની, કેવલીના પગમાં પડવાની, અંતરની ઈર્યા-વેરને ધોઈ નાખવાની એનામાં હિંમત નહોતી. કેવલી ભગવાન સમરાદિત્યે પર્ષદાને ઉદેશી ધર્મમાર્ગ ઉપદેશ્યો. દેશના પૂરી થતાં, મુનિચંદ્ર મહારાજાએ પોતે જ પૂછ્યું : ભગવન, અકસ્માત્ આ ઉપસર્ગ આપની ઉપર કેમ થયો ?” “રાજનું એ અકસ્માતું નથી. જેણે આ ઉપસર્ગ કર્યો છે તે તો નવ-નવ ભવથી મારી કસોટી કરતો આવે છે. આ છેલ્લી કસોટી હતી. કોઈ પણ બીજ વાવેલું નકામું નથી જતું. વેરનું નાનું બીજ પણ એ જ રીતે ઊગી નીકળે છે.” નવ-નવ ભવથી વેર રાખનાર એ માણસની દુર્દશાનો ક્યારે અંત આવશે ?” મુનિચંદ્ર વધુ વિગત જાણવા માગી. - “ગમે તેમ, પણ એ ગિરિસેન, જેણે આ ઉપદ્રવ કર્યો છે તે ભવ્યાત્મા છે. નારકીય યંત્રણાઓમાંથી નીકળ્યા પછી એ પોતાનો ઉદ્ધાર કરી શકશે. અત્યારે પણ એને એમ તો લાગે છે જ કે આ મુનિને પજવવામાં પોતે પાપ કર્યું છે. એ નાનો પશ્ચાત્તાપનો તણખો એક દિવસે તેનાં પાપપુંજને ભસ્મીભૂત કરી દેશે.” ભગવાન Page #144 -------------------------------------------------------------------------- ________________ ખંડ પાંચમો ૧૨૦ સમરાદિત્યના મુખેથી પાપીના ઉદ્ધારની વાત સાંભળી સર્વ શ્રોતાઓનો ગિરિસેન પ્રત્યેનો ધિક્કાર અનુકંપામાં પલટાઈ ગયો. કેવલી ભગવાનના વિશ્વ ઉપરના ઉપકારો વર્ણવતાં વાદેવી પણ થાકી જાય. આત્માની અનંત શક્તિ અને કરુણાના એ મૂર્તિમંત સ્વરૂપનું, તેમજ ત્રણે કાળ અને ત્રણે લોકનાં પ્રતિબિંબ જેની અંદર પડે તે કેવળ-જ્ઞાનમયતાનું પૂરેપૂરું વર્ણન કોઈ કરી શક્યું નથી. બુદ્ધિ અને કલ્પના પણ કેવલાનંદ-કેવલજ્ઞાન પાસે પહોંચતાં અંજાઈ જાય. સમરાદિત્ય કેવલીની આ જીવનકથા છેલ્લા એક હજાર કરતાં પણ વધારે વર્ષો થયાં, જૈન સમાજમાં ખૂબ પ્રચલિત અને પરિચિત છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ એ કથાને પોતાની કાવ્યમય વાણીમાં ગૂંથી અમર તેમજ મનોહર બનાવી. શ્રી સૂરિજીનો સમય વિ.સં.૭૫૭ થી ૮૨૭ સુધીનો મનાય છે. પણ આ કથા એમની પહેલાં, સાધુ સમુદાયમાં તેમજ શાસ્ત્રાભ્યાસીઓમાં સુખ્યાત હોવી જોઈએ. એક પ્રમાણ એવું મળે છે કે શ્રી હરિભદ્રસૂરિ જેવા શાંત-નઃક્ષમાશીલ પુરુષ પણ એક વાર ક્રોધથી સળગી ઊઠ્યા. એ ક્રોધ નિષ્કારણ નહોતો. એમના બે પ્રિય શિષ્યોને બૌદ્ધસાધુઓએ મારી નાખ્યા હતા. એમના નામ હંસ તથા પરમહંસ. બંને સગા ભાઈઓ થતા હતા અને શ્રી હરિભદ્રસૂરિજીના પણ સંસારી સંબંધે ભાણેજ હતા. અભ્યાસ અને વિનયથી એ બંને ભાઈઓએ શ્રી હરિભદ્રસૂરિના દિલમાં ઊંચુ સ્થાન જમાવ્યું હતું. બૌદ્ધોએ એમને પજવ્યા છે, એમ જાણ્યા પછી એમણે વેર લેવાનો નિર્ણય કર્યો અને એમ કહેવાય છે કે પાંચ-છ બૌદ્ધ ભિક્ષુઓને તો રાજસભામાં હરાવી ઊકળતી તેલની કડાઈઓમાં હોમી પણ દીધા. હજુ એ વેર શમ્યું નહોતું. વધુ વેર લેવાની ગુરુદેવ તૈયારી કરતા હતા. એટલામાં એમને પોતાના ગુરુદેવનો સંદેશ મળ્યો. ગુરુ શ્રી Page #145 -------------------------------------------------------------------------- ________________ વેરનો વિપાક જિનભટજી પણ હરિભદ્રસૂરિના આ કિન્નાની વાત સાંભળી કમકમી ઊઠ્યા હતા. સંદેશામાં એમણે બીજું કંઈ નહિ, માત્ર એટલું જ લખ્યું હતું : “ગુણસેન અને અગ્નિશર્માની વાત તો યાદ છે ને ? નવ નવ ભવ સુધી એ વેરના વિપાક વેદનારની વાત જરા વિચારી જજો. વેરનો માર્યો એક જણ સંસારમાં ભૂંડે હાલે રઝળે છે અને ક્ષમાઉપશમના પ્રતાપે એક જણ તરી જાય છે.’ ૧૨૮ હરિભદ્રસૂરિનો વેરનો અગ્નિ ગુરુએ મોકલેલા ત્રણ જ શ્લોકો વાંચીને શમી ગયો. વેરનું એમણે પ્રાયશ્ચિત્ત લીધું અને એ પ્રાયશ્ચિત્તના જ એક અંગ તરીકે એમણે આ સમરાદિત્યની કથા લખી. પંડિતપ્રવર પદ્મવિજયજી મહારાજ, જેમણે આ જ વિષય ઉપર રાગરાગિણીવાળો રાસ રચ્યો છે તેઓ કહે છે કે : શ્રી હરિભદ્રસૂરીશ્વરે ચૌદશેં ચઉચ્યાલીશ (૧૪૪૪) ગ્રન્થ આલોયણના ગ્રહ્મા, જગમાં બહોત જગીશ પ્રથમ ગ્રંથ પ્રારંભીઓ, ક્રોધ નિરાસને કામ એહ ગુરુ આમ્નાય છે, સમતા સંગ સુઠામ. મૂળ કથાવસ્તુ શ્રી હરિભદ્રસૂરિજીથી પણ ઘણું પુરાતન હોવું જોઈએ. એ મૂળકથાને સૂરિજીએ નવું જ રૂપ આપ્યું. પાંડિત્ય, કલ્પના, રસાનુભૂતિ તો સૂરિજીને સ્વાભાવિક હતાં. સમરાદિત્ય કથામાં એમણે પોતાનું હૃદય નીચોવ્યું. એમના યુગના અને તે પછીના સંસ્કૃત વિદ્વાનોએ આ સમરાદિત્યની મુક્તકંઠે પ્રશંસા કરી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ KIRIT GRAPHICS - 09898490091