________________
ખંડ પહેલો
ગુણસેનના દિલમાં પશ્ચાત્તાપની ચિનગારી પ્રગટી. પણ એ આગ ભસ્માચ્છાદિત હતી. ગુણસેન સિવાય બીજાઓથી એ પશ્ચાત્તાપની વેદના અત્યારે સમજાય તેવી નહોતી.
એક તરફ ગુણસેન પોતાના ભૂતકાળના જુલમો સંભારી, અંદર ને અંદર બળતો હતો. ત્યારે બીજી તરફ અગ્નિશર્મા પોતાની ભૂતકાળની અવગણના સંભારી ભારે સંક્ષોભ અનુભવતો હતો. ગુણસેનના પશ્ચાત્તાપની જેમ એ સંક્ષોભ પણ આસપાસના સ્વજનોથી અગમ્ય હતો. બંને પોતપોતાના મનોમંથનને સમાવવા યથાશક્તિ પ્રયત્ન કરતા હતા.
થોડી વારે ગુણસેને કુલપતિને સંબોધીને કહ્યું :
“એક વાર તાપસોના સમુદાયની ચરણરજ, મારા મહેલમાં પડે એવી મારી ભાવના છે. આપ ભિક્ષાર્થે રાજનગરીમાં મહેલમાં ન આવો ?’’
અમારા
૧૩
-
“રાજ્યનો જે આશ્રય અમને મળે છે તે જ શું બસ નથી ? ભિક્ષા માટે અમે ગમે ત્યાં જઈ શકીએ છીએ. રાજાનો મહેલ કે ગરીબની ઝૂંપડી અમારે મન તો સરખાં જ છે. એક માત્ર અગ્નિશર્મા વિશે હું કંઈ ન કહી શકું.'
‘‘અગ્નિશર્માનું તપ અપવાદરૂપ છે. એમના ભિક્ષાના નિયમો પણ અપવાદરૂપ છે ?'
આ વખતે અગ્નિશર્માએ કથોપકથનનો દોર સાંધ્યો :
Jain Education International
“હું માત્ર એક જ ઘરે ભિક્ષા માટે જઉં છું. કોને ત્યાં જવું એ આગળથી નક્કી નથી કરતો. ત્યાંથી ભિક્ષા ન મળે તો ઠીક છે, નહિતર બીજા મહિનાના ઉપવાસનો આરંભ કરી દઉં છું. મારે મન રાજા-રંકના ભેદ નથી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org