________________
ખંડ ચોથો
જણાવવાની જરૂર પણ નથી. હું કોઈ રહસ્યભરી છૂપી યોજનામાં માત્ર સાધનરૂપ બની હોઉં એમ લાગે છે. પણ એ ઉપરથી દયા કે અનુકંપા હું માગી રહી છું એમ ન માનતા.”
પ્રારંભમાં ચંડિકા જેવી ઉગ્ર અને રૌદ્ર દેખાતી ધનશ્રી હવે નરમ અને લજ્જાનમ્ર બની હતી. કૌશાંબીનરેશે એનો સંપૂર્ણ વૃત્તાંત સાંભળ્યો. રાજરીત પ્રમાણે નારી અવધ્ય-દયાને પાત્ર હોવાથી બીજી કંઈ સજા કરવાને બદલે કૌશાંબીની ચતુઃસીમા બહાર જવાનો ધનશ્રીને આદેશ કર્યો.
કુળકામિની અને કોમલાંગી હોવા છતાં ધનશ્રીના દેહમાં રહેલા અગ્નિશર્માના આત્માએ જ આ ભીષણ અને કરુણ લીલા ભજવી હતી.
ooo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org