________________
૪૪
વેરનો વિપાક એમણે તમારા મિત્રની એ દુર્ગતિની વાત શી રીતે જાણી ?” જ્ઞાનીજને કહેવા માંડ્યું: “તપ અને અંતઃશુદ્ધિના પ્રતાપે વિશ્વની એકે એક ઘટનાને હાથમાંના ફળની જેમ તેઓ જોઈ શકતા. તમને જેમ મારા મિત્રની દુર્દશા સાંભળીને ગ્લાનિ થાય છે, તેમ મને પણ થયેલી.” કારણમાં એ સર્વદર્શી પુરુષે કહ્યું કે “તારા એ મિત્રને કૌડિન્યનો ભારે ઘમંડ હતો. દુનિયા બધી ગંદા-ગોબરાં અને હલકા મનુષ્યોથી જ ખદબદે છે એમ તે માનતો અને જરા પણ પોતાને અણગમતું બને તો તે નિરપરાધ માણસોને આકરી સજા કરતો. ધોબીઓને એણે એ જ પ્રમાણે હલકા પ્રાણી ગણી હેરાન કરેલા. એના પરિણામે આજે તમારો એ મિત્ર ધોબીને ત્યાં કૂતરા રૂપે અવતર્યો છે.”
બીજી પણ એ સંબંધી ઘણી વિગતો ગુણસેનને જણાવી, પોતાનો સંસાર પ્રત્યેનો રસ કેમ ઊડી ગયો, તેનું એમણે તાત્ત્વિક નિરૂપણ કર્યું.
સંતજનના આ થોડા સહવાસે ગુણસેનના જીવનને પલટી નાખ્યું. સંસારને તે એક જુદી જ દૃષ્ટિથી જોવા લાગ્યો. જાણે કે એની આંખ આગળ ઝૂલતો એક પાતળો પડદો ચીરાઈ ગયો.
એક દિવસે ગુણસેન થાનાવસ્થામાં બેસી, પોતાના જીવનની અલનાઓ, દોષો ચિંતવી, ક્ષમાના જળથી ધોઈ રહ્યો હતો. એટલામાં વિઘુકુમાર - અગ્નિશર્માએ એની ઉપર ઉપસર્ગની ઝડી વરસાવવા માંડી. પ્રથમ તો એણે તપેલી રેતી ગુણસેનના દેહને છાંટવા માંડી. ચામડી દાઝવા છતાં ગુણસેન પોતાની સાત્ત્વિક સ્થિતિમાં અચળ જ રહ્યો. ખીજાયેલો વિકુમાર વધુ કુદ્ધ બન્યો. હવે તો એણે રીતસર ગુણસેનને જીવતો બાળી નાખવાનો જ નિર્ણય કર્યો.
મારે કોઈ વૈરી નથી, હું સર્વનો મિત્ર છે. જેના જેના પ્રત્યે મારાથી કંઈ અપરાધ થયો હોય તે સર્વને હું ખમાવું છું. અગ્નિશર્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org