________________
૪૫
ખંડ પહેલો પણ મારો દુશ્મન નહોતો. અજાણતાં મેં એને કષ્ટ આપ્યું છે. એની પણ હું અંતઃકરણપૂર્વક ક્ષમા યાચું છું.”
ગુણસેન, આ પ્રમાણે, જે વખતે સર્વ સંસાર પ્રત્યે ક્ષમાના અમૃત છાંટણાં છાંટી રહ્યો હતો, તે વખતે અગ્નિશર્માનો જીવ એના દેહને બાળીને ભસ્મીભૂત કરી રહ્યો હતો. પણ ગુણસેને એ ઉપદ્રવની દરકાર ન કરી.
શાંતિના અગાધ જળમાં સ્નાન કરતો ગુણસેન ધ્યાન અને શુદ્ધિના બળે સૌધર્મ દેવલોકમાં ચંદ્રાનન નામે દેવ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org