________________
ખંડ પહેલો
(૩)
આર્જવ કૌડિન્ય જેવા કુલપતિ પણ પોતાના આશ્રમમાં અગ્નિશર્મા જેવા તાપસ છે એમ માની ગૌરવ લેવા લાગ્યા. બબ્બે-ચાર-ચાર દિવસ તો ઠીક પણ અઠવાડિયા ને પખવાડિયાના એક સામટા ઉપવાસ ખેંચી કાઢવા, માત્ર જવ કે ચોખાના એક દાણા ઉપર આખો દિવસ કાઢી નાખવો, ગમે તેવા ટાઢ-તડકાને સમાન લેખવા, માત્ર દર્ભની પાતળી-ટૂંકી પથારી ઉપર, હાથનું ઓશિકું કરી પડી રહેવું, એ અગ્નિશર્માને મન સામાન્ય વાત બની છે. તપસ્વી અગ્નિશર્માને દૂરથી આવતા જોઈ તપોવનવાસીઓ પણ બે હાથ જોડી ઊભા રહે છે.
ઉપવાસો ખેંચતા, આકરા તાપ સહેતા આ અગ્નિશર્માના મનમાં કેવાં મંથનો ચાલી રહ્યાં હશે ? કોઈપણ સાધના હેતુરહિત નથી હોતી. આવી કપરી સાધનાના બળે શર્મા કયા પ્રકારની સિદ્ધિ મેળવવા મથતા હશે ?
અનંત શાંતિ અને અપાર અવકાશના અવસરે શર્મા, કેવા પ્રકારના ચિંતનમાં ઊંડા ઊતરી જતા હશે ? તપની સાથે ચોક્ખું દર્શન-નિર્મળ દૃષ્ટિ ન હોય તો એ સાધના આગળ જતાં માનવીને મૂંઝવી નાખે છે, માર્ગભ્રષ્ટ પણ કરી દે છે. અગ્નિશર્માને એ દૃષ્ટિ કોણ આપે ? આચાર્ય આર્જવ કૌડિન્ય પોતાની પાસે જે કંઈ હતું, તે પોતાના પ્રિય શિષ્યોને આપવામાં મુદલ સંકોચ નહોતા કરતા. પણ હજી એમને પૂરી નિર્મળ દષ્ટિ નહોતી લાધી.
અગ્નિશર્મા પોતાના પૂર્વજીવનને સાવ ભૂલી ગયા હશે ? કોઈ કોઈવાર, ઉદ્ધત અને અવિનયી લોકોનાં ટોળાં એમની પાછળ ફરતાં અને અકારણે એમને પજવતાં એ બધું યાદ નહિ આવતું હોય ? એ વખતે એમના અંતરમાં નિષ્ક્રિય ક્રોધ કે ક્ષોભની લાગણીઓ નહિ ઊભરાતી હોય ? અને પેલા યુવરાજ ગુણસેનની નિર્દય ક્રીડાવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org