________________
૨૪
વેરનો વિપાક તપસ્વીને તમે દુભાવ્યા છે, એમ ન માનશો. અમારા ભાગ્યમાં જો એ અંતરાય હોય તો કોઈ શું કરી શકવાનો હતો ? અમે કોઈને શત્રુ કે કોઈને સગા નથી માનતા. સર્વત્ર મહામંગળ જ વિલસતું હોય એમ માનીએ છીએ અને તપસ્વીઓ તો જગતનાં માતાપિતા જેવા ગણાય. એમને પોતાનાં સંતાનો વિશે માઠું કેમ લાગે ?”
પછી ગુણસેને કૃતજ્ઞતાપૂર્વક આચાર્યને નમસ્કાર કરી વિદાય લીધી.
(૬) જીવનધારણ માટે અન્ન આવશ્યક છે. એક યા બીજા રૂપે પણ પ્રાણીમાત્રને પણ પોષણ મળવું જોઈએ. જો એમ જ હોય તો આચાર્ય કૌડિન્યના અને એવા કેટલાય કુલપતિના તાપસી અન્નના અભાવે અથવા તો નામમાત્રનો – એક જવનો દાણો ખાઈને કે લણી લીધેલા ખેતરમાં વેરાયેલા, રહી ગયેલા કણનો આહાર કરીને વર્ષો સુધી કઈ રીતે જીવી શકતા હશે ?
અગ્નિશર્માને બીજા મહિનાના ઉપવાસ ખેચતા કોઈ જુએ તો એમનો દેહમાત્ર અસ્થિપિંજર જેવો લાગે. થોડાં હાડકાંનું માળખું ક્વચિત્ હરતું-ફરતું કે બેઠેલું દેખાય. એક જ ધક્કો લાગતાં ગોઠવાયેલાં એ અસ્થિ કદાચ છૂટાં પણ પડી જાય. એટલે છતાં એ તપસ્વીના વદન ઉપર જે એક પ્રકારની કાંતિ અહોનિશ છવાયેલી રહે છે, તેનું નિરીક્ષણ કરનારને તો અંતરમાં ઊંડે ઊંડે વહેતી પરિતૃપ્તિ વચ્ચે આત્માની અખૂટ આનંદધારા જીવનધારણમાં મુખ્ય વસ્તુ છે, એવી પ્રતીતિ થયા વિના ન રહે.
બીજા મહિનાના ઉપવાસ આદરતાં અગ્નિશર્માને આરંભમાં થોડો ક્ષોભ થયેલો. ક્રોધ અને નિરાશાએ એમનો થોડો પરાભવ કરેલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org