________________
ખંડ પહેલો
૨૩ આવેગ-હાથીઓ ગરીબ ગાય જેવા નહિ બની જતા હોય. કેટલાકો તો માત્ર તપસ્વીઓને સ્વાભાવિક એવી ભાષા જ મુખેથી બોલી જતા હશે. પરંતુ અપરાધીઓ ઉપર એની સારી છાપ પડતી. વેર-વિદ્વેષનાં સાપોલિયાં તત્કાળ તો સંતાઈ જતાં.
ગુણસેન પોતાના અપરાધની ગંભીરતા સમજતો હતો. તપસ્વીના ક્રોધની ભયંકરતા પણ એની ગણતરી બહાર ન હતી. પરંતુ અગ્નિશર્માએ પોતે અને આચાર્ય કૌડિન્ય અસંતવ્ય અપરાધને તપોવૃદ્ધિના નિમિત્તરૂપ ગણાવ્યો, ત્યારે તેના હૈયા ઉપરનો ઘણોખરો ભાર ઊતરી ગયો.
હળવું ફૂલ બનેલું એનું હૈયું, જરા આનંદ હિલોળે ચડ્યું. કહ્યું : મહારાજ, આ વખતે તો મારાથી સાવધ ન રહેવાયું, પણ આ મહિનાના ઉપવાસને અંતે જો મારે ત્યાં પધારો તો હું મને કૃતકૃત્ય માનીશ.”
આહાર કે ઉપવાસ સંબંધે સર્વ આશ્રમવાસીઓ સ્વતંત્ર હતા. કોણે, ક્યારે, કોને, ક્યાંથી ભિક્ષા લઈ આવવી, એ વિશે ખાસ વિધિનિષેધ નહોતા. દેહની રક્ષા માટે ભિક્ષા છે એમ નહિ પણ સંયમની રક્ષા માટે આહાર આવશ્યક છે, એમાં જીલ્લાની લોલુપતા ન ભળવી જોઈએ. એ સૂત્ર આચાર્યે સૌને શીખવી રાખ્યું હતું. એમાં અપવાદ ન આવે એ વિશે એમને માત્ર જાગૃત રહેવું પડતું.
છતાં આ પ્રસંગે ગુણસેનની ગ્લાનિ અને વ્યાકુળતા જોઈ આચાર્ય અગ્નિશર્માને બીજા મહિનાને અંતે પણ ગુણસેનને ત્યાંથી જ ભિક્ષા લઈ આવવાનો અનુરોધ કર્યો.
એટલું જ નહિ, ગુણસેન વિદાય થયો ત્યારે પણ આચાર્ય એના મસ્તકે હાથ મૂકી આશ્વાસન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org