________________
૨૨
વેરનો વિપાક
નિમિત્તરૂપ ભલે હોય, પણ વસ્તુતઃ વિધાતાનો જ કોઈ અકળ સંકેત છે. ગુણસેનનો દોષ કાઢવો નિરર્થક છે.
ગળગળા કંઠે ગુણસેને આત્મનિવેદનના રૂપમાં કહેવા માંડ્યું : હું જરા અસ્વસ્થ હતો. મને અચાનક માથાની વેદના ઊપડી હતી. વૈદ્યોએ મને આરામ લેવાનું કહ્યું, પણ આંખ મીંચતાની સાથે જ મને આપનો પારણાનો દિવસ યાદ આવ્યો.”
તરત જ મેં કહેવરાવ્યું : કોઈ મહાતપસ્વી જેવા પુરુષ આવે તો એમને સન્માનપૂર્વક આપણા અંતઃપુરમાં લઈ આવજો. મને જવાબ મળ્યો, તપસ્વી તો થોડીવાર થઈ હમણાં જ અહીં આવીને પાછા ફરી ગયા છે.”
માથાની વેદના ભૂલી ગયો. મારા અંતરમાં ઊંડો પ્રાસકો પડ્યો. આપને રસ્તામાંથી જ પાછા વાળવા આપની પાછળ દોડ્યો. પણ મને હવે લાગે છે કે ઘણું મોડું થઈ ગયું હતું. પહેલાં પણ મેં આપને ખૂબ હેરાન કર્યા છે અને આ વખતે પણ...”
ગુણસેન શું કહેવા માગતા હતા, તે શર્મા સમજી ગયા. એમનો આવેગનો ઊભરો પણ હવે શમવા માંડ્યો હતો. પોતાની કસોટી થઈ રહી હતી, એ હકીકત હવે એમને સમજાવા લાગી હતી.
નહિ રાજનું તમારો મુદલ અપરાધ નથી. તપસ્વીઓ કોઈનો અપરાધ નથી ગણતા. ખરું જોતાં તો તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે – તમે જ મને સંસારના કારાગારમાંથી છોડાવ્યો છે. તમે જ મારા તપની અભિવૃદ્ધિમાં સારી સહાય કરી છે.”
અનિષ્ટ તેમજ અપકારને પણ આ તપસ્વીઓ તપની વૃદ્ધિમાં સહાયરૂપ ગણતા. મનના આવેગો ઉપર આવી જ વિચારશૈલીના સંયમ-અંકુશ મૂકતા. એ અંકુશથી તપસ્વી માત્રના ઉન્મત્ત બનેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org