________________
ખંડ ત્રીજા
૮૧
શિખી મુનિને જાલિનીએ વિષમિશ્રિત મોદક અને બીજા સાધુઓને તેણીએ કંસાર વહોરાવ્યો.
જાલિની પાછી ફરી અને વિશ્વની અસર શિખી મુનિના દેહમાં જણાવા લાગી. મુનિજીને એકદમ આંખે અંધારાં આવ્યાં હોય, એમ ધરતી ઉપર ઢળી પડ્યા. સાધુઓ ગભરાયેલા જેવા દોડી આવીને શિખી ફરતા બેસી ગયા. એમને ખાતરી થઈ કે કોઈ કુટિલ પ્રપંચનો ભોગ શિખી મુનિ બન્યા છે. નહિતર નખમાંય રોગ વગરનો દેહ આમ ઢગલો થઈને ઢળી ન પડે.
થોડીવારે જયારે શિખીએ છેલ્લી આંખ ઉઘાડી ત્યારે એમના હોઠમાંથી માત્ર આટલા શબ્દો જ સર્યા : “હું શાંતભાવે, પ્રશમભાવે આ દેહનો ત્યાગ કરું છું. મારી ચિંતા કોઈ ન કરે. હું સર્વને ખમાવું છું.” આટલી અસહ્ય વેદનામાં પણ આટલી શાંતિ, આવી ક્ષમા અને આવું ઔદાર્ય જોઈ, પાસે બેઠેલા સૌ સ્વજનો આશ્ચર્ય પામ્યા. ' સૂરિજીને જ્યારે શિખી મુનિના આ દેહત્યાગની ખબર પડી ત્યારે એમને બહુ લાગી આવ્યું. માતા ખરું જોતાં તો પૂર્વભવની વૈરી જ હોવી જોઈએ, એ વિશે એમને મુદલ શક ન રહ્યો. પહેલેથી જ શિખી મુનિને વાર્યા હોત તો ? પણ એ રીતે ભાવિને થોડું જ મિથ્યા કરી શકાય ?
અહીં જ સંસાર-ઘટમાળનું ચક્ર નિયમિત ગતિએ ચલાવતી કોઈ એક અગમ્ય સત્તાનું આછું દર્શન થાય છે. હરણી જેવું અસહાય, રાંક, નરમ પ્રાણી બીજું કયું છે ? પણ પ્રબળ શિકારી કે સિંહ જેવા ઘાતકી પ્રાણીનો પંજો પોતાના બચ્ચા ઉપર પડતાં જ એ હરિણ શિશુની માતા સિંહ કે શિકારી સામે ઝૂઝશે-મૃત્યુને તુચ્છ લેખી બાળકને બચાવવા માતાની સઘળી શક્તિઓને હોડમાં મૂકશે. ભક્તામર કાવ્યમાં કહ્યું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org