________________
૩૦
વેરનો વિપાક સૈન્ય, સેનાપતિ વગેરે તૈયાર હોવાથી અને ચોઘડિયું સાચવવાનું હોવાથી પોતે પણ યુદ્ધનો સાજ સજવા લાગ્યા. એટલામાં અચાનક એમને અગ્નિશર્માનું સ્મરણ થઈ આવ્યું.
અંગરક્ષક પાસે જ ઊભો હતો. કહ્યું : “જો તો ખરો, પેલા તપસ્વી આવ્યા હોય તો એમને આદરથી અહીં બોલાવી લાવ !”
અંગરક્ષક તપસ્વીને નહોતો ઓળખતો. રાજકારે ભિક્ષકો, તપસ્વીઓ, યાચકો સેકડોની સંખ્યામાં આવે. એમાંથી અગ્નિશર્માને શી રીતે જુદા પાડવા એ એનાથી ન સમજાયું.
એ કંઈ પૂછે તે પહેલાં જ ગુણસેન એની મુશ્કેલી કળી ગયા. બોલ્યા “ મહિના મહિનાના ઉપવાસ કરનારા, સાવ કૃશ થઈ ગયેલા, વિલક્ષણ આકૃતિવાળા એક આશ્રમવાસી ઊભા હોય તો બોલાવી લાવ!”
આ વખતે અંગરક્ષક કંઈક સમજ્યો. એ દોડતો દરવાજા તરફ ગયો. પણ ત્યાં કોઈ કૃશકાય ભિક્ષુક ન દેખાયો. તપાસ કરતાં જણાયું કે તપસ્વી તો થોડી ક્ષણો પૂર્વે જ દરવાજા પાસે આવીને-ઘડીક રાહ જોઈને પાછા ચાલ્યા ગયા હતા.
અંગરક્ષક દરવાન પાસેથી સાંભળેલી વાત ગુણસેનને કહી સંભળાવી. એ વખતે ગુણસેનને એટલો આઘાત થયો કે ઘડીભર તો એને ચક્કર આવી ગયા.
પાછા ગયા ?” ગુણસને માત્ર એટલું જ પૂછ્યું. પણ એના શબ્દ શબ્દ વેદના ગૂંથાયેલી હતી.
આટઆટલી કાળજી રાખવા છતાં તપસ્વીને બીજા મહિનાના અંતે પણ ખાલી હાથે પાછું ફરવું પડ્યું ? ગુણસેન ઉતાવળે પગલે મહેલની બહાર આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org