________________
ખંડ પહેલો
એણે એકદમ નોકરને આજ્ઞા કરી. સંગ્રામમાં જવા માટે તૈયાર રાખેલો ઘોડો મંગાવ્યો અને કોઈને કંઈ કહ્યા વિના તપસ્વીની પાછળ ચાલી નીકળ્યા.
અગ્નિશમાં શહેરની બહાર જાય તે પહેલાં તો એમને પકડી પાડ્યા. ઘોડા ઉપરથી નીચે ઊતરી એ તપસ્વી આડો ઊભો રહ્યો.
૩૧
“તપસ્વી મહારાજ, મારી જરા ભૂલ થઈ ગઈ !'' બે હાથ જોડી નગરનો રાજવી ગુણસેન વિનવે છે. “સવારથી આપની ચિંતામાં જ હતો, પણ યુદ્ધની વાર્તાએ મને ભુલાવ્યો. કૃપા કરીને પાછા ફરો !''
વસંતપુરીના રાહદારીઓ આ અપૂર્વ દશ્ય નિહાળી રહ્યા. એક તરફ વૈભવ અને ઐશ્વર્યની મૂર્તિ જેવો ગુણસેન માથું નમાવી બે હાથની અંજલિ જોડી ઊભો હતો. સામે જ એક અસ્થિપિંજર ઊભું હતું. ભોગ અને દીનતા જાણે કે સામસામા ઊભાં હતાં. દીનતાના પ્રતીક સમા તપસ્વી પાસે સત્તા અને ઐશ્વર્યની મૂર્તિ જાણે કે યાચના કરતી હતી.
‘મારી પ્રતિજ્ઞાનો ભંગ મારાથી ન થઈ શકે.” તપસ્વીના ક્ષીણ શબ્દોમાં પ્રતિજ્ઞાપાલનની ખુમારી ગૂંજતી હતી.
ગુણસેન પણ એ પ્રતિજ્ઞાથી અજાણ્યો નહોતો. બની શકે તો કોઈ રસ્તો કાઢવા અને પોતાને ત્યાં આહાર માટે પધારવા એણે ફરી ફરીને તપસ્વીને આગ્રહ કર્યો. પણ તપ એ જ જેનું જીવનધન છે, તપ એ જ જેની સમૃદ્ધિ છે, તે પોતાની પ્રતિજ્ઞાનું ગૌરવ કેમ જવા દે ?
અગ્નિશર્માની દઢતા અને તપશ્ચર્યા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા જોઈ ગુણસેનનું અંતર દ્રવી ઊઠ્યું. પોતાની અસાવધતા માટે પશ્ચાત્તાપ કરવા જેટલો અત્યારે સમય નહોતો. પોતે રાજમહેલમાં હોત, શહેરની શેરીમાં પ્રજાજનોની સન્મુખ ન હોત તો કદાચ પોતાના પવિત્ર અશ્રુબિન્દુથી તપસ્વીના પગ પખાળત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org