________________
ખંડ બીજો
પણ પગ ઊપડતા નહિ, વારેવારે પાછું વાળીને જોતાં અને તમારી સખીઓ પણ તમારી વિહ્વળતા જોઈ તમારું કૌતુક કરતી ?”
તે પછી તમે એક હંસલીનું કેવું રૂપાળું ચિત્ર દોરીને મને મોકલ્યું હતું, હંસલીની નમણી ડોકમાં વિરહની કેવી સુકુમાર વ્યથા ભરી હતી ? તમારી વહાલી સખીએ એની નીચે સુંદર શ્લોક પણ લખેલો તે યાદ છે ?”
અને તમે હંસલી પાસે હંસ આલેખેલો તે હું ભૂલી નથી.” કુસુમાવલિએ પાદપૂર્તિ કરી.
“હું એ જ કહેવા જતો હતો. આપણા જીવનની એ વસંત હતી અને વસંતમાં જ આપણો પ્રથમ પારેચય થયેલો. દિવસો વીતતા ગયા, તેમ આપણી એ સ્નેહગ્રંથી વધુ સુંવાળી અને સંગીન બનતી ગઈ. એ સ્નેહના પરિપાક જેવો જ આપણે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. આટલા ગાઢ સ્નેહનું પરિણામ તમે કલ્પો છો, તેવું ભયાનક હોય એ મારી બુદ્ધિમાં નથી ઉતરતું. જેમણે કોઈને દુભવ્યા નથી, તેને દુભવનાર આ વિશ્વમાં કોઈ હોઈ શકે નહિ અને છતાં એવું કંઈ બનતું દેખાય તો એમાં પ્રારબ્ધનો જ કોઈ સંકેત છે એમ માની, સામી છાતીએ, પ્રફુલ્લ હૈયે તેનો સત્કાર કરવો એ આપણું કર્તવ્ય નથી ?”
કુસુમાવલિ સિંહકુમારને પ્રેમીક અને કલાકાર તો માનતી જ હતી, પણ આજની આ વાત ઉપરથી તત્ત્વજ્ઞ અને ચિંતક હોય એવી એને ખાતરી થઈ
પિતા કઠોર હૃદયના હોઈ શકે. પણ માતા તો પુત્ર ઉપર પ્રત્યેક પળે વાત્સલ્યનું જ સિંચન કરવાની. પોતે એ માતાઓના વિરાટ સંઘમાં અપવાદરૂપ બની, તે માટે રાણીને ઘણો પશ્ચાત્તાપ થયો. પતિની જીવન પ્રત્યે નિશ્ચિતતા અને કર્મફળ વિશેની દૃઢતા જોઈ પોતાની ભયભીત અને શ્રદ્ધાહીન સ્થિતિ માટે એને લાગી આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org