________________
૪૮
વેરનો વિપાક કરવામાં કુટુંબની કુશળતા. છે, પણ કર્મફળને વિશે અચળ શ્રદ્ધા ધરાવનાર સિંહ મહારાજાએ ફરી ફરીને એક જ જવાબ આપ્યો :
જો મારું કે તમારું અનિષ્ટ થવાનું હશે તો તે એક યા બીજી રીતે થવાનું જ છે. એનાથી બચવા નિર્દોષ શિશુનું બલિદાન દેવું એ કાયરતા છે.”
સિંહ મહારાજાએ વિશેષમાં કહ્યું : “ધારો કે પુત્ર મોટો થાય અને આપણી સામે વિદ્રોહ કરે, તો પણ જ્યાં સુધી આપણામાં તાકાત છે, ત્યાં સુધી એનું શું વળવાનું હતું ? ઘણા રાજકુમારો રાજ્યની કે સત્તાની લાલચે બાપ સામે મોરચા માંડે છે, મેલા કાવાદાવા ખેલે છે એ આપણે જાણીએ છીએ. પરંતુ કુંવર જરા સમજણો થાય, શક્તિશાળી બને એટલે આપણે પોતે જ એના હાથમાં રાજદંડ સોંપી નિવૃત્ત થઈ જઈએ તો બંનેનું અહિત થતું અટકે. એને બદલે અનિષ્ટની આશંકાથી ભયભીત રહીએ તો આખી દુનિયાને દુશ્મન માનવી પડે. એવી આશંકાવાળો માનવી ક્યાંય સુખેથી રહી શકતો નથી. માટે મારી તો સલાહ છે કે એ ભયને જ સાવ નિર્મલ કરી નાખવો.”
આત્માનું અહિત કરવાની તો કોઈમાં તાકાત નથી. એ હકીકત પણ સિંહ-મહારાજાએ રાણીને સમજાવી. ઘડીભર મહારાજાનો ઉપદેશ સફળ થતો લાગ્યો. પુત્ર પ્રત્યેનું માતાનું વાત્સલ્ય જાગૃત થયું.
બંને ઘણીવાર સુધી મૌન બેસી રહ્યાં. રાણીને પોતાની ભૂલ, માટે પસ્તાવો થતો હોય તેમ એમની મુખમુદ્રા સૂચવતી હતી.
સિંહ મહારાજા, થોડીવારે ભુલાયેલું સ્વપ્ર ફરી જોતા હોય તેમ કહેવા લાગ્યા :
મહારાણી, યાદ આવે છે તે દિવસો, જે વખતે તમે માત્ર કુમારી કુસુમાવલિ હતાં અને બગીચામાં તમારી સખીઓ સાથે ફરવા નીકળ્યાં હતાં ? મને જોઈને તમે મૂંઝાયેલા જેવાં નાસવા જતાં હતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org