________________
ખંડ બીજે
૪૦ પણ રાણી નથી સમજતી, સમજવાની જ ના પાડે છે. એ માને છે કે જે પુત્રે ગર્ભમાં આવતાંની સાથે જ પેટમાં સાપ સમાઈ જતો હોય એવું સ્વમ આવ્યું હોય અને તે દિવસે મારા જેવી નરમ સ્ત્રીને પણ પતિનાં આંતરડાં ખાવાના દોહદ થયા હોય તે પુત્ર વિશે કોઈ પ્રકારની સારી આશા હું ન રાખી શકું. મને પૂરી ખાતરી છે કે આ પુત્ર, પુત્રના રૂપે કોઈ વેરી જ જભ્યો છે અને એનાથી પતિદેવને બચાવી લેવા એ મારી પવિત્ર ફરજ છે.
દાસી મૂંઝાય છે. મહારાણી સાથે તે યુક્તિમાં ફાવતી નથી. પણ મહારાણી ખોટા માર્ગે છે અને પોતે એક નોકરડી હોવાથી એમની આજ્ઞાનું પાલન કરવું જ પડશે, એવી ચિંતાથી ગભરાય છે.
દાસીની ગભરામણ જોઈને રાણી કહે છે : “તારું ડહાપણ રહેવા દે. અમાત્યને કહી દે કે ઉત્સવ કરવાની જરૂર નથી. રાણીને મરેલો પુત્ર જન્મ્યો છે, કોઈ હર્ષ-શોક ન કરે.”
પુરવાસીઓનો ઉત્સવ, દરિદ્રીના અભિલાષની જેમ મનમાં જ સમાઈ ગયો. દાસીને ન છૂટકે શિશુના દેહનું વિસર્જન કરવા મહેલની બહાર નીકળવું પડ્યું.
ભાગ્યયોગે દાસી અને જયપુરનગર નરેશસિંહ મહારાજા સામસામા થઈ ગયા. ગભરાયેલી દાસીએ વાતને છુપાવવાનો પ્રયત તો ઘણો કર્યો, પણ એની બુદ્ધિ અત્યારે બહેર મારી ગઈ. એક તો અનિચ્છાપૂર્વક એને નીકળવું પડ્યું હતું અને આ ભયંકર કૃત્ય કરતાં એનો અંતરાત્મા કકળતો હતો. સિંહ મહારાજા, પળવારમાં વસ્તુસ્થિતિ સમજી ગયા.
દાસીની સાથે એ અંતઃપુરમાં પાછા આવ્યા. રાણી મહારાજાને સમજાવવા ઘણી મથી કે આ પુત્ર સારા પગલાનો નથી, એનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org